Quotes by Bhikhu Bharwad in Bitesapp read free

Bhikhu Bharwad

Bhikhu Bharwad

@bhikhubharwad7898


હાલ ને ભેરુ હાલ ફેંકી દઈએ જીવતરનો ભાર.
મોહ માયાની પણોજન નેભૌતિક સુખ નો ભાર..
સમય હશે તારો તો સહુનો હશે સાથ..
પોતાના ને પારકા દુઃખ માં નહીં ઝાલે હાથ.
માયાળુ છે માનવી ને મીઠપ નો છે માર..
હશે તે લૂંટી જશે નહીં આવે કોઈ કામ.
ભમશું આ ભોમકા જંગલકેરી વાટ.
પહાડોની ટોચ અને નદી કેરો ઘાટ..
સુખ દુઃખ ની છાંયડી ને વસમી છે રાત.
શમણાં છે મોટા ને અધૂરી છે આશ..
એજ પળોજણ છે જિંદગી ની "ગોવાળ"
બધુજ છે હાથમાં ને ખાલી છે હાથ..
ભીખુ (ગોવાળ)
કોપી આરક્ષિત

Read More

ભોળો છું પણ ભરવાડ છું
દ્વારકાધીશ નો દીવાનો છું
બાળ ગોપાલ જ્યાં રમતો
એ કૂળ નો કૂળ દિપક છું
ગાયો વાહરે લીલા માથા વઢાવ્યા
એ ગાયો ના ગોવાળ નું સંતાન છું
પાળિયા થઈ ખોડાયા પાદરમાં
એ વિરો ના વિરનો વારસદાર છું
ભીખુ (Mr ગોવાળ)

-Bhikhu Bharwad

Read More

વિકાસ ના વાયરે કેટલા ફેંકાણા
કોઈ રોડપર કોઈ જળ માં શમાણાં

અમૃત જાણી હોઠ પર લગાવ્યું
લઠાકાંડમાં કઇ યુવા હોમણા

ડિજીટલ યુગમાં દીવોય ના મળે
લાઈટો ના અજવાળે કઇ લૂંટાણા

વિકાસનું એક તણખલું ગોતવા
માનવી ક્રોકેટના જંગલ મા ફસાણા

ડિજીટલ યુગ ની વાતો છે આ "ગોવાળ"
ભષ્ટાચાર ના ભોરિંગ માં કેટલાય લટકાણા
(Mr ગોવાળ)

Read More