Quotes by BHAVIN HEART_BURNER in Bitesapp read free

BHAVIN HEART_BURNER

BHAVIN HEART_BURNER

@bhavinparmar7018
(38)

H@B

H@B

H@B

નાના હતા અને
ઉનાળાનું વૅકેશન પડે એટલે સવાર સવારમાં ગિલ્લીદંડા , ભરબપોરે પત્તા ,
સાંજે ક્રિકેટ ,
સતોડીયું અને
ઘંટડી વાગે એટલે
બરફનો ગોળો ,
રાત પડે એટલે
ફરી રમતો ચાલુ ને ચાલુ ... પંદર વીસ જણાના ટોળેટોળા
... ખડકીઓમાં ચારેબાજુ અવાજ અવાજ ..
વચ્ચે 20 - 25 દિવસ મામા,
માસી, કાકા, ફઈને ત્યાં રહેવા જવાનું અને ત્યાં પણ એવી ટોળકીઓ ..
બપોરે એકબાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને
સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય ..
ત્યારે તો A C શું એ પણ ખબર નહોતી .. અને
રાત્રે થાક્યાપાક્યા ઉપર અગાસી માં ઠંડી પવનની લહેરો વચ્ચે
બ્રહ્માંડના તારાઓ ને જોઈને એકદમ આશ્ચર્ય પામતા પામતા સુઈ જવાનું કે
આ સામે આકાશમાં દેખાય છે એ ખરેખર છે શું ..
આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી ..
આ ચંદ્ર આટલું બધું અજવાળું કેવી રીતે આપતો હશે ..
આ બધાના વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે પણ
એ વખત કલ્પનાઓ કરવાની બહુ મજા આવતી ...

નાનપણની ખરી મજા ઉનાળા એ જ આપી છે ..
એ પછી કેરીઓ ખાવાની હોય કે રમવાની હોય ..
અત્યારે નૌકરી, ધંધા પર બેઠા પછી ગરમી કાળઝાળ લાગે છે
પણ એ વખતે તો
આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો કારણકે ઝીંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો જ એમાં કોતરાયેલી હતી ..

મોટા થયા ત્યારે નોટો ગણ ગણ કરીએ છે

અને

નાના હતા ત્યારે હવે સ્કૂલ ખૂલવામાં કેટલા દિવસ બાકી બસ એની જ ગણતરીઓ થતી હતી ..

કાશ આ પૈસાની થોકડીઓ
એ નાનપણ પાછું લાવી આપતું હોત ...

શરીર પર ગમે એટલા ઘા લાગતા તો રુજ આવી જતી હતી પણ

એ ઉંમરે દિલ પર ઘા લાગતા જ ના હતા ..

લુચ્ચાઈ શેને કહેવાય

એ ખબર જ ના હતી . માણસોનું બીજું સ્વરૂપ જોયેલું જ ના હતું ..

દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી....
😘 હવેની પેઢી ના નસીબમાં આ નથી 😘

● દફતર લઈને દોડવું...
● તૂટેલી ચપ્પલ નું જોડવું...
● નાશ્તા ના ડબ્બાઓ...
● શર્ટ પર સહીના ધબ્બાઓ..
● ખોબે ખોબે પીવાતું પાણી...
● રીસેસ ની વિશેષ ઉજાણી...
● બેફામ રમાતા પકડ દાવ...
● ઘૂંટણ એ પડતા આછા ઘાવ...
● બાયોં થી લુંછાતા ચેહરા...
● શેરીઓમાં અસંખ્ય ફેરાં...
● ઉતરાણ ની રાત જાગી...
● પકડાયલા પતંગ ની ભાગી...
● ભાડાં ની સાયકલ નાં ફેરાં...
● મહોલ્લાના ઓટલા પર ડેરા...
● લખોટી ની રેલમ છેલ...
● ગીલ્લી ડંડા નો એ ખેલ...
● ચાર ઠીકડી ને આટા પાટા...
● લાઈટના થાંભલે ગામગપાટા...
● વરસાદે ભરપૂર પલળવું...
● ખુલ્લા પગે રખડવું...
● બોર આમલી નાં ચટાકા...
● પીઠ પર માસ્તર ના ફટાકા...
● બિન્દાસ્ત ઉજવાતું વેકેશન...
● નાં ટ્યુશન નાં ટેન્શન...

વાત સાચી લાગી કે નહિ મિત્રો...
બધું ભૂલાઈ ગયું આ મોર્ડન લાઈફ ની લાઇ માં...

કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે ? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..!
માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા; ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!

Read More

હમણાં એક લગ્નપ્રસંગે મામેરાની વિધિ વખતે મામેરું વધાવતી એક બેનની આંખોમાંથી આંસુ પડતા હતા. કારણ એ હતું કે આ બહેનના ભાઈ મામેરામાં જે લાવ્યા હતા એના કરતાં ઘણું વધારે બીજી બહેનોના ભાઈઓ લાવ્યા હતા. બહેનને આંસુ એટલે નહોતો આવ્યા કે ભાઈ ઓછું લાવ્યો છે પણ એ એટલે રડી રહી હતી કે બીજી બાઈઓ એના ભાઈનું સામાન્ય મામેરું જોઈને મજાક ઉડાવતી હતી.

મને લાગે છે કે આ મામેરાની વિધિ પિયારીયાની આર્થિક પરિસ્થિતિનું પ્રદર્શન બની ગયું છે. જેને પોસાતું હોય એ ભલે આપે એની સામે વાંધો નથી પણ જે માંડમાંડ જીવન નિર્વાહ કરતા હોય એનું જાહેરમાં અપમાન કરવાની આ પરંપરા બંધ થવી જોઈએ. કોઈ એક જ ભાઈને ચાર-પાંચ બહેનો હોય તો એ બાપડાની શુ દશા થતી હશે એ તો બિચારો એ જ જાણે.

બહેનને કંઈ આપવું હોય તો ગુપ્ત રીતે ના આપી શકાય ? જાહેરમાં ઢંઢેરો પીટીને આખા ગામને બતાવવાની શુ જરૂર ? સમય પ્રમાણે કેટલીક પરંપરાઓ બદલવાની જરૂર છે. મામેરું વધાવવાની વિધિને તિલાંજલિ આપીને ગરીબ બાપની દીકરીના આશીર્વાદ લેવા જેવા છે અને એના ભાઈનું જાહેર અપમાન બંધ કરવુ જોઇએ.......!

લખાણ કોપી કરેલ છે પણ આજના સમયની વાસ્તવિક પરિસ્થિતિ છે.

Read More

#What is love
H@B

સ્કૂલમા સાલી છાપ એવી થઈ ગઈ હતી કે જે દી લેશન કરીને ગયો હોવ ને સાહેબ કે લેશન ના લાયા હોય તે ઉભા થાય હુ ના થાઉ તો કે તને અલગથી કેવુ પડશે


હું જૂની બધી વાતો ભૂલી ને જિંદગી નવેસરથી જીવવા માંગુ છું.
પણ જેના ઉધાર લીધા છે તે માનતા જ નથી..
😥😏🤣😂🥸😀

H@B

Read More

શિક્ષકે પૂછ્યું: વિશ્વનું કયું સ્થાન પ્રેમની નિશાની છે?

આખો વર્ગ એક અવાજમાં પોકાર કર્યો: "તાજમહેલ"

પરંતુ, ફક્ત એક જ વિદ્યાર્થીએ કહ્યું: "રામ સેતુ"!

શિક્ષકે તેને પૂછ્યું, તું શું કહેવા માંગે છે?

તે વિદ્યાર્થી ઉભો થયો અને બોલ્યો,
રામ સેતુ પ્રભુ શ્રીરામે પત્નીને પાછા લાવવા માટે બનાવ્યો હતો, કોઈની જમીન કબજે કરવા નહીં!

અને પુલ બનાવનાર એક પણ વ્યક્તિના ભગવાન શ્રીરામે હાથ નહોતા કાપ્યા,
સેતુ બનાવનારને પૂરો આદર આપ્યો હતો!

શિક્ષક અને બધા વિદ્યાર્થી ચોંકી ગયા!

આપણે આપણો ઇતિહાસ અને પુરાણોને નવી રીતે જોવાની જરૂર છે...
H@B

Read More