Quotes by Bhavini Patel in Bitesapp read free

Bhavini Patel

Bhavini Patel

@bhavinipatel9831


તોફાની પવન સાથે એક કાગળ ઊડીને આવ્યું,,,
સાથે કેટલાય તોફાનો લઈને આવ્યું...
ન કહેવાની વાત કહી ગયું,,,
ધારદાર શબ્દોથી દિલને ભેદી ગયું...
હતું એક કાગળ પણ એના પરની શ્યાહીએ,,
જાણે કાગળને જંગનું કારણ બનાવી દીધું...!!!
#તોફાની

Read More

જ્યાં સુધી આમ બિચારો બનશે ત્યાં સુધી તેની સાથે અન્યાય જ થશે,,
તેને સમજાય ગયું હતું..
એટલે હવે તેણે બીજો વિકલ્પ અપનાવ્યો હતો,,,કઠોર બનવાનો...
માતા-પિતા, પત્ની અને બાળકોને ન્યાય અપાવવાની આશામાં તે પથ્થર હૃદયનો બની વ્યૂહ રચતો રહ્યો,,,
અંતે, તેને ન્યાય મળ્યો...

પરંતુ,, હવે તેની પાસે કંઈ જ ના હતું..
ના ઘર, ના પૈસા, ના માતા-પિતા , ના પત્ની, ના બાળકો,...
હતી તો બસ તેને ચારેકોરથી ઘેરતી એકલતા...!
#Bhavi
#ન્યાય

Read More

એકમાત્ર મારા કહેવાથી એ શક્ય ના બને,,
એના માટે આપના પ્રતિભાવની પણ જરૂર છે...
સમજવા માત્રથી એ શક્ય ના બને,,
એના માટે કાર્ય કરવાની પણ જરૂર છે...
શબ્દ માત્રથી એ શક્ય ના બને,,
એના માટે કાવ્ય લખવાની પણ જરૂર છે...

#માત્ર

Read More

સરવાળે સમજાય તો ગયું કે આમ પાગલ બનવાથી કૈં મળશે નહીં,,પણ હવે પપ્પાને લેવા વૃદ્ધાશ્રમ જવું પડે તેમ હતું,, અને એ બાબતે ઝઘડીને પત્ની જતી રહી હતી..
પણ હવે તેને સંબંધોનો ગુણાકાર કરવો હતો..કંઈક વિચારીને જ્યારે તેણે ઘરનો દરવાજો ખોલ્યો ત્યાં જ સામે પપ્પા અને પત્ની ઊભા હતાં તેના સંબંધોનો ગુણાકાર કરવા માટે...!!!

#પાગલ

Read More

શા કારણે કરે છે દુષ્ટતા તુ ઓ માનવ,,
તને ખબર છે કોઈ દુષ્ટ વધારે ટક્યો નથી..
રાવણની દુષ્ટતા એ તેને મૃત્યુ આપ્યું હતું,,
સ્વયં પ્રભુએ તેને આ સજા આપી હતી..
દુર્યોધનની દુષ્ટતા પણ ક્યાં ટકી હતી,,
યુદ્ધમાં મૃત્યુ માટે તે હાથ જોડતો રહ્યો હતો..
મામા કંસની કથા પણ અજાણી નથી,,
તેની દુષ્ટતા પણ આખરે મૃત્યુનું કારણ બન્યું..
ઓ માનવ તું દુષ્ટતા છોડી દે,,
અને સંસારમાં સૌની સાથે હળીમળીને રહે..
શું ખબર કોણ ક્યારે જરૂરી બની જાય..
#Bhavi
#દુષ્ટતા

Read More

When the seed grown up,, it takes many supports like water, soil, sunlight, fertilizer, etc... If one content missing then plant can't growing up properly....
#Bhavi
# Grow

જેનું નામ સાંભળીને છોકરીની આંખો શરમથી ઝૂકી જાય છે,, એ છે વરરાજા...
દરેક છોકરાના મનમાં એક વાર એ બનવાની ઈચ્છા હોય છે,, એ છે વરરાજા...
માતા પિતાની આંખોમાં જેને દીકરી સોંપવાના અરમાન હોય છે,, એ છે વરરાજા...
માતા પિતા દીકરાના લગ્નના દિવસે તેને જોઇ ખુશી અનુભવે છે,, એ છે વરરાજા...
#Bhavi
#વરરાજો

Read More

સ્વપ્નમાં ક્યાંક આવ્યો હશે તારો ચહેરો,,
એ યાદ નથી રહ્યું કે કેવો હતો તારો ચહેરો...
પેન પકડીને હાથથી કંડાર્યો કાગળ પર,,
ફક્ત કાર્ટૂન બન્યું ના બન્યો તારો ચહેરો...
હસી લીધું બે ઘડી મારી મૂર્ખામી પર,,
નથી જોયો તને તો ક્યાંથી બને તારો ચહેરો ..
આખરે યાદ આવી ગઇ મને એ વાત,,
અસંખ્ય ચહેરાઓમાં ક્યાંક હશે તારો ચહેરો..
#Bhavi
#ચહેરો

Read More

બાલ્કની માંથી આકાશ દેખાય રહ્યું છે...પણ આજે કંઈક અલગ જ લાગે છે...ચંદ્રની ચાંદની કંઈક કહી રહી છે...તેજસ્વી તારલા ચમકી રહ્યા છે...આકાશ ખુશનુમા લાગી રહ્યું છે... જાણે કંઈક નાવીન્ય નો સંકેત આપી રહ્યું છે...
#Bhavi

Read More

જેમ અંધારી રાત પછી પ્રકાશિત દિવસ આવે છે,,
જેમ સૂકા દુકાળ પછી વરસાદ પણ આવે છે,, જેવી રીતે દુઃખ પછી સુખ આવે જ છે,,
તેવી જ રીતે "કોરોના" મહામારીનો ઈલાજ પણ મળી જશે...
#Bhavi
#દુકાળ

Read More