Quotes by Bhavin Fefar in Bitesapp read free

Bhavin Fefar

Bhavin Fefar

@bhavinfefar5962


કયારેક કોતરે છે તો કયારેક વેતરે છે...
યાદો પણ મૃગજળ બની છેતરે છે...!!!

💜 મેં લખ્યું ને એને અંતરથી વાંચી લીધું
શબ્દો એ જાણે મીઠું મધ ચાખી લીધું 💜

એણે પૂછ્યું કે મારા વગર ફાવી ગયું ?

ખરેખર ફરી એકવાર આંખોના ઝરણામાં પુર આવી ગયું !​

શબ્દે શબ્દ મારા જાણે ખાસ બની જાય...

લખુ તારા વિશે ત્યારે દિલને શ્વાસ મળી જાય...!!❤️❤️

"વિચારો ના ઢગલા માં,
વિશ્વાસ ક્યાંક ખોવાયો લાગે છે,,!!"

"તેથી જ તો દરેક સંબંધ,
પોતાનો છતાં પરાયો લાગે છે...!!!"

તારી ને મારી મુલાકાત થઈ...

ત્યારે લાગ્યું કે જીંદગીની શરુઆત થઈ.

મારી હર એક રચનાને મળતી વાહનું કમાલ છે તુ,

હું છું પ્રેમનો સાગર અને એમા રહેલુ વહાલ છે તુ...

નજર થી સમજી લે એ નજર ને શોધું છું
સ્મિત કરી રોકી લે એ વ્હાલ ને શોધું છું

પ્રેમના નામે હું મુશળધાર છું,
ખાલી-ખીસા પણ દિલથી દિલદાર છું;

આંખમાં આંખ નાખી ન દેખો મને,
થઈ જશે પ્રેમ હું બહુ અસરદાર છું!

Read More

જો તું કલમ હોય હું શબ્દ છું
જો તું આંખ હોય હું સપનું છું
જો તું દિલ હોય હું ધડકન છું.