Quotes by BHAVESHSINH in Bitesapp read free

BHAVESHSINH

BHAVESHSINH Matrubharti Verified

@bhaveshsinh
(424)

સપનાના મહેલમાંથી હકીકતના અરીસાનો પડદો ખોલનાર અસ્ત્ર એટલે "ચા"

-BHAVESHSINH PARMAR

સાચવીને રાખેલા ક્ષણો ખૂબ સમય માંગી લે છે,
બસ એટલે જ દરેક ક્ષણ જીવી લેવામાં જ મજા છે...

-BHAVESHSINH PARMAR

Ye Raat Or Aag ki Lapte ,
Bich me kahi se Aata Thandi Hava ka joka ,
Mano Jese Main or Mera "ASTITVA"...

-BHAVESHSINH PARMAR

અમસ્થા જ નથી બન્યા અમે આટલા સમજદાર,
બહુ પાસેથી જોઈ છે અમે દુનિયાને,
અમારાથી દુર જતા....

-BHAVESHSINH PARMAR

કોને આશરો કોનો?
કોને સહારો કોનો?
આમ જ મળી જાય જો જવાબો બધા,
તો પછી એ સવાલ કોનો?
એ ખાલી ખૂણો કોનો?
એ ભીંતના લીસોટા કોના?
આમ જ ભરાય જાય લોકોથી જો ઘર,
તો પછી એ ખાલીપો કોનો?

-BHAVESHSINH PARMAR

Read More

બહુ જાજી ઉમ્મીદ નથી હવે જિંદગી પાસે,
બસ જેમ છે તેમ જ બધુ રહી જાય તો'ય બહુ છે...

-BHAVESHSINH PARMAR

હશે આદત તમને બધુ અકબંધ રાખવાની,
અમે તો વિખરાયેલા જ સારા છે...

-BHAVESHSINH PARMAR

એ જિંદગી ચાલ એક નવી રમત રમીએ...
ફરી એ જ ભૂલો કરીએ...
કોઈ સાથે રહે કે ના રહે,
ચાલ આપણે જ નવી શરૂવાત કરીએ...

ભાવેશસિંહ

Read More

એ જિંદગી આ સફરમા કોણ સાથે રહેશે ??

હવે આ ખાલી મકાનમાં કોણ રહેશે ?

જરૂરિયાત મુજબ સૌ એ પાણીની જેમ વાપર્યો મને...
જયારે વારો એનો આવ્યો તો એ સોનુ બની ગયા..

સિંહગર્જનામાંથી..