Quotes by Bhavesh Pansara in Bitesapp read free

Bhavesh Pansara

Bhavesh Pansara

@bhaveshpansara174824


આપણે કેટલા બધા વ્યસ્ત છીએ કે આપણને મરવાનો પણ સમય નથી.

Kabhi ye mat sochna ki yaad nahi karte hum,
Subah ki pehli soch ho tum aur raat ki aakhiri👀

આપણા વગર દુનિયા ચાલવાની જ છે તો એ પણ યાદ રાખો કે આપણી હાજરીમાં આપણને અવગણીને પણ દુનિયા ચાલશે જ.

છેલ્લી વેળા મોં મારે જોવું છે એનું, રાજીપાને કહેજો એને યાદ કર્યો છે.

માણસોને પામવાના હોય છે, માપવાના નહિ.

જીવન સરવાળાનો માળો છે અને આપણા ભાગમાં ભાગાકાર આવ્યો છે.

લાંબુ કરવામાં લાગણી વેડફાય છે.

તમને માન આપવા, તમારું મહત્વ સ્વીકારવા કોઈને મજબૂર થવું પડે તો એવા મહત્વનો અર્થ શો?

જિસે રાસ આ ગયે તેરી ઝુલ્ફ કે અંધેરે,
વો કભી કહીં ન ભટકે કિસી રોશની કે પીછે.

સંઘર્ષ કેવો હોય છે જાણી બતાવશું,
ઝરણું કહે પહાડને તાણી બતાવશું.
ડૂબી જવાની પળને ડુબાડીશું આપણે,
પાણીમાં રહીને પાણીને પાણી બતાવશું.

Read More