Quotes by Bhavesh Jagad in Bitesapp read free

Bhavesh Jagad

Bhavesh Jagad

@bhaveshjagad3511


આપણી પહેલી મુલાકાત એ પણ ભેટ જ હતી
આપણી પહેલી મુલાકાત માં તમે આપેલી ભેટ ઘડીયાળ હતી જે હજી સાચવેલી છે
તમે મને સમય ની પણ ભેટ આપી છે
તમે મારી માટે રચના લખી હતી તે પણ એક ભેટ હતી
તમે મારા અલગ-અલગ નામ પાડયા હતા તે પણ એક ભેટ હતી
તમે આપેલી બધી યાદો મેં સાચવી ની રાખી છે તે પણ એક ભેટ છે
તમે આપેલી ભેટ હું કોઈ દિવસ નહીં ભુલી શકું
તમે આપેલી ઘડીયાળ જે દિવસે બંધ થશે તે દિવસ મારો છેલ્લો હશે
તમે આપેલી ભેટો જોઈ ને હું રડી પડું છું........

Read More

"આદત"

મને "આદત" પડી ગઈ છે તમારી
તમને મારી "આદત" નથી પડી
સવારે ઉઠીને તમારો ચહેરો જોવાની "આદત" પડી ગઈ છે
શુભ સવાર કહેવાની "આદત" પડી ગઈ છે
જયાં સુધી તમારો મેસેજ નો આવે ત્યાં સુધી રાહ જોવાની "આદત" પડી ગઈ છે
મેસેજ માં વાત કરવા ની "આદત" પડી ગઈ છે
ફોન પર અવાજ સાંભળવા ની "આદત" પડી ગઈ છે
વિડયો કોલ માં એક બીજા ને જોઈને વાત કરવાની "આદત" પડી ગઈ છે
તમારા જે નામ પાડયા છે એ બોલવાની મને "આદત" થઈ ગઈ છે
તમારી સાથે વાત કરેલા રીકોંડીગ સાંભળવાની મને "આદત" પડી ગઈ છે
તમારા ફોટા જોવાની મને "આદત" પડી ગઈ છે
તમારા અને મારા વિડયો બનાવેલા છે એ જોવાની મને "આદત" પડી ગઈ છે
તમારા ગમતા ગીત સાંભળવાની મને "આદત" પડી ગઈ છે
તમારી જુની ચેટ વાંચવાની મને "આદત" પડી ગઈ છે
તમારી રચનાઓ વાંચવાની મને "આદત" પડી ગઈ છે
તમે આપેલ ગીફ્ટ ને વારંવાર જોવાની "આદત" પડી ગઈ છે
મને તમારો ઈંતજાર કરવાની "આદત" પડી ગઈ છે
તમને "પ્રેમ" કરવાની મને "આદત" પડી ગઈ છે
તમારી યાદો સાથે જીવવાની મને "આદત" પડી ગઈ છે
જયારથી તમારી સાથે વાત નથી થઈ ત્યારેથી તમારી યાદો સાથે જીવવાની "આદત" પડી ગઈ છે
હવે તમે વાત કરશો કે નહીં એ તો મને નથી ખબર પણ તમારો ઈંતજાર કરવાની "આદત" પડી ગઈ છે
આપણે બંન્ને એ જોઈલા "સપના" દરરોજ યાદ કરવાની મને "આદત" પડી ગઈ છે
મને તો તમારી જ "આદત" પડી ગઈ છે........

Bhavesh Jagad

Read More

"સડી ગયું એ ફર્નિચર જે દહેજમાં આપેલું હતું,
પણ એ બાપનું દેવુ હજી સુધી નથી ઉતર્યુ !!"

વાંચી મેં વિદૂરનિતી અને તમે બતાવેલા સત્ય ના માર્ગ પર ચાલ્યો હું પપ્પા,
સત્ય ની રાહ પર હું અટકયો ઘણી જગ્યાએ,
મને મારાં જેવું કોઈ ના મળ્યું,
ખોટી દુનિયામાં ખોટા લોકો વર્ચે સત્ય સંતાડી મને મારી જિંદગી ની એકલતા ગમવા લાગી,
શાયદ તમારી ગેરહાજરી માં......


Miss You Papa😢😭

Read More

અચાનક આપણને કોઈ પ્યાર કરતું હોય અને મળી જાય તે અણધાર્યું મિલન ગજબ નું હોય છે......

જય દ્વારકાધીશ।
દ્રારકાધીશ નો દિવાનો

Read More

प्यार में कितनी बाधा देखी,
फिर भी कृष्ण के साथ राधा देखी.....

જય દ્વારકાધીશ
દ્વારકાધીશ નો દિવાનો

સોના ની નગરી છે તોય દિલ ને ડંખે છે,
દ્રારકાવાળા ની આઁખો આજે પણ રાધા ને ઝંખે છે........

જય દ્વારકાધીશ।
દ્વારકાધીશ નો દિવાનો।

Read More

"રાધા" પૂછે કાન" ને કયાં ગોતું આપને
"કાન" કહે "રાધા" ને તું ના ગોત મુજને જગમાં
કારણ કે હું વસુ છું તુજ મનમાં......

જય દ્વારકાધીશ
દ્વારકાધીશ નો દિવાનો

Read More

એમનો આજે સામેથી ફોન આવ્યો ને થયું,
મેં આજ શરદ પૂનમ નાં
ચાંદ ને ચૂમી લીધાં......

કાન્હા..! તને માખણ ભાવે
ને મને સ્વાદિષ્ટ લાગે તારું નામ,
એમાંય જો તું રેલાવે સુર વાંસળી ના તો લાગે મળી ગયું મને દ્વારકાધીશધામ.......


જય દ્વારકાધીશ
દ્વારકાધીશ નો દિવાનો

Read More