Quotes by Bhargav Patel in Bitesapp read free

Bhargav Patel

Bhargav Patel

@bhargavpatel151503
(3)

પ્રેમદીપ પ્રકટાવો...
ઉરમાં પ્રેમદીપ પ્રકટાવો...

દીપ વિના રજની છે કેવળ તિમિરભરેલી કાળી;
શુષ્ક હૃદયમાં ક્યાંથી દીપે તેજોમય દિવાળી?
તો આજે ભીતર કરુણાનું નિર્મળ તેલ પુરાવો;
પ્રેમદીપ પ્રકટાવો...

કરી તિરસ્કૃત મનની શ્રીને ભમતો વૈભવહીન;
દુર્ગુણના સંગે વિલસે તું, અન્ધકારમાં લીન.
મથી મનઃસાગર રે બન્ધો, શ્રીમય ચિત્ત બનાવો;
પ્રેમદીપ પ્રકટાવો...

મનના રામતત્ત્વને તો તેં આપ્યો ચિરવનવાસ;
ગુણવિહીન આ ઉર શી રીતે પામે સત્ય પ્રકાશ?
તો વનમાંથી આજે સવિનય રાઘવને ઘર લાવો;
પ્રેમદીપ પ્રકટાવો...

-Bhargav Patel

Read More

તારામય અમ્બર પ્હેરી સુન્દર રાત લસે શ્યામળ ગગને;
રમણીય દિવાળી પ્રકાશવાળી દીપે જનજનનાં વદને.
નવવર્ષ વધાવી, હૃદય સજાવી, વાત ધરો અન્તઃકરણે;
થઈ મોહવિહોણું નિર્મળ સૌનું ચિત્ત રહે પ્રભુને ચરણે.

-Bhargav Patel

Read More

જેમ ઉષાનાં કિરણો નભને ઘોર તમસથી મુક્ત કરે,
તેમ શિખા આ સૌ દીપોની તવ અન્તરને સૂર્ય ધરે.
અન્ધકારથી મુક્ત થઈને, મનના તેજઃપુંજ લણી;
દીપો અને દિપાવો જગને, પ્રકાશના દિગ્દૂત બની.

-Bhargav Patel

Read More

બહુધા શોધે છે મન્દિરપથ,
આશાગ્નિ મહીં તપતાં ચરણો.
તે પાવક આજ શમાવી મેં,
ચૈતન્ય, માર્ગ શોધ્યો ઘરનો.

-Bhargav Patel

Read More

शरद दधीचि की तरह करता अपना अन्त।
धरकर उसकी रम्यता खिले शान्त हेमन्त॥

-Bhargav Patel

અસિતા વિભાવરી પણ ગર્વ કરે છે વિભા વરી જેની;
તે જ સુધાકિરણોથી શણગારો હૃદય આ, શરચ્ચન્દ્ર.

-Bhargav Patel