Quotes by Bhargav Jani in Bitesapp read free

Bhargav Jani

Bhargav Jani

@bhargavjani.737102


જ્યારે આંખે થોડી ઝાંખપ આવે ને,
ત્યારે દિલની છારી દૂર કરીને

ફરી તું પહેલા જેવી જ મુલાયમ મળે,
તેવું દિવા સ્વપ્ન નીરખું છું..!!?

#ભાર્ગવ જાની
#૦૬/૦૯/૨૦૧૯

Read More

સખી આપણ પ્રેમ તો કાગળ ને પેલા ટપાલીના જમાનાનો,
રંગીન ફૂલડાં ચીતરેલાં પત્રો ને ઉપર ઈત્રનો છંટકાવ..

નવો જમાનો, નવો યુગ ને એમાં અમથી ગૂંચવાઈ ગઈ તું,
સાંભરે એ બધી મીઠી યાદો, તું સઘળું આમ ના બટકાવ..!!

#ભાર્ગવ જાની
#૦૬/૦૯/૨૦૧૯

Read More

જીવનની વાસ્તવિકતાનું હવે શું કેહવું?

ચાર મૌન દીવાલ
બે સ્તબ્ધ મૂંગા જીવ
એક સુની બારસાખ
બે જુના માં-બાપ
એક નવો વૃદ્ધાશ્રમ
ક્યાંક કૂખ હવે લીલી
એક નાનું બાળક
પણ ચાંદામામા ગાયબ
ઈશ્વર અજાયબ, અજાયબ

#ભાર્ગવ જાની
૨૮/૦૮/૨૦૧૯

Read More

લો આજ મેહુલિયો આયો અમ દ્વારે ધીમી ધીમી ધારે,
ગર્જ્યો પણ એને શરમ નડી શું મારું સ્વાગત થશે?

આજે થાકેલા સઘળાં મોરલાઓએ સંપ કર્યો એક હારે,
સૌ સઘળાં ચૂપ છે, ને મારી પાસે ઢેલ કે પીંછા નથી..!!

#ભાર્ગવ જાની
૨૨-૦૭-૨૦૧૯

Read More

મનોજભાઈ જન્મદિન મુબારક હો ..!!

|"શ્રી સવા" |`બારણે લખ્યા કર તુ ,

શબ્દથી બીજું શું સવાયું છે ?

તારે કાજે ગઝલ મનોરંજન ,

મારે માટે તો પ્રાણવાયુ છે "


મને ચશ્માની માફક પહેરવાનું છોડી દો મિત્રો ,

મને આંજો નયનમાં તો અહી ત્યાં ને બધે હું છું .


તને કોણે કહ્યું કે હું સરળતાથી નથી મળતો ,

પ્રવેશી જો કવનમાં તો અહી ત્યાં ને બધે હું છું "

- કવિ મનોજ ખંડેરિયા

Read More

?થોડાં વ્હાલે કરીને મેં એને અમથું પૂછ્યું કે, “તમે” કેમ છો?

તો એણે છણકો કરીને મને સામે પૂછ્યું કે,

“તું” કોણ છો?



મેં કહ્યું કે હું કીરણ, પૂરવનો, લ્યોને સંગ લાયો ઊજાસ,

ઢંકાયો, પછી જાણ્યું કે ઘુવડની પ્યારી તીથી તો અમાસ..!!?



- ભાર્ગવ જાની

૧૨/૦૨/૨૦૧૯

Read More

?થોડાં વ્હાલે કરીને મેં એને અમથું પૂછ્યું કે, “તમે” કેમ છો?

તો એણે છણકો કરીને મને સામે પૂછ્યું કે,

“તું” કોણ છો?



મેં કહ્યું કે હું કીરણ, પૂરવનો, લ્યોને સંગ લાયો ઊજાસ,

ઢંકાયો, પછી જાણ્યું કે ઘુવડની પ્યારી તીથી તો અમાસ..!!?



- ભાર્ગવ જાની

૧૨/૦૨/૨૦૧૯

Read More