Quotes by Ashwin Thakkar in Bitesapp read free

Ashwin Thakkar

Ashwin Thakkar

@ashwinthakkar3329


The best and most beautiful things in this world cannot be seen or even heard, but must be felt with the heart.

રહી રહી ને દિલ ને દર્દ સતાવે તો શું કરૂ?

હરદમ જો તેની યાદ રડાવી તો શું કરૂ? ખબર મળ્યા હતા

કે થશે મુલાકાત સ્વપ્ના માં પણ

રાતભર જો ઊંઘ ના આવે તો શું કરૂ?

Read More

કોઈ દિલ પર યાદો નો ભાર મૂકી ગયું,
જાણે એક ફૂલ ડાળી થી ઝુકી ગયું,
કોઈ સમજી ના શક્યું આ દિલ ની વેદના,
યાદ તમે આવ્યા ને દિલ એક ધબકારો ચુકી ગયું…

Read More

કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા
મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા
કેટલુ સમજાવશે એ લોકને તું પણ “અશ્વિન”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા.

Read More

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે…

Read More