Quotes by Arshad Koreja in Bitesapp read free

Arshad Koreja

Arshad Koreja

@arshadkoreja9275


*એક વાર જરૂર વાંચજો!*

*એક માણસનું મૃત્યુ થયું એટલે એના મય્યતમાં સગાસંબંધી અને સમાજ લોકો તાજીયત પેશ કરવા મય્યતમાં શરીક થવા આવી પહોંચ્યા એમા તો ઘણા અંગતના લોકો આંખોમાં આંસુની ધાર સાથે મય્યતમાં જોડાઈ ગયા. વારાફરતી બધા મય્યતને કાંધો {ટેકો} આપી રહ્યા હતા. કાંધો આપવા માટે બધા લોકો એકતાની સાથે હારબંધ લાઈન માં ગોઠવાઈ ગયા અને એક બીજા મય્યતને ટેકો આપીને આગળ પહોંચાડતા હતા.*
*એક નાનો બાળક પણ એના પિતા સાથે મય્યતમાં આવેલો. બાળકે આ જોયું એટલે એને કુતૂહલવશ પિતાને પૂછ્યું, "પપ્પા આ બધા મય્યતને ખભ્ભો આપવા માટે આગળ દોડા-દોડી કેમ કરે છે ?"*
*પિતાએ કહ્યું, "બેટા, ઈન્સાનના મય્યતને ટેકો આપવો સવાબનું કામ છે મય્યતને કાંધો આપવાથી આપણને નેકી મળે છે ઈન્સાનિય્યતની એક ફરજ છે કે મય્યતમાં શરીક થવુ જોઈએ.*
*પિતાની વાત સાંભળીને બાળકને હસવું આવ્યું એટલે પિતાએ હસવાનું કારણ પૂછ્યું.*
*છોકરાએ કહ્યું, " મરેલા માણસને ખભ્ભો આપવા બધા સગાવ્હાલાઓ અને સમાજના લોકો લાઈનમાં ગોઠવાઈ જાય છે તેમ એવી જ રીતે જીવતા માણસની તકલીફ વખતે એના સગાસંબંધી સમાજના લોકો થોડો-થોડો ટેકો આપે તો તકલીફમાંથી, મુશ્કેલીમાંથી બિચારો કેવો બહાર આવી જાય"*
*મરેલા માણસને ખભ્ભો આપવો એ ખરેખર સવાબ અને નેકી નું જ કામ છે પરંતુ જીવતા માણસને મુસીબતમાં ટેકો આપવો એ મહાન નેકીનું કામ છે. જો જીવતા માણસને એની મુશ્કેલીના સમયે સંગા સંબધીઓ અને સમાજના લોકો નો થોડો-થોડો ખભ્ભો મળી જાય તો કેટલાય માણસની જીંદગી તરી જાય.*
*મય્યત ને ટેકો આપવો ઈન્સાનિય્યત અને માનવતા નુ કામ છે તેમ જીવતા ઈન્સાનને ટેકો આપવો શું ઈન્સાનિય્યત અને માનવતા નું કામ નથી...?*
*મય્યતને ટેકો આપશો તો યકીનન ખુદા ખૂબજ સવાબ આપશે પણ જીવતા ઈન્સાન ને ટેકો આપશો તો ખુદા પણ સવાબ આપશે અને તે ઈન્સાન પણ તમારા હક માં દુઆ કરશે.*

Read More