Quotes by Anmol Anil Saraiya in Bitesapp read free

Anmol Anil Saraiya

Anmol Anil Saraiya

@anilsaraiyaanmolgmai
(20)

"ચાલ કાનુડા સાથે મારી"
(જન્માષ્ટમી પ્રસંગે)
ચાલ કાનુડા સાથે મારી, કંસને મારવા જઈએ,
કામ, ક્રોધનો કંસ મરે, જો હો તું મારી સંગે,

ચાલ કાનુડા ગોકુલ આપણે, સાથે ફરવા જઈએ,
રાધારાની સાથ બિરાજે, અમે દર્શન તારા કરીએ,

મારુ દિલ રમવા તડપે, મહારાસ તારી સાથે,
રાધા-ગોપ-ગોપી સંગે, મનેય તું બોલાવજે,

દ્વારકા જઈ બની દ્વારકાધીશ, ભૂલી ન જતો મને,
તારા વિના તડપતો રહીશ, શોધીશ ક્યાં હું તને?

અહીં-તહીં ભટકતો ના રહું, હું ચોરાસીના ચક્કરમાં,
ભૂલથીયે જાઉં દૂર "અનમોલ", તો ખેંચી લેજે મને…!

~ અનિલ બી. સરૈયા "અનમોલ"

Read More

“સુરક્ષા આપવા પધારો, પ્રભુ”
“યમરાજના પાશમાંથી છોડાવી
દર્દીને નવજીવન આપનાર
ડોક્ટર
જ્યારે સુરક્ષાહીન બને છે
ત્યારે મોત પણ શર્મિંદગી અનુભવે છે.
એ ‘લાચાર દર્દીઓના ભગવાનને’
રક્ષણ આપવાની જવાબદારી
કોણ ઉઠાવશે..?
હે ભગવાન,
રાજકારણનું જૂગટું હવે
મહાભારત ન કરે અને
પીડિતાને ન્યાયરૂપી
“અનમોલ ચીર” પૂરવાં
પધારો
શ્રી કૃષ્ણ તમે
આ ધરા પર
પૂન: !
~ અનિલ બી. સરૈયા “અનમોલ”

Read More

"દિલની રાણી તને..."

ખબર નથી મને કે મેં, તને પ્યાર કર્યો ક્યારે,
પલભર અહેસાસ થયો, 'ને તારો થયો હું ત્યારે.

મનોમન તને પૂજતો રહ્યો, તારા પ્યારની માળા જપતો રહ્યો,
તારા વિના હું છું અધૂરો, તારો સંગ લાગે મને મધુરો,

પલપલ વીતે વિયોગની હરપલ, ન મળે તારી ઝલક પલ એકે,
જો તારો સંગ જીવનભર મળે, તો ન રાખું ક્ષણભર તને છેટે.

હવે તો હા કહીં દે મને, તું છે મારી "અનમોલ ગીતા"
થઈ એક આપણે પ્રગટાવીશું, વિશ્વમાં પ્રેમની દિવ્ય પ્રભુતા..!

~ અનિલ બી. સરૈયા "અનમોલ"
મો: ૯૮૨૪૨ ૩૪૨૦૪.

Read More

શ્રીરામ યુગનો પ્રારંભ આજે

સૌનાં હૈયા હરખાય છે આજે,
સૌનાં મુખકમળ મુશ્કાય છે આજે,
આનંદ ઉત્સવ ઉજવાય છે આજે
રામલલ્લા જન્મભૂમિમાં બિરાજે રે આજે…
ત્રેતાયુગનો ઉત્સવ ઉજવાય છે આજે
રામલલ્લાનો જયઘોષ ગૂંજે છે આજે,
દરેક ભારતીય હૈયાં હરખાય છે આજે,
રામલલ્લા જન્મભૂમિમાં બિરાજે રે આજે…
દુનિયાની નજર મંડાઇ છે આજે,
સમગ્ર વિશ્વ રામમય બન્યું છે આજે,
મોદીની મહેનત નિખરી છે આજે,
રામલલ્લા જન્મભૂમિમાં બિરાજે રે આજે…
યુગ પરિવર્તન થયો છે આજે,
"અનમોલ રામ યુગ" નો પ્રારંભ આજે,
દિવાળી ઉત્સવ ઉજવાય આજે,
રામલલ્લા જન્મભૂમિમાં બિરાજે રે આજે…!
~ અનિલ બી. સરૈયા "અનમોલ"
મો: ૯૮૨૪૨૩૪૨૦૪.

Read More

મુક્તક 🇮🇳 15 મી ઓગસ્ટ

મળે જો વતનની "અનમોલ માટી" ઉમ્રભર મને,
સમર્પી દઉં હું મારું જીવન માતૃભૂમિને ચરણે.

~ અનિલ બી સરૈયા "અનમોલ"

Read More