The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સ્ટેશન પર ઉતરતા એણે આમ જ લીધું પૂછી, "હેં દાદાજી, અહિં આવીને આંખો શાને લૂછી?" સાંભળ ત્યારે, કહીને માંડી દાદાજીએ વાત, આ ભૂમિએ આપ્યો છે સારા નરસામાં સાથ. આ સ્ટેશન પર તારી દાદી કૂળવધૂ થઈ આવી, આ સ્ટેશનથી તારી વ્હાલી ફીયાને વળાવી. ગાડી પકડી આ સ્ટેશનથી પાપા ભણવા ગ્યા'તા, આ સ્ટેશન પર જાન વધાવી મમ્મીને લાવ્યા'તા ! આ સ્ટેશનનો આ જ બાંકડો સાક્ષી એ ઘટનાનો, તારા માટે મેં જોયેલા સઘળા સોનેરી સપનાનો ! સમય સમયનું કામ કરે છે, હાથ વછૂટ્યું ગામ, પણ એ નક્કી જ હતું , તને ફરવા લઈ આવું આમ ! એ હરિયાળી સમૃદ્ધિમાં ખૂબ ઘટાડો જોયો, ભાવ વિનાના ચહેરા જોઇ કોરી આંખે રોયો. જાણું છું કે નવતર ત્યારે આવે, જુનું જ્યારે જાશે , એમ છતાં ના ગમતું , મૂળિયાં આ રીતે કોહવાશે !! જર્જર સ્ટેશન, જીર્ણ બાંકડો, આંખે ખૂંચ્યો એવો, તારા આ દાદાને વળતો પાંપણ પર પરસેવો. સ્ટેશન પર ઉતરતાં એણે આમ જ લીધું પૂછી, "હેં દાદાજી, અહિં આવીને આંખો શાને લૂછી?" - નેહા પુરોહિત Neha Purohit via : Vibhuti Chhaya
🙏Gm🙏
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser