The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#અસ્પષ્ટ જિંદગીની રમતમાં બધું અસ્પષ્ટ એક આવ્યું વહેણ ધસમસતું સબંધોના દોર તૂટી ગયા થઈ ગયું બધું ચોખ્ખુ ને ચટ્ટ.
લડાઈની આ ઘડી છે તણાવની હાજરી ઘર ઘરમાં છે મનની નિરર્થકતા ફેલાઈ છે માટે જ યોગ અત્યંત જરૂરી છે. #અત્યંત
પિતાની હાજરી પણ અત્યંત જરૂરી છે શું ખબર દુનિયામાં બધા નસીબદાર નથી હોતા #અત્યંત
#અંતર ચાંદને ઉગતા ઉગતા રોશનીથી અંતર થઈ ગયું. સમયને હાંફતા હાંફતા ક્ષણથી અંતર થઈ ગયું. સંબંધોનું અંતર ઘટાડતા ઘટાડતા આજે લાગણીથી અંતર થઈ ગયું
#સજાવટ આંખો આંખો માં મિલાવટ થઈ ગઈ હૃદય માં એની છબીની #સજાવટ થઇ ગઈ.
#સજાવટ સમયની આ #સજાવટ જાણી છે કોણે ? દુનિયાની આ રસમ માણી છે કોણે ? પોતાનાઓથી દૂર ફંટાઈને પારકાની લાગણીઓને અપનાવી છે કોણે ?
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી. કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી! જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી. અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી, કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી. ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં? અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી. મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા, વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી! ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે? ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી. કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી? કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી. મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને, અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી. હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ, અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી. – અમૃત ‘ઘાયલ’
જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે. હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે. નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે. અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો. બધીયે મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે. નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે. તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઈચ્છા વધારે વધારે. અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી. જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે. જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફકત એક શરત છે ગતિમાન રહેવું. નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે. મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે – મરીઝ
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ; પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ. પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા, મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ. એવી તો બેદિલીથી મને માફ ના કરો, હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ. આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે, હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ. મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ. ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ, એમાં જરાક જેવી મજા હોવી જોઇએ. પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’, એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ. – મરીઝ
નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે, ફકીર લોક જમાનાની ચાલ સમજે છે. પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી, મને ખબર છે કે એ મારો હાલ સમજે છે. સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ, જમાનો એને કવિનો ખયાલ સમજે છે. આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ, કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ? હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી, આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે . મળે તો એમની આશાને સો સલામ કરું, કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે . અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા, કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે . તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા, કે તું હવાને શિકારીની જાલ સમજે છે ! મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં, તું બેખબર આ જગતને વિશાલ સમજે છે. ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં ! કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે. ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’, આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser