Quotes by anand trivedi in Bitesapp read free

anand trivedi

anand trivedi

@anandtrivedi3814
(53)

શાળા કાળ ના ગણિત નાં શિક્ષિકા ગમે તેટલા સુંદર હોય પણ એમનો ચહેરો યાદ આવતા આજેય ઊંઘ ઊડી જાય છે

ટચસ્ક્રીનના ઠંડા કાચ ઉપર લાગણીઓ અથડાય છે,
સંબંધોમાં હુંફની હવે થોડી ઘણી ખોટ વરતાય છે..

મારે શું!
તારે શું!
આપણે શું!
અને ધીરે ધીરે સંબંધો પૂરા થતાં ગયાં....

જેમની સાથે બેઘડી વાત કરવાથી
દિલ હળવાશ અનુભવે

તો સમજવાનું કે એ તમારું
હિલસ્ટેશન છે..........

રૂપ થી અંજાયો નથી સ્નેહ થી ભીંજાયો છું,તું કહે પીછો છોડ ..કેમ કહું પડછાયો છું

અને કદમ અટકી ગયા જયારે અમે પહોચ્યા બજારમાં,

વેચાઈ રહ્યા હતા સંબંધ, ખુલ્લે આમ વ્યાપારમાં.

ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું:
"શું કીમત છે સંબંધની?"

દુકાનદારે કહ્યું : કયો લેશો?
"બેટાનો" આપું, કે "પિતાનો?"
"બહેનનો" કે "ભાઈનો?" કયો લેશો?

"માણસાઈનો" આપું કે "પ્રેમનો" આપું?
"માં" નો આપું કે વિશ્વાસનો? કયો આપું?

બોલો તો ખરા, ચુપચાપ ઉભા છો!
કંઈક બોલો તો ખરા!

મેં ડરીને પૂછ્યું : દોસ્તનો સંબંધ?

દુકાનદાર ભીની આંખોથી બોલ્યો:

"સંસાર" આ સંબંધ પર જ તો ટકેલો છે,
માફ કરજો! આ સંબંધ બિલકુલ નથી,

આનું કોઈ મુલ્ય લગાવી નથી શક્યુ,
પણ
જે દિવસે આ વેચાઈ જશે,
એ દિવસે આ સંસાર ઉજ્જડ* થઈ જશે.

અને છેલ્લે આ રચના મારા સૌ "સ્નેહી મિત્રોને અર્પણ" છે.

સારું છે, પાંપણનું કફન છે,
નહીંતર, આ આંખમાં ઘણું બધું દફન છે!

Read More

જીંદગી ભલે ગમે તેટલી વ્યસ્ત હોય,
પણ
સવાર પડે
મન ગમતાં ને મન રમતાં
લોકો ની યાદ આવી જ જાય!!

અદ્ભૂત મિત્રો મળી ગયા

કોઈનું પેટ વધી ગયું

તો કોઈના વાળ ખરી ગયા,

ઉંમર સાથે વધતા વર્ષો

આપણી સાથે કળા કરી ગયા.

કોઈને લીફ્ટ મળી ગઈ

ને કોઈ દાદરા ચડી ગયા,

કોઈએ સંઘર્ષ કર્યો,

કોઈને સુખો સહેલાઈથી જડી ગયા.

દરેકના શું સપના હતા ને

દરેક શું બની ગયા,

પરિસ્થિતિ પ્રમાણે

બધા પોતપોતાના રસ્તે ચડી ગયા.

કોઈની તબિયત સારી રહી

તો કોઈ લથડી ગયા,

કોઈ લોઢા જેવા રહ્યા તો

કોઈ બિચારા ઓગળી ગયા.

જીંદગી ના એ સોનેરી દિવસો

બહુ ઝડપથી સરી ગયા,

યાદ બનીને મનના ખૂણે એ

ડીપફ્રીજ થઈને ઠરી ગયા.

પણ એક વાતમાં

આપણા સૌના નસીબ ઉઘડી ગયા,

આપણા સૌ મિત્રો

What's App દ્વારા ફરી મળી ગયા.

Read More

છે ખાલીપો છલોછલ,
ને ભર્યો ભાદર્યો સૂનકાર
યાદો ના તાંતણે ઝુલતો,અતીત બાળપણ નો

એક નાનું સુંદર કાવ્ય...
ફૂલ નહિ..
પાંખડી બનીને રહેવું છે,
પાણી નહિ..
ટીપું બનીને રહેવું છે,
નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની,
બની શકે તો આમ જ
હોંઠો પર સ્મિત બનીને રહેવું છે...
નથી જોઈતા મતલબ થી ભરેલા સંબંધો...
મને તો બસ નીસ્વાથૅ મિત્રો ની સંગાથે રહેવુ છે.
મારે ક્યાં સાગર ની લહેરો બની વહેવુ છે...
મારે તો મિત્રો થી ભરેલા આસમાનમાં ઉડવું છે.
મને તો બસ આમ જ
મિત્ર બની ને મિત્રો સાથે રહેવું છે. ✍

Read More