જ્યારે જ્યારે ખોલી છે ડાયરી, ત્યારે ત્યારે એ કંઈક બોલી છે,શબ્દોથી જ એને જિંદગી તોલી છે. -A.D HIRPARA

સંબંધોની હદ સીમિત છે ને લાગણીઓ અસીમિત,
પછી કેમ અનહદ સુધી ચાહવાની જીવે તે માંડી મીટ.
- A.D HIRPARA

#Jealousy

ન મળ્યું આજે તો અદેખાઇ બેની. આવતી કાલ વધારે શ્રેષ્ઠ આપવા તત્પર હશે. એટલે આજે હાર માની હશે.

#Divine

વાંચો એકમેકના જીવનને સાથે રાખી અને નિભાવાતા સપ્તપદીના વચનો

https://www.matrubharti.com/book/19952557/saptpadi

#Divine

એનામાં શ્રદ્ધા જ સફળતા અપાવશે,
એટલે બસ તમે માત્ર પ્રયત્ન કરતા રહો.

#Gurunank

જીવનના સિદ્ધાંતોનો ત્યાગ કરી ને માણસ જીવે છે તો છે પણ ચેતના વગર મૃતપ્રાય.

#Gurunank

ઝંખના તારી શંખનાદ બની ગૂંજી ઉઠે એટલી હિંમત થી એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ચાલુ રાખીશ તો અને તો જ સફળતા તને પ્રાપ્ત કરશે.

Read More

સવાલો જ એટલા છે કે હવે જવાબો પણ મૂંઝાય ને નિરાંત ઝંખે છે.

-Amit Hirpara

કોરી રહી શ્યાહી પોતે ને શબ્દો થયા ભીના,
હાજરી ન એમની ને અંતરના ઓરડા સૂના.
-A.D HIRPARA

તણખલાની હારે લાગણીના માળે તું મારું જીવન,
પ્રણયની પાળે ને સમયના ઢાળે છે, તું મારું જીવન.

ઉકેલાતા અવઢવની સારે હ્રદયના તારે તું મારું જીવન,
મુસાફરીના ખોળે ને અંતરના માળે છે તું મારું જીવન.

જિજીવિષાની આરે સંતોષના સારે તું મારું જીવન,
શ્વાસની જાળે ને અંતના આરે છે, તું મારું જીવન.

આંખલડીના ડોળે જીવના જોરે તું મારું જીવન,
ગગનના શોરે ને ક્ષણના ખોળે છે, તું મારું જીવન.

Read More

તિરસ્કાર જ્યારે વાતોને વળગવા લાગે ત્યારે જાતને મૌનના સાગરમાં એકલું છોડી દેવું એ પુરસ્કાર તરફ તમને ભવિષ્યમાં લઇ જશે.
-A.D HIRPARA

Read More