Quotes by Alpa Maniar in Bitesapp read free

Alpa Maniar

Alpa Maniar Matrubharti Verified

@alpamaniar
(511)

*હઠ, ક્રોધ, ભૂલ,*
*લાલચ અને અપમાન*
*એ નસકોરા જેવા છે,*

*જે બીજા કરે તો ખૂચે છે*
*અને પોતે કરે તો ખબર પણ હોતી નથી.*

Read More

તેણે પણ એક સપનું જોયું હતું
પિતાની એ સપનું પૂરું કરવાની જવાબદારી નહોતી!
ભાઇ પાછળ થતો ખર્ચ જરુરી હતોને!
માતા તો કદાચ સપનાથીજ ડરતી હતી.
ભાઈને તો તેની દરકાર પણ ક્યાં હતી?
હવે તો કદાચ પતિ સાથ આપે તો!
પણ એને તો પતિ પસંદ કરવાની છૂટ પણ ક્યાં હતી?
ફરી એક વાર લાકડે માંકડુ વળગી ગયું !
જવાબદારી અને ગેસના ચૂલે રોજ એક સપનું સળગી રહ્યુ!!
શા માટે એણે સપનું જોયું??

Read More

બંધ પુસ્તક વચ્ચે નું ફૂલ હવે વિસરાઇ ગયું છે
સોશિયલ મિડિયામાં પ્રેમ હવે બ્લોક અનબ્લોક થાય છે

-Alpa Maniar

મન મારુ એક પતંગિયું
વન ઉપવન ઉડવા ઝંખે
પણ મર્યાદા સમાજની
મારી પાંખોને જકડે !
બાજની નજર અને
ચીલની ઝડપ પણ
મારુ સૌન્દર્યજ મુજને નડે.

-Alpa Maniar

Read More

રાધાનો પ્રેમ અને મીરાનું સમર્પણ
સાંભળી સાંભળી અનેમોટી થયેલ
અબૂઘ અબળા શું  સમજે
સવાલ આ અસ્તિત્વ નો!!? ...

થાય તો સપના સાચા
તો માંગુ પુસ્તકોની એક ગુફા
"ચા"નો એક અક્ષય કપ
અને નિરંતર એકાંત

-Alpa Maniar

અગણિત અરમાનોની હોળી સળગાવીને
રોજ એ દિવાળી ઉજવે છે
એ સ્ત્રી છે સાહેબ
એ કંઇ પણ કરી શકે છે

-Alpa Maniar

અમે તો પ્રેમ માં જાતને પ્રતિબિંબ બનાવી હતી!
એક એ હતા જે ફરેબી કહી પીઠ ફેરવી ગયા!!

દિલનો એક ખૂણો
છાનું છાનું રડ્યા કરે
અને
છતાંય હોઠો પર
સ્મિત એક છલક્યા કરે
જીંદગી ની રમત બસ
આમજ ચાલ્યા કરે

-Alpa Maniar

Read More

વિષ પીનારા હવે ક્યાં નિલકંઠ કહેવાય છે?
મર્યાદા, મજબૂરી
અને
જવાબદારી ના વિષ
અંહી
રોજેરોજ પીવાય છે

-Alpa Maniar