Quotes by Akshay Bavda in Bitesapp read free

Akshay Bavda

Akshay Bavda Matrubharti Verified

@akkibavdagmail.com9632
(596)

મુદ્દત પછી એ લાપરવાહ એ ફરી,
હાલ પૂછી ને એ જ હાલ કરી.

-Akshay Bavda

સફળતા મેળવીને ઊંચા ઊડવા વાળાઓ માટે,

'ગ્રેવીટી કોઈ ની સગી નથી થતી'

-Akshay Bavda

વસ્ત્રોનો ત્યાગ તો બંને એ કર્યો જ હતો,
છતાં પણ માત્ર તે સ્ત્રી જ "વેશ્યાં" કહેવાઈ.

-Akshay Bavda

ઓય સાંભળ...
મને હવે ન્યાય ક્યાંથી મળશે?
અદાલતે તો તારી ધારદાર નજર ને હથિયાર ન માન્યું.

-Akshay Bavda

ઓય સાંભળ...
લાખો ની ભીડ માં મારું અનન્ય ઠેકાણું એટલે "તું".

-Akshay Bavda

"પ્રેસ 1 ફોર ઈંગ્લીશ" ઓર "હિન્દી કે લિયે 2 દબાયે"

દેશમાં બીજા નંબર પર આવતી ભાષાનો દિવસ એટલેકે હિન્દી દિવસ ની દરેક દેશવાસીઓ ને શુભકામનાઓ.

-Akshay Bavda

Read More

અમુક વેદનાઓને વાંચા,
ન આપી શકે કોઈ ભાષા.

-Akshay Bavda

ઓય સાંભળ....
મારી લાગણી પણ "તું" જ છે,
અને ઈશ્વર પાસેની માંગણી પણ "તું" જ છે.

-Akshay Bavda

ઓય સંભાળ...
સમી સાંજે આવી તું લાગણીની છાલક ના મારીશ,
પછી આ હૃદય સવાર સુધી સુકાતું નથી.....!!

-Akshay Bavda

આજકાલ મારા શુભચિંતક વધી ગયા છે.

જેમાં માટે ભાગે એવા છે જે મારું શુભ થાય એટલે ચિંતામાં પડી જાય છે.

-Akshay Bavda