Quotes by Akshay Mulchandani in Bitesapp read free

Akshay Mulchandani

Akshay Mulchandani Matrubharti Verified

@akki61195gmailcom
(450)

પ્રયોગાત્મક કવિતા...!

"ये दिल, बेचारा तो नही..!"

#poetry #Hindi #Gujarati #Love #DilBechara #Matrubharti #HoodMorning #Story #Kahani #પ્રેમ

epost thumb

વાંચો મારી નવી એક્સપેરિમેન્ટલ નવલકથા

"એય, સાંભળ ને..!" નીચેની લિંક દ્વારા..!

https://www.matrubharti.com/novels/15757/ey-sambhad-ne-by-akshay-mulchandani

Read More

આ વખતે લાગણીઓનો વરસાદ,
જરા ઓછો જો થયો છે.

લાગે છે,
હૈયામાં ઉમળતા એ ભાવમાં,
આ વખતે પ્રેમનો તે દુકાળ પડ્યો છે.

લાગતું હતું પહેલા કે,
દુકાળ પછી એકાદ માવઠું લાગણીઓનું,
આવી જશે કદાચ.

પણ લાગે છે,
આ વખતે તો પ્રેમનો,
છપ્પનીયો દુકાળ જો પડ્યો છે..!

#દુકાળ #પ્રેમ #માયા #લાગણી #શાયરી #love #romance #rainy

Read More

જ્યારે તને પહેલી વાર જોઈ..!
જિજ્ઞાસા થઈ જાણવાની,

જિજ્ઞાસા,
તને જાણવાની..!

જિજ્ઞાસા,
તારી આંખોને સમજવાની..!

જિજ્ઞાસા,
તારા હૈયામાં વહેવાની..!

જિજ્ઞાસા..! જિજ્ઞાસા..!

બસ, તને જાણવાની એ જિજ્ઞાસામાં,
પોતાને જ જાણવાની જિજ્ઞાસા,
ક્યાં ખોવાઈ ગઈ ને,
ખબર જ ન પડી...!

ને અંતે, આ જિજ્ઞાસામાં,
હું જ ખોવાઈ ગયો..
કશે ખોવાઈ ગયો..!

#જિજ્ઞાસુ #લાગણી #પ્રેમ #શાયરી #poetry #Love

Read More

આંખો તારી,
નજર મારી,
સંબંધિત શાનાથી ?

હૈયું મારું,
ધબકારા તારા,
સંબંધિત શાનાથી ?

પ્રેમ મારો,
લાગણી તારી..
સંબંધિત શાનાથી ?

અંતે તો,
તું અને હું, એક જ છીએ ને !
તો આ વાત કેમની,
સંબંધિતની નકામી ?


#સંબંધિત #હૈયું #નજર #પ્રેમ #લાગણી #emotions #matrubharti

Read More

જન્મ્યા,
તો મૃત્યુનો ભય શા ?

ઉછર્યા,
તો ભટકવાનો ભય શા ?

છેવટ અટકાયા એ ચક્રવ્યૂહમાં,

અભિમન્યુ બન્યા,
જીવનો મોહ શા ?

#જન્મ #જીવન #mahabharat #લેખન #lockdown #વિચાર

Read More

માંગ્યો હતો સાર ,
આ દલડાની હાલતનો એમને..

પણ આ દલડું તો,
એમના માટે જ મુરઝાયું હતું ને ?

બસ,
અમે સાર નહિ,
આખા જીવનનો ચિતાર જ આપી દીધો..!

😊😊😊😊😊😊
#સાર

Read More

નજર રૂઠી,
આંખોને શું પૂછવું ?

દલડું રુઠયું,
ચેહરાને શુ પૂછવું ?

વેણ જ ચુપ્પી સાધીને બેઠા હતા,
એમાં હોઠોને શું પૂછવું ?

હું તો બસ,
વાટ જોઈને બેઠો હતો,
એમાં આ સમયને શું પૂછવું ?


#પુછવું #રાહ #પ્રેમ #વાટ

Read More