Quotes by Ajay Zala in Bitesapp read free

Ajay Zala

Ajay Zala

@ajayzala3170


ખુદની સાથે મળવાનું રહી ગયું,
ભીતર તરફ વળવાનું રહી ગયું.

ટીકા કરતા રહ્યા હંમેશા અન્યની,
અને ખુદને પરખવાનું રહી ગયું.

Read More

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી…।।

Read More

એકાદી મીઠી ઘટના પાલવમાં બાંધે એ પાલવ સર સરકે ને બેસે ચોમાસું,

કાળા ઘાટા વાદળ તે આંખોમાં આંજે
એ પાંપણ તસુ ફરકે ને બેસે ચોમાસું.

Read More

જો આપ કહો એક ચમત્કાર કરી દઉં,
આ પાનખરોને હું તડીપાર કરી દઉં.

ચહેરો જ નહીં સૌના ઇરાદાય બતાવે,
થોડોક અરીસાને અસરદાર કરી દઉં.

Read More

ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા,
કે પછી સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા,

સ્નાન હો ઘરમાં કે પછી ગંગા તટે,
છે શરત એક જ કે તું ભીતરથી શુદ્ધ થા!!!

Read More

દુઃખ બધા નુ લગાડીશ તો હસવાનું ભૂલી જઇશ.
દુનિયાદારી નિભાવવા જતાં જીવવાનું ભૂલી જઇશ.

હસી ને નિભાવી લે બધા જ પાત્રો જે મળે,
સમજદારી જો દાખવી તો સમજવાનું ભૂલી જઇશ.

Read More

હું ગઝલ લખું તું સમજે તો ગઝલકાર વાસ કરે છે ,
બાકી તારી હવેલીનો હવાલદાર છું જે દૂધને છાશ કરે છે.

તું આવીને મારા હ્રદયના બગીચામાં લીમડાને વાવે છે,
અને કડવો છે કહી પાછી તું જ એનો ઉપવાસ કરે છે.

Read More

હ્રદયની શાંત રહેતી બારીઓ હવે ખખડાટ કરે છે,
યાદોના પવનમાં હવે જાણે વાવજોડું વાસ કરે છે.

ત્રિકોણની ટોચની જેમ તારી સાથે જોડાયેલ હ્રદય ,
હવે જાણે તીરની ટોચની જેમ મારવા પ્રયાસ કરે છે.

Read More

નથી થતું ધરા અને ગગનનું મિલન,
તોય દૂરની ક્ષિતિજ કિનારે દેખાય છે.

બસ એવી જ રીતે તું નથી હોતી જ્યાં,
ત્યાં તારી અસર ખૂબ વધારે દેખાય છે.

હું લખું ને તરત જ તું જીવંત થાય જ્યાં,
તેને જ તો આ જગમાં પ્રેમ કહેવાય છે.

Read More

હોય ઈચ્છા પ્હોંચવા કણકણ સુધી,
તો પ્રથમ જાવું પડે દર્પણ સુધી.

એ ઊડ્યાં ખેતર બધું લઈ ચાંચમાં,
હાથ મારો ના ગયો ગોફણ સુધી.

Read More