The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ડૉ.ગંભીરસિંહ ગોહિલ શામળદાસ કૉલેજના પૂર્વ આચાર્ય, ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને સંશોધક છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સેંદરડા ગામે તેમનો જન્મ ૦૮/૦૬/૧૯૩૪ ના રોજ થયો હતો ગામમાં પ્રાયમિક શાળા હતી નહિ જેમ તેમ કરી ૪ ધોરણ સુધીનો અભ્યાસ કરીને ભાવનગર ખાતે મનહ૨કુંવરબા રાજપૂત વિદ્યાલય - છાત્રાલયમાં રહીને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી તેઓ મેટ્રોક્યુલેટ થયા. ૧૯૫૪ની એસ. એસ . એસ. ( પુના બોર્ડ ) ની પરીક્ષામાં ઇતિહાસ વિષયમાં સમગ્ર બોર્ડમાં તેઓ પ્રથમ હતા. ભાવનગર શહેરની બધી શાળાઓમાં તેમનો ક્રમ પ્રથમ હતો . શામળદાસ કૉલેજમાં ૧૯૬૧ માં બી . એ . અને ગુજરાતી સંસ્કૃત વિષય લઈને ૧૯૬૩માં એમ.એ . થયા. ગુજરાતી અને હિન્દી વિવેચન સાહિત્યનું તુલનાત્મક અધ્યયન: ૧૮૫૦-૧૯૫૦ વિષયમાં તેઓ ૨૦૦૭માં પી.એચ.ડી(PHD)થયા. *ગુજરાતીના પ્રાધ્યાપક અને અધ્યક્ષ , ઉપલેટા મ્યુનિ . આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (૧૯૬૬-૭૦) પછીથી તે જ કૉલેજમાં આચાર્ય ૧૯૭૦થી ૧૯૭૫ . *ભાવનગરની કાપડિયા કૉલેજ ( ૧૯૭પ-૭૭ ) , *સાવરકુંડલા ( ૧૯૭૭ - ૮૬ ) , *વળિયા કૉલેજ ભાવનગર ( ૧૯૮૬ - ૯૦ ) માં આચાર્ય તરીકે કામ કર્યું . *શામળદાસ કૉલેજના આચાર્ય : (૧૯૯૦-૯૪) નિવૃત્ત થયા. તે દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીની સિન્ડીકેટ - એકઝિકયુટિવ કાઉન્સિલ સુધીના સત્તામંડળોમાં કામ કર્યું. * પ્રમુખ : ભાવનગર ગદ્યસભા ૧૯૯૨થી * પ્રેસિડન્ટ : ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કોલેજ પ્રિન્સીપાલ એસોસિએશન ૧૯૯૦ - ૯૪ *ચેરમેન : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ , ગાંધીનગર - ૧૯૯૬ - ૯૮ *પ્રમુખ : ઓલ ઈન્ડિયા એસો . ઓફ ટેકસબુક ઓર્ગેનાઇઝેશન *સેક્રેટરી: મનહરકુંવબા રાજપૂત છાત્રાલય ભાવનગર ૧૫વર્ષ( તે દરમિયાન સંકુલ માટે ફંડ એકત્ર કરવામાં પણ તેમનો અગત્યનો ભાગ છે). * પ્રગટ થયેલાં પુસ્તકો ૧)નર્મ ગદ્ય ' : પ્રેમાનંદ સાહિત્ય સભા , વડોદરા ૧૯૭પ ( સંપાદન ) ૨) 'અક્ષરલોકની યાત્રા ' ૧૯૮૦ ( સંપાદન ) ' ૩)ખિસકોલી તો ખિસકોલી જ ' બાલવાર્તા સંગ્રહ , ૨૦૦૬ ૪)'પંખીડું ઊડી ઊડી જાય ' બાલવાર્તા સંગ્રહ ૫) 'ગુજરાતી હિન્દી વિવેચન સાહિત્ય - એક અધ્યયન ' – ૨૦૦૯ , વિવેચન વિભાગમાં પ્રથમ પારીતોષિક : ' ૨૦૦૯ , ગુજરાત સાહિત્ય અકાદમી , ગાંધીનગર ૬) “ ગ્રંથવિવેક ' ૨૦૧૦ ૭)‘ ગ્રંથવિશેષ ' ૨૦૧૧ ૮) પ્રજાવત્સલ રાજવી ’ ૨૦૧૨ ( મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જીવનચરિત્ર ) ( ૧ ) કાકા સાહેબ કાલેલકર . પારિતોષિક – ૨૦૧૪ , ગુજરાતી સાહિત્ય પરિષદ , અમદાવાદ . ( ૨ ) ચરિત્ર સાહિત્ય ( ૨૦૧૫ ) માં પ્રથમ પારિતોષિક , ગુજરાત સાહિત્ય અકાદમી , ગાંધીનગર , ( ૩ ) ' વર્લ્ડ રેકોર્ડઝ ઈન્ડિયા ' તરફથી સર્જનાત્મક અને ચિત્રાત્મક જીવનચરિત્ર માટે એવોર્ડ , ૨૦૧૮ . ૯) ‘ મહારાજા કૃષ્ણકુમારસિંહજી સ્મૃતિવંદના ' – સંપાદન , ૨૦૧૨ , ( મહારાજા વિશે કાવ્યો અને લેખો ) . 10) ‘ પ્રજાવત્સલ મહારાજા ' – સંપાદન , ૨૦૧૮ ( મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશે કાવ્યો અને લેખો ) *'પંખીની પાંખમાં આકાશ' આગામી સમયમાં પ્રકાષિત થશે * 'ભાવ ચરિત્રો' ૨૦૨૦માં પ્રકાષિત થશે. લેખન:- અજયરાજસિંહ એમ ગોહિલ-ચમારડી
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser