Quotes by અજય ગૌસ્વામી in Bitesapp read free

અજય ગૌસ્વામી

અજય ગૌસ્વામી

@ajaygauswami299gmail.com173753


શીર્ષક : ખુશહાલ પરિવાર

એક ખુશહાલ પરિવાર હતો. તે પરિવારમાં એક દીકરો અને તેના માતા-પિતા રહેતાં હતાં. એ પરિવારમાં બધા બધી રીતે ખૂબ જ ખુશ હતાં. તે પરિવાર દરેક રીતે સક્ષમ હતો છતાંય તે પરિવારમાં એક દીકરી નહતી તેથી તે સુખી પરિવારમાં એક દીકરીની ખોટ વર્તાય આવતી હતી. દીકરીની ખોટથી ક્યારેક ઉદાસ થઈ જતાં માતા-પિતા તેના દીકરા માટે એક વહુ શોધી રહ્યાં હતાં. એક બે વર્ષ પછી તેને તેના દીકરા માટે એક વહુ મળી હતી. એમને જેવી જોતી હતી તેવી જ સંસ્કારી અને બધી રીતે બધાનું માન, સન્માન જાળવી રાખે તેવી હતી. બસ પછી તો બે મહિનામાં બંનેની સગાઈ થઈ ગઈ હતી. સગાઈ થઈ ગયાં પછી એક વર્ષમાં બંનેના લગ્ન પણ થઈ ગયાં અને પછી ધીરે ધીરે નવી આવેલ વહુ ઘરની બધી જ જવાબદારી સંભાળવા લાગી હતી. પછી દીકરા એ તેની પત્ની ને કહ્યું કે આ મારા માતા-પિતા માટે ખુશીનો અવસર છે. મારા માતા-પિતાને એક દીકરી જોતી હતી. તું વહુ બનીને આવી અને દીકરીની જેમ ઘરની બધી જવાબદારી સાથે તારા સાસુ-સસરાનું તારા માતા-પિતાની જેમ જ ધ્યાન રાખવા લાગી છે. બસ આટલું સાંભળી અને આવેલી નવી વહુ અને તે પરિવાર એકબીજા સાથે ખુશહાલ જીવન જીવી રહ્યાં છે.

અજય ગૌસ્વામી "અર્શ" - પોરબંદર

Read More