Quotes by Ajay Boricha in Bitesapp read free

Ajay Boricha

Ajay Boricha

@ajayboricha3889


આટલી તો કાંઈ ટૂંકી
સફર હોતી હશે?
ઉંબરો ઓળગતાં
કબર હોતી હશે?
-AB

એક વાર શેતરાવું છે,
જિંદગી તારો અનુભવ કરવો છે.
-AB

પવન પંખી ને પતંગિયા
આવી ને કાનમાં કહી ગયા
ચિંતા નહિ કર મારા મિત્ર
આવા વાઇરસ કેટલાય આવીને ગયા

તું પાછો વરંડે ઝૂલશે
પાછા દરવાજા ખુલશે
નાના નાના બાળકો
મસ્તી થી ઝૂમશે

માનવ ખુબ હોશિયાર છે
ને ઈશ્વર પણ સાથ આપશે
દવા અને દુવાઓ થી
આ કોરોના જરૂર ભાગશે

ફક્ત થોડા દિવસ ધીરજ રાખ
પગ તારો ઘરમાં રાખ
આ ઉપાય બહુ સરળ છે
બસ આટલી સમજ રાખ ...

Read More