Quotes by Ahana in Bitesapp read free

Ahana

Ahana

@ahana9793


દરેકના મોબાઈલમાં એક એવો નંબર તો હોય જ કે,
જે ના Delete થાય કે ના Dial !!

વરસાદને કયાં ખબર અંદર પણ એક આગ છે,
ઠારવા જેને ફક્ત ઝાંઝવાના જળની માંગ છે !! -અહાના

લાગણીના ક્યાં કદી લેખિત કરારો હોય છે,
પણ હા... અધુરી વાતનાં મતલબ હજારો હોય છે !!

આંસુનો છે અનમોલ ખજાનો એટલે સાચવીને રાખું છું,
વપરાય નહીં વધુ એટલે હાસ્યનું Lock લગાવી રાખું છું !!

જેનાથી સાચો પ્રેમ થઈ જાય છે ને,
દુનિયાનો સૌથી સારો માણસ એ જ લાગે છે !!-AK

કમાલ છે ને શ્વાસ મારો પ્રેમ મારો જિંદગી મારી,
પણ આ બધાના અસ્તિત્વ માટે તોય જરૂરત તારી !!Ak

જેની માટે આપણે વેતરાઈ જતા હોઈએ છીએ,
એની પાસે જ છેલ્લે છેતરાઈ જતા હોઈએ છીએ !!

આવ્યા કરે મધુર પ્રસંગો યાદમાં,
દરવખતે દુ:ખની જ વાત હોતી નથી કંઈ વિષાદમાં !! -Ahana

માણસ તો Simple જ છે,
બસ માણસાઈ Complicated છે !!