Quotes by Archana Ruparel Mashru in Bitesapp read free

Archana Ruparel Mashru

Archana Ruparel Mashru

@ab6391


સત સત નમન વીર વાયુ સેના ના જવાનો ને જે દેશ શાંતિ ને માટે આકાશ માં અનેક પ્રકારની કલાકારી કરી ને યુદ્ધ ના મોરચે વિજય મેળવી ને દેશ ની શાન વધારે છે
#વિમાન

Read More

વિમાન પર બેસી ને વાદળ ને નિહાળવા ની મજા અનેરી,
આકાશ માં વિહાર કરીને ને સમગ્ર વિશ્વ ને દ્રશ્યમાન કરવા ની રોનક અનેરી, બારી ની બહાર ડોકિયું કરી ને
પૃથ્વી પર સ્વર્ગ નો અહેસાસ માણવા ની તક અનેરી,
રાત્રી ના અંધકાર માં જગમાગતા દિવડા ની જેમ પૃથ્વી ને ટમટમતી જોઈ ને મન ને ઉજાગર કરવાની ની તક અનેરી...arvik
#વિમાન

Read More
epost thumb

મૂલ્યવાન વસ્તુ ની વહેચણી મા કરુણા નું સ્થાન મૃગજળ ના વમળ જેવું થઈ ગયું છે નહતી ખબર કે આજનો માનવ રમત માં ભાન ભૂલી ને નકારવાનું કાર્ય કરી ને કોઈ નિર્દોષ ની જીવાદોરી ખેચી લે છે.....arvik
#કરુણા

Read More

હતી હમેશા બધા ના દુઃખ માં સમિલ થવાની ટેવ મારી
ના સમજી શક્યા એ મારી કરુણા ની ભીનાશ એટલે જીવન કોરું રહી ગયું....arvik
#કરુણા

Read More

કોઈ નું દુઃખ જોઈ ને આંખ માં અશ્રુ છલકાય એનાથી વિશેષ કરુણા ની મૂર્તિ કોણ હોય શકે...arvik
#કરુણા

માફી માગવી સહેલી છે પણ માફ કરવું ખુબજ અઘરૂ હોય છે.જ્યારે આપણી જ વ્યક્તિ આંખ બંધ કરીને આપણી પર વિશ્વાસ કરતી હોય તેવી વ્યક્તિ ને ક્યારેય અંધારા માં ન રાખવી. રંગબેરગી સપના જ્યારે તૂટે છે ત્યારે તે તેની લાગણી ને લીધે માફ તો કરી દેશે પરંતુ સપના તૂટવાની પીડા તેને આજીવન તકલીફ આપશે. હસતું મુખડું રાખી ને સદાય જીવતી રહેશે પરંતુ અંદર થી ક્યાંક ખોવાઈ જાસે. જો આપણી વ્યક્તિ ને સજીવન રાખવી હોય અંદર થી અને બહાર થી તો એની ઈચ્છા ને પણ સમજવી પડે છે તેનું માન રાખવું પડે છે.આવું સમજી લ્યે તેજ ખરુ જીવન જીવી શકે અને બીજાને જીવાડી શકે...arvik
#માફી

Read More

સંબંધની બટકણી ડાળ પરથી
ખરતા રહ્યા અસ્પષ્ટતા ના
મારા સપનાઓ એક પછી એક ...

હવે
થાક લાગે છે
નવા ફળદ્રુપ પ્રદેશની શોધમાં ભટકવાનો..!
#અસ્પષ્ટતા

Read More

જ્યારે એકતરફી લાગણી માં સબંધો ખેચાતા હોય ત્યારે આસપાસ રહી ને સબંધ માં અસ્પષ્ટતા રાખવા કરતા
દૂર રહી ને સબંધો સ્પસ્ટ રાખવા માં હિત રહેલું છે
#અસ્પષ્ટતા

Read More

સ્વાદિષ્ટ વાનગી ઓનો રસ થાળ પીરસતી જાય અને દરેક ની લાગણી, માગણી અને અપેક્ષા વચ્ચે તાલમેલ કરી બધાને ખુશ કરવાની કોશિશ કરી ને સંતોષ મેળવતી વ્યક્તિ એટલે સ્ત્રી...arvik
#સ્વાદિષ્ટ

Read More

સ્વાદિષ્ટ વ્યંજનો પણ બેસ્વાદ લાગે છે
જ્યારે તકલીફો ની હારમાળા સર્જાય છે...arvik
#સ્વાદિષ્ટ