Quotes by A.K creation in Bitesapp read free

A.K creation

A.K creation

@a.kcreation7379


*?મુસાફીર હું મુસાફીર છું?*



*|| ગઝલ ||*

*(ઢાળ - મુજે હે કામ ઇશ્વરસે)*

*મુસાફીર હું મુસાફીર છું, લહેરની વાટ લેવી છે,*
*મળે સથવારો જો સારો, તો એક બે વાત કેવી છે...ટેક*

*ગવનના છાંયડા નીચે, હજારો ગાંવ હાલીને (૨)*
*આવે આફત સાથીને, તો એની ઘાત લેવી છે.*
*મુસાફીર હું મુસાફીર છું...૧*

*આકાશે ચાંદ તારાને, નીચે ધરતી અમારી છે, (૨)*
*સમંદર તો હૈયામાં છે, એવી ઘુઘવાટ લેવી છે...*
*મુસાફીર હું મુસાફીર છું...૨*

*હુંયે તમારા જેવો છું, મારી તાસીર જુદી છે, (૨)*
*મળે જો હેતું સાચા, તો હવે ચોપાટ લેવી છે...*
*મુસાફીર હું મુસાફીર છું...૩*

*બધી દુનિયા તમારી છે, અમારે કાંઇ ના જોઇએ, (૨)*
*તમારા બાગની એકજ, કળી સંગાથ લેવી છે...*
*મુસાફીર હું મુસાફીર છું...૪*

*તમારી હેડકી આવે, તોઇએ આ "રાજ" રાજી છે, (૨)*
*આખું આયુષ્ય આપીને, એક મુલાકાત લેવી છે...*
*મુસાફીર હું મુસાફીર છું...૫*

Read More

.
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ
રાખું છું !!

થોડાક સમજું અને વધારે દીવાના
છે, મિત્રો મારે થોડાક છે પણ
મજાના છે !!

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે
મિત્રોનો ખજાનો છે !!

નસીબની ખુબ સારી રેખાઓ મારા
હાથે છે, એટલે જ તમારા જેવા
મિત્રો મારી પાસે છે !!

જાગું ત્યારથી જલસા ને સુતા
ભેગું સુખ, તમારા જેવા મિત્રો
હોય પછી શેનું દુઃખ !!

*??જય માતાજી??*

Read More