Quotes by Sheela Patel in Bitesapp read free

Sheela Patel

Sheela Patel

@a..z..0...9.


રાવણ નું પૂતળું જલાવી શુ કરશો ?
પોતાનામાં રહેલ રાવણરૂપી ખરાબ
વિચારોને દરેકે જલાવાની જરૂર છે,
તોજ સાચા અર્થમાં વિજયા દશમી
ઉજવાઈ ગણાશે....🍁
✍️ શીલા.

Read More

તેરી મેરી દોસ્તી....🍁

કદ એ સબંધોનું તમે દિલથી માપી શકો,
કેટલો જોઈએ આધાર એનો પાયો તમે નાખી શકો,
તુચ્છ વિચારને મૂકી નેવે આગળ તમે વધી શકો,
પામ્યા એમાં સુખ માની બાકીનું ત્યાગી શકો,
મેળવી લેવામાં નથી મજા બધી એ જાણી શકો,
ત્યાગ તો કરી જુવો વધશે સુખનો મિજાજ એ જાણી શકો,
વાદળ ભલે છુપાવે વરસાદને પણ એની ભાવના જાણી શકો,
જરૂર પડે કરે છે સમર્પણ એ જરા વિચારી ને જોઈ શકો,
નથી આપતી ધરતી સુખ ક્ષિતિજને એ તમે જાણી શકો,
છતાં તપતી એને જોઈ મેઘ વરસે કેવો એ તમે જોઈ શકો...!

✍️ શીલા.

Read More

સુખમાં તો બધા નિભાવી જાય સબંધ,
ખભેખભો મિલાવી દુઃખમાં ઉભો રહે
એજ સાચો ભાઈબંધ.....🍁

ચાલ માનવી....🍁

ચાલ જીવી લઇએ આજે જ જિંદગી,
કાલ વળી કોણે દીઠી...!

ચાલ અત્યારે કરી લઈએ સારા કામ,
પળનો હવે ક્યાં છે વિશ્વાસ..!

ચાલ લૂછી લઈએ આંસુ કોઈની આંખોના,
ખુદની આંખ ભીની થતા ક્યાં લાગે વાર...!

ચાલ ઠારી દઈએ આંતરડી કોઈની,
બાંધી લઈએ થોડી પુણ્યની પોટલી...!

ચાલ ગરીબની ઝૂંપડીયે વસે ભગવાન,
ત્યાં જઈ મેળવીએ પુણ્ય ચારોધામ...!

✍️ શીલા પટેલ.

Read More

કેટલી લઈશ પરીક્ષા તું જીંદગી હવે
આટલો વ્હાલ ના વરસાવને મને

અજાણ્યો મહેમાન.....🍁

બની અજાણ્યો મહેમાન ને આવ્યો
આ કાયારૂપી ભાડાના મકાનમાં....!!!

ભૂલી ગયો હું મારા ઘરનું સરનામું
ભૂલો પડયો હું આ કાયા નગરમાં....!!!

મોહમાયામાં બન્યો અંધ હુતો
બનીને રહી ગયો મહેમાન અજાણ્યો આ સૃષ્ટિમાં....!!!

અહમના તાંતણે બંધાઈ ને આમતેમ ફરતો રહ્યો
ખુદથી રહ્યો અજાણને ભમતો રહ્યો આ ભૂમિમાં....

✍️ શીલા.

Read More