Khoj in Gujarati Moral Stories by shruti shah books and stories PDF | ખોજ

Featured Books
Categories
Share

ખોજ

તેને બાજુ માં પસાર થતા હવાલદાર ને બોલાવ્યો. બિચારો હવાલદાર તો ખુશ થતો-થતો આવ્યો કે અભિજીતે અને બોલાવ્યો સામે થી!

“વિશુ એ શું ગુનો કાર્યો છે?” અભિજિત એ વિશુ ની સામે નજર નાખતા હવાલદાર ને સવાલ કર્યો.

“તેણે તેના શેઠ નું ખૂન કર્યું છે”

“જે માણસ ઉંદર ને ના મારી શકે એ માણસ નું ખૂન કેવી રીતે કરી શકે!” અભિજિત નો સવાલ વ્યાજબી હતો પણ હવાલદાર ની સમજ બાર નો સવાલ હતો. તેને કઈ ગતાગમ ના પડી.

ત્યાં વ્હોરા સાહેબ અભિજિત ને મળવા આવ્યા ને અભિજિત જતો રહ્યો. વોહરા સાહેબ મુંબઈ અન્ડરવર્લ્ડ ના ડોન હતા. તેમના નામ થી આખી દુનિયા ફફડતી હતી. તેમને પોલીસ શોધતી હતી. પણ અહિયાં તો તે પોતે ચાલી ને અભિજિત ને મળવા આવેલા. કારણકે આખું પોલીસ તંત્ર તેમને નામ થી ઓળખતું હતું કોઈ એ ક્યારેય તેમને જોયેલા નહિ. તેમની અલગ-અલગ તસ્વીર આવતી બજાર માં, પણ આજ સુધી સાચી કઈ તે કોઈ ને ખબર નહતી. એટલે તે બિન્ધાસ્ત જેલ માં અભિજિત ને મળવા આવેલા. અભિજિત ને તેમને સારા સંબંધ હતા. જોકે આ વાત પણ કોઈ જાણતું નહતું કે અભિજિત ને વ્હોરા સાથે મળી ને શું કરે છે સિવાય કે મુકીમ. વોહરા તેના કામ ના સિલસિલા માં અહિયાં અભિજિત ને મળવા આવેલો.

વીકી એ બહુ પ્રયત્ન કર્યા જેલ માં કોઈ ને ફોડી ને જાસુસ બનાવવા માટે તેથી તે અભિજિત પર નજર રાખી શકે, પણ તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ રહ્યા.

વીકી એ બહુ ફોન કર્યા પણ કોઈ જગ્યા એ મેળ ના પડયો એટલે તે અકળાઈ ગયો અને તેના ફોન પર ગુસ્સો કાઢવા ના વ્યર્થ પ્રયત્ન કર્યા ત્યાં જ નિશા રૂમ માં પ્રવેશી ને વીકી ની સામું જોયું. અને ફોન બગાડી તે વાઈન ની બોટલ ખોલી ગ્લાસ માં ભરી. વીકી એ તુરખી નજર થી એની સામે જોયું. નિશા ને કશો ફરક નથી પડતો એ વાત નો ગુસ્સો આવતો હતો. નિશા ગ્લાસ લઈ બેડ પર પગ લાંબા કરી આડી પડી એક હાથ માં વાઈન ને બીજા હાથ માં ફોન.

“આ શું નિશા, તું તો કેહતી હતી કે અભિજિત બધા પાવર લગાવી દેશે તેની વિરુદ્ધ ચુકાદો ન આવે એની માટે, આ તો જેલ માં પણ પહોચી ગયો, એનું તો કઈ નહિ પણ એની સાથે તારી પણ ઈજ્જત ધૂળ માં મિલાવી દીધી. જે તારા કેરિયર માટે નથી સારું, તારું નામ એની સાથે જોડાયેલું છે. તમે બોલીવુડ નું નામાંકિત કપલ માં નું એક કપલ છો. તને તારા કામ લીધે જેટલી ફિલ્મો નથી મળતી એટલી એના નામ ના લીધે મળી છે.” -વીકી બોલતા રોકાયો ને ઊંડો શ્વાસ લીધો, કોફી નો મગ હાથ માં લઇ, ને બાલકની બહાર નજર માંડી. ન્યુઓર્ક ની સેવેન સ્ટાર હોટેલ ની ૩૦ માં માળ થી નીચે જોવા નો નજરો કૈક અલગ હતો. તેના માટે નિશા સોના ની મુર્ગી છે અને નિશા માટે અભિજિત. આ બધી જ્હોજલાલી ગુમાવવા માંગતો નહતો. તેને નિશા ની સામે જોયું. બેફીકર નિશા હજી પણ પોતા ના બેડ પર એક હાથ માં વાઈન નો ગ્લાસ ને એક હાથ માં મોબઈલ મચડતી હતી. આ જોઈ ને વીકી ને ગુસ્સો આવ્યો.

“હા, નહિ તને ક્યાં કઈ ફરક પડે છે. ફરક મને પડે છે. અગર મેં તને અભિજિત ને ફસાવવા નું ના કીધું હોત તો તું હજુ પણ પેલા ગંદા મુંબઈ ના રેલ્વે સ્ટેશન પર ભીખ જ માંગતી હોત! મારા આ માસ્ટર પ્લાન ના લીધે આજે આપણે અહિયાં છીએ.” વીકી હજુ આગળ બોલવા જતો હતો ત્યાં નિશા ઉભી થઇ ને આવી ને તેના હોઠ પર આંગળી મૂકી દીધી અને કીધુ “બસ! માય વીકી ડાર્લિંગ, આજ પછી એ રેલ્વે નું નામ નહિ લેવા નું. છી એ ગંદકી, હવે આપણી પાસે શું નથી બધું જ તો છે. મુક ને અભિજિત ને બાજુ પર. અને એમ પણ ૧૦ કલાક ના શુટિંગ થી થાકી ગઈ છું મારે ઊઘી જાઉં છે. આ બધી લવારી કાલે સવારે કરીશું. ” નિશા પાછી બેડ પર સુવા જતી હતી ત્યાં વીકી એ એનો હાથ પકડી લીધો ને નિશા ને રોકી લીધી

“કેમ સમજતી નથી, નીશું ડાર્લિગ તું? હું આ બધું ફક્ત મારે માટે કરું છું? આપણા ભવિષ્ય માટે કરું છું. અત્યારે આપણી પાસે જેટલું છે એ બધું બે પાંચ વર્ષ માં ખતમ થઇ જશે. આપણા મોઘા-મોઘા શોખ કોણ પુરા કરશે? તારા માં કોઈ અભિનય કળા નથી અભિજિત કળા છે જેથી ફિલ્મો ને પૈસા મળે છે સોના ની મુર્ગી ને મારી ના નખાય ને. બોલીવુડ માં તને આવ્યા ને બે વરસ પણ નથી થયા. તું આમ કરીશ તો આપણે ફરી ભિખારી થવા માં વારો આવે એમાં નવાઈ નહિ. કેટ-કેટલા લોકો ને ઉપર થી નીચે પડતા જોયા છે. ત્યાં આપણી શું વિસાત છે.”

“વીકી, હું બધું જ જાણું છું. જોને ટવીટર પર બધા ની કોમેન્ટ, લોકો ને અભિજિત જેલ માં ગયો એની નથી પડી, પણ હવે અમે ક્યારે લગ્ન કરીશું એની ચિંતા વધારે છે. અને હવે મને પણ એની ચિંતા વધારે થાય છે કે અમારા લગ્ન ક્યારે થશે. કારણકે લગ્ન નહિ તો તેની મિલકત માંથી ભાગ મળશે નહિ.“ નિશા બોલતા બોલતા વિચાર માં પડી ગઈ. થોડો ગણો ચઢેલો નશો ઉતરી ગયો.

“તું ચિંતા ના કર, હવે લગ્ન જલ્દી કરવા પડશે. ” વીકી નિશા ના મન ની વાત સમજી ગયો.

“પણ કેવી રીતે ? અભિજિત તો જેલ માં છે, તેને પુરા બે વર્ષ ની સજા થઇ છે. ત્યાં સુધી આપણે રાહ ના જોઈ શકીએ.”

“તું શું કામ આટલું બધું વિચારે છે અને જેલ માં હોય તો પણ લગ્ન થાય . પણ મને એ વાત નથી સમજાતી કે તેની પાસે પાવર પૈસા બધું જ છે છતાં પણ એ તેની સજા કેમ ના રોકી. આ તેની ઈજ્જત નો સવાલ છે. એના લીધે તેને તેના કેરિયર પર ભયાનક અસર પડશે. આ વાત તો તે સારી રીતે જાણે છે. તો પછી? ”

“વીકી તું નાહક ની તું ચિતા કરે છે. હું એને ફોન કરીશ એટલે પૂછી લઈશ.” નિશા ફરી બેકીર બની જવાબ આપ્યો.

“એટલે તે હજી સુધી એને એક ફોન પણ નથી કર્યો?”

“ના” નિશા એ શાંતિ થી જવાબ આપ્યો એટલે વીકી બગડયો.

“નિશા તું એની પ્રેમિકા છે તારી જગ્યા એ કોઈ બીજી હોય એ પોતા ના બધા કામ છોડી તેને મળવા દોડી જાય અને તને ફોન કરવા ની ફુરસદ નથી. અભિજિત ની પાછળ હજારો છોકરીઓ મરે છે તને ક્યાય ફેંકી દેશે. નાવ્યા પણ આમાંની એક હોય તો કોને ખબર? તારું પત્તું કપાઈ જશે.”

“તું ચિંતા ના કર હું એને મળીશ એટલે એને સમજાવી દઈશ. અને નાવ્યા જેટલા રમકડા તો આવ્યા કરે બહુ નહિ વિચારવા નું, આ બધા રમકડા થોડીવાર જ રમે. પછી નવો ઘડી નવો દાવ. અને મારા સિવાય એ જશે ક્યાં મેં એને પ્રેમ માં બાંધી જો રાખ્યો છે.” નિશા અહંકાર સાથે બોલી ગઈ.

“નિશા એટલો બધો આત્મવિશ્વાસ નહિ સારો.” વીકી કંટાળી ને બોલ્યો હવે તે પણ જાણતો હતો કે નિશા નહિ સમજે.