Safarma madel humsafar - 16 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | સફરમાં મળેલ હમસફર ભાગ-16

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

સફરમાં મળેલ હમસફર ભાગ-16

સફરમાં મળેલ હમસફર

ભાગ - 16

(પાછળ જોયું)

(મેહુલ પ્લાન બનાવી કાવેરીની સાથે મુલાકાત કરે છે, કાવેરીનો વિશ્વાસ જીતે છે અને કાવેરીની સાથે તેના કાર્યોમાં જોડાય જાય છે, જિંકલ મેહુલ માટે ગીત ગાય છે અને ત્યાંથી તેની સિંગર બનવાની શરૂઆત થાય છે, એક વર્ષ પછી જિંકલ જ્યારે મુંબઈથી વડોદરા પરત ફરવાનું નક્કી કરે છે ત્યારે તેના પાપા તેના દોસ્તના છોકરા સાથે જિંકલનો સંબંધ નક્કી કરવાની વાત કરે છે, જયારે મેહુલને આ વાત ખબર પડે છે ત્યારે તે રાત્રે જ નલિયાથી અમદાવાદ જવા નીકળે છે, ઘરે પહોંચતા તેના પપ્પા સંબંધની વાત કરે છે. )

***

મેહુલે જિંકલનો હાથ પકડ્યો, પોતાના તરફ ખેંચી લીધી અને હોઠ પર એક ચુંબન કર્યું. “ મમ્મી-પપ્પા બહાર બેઠા છે. ” જિંકલે મેહુલના ગાલ પર કિસ કરતા કહ્યું.

“હા તો એટલા માટે જ મને અંદર મોકલી દીધો એ લોકો પણ સમજે છે હવે” મેહુલે ફરી એકવાર જિંકલના હોઠ પર હોઠ રાખ્યા.

“યાર તું પહેલો છોકરો હશે જે છોકરીને જોવા આવે છે અને પહેલી મુલાકાતમાં જ કિસ કરે છે. ” જિંકલે મેહુલના વાળમાં હાથ ફેરવતા કહ્યું.

“તું પણ પહેલી જ છોકરી છો ને?” મેહુલે જિંકલના ખોળામાં માથું રાખ્યું.

(ક્રમશઃ)

“પૂર્વી, I Love You” છ મહિનાથી પૂર્વીનો પીછો કરી રહેલા મિહિરે આખીરમાં હિંમત કરી પૂર્વીને કહ્યું.

“આટલી વાર કેમ લગાવી બકા?, તને ખબર છે ને હું પણ તને પ્રેમ કરું છું. ” પૂર્વીએ મિહિરને બિન્દાસ થઈ કહ્યું.

“મને ડર હતો તારા આટલા બધા ફ્રેન્ડ છે કદાચ તું મને રિજેક્ટ કરી દે તો?” મિહિરે હકલાતા હકલાતા કહ્યું.

“રિલેક્સ યાર, એવું કંઈ નથી, પહેલેથી જ તું મને પસંદ છો અને મને બીજું કોઈ પસંદ નહિ. ” પૂર્વીએ શરમાતા કહ્યું.

“થેન્ક ગોડ મને લાગ્યું હું તને કોઈ દિવસ કહી નહિ શકું પણ આજે….. ” મીહિરે વાત અધૂરી મૂકી. પૂર્વીએ મિહિરને હગ કર્યો.

પૂર્વી વડોદરામાં રહેતા એક થોડાક ધનિક વર્ગના કુટુંબમાંથી આવી હતી. દેખાવમાં સુંદર, બિન્દાસ સ્વભાવની પણ સંસ્કારી છોકરી હતી. મિહિર મિડલ કલાસમાંથી બિલોન્ગ કરતો, થોડો શ્યામ પણ સાવલો અને સ્વભાવનો સરળ હતો. પૂર્વી અને મિહિર સાંયોગીક રીતે કોલેજોની લાઈબ્રેરીમાં અથડાણા હતા, પૂર્વીને જોઈને મિહિર પોતાનું દિમાગી સંતુલન ગુમાવી બેઠો હતો. પૂર્વીને ઈમ્પ્રેસ કરવાનો એક મોકો પણ તે જવા ન દેતો, આમ તો બંને જુદા કલાસમાં હતા પણ ક્યારેક કલાસ કંબાઇન કર્યા હોય ત્યારે મિહિર પૂર્વીને જ જોઈ રહેતો. શરૂઆતમાં પૂર્વી પણ મિહિરને નોટિસ કરતી પણ સમય જતાં મિહિર પૂર્વીને નોટિસ કરતો બંધ થઈ ગયો હતો.

માત્ર પૂર્વીની જ નજરમાં મિહિર નો’હતો આવતો, ચોરી-છુપે મિહિર પૂર્વીને જોતો જ રહેતો. પૂર્વી બિન્દાસ સ્વભાવની હતી એટલે બધા સાથે વાતો કરતી અને મિહિરે આ વાતથી અનુમાન લગાવી પૂર્વીને ભાવ આપવાનું બંધ કરી દીધું હતું. ‘જો તે આટલા બધા છોકરા સાથે વાત કરતી હોય તો એક છોકરો તો તેની વધુ નજીક હોય જ ને’આવી ગેરસમજ મનમાં ઠાંસીને મિહિરે પૂર્વીને ચોરી-છુપે જોવાનું શરૂ કર્યું હતું.

પૂર્વી કોલેજ પુરી કરી ક્યાં જાય છે, કોને મળે છે તે બધી જ વાતનું ધ્યાન મિહિર રાખતો. પૂર્વીને આ બધી વાતોની જાણ હતી જ પણ મિહિર આટલો ડરતો હતો તેથી પૂર્વી કોઈ ઠોસ પગલું ભરતી ન ‘હતી. મિડ-સેમનું વેકેશન બે મહિનાનું પડ્યું હતું ત્યારે મિહિરે નોટિસ કર્યું કે તે પૂર્વીને નિહાળ્યા વિના રહી શકતો નથી, બે મહિનામાં મિહિર ડિપ્રેશનમાં રહ્યો આખરે જ્યારે વેકેશન પૂરું થયું અને પૂર્વીના દર્શન થયાં ત્યારે મિહિરે હાશકારો અનુભવ્યો હતો.

બીજા સેમના આઠ દસ દિવસ ગયા હતા ત્યાં મિહિરે પૂર્વીને પ્રોપોઝ માર્યો અને પૂર્વીએ હા પણ કહી દીધી. પછી બંનેની મુલાકાતો વધતી ગયી અને બંને આકર્ષણમાંથી પ્રેમમાં પડી ગયા. મિહિર જેટલો પ્રેમ પૂર્વીને કરતો તેના કરતાં બમણો પ્રેમ પૂર્વી મિહિરને કરતી હતી. મિહિરની નાની-નાની વાતોનું ધ્યાન રાખતી પૂર્વી. એક રીતે પૂર્વીએ મિહિરને પોતાનો ભાવિ પતિ જ માની લીધો હતો.

મિહિર પણ પૂર્વીને સાચો પ્રેમ કરતો હતો, પૂર્વીને કોઈ પણ રીતે દુઃખ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખતો. બંને સાથે મૂવી જોવા જતા, કોઈ પણ ઇવેન્ટમાં સાથે પાર્ટીસીપેટ કરતા, કૉલેજમાં બંનેની જોડી જામી ગયી હતી. પણ,

જેમ આપણને કોઈ વસ્તુ નથી મળતી ત્યાં સુધી તેનું મહત્વ ખૂબ જ હોય છે અને જ્યારે તે જ વસ્તુ મળી જાય છે ત્યારે તેનું મહત્વ ઘટતું જાય છે તેમ જ મિહિર જોડે થતું હતું. બે વર્ષ સુધી બંનેના રીલેશન વ્યવસ્થિત ચાલ્યા, ત્યારબાદ બન્ને વચ્ચે નૉક-જૉક થવા લાગી. પૂર્વી મિહિરને સમજાવતી પણ મિહિર માટે પૂર્વીની વાતો હવે ઝેર સમાન બનવા લાગી. પૂર્વી સાચું કહેતી હોય કે ખોટું, મિહિર તેની વાતો ધ્યાનમાં જ ન લેતો. એક રીતે મિહિરને હવે પૂર્વીમાં રસ નો’હતો રહ્યો અને તેથી જ તે હવે પૂર્વીને ઓછું મહત્વ આપી દોસ્તોને વધુ સમય આપતો.

પૂર્વી જે કઈ પણ કહે મિહિર હા.. હમમ.. ઠીક છે…તેવા જ જવાબ આપતો, પૂર્વી મિહિર માટે વધુ ચિંતિત થઈ ગયી હતી અને તેણે ઘરે પણ લગ્નની વાત કરી દીધી હતી, તેથી પૂર્વી પાસે મિહિરને સમજાવવા સિવાય બીજો કોઈ રસ્તો ન’હતો.

એક દિવસ ઓચિંતો મિહિરનો મેસેજ આવ્યો, “શું કરે છે મારી બકુ?, સુઈ ગઈ હતી?”

“ના” પૂર્વીએ રીપ્લાય આપ્યો.

“તું આવી રીતે કેમ રીપ્લાય આપે છો બકુ?, મેં કઈ ભૂલ કરી છે?” મિહિરે સેડ ઇમોજી બતાવતો મૅસેજ મોકલ્યો.

“ના બસ એમ જ, કામ હતું થોડું. ” પૂર્વીએ સ્માઇલી વાળા ઇમોજી સાથે રીપ્લાય આપ્યો.

“બકુ, તું મને જરા પણ પ્રેમ નહિ કરતી… શું મેં તને હર્ટ કરી?” સેડ ઇમોજી સાથે મિહિરે ફરી મૅસેજ કર્યો.

“અરે ના બકા, I Love You So Much” કિસ કરતા ઇમોજી સાથે પૂર્વીએ રીપ્લાય આપ્યો.

“I Love You Too બકુ” મિહિરે કહ્યું.

“એક વાત પૂછું બકા?” પૂર્વીએ પૂછ્યું.

“હા બોલ બકુ”

“આપણે ક્યારે લગ્ન કરીશું?” પૂર્વીએ પૂછ્યું.

“લગ્ન?, ના, હું તારી સાથે લગ્ન ના કરી શકું. ” મિહિરેનો મેસેજ આવ્યો. પૂર્વીએ મિહિરને કૉલ કર્યો.

“મિહિર તું તો મને ખુબ જ પ્રેમ કરે છો ને, તો લગ્ન કેમ ન કરી શકે” પૂર્વીએ રડતા રડતા કહ્યું.

“હા બકુ, હું તને ખૂબ જ પ્રેમ કરું છું પણ હું તારી જોડે લગ્ન નહિ કરી શકું. ” મિહિરે સમજાવતા કહ્યું.

“મિહિર એવું ના કર પ્લીઝ, I Love You So Much, હું તારા વિના રહી નહિ શકું. ” પૂર્વી રીતસરની રડી પડી હતી.

“યાર બસ કર, મેં કહ્યું ને હું લગ્ન ના કરી શકું મતલબ ના કરી શકું, તને સમજાતું નથી?” મિહિરે ગુસ્સામાં કહ્યું.

“તમને વાંધો શું છે?, હું તો મનોમન તમને પોતાનો ભાવિ માની બેસી હતી, તમે શા માટે લગ્ન કરવાની ના પાડો છો?” પૂર્વી મિહિર સામે કરગરી રહી હતી.

“મેં એકવાર કહ્યું ને હું તારી સાથે લગ્ન નહિ કરી શકું. ” મિહિર બરાડો પાડતો હતો.

“હું તમારા વિના એક સેકન્ડ રહી નહિ શકતી એટલો પ્રેમ કરું છું તમને. ” પૂર્વીએ કહ્યું.

“મને હવે કોલ ના કરતી પૂર્વી. ” મિહિરે ફોન કટ કરી નાખ્યો. પૂર્વી સમજી શકતી ન’હતી તેની સાથે શું થઈ રહ્યું છે, તેણે મિહિર પર આંધળો વિશ્વાસ મુક્યો હતો. મિહિર સાથે વિતાવેલી દરેક પળોને યાદ કરીને પૂર્વી રડી રહી હતી.

થોડીવાર થતા ફરી મિહિરનો ફોન આવ્યો, “સૉરી બકુ, મારે તારી સાથે આવું વર્તન નો’હતું કરવાનું, આઈ એમ સૉરી. ” પૂર્વી રડતી રડતી બસ સાંભળતી જતી હતી. મિહિરે વાત આગળ વધારી, “આપણે આજે સાંજે મળીયે, મારે તારી સાથે વાત કરવી છે અને હું તારાથી કોઈ અલગ નહિ, આપણે લગ્ન કરીશું બસ. ” પૂર્વી કઈ બોલી નહિ, મિહિરે ફોન કટ કરી નાખ્યો.

સાંજે પૂર્વી મિહિરને મળવા ગયી તો તેની સાથે એ ઘટના બની જેણે પૂર્વીની લાઈફ બદલી નાખી, મિહિરે તેના દોસ્તો સાથે મળી પૂર્વીને ગોંધી લીધી. સતત ત્રણ દિવસ સુધી પૂર્વી સાથે ત્રણ લોકોએ બળાત્કાર ગુજાર્યો. મિહિર નિહાયતી બગડેલો છોકરો નીકળ્યો, પૂર્વી સાથે ત્રણ દિવસ અપકૃત્ય કરી તેને એક સુનસાન સડક પર ફેંકી દીધી. ત્રણ કલાક સુધી તે ત્યાં પડી રહી. પૂર્વીની હાલત અત્યંત દયનિય હતી.

ત્યારે જ એક બદમાશ ટોળી ત્યાંથી પસાર થતી હતી અને તેઓની નજર પૂર્વી પર પડી, તેઓએ પૂર્વીને પોતાની કારમાં લઈ લીધી અને સારવાર કરાવી, જ્યારે તે લોકોને પૂર્વીની આવી હાલતનું કારણ ખબર પડ્યું ત્યારે તેઓએ મિહિરે અને તેના દોસ્તો સાથે બદલો લેવાનું નક્કી કર્યું.

અહીં પૂર્વીના મમ્મી-પપ્પા પરેશાન થઈ ગયા હતા, મિહિરને પૂછ્યું તો મિહિરે એવા ભોળપણમાં જવાબ આપ્યો કે તેઓને મિહિર પર જરા પણ શક ના થયો. તેઓએ પોલીસ ફરિયાદ કરી, પોલીસ પણ પૂર્વીને ના શોધી શકી. ચાર દિવસ બાદ પૂર્વી ઘરે આવી, ઘર વાળાને જ્યાં સુધીમાં મિહિરનું સત્ય જાણવા મળ્યું ત્યાં સુધીમાં મિહિર અને તેના દોસ્તો શહેર છોડી ભાગી ગયા હતા.

પૂર્વીને સૌ સાંત્વના આપતા હતા પણ આ વાત બધા જ મીડિયા પર વાઇરલ થઈ ગયી હતી, પુરી સોસાયટી-સમાજ પૂર્વી તરફ હતું, સૌ પૂર્વીને સિમ્પથી આપતા હતા પણ પૂર્વી તો મનથી જ ભાંગી પડી હતી, તેણે કોઈ સાથે, કોઈ દિવસ, કોઈ પણ પ્રકારનું ખરાબ વર્તન નો’હતું કર્યું, તો તેની સાથે શા માટે આવું થયું, તેણે તો મિહિરને સાચો પ્રેમ કર્યો હતો તો મિહિરે કેમ આવ્યું કર્યું?, પૂર્વીએ મનમાં નક્કી કર્યું ‘ હવે આવી જિંદગી નહિ જીવવી, કોઈ આપણી સાથે આવું કરી જાય અને આપણે શાંતિથી બધું જોઈતા રહીએ ના, હું એ પૂર્વી નહિ, જોઈ લઈશ બધાને જોઈ લઈશ. ’પૂર્વીની ડાબી આંખમાં તેની સાથે આવું થવાના આંસુ હતા તો જમણી આંખમાં બદલો લેવાના આંસુ હતા, પૂર્વીએ ડાબી આંખોના આંસુ લૂછી લીધા.

એક મહિનામાં પૂર્વીએ પૂરેપૂરી રીકવરી મેળવી લીધી, સૌ આ વાત ભૂલી ગયા હતા પણ પૂર્વી નહિ, તેણે પેલા બચાવવા લોકો સાથે મળી મિહિર અને તેના દોસ્તોની શોધ શરૂ કરી, એક વાત નક્કી હતી, પૂર્વી, પૂર્વી બનીને આ બદલો લઈ શકવાની ન’હતી, તેથી ઘરેથી આ વાતાવરણ બદવાનું બહાનું બનાવી સાપુતારા આવી ગયી, થોડા દિવસબાદ અફવા ઉડવા લાગી કે જે છોકરી સાથે બળાત્કાર થયું હતું તેણે સ્યુસાઇડ કર્યું છે, આ ન્યુઝ પણ મીડિયામાં ફેલાઈ ગયા.

અહીંથી પૂર્વી મરી ગયી અને જન્મી કાવેરી.

સાપુતારા છોડી કાવેરી અમદાવાદ આવી, શાંત અને સરળ સ્વભાવની પૂર્વી હવે ગુસ્સેલ અને નિર્દયી કાવેરી બની ગયી હતી, એક મહિનામાં પૂર્વી, કાવેરી થઈ ગયી…. મમ્મી-પપ્પાની બદનામી ન થાય તેથી હવે કોઈ દિવસ તેને મળવું નહિ તેવું કાવેરીએ વિચારી લીધું. મિહિરને શોધીને તેને કરુણ મોત આપ્યું, મિહિરના શરીર પર ન જોઈ શકાય તેવી જગ્યાઓ પર ઘા મારીને પૂર્વીએ મનમાં ભડકેલી આગને બુઝાવી, ત્યારથી કાવેરીનો પ્રેમ પરથી વિશ્વાસ ઉડી ગયો, માત્ર શારીરિક જરૂરિયાત પૂરી કરનારને કાવેરી લલચાવતી ત્યારબાદ તેઓને પ્રેમમાં પાગલ બનાવી છોડી દેતી, આવું તેણે કેટલાય લોકો સાથે કરેલું. તેના કામો એટલા વિચિત્ર હતા કે રાતો રાતો તે એક અબળામાંથી સશક્ત છોકરી બની ગયી હતી.

***

ભરતભાઈએ કાર શરૂ કરી, બાજુમાં નિલાબેન બિરાજમાન થયા અને પાછળની સીટ પર ઉદાસ અને વિલાયેલા ચહેરે મેહુલ બેઠો.

“મમ્મી મને છોકરી પસંદ ના આવે તો હું ના કહી દઈશ, પપ્પાને કહી દ્યો. ” મેહુલે કહ્યું.

“અરે એકવાર જોઈતો લે, તને પસંદ આવી જ જશે મને ખાતરી છે. ” ભરતભાઈએ હસતા હસતા કહ્યું. મેહુલે ફરી હકારમાં માથું ધુણાવ્યું અને કાર ઉપડી ગયી. મેહુલે કાનમાં ઈયરફોન લગાવ્યા, રૅપ સોંગ ફૂલ વોલ્યુમ પર મૂકીબમેહુલે આંખો બંધ કરી.

‘હું જેને જોવા જઈ રહ્યો છું તે જિંકલ કરતા સારી દેખાતી હશે?, જિંકલને જે છોકરો જોવા આવશે તે મારા કરતાં સારો દેખાતો હશે?, આવા વિચાર કેમ આવે છે, મારે તો માત્ર છોકરી જોઈને પાછા ફરી જવાનું છે. ’મેહુલ વિચાર કરતો કરતો સુઈ ગયો.

કરરર…. બ્રેક લાગતા મેહુલની આંખ ખુલી, પુરી બે કલાક નીકળી ગયી હતી અને વડોદરા આવી ગયું હતું. સૌ નીચે ઉતર્યા અને ઘર તરફ આગળ વધ્યા. સામે હરેશભાઇ અને તેના પત્ની આવકારવા ઉભા હતા. ભરતભાઇ અને હરેશભાઇ ગળે મળ્યા, મેહુલે હરેશભાઇના ચરણ સ્પર્શી ઔપચારિકતા પુરી કરી.

“મેહુલ આ મારા બાળપણનો દોસ્ત હરેશ. ” ભરતભાઈએ કહ્યું. મેહુલ ચમક્યો, જિંકલના પપ્પાનું નામ પણ હરેશભાઇ હતું,

“આવો અંદર આવો. ” હરેશભાઈએ કહ્યું.

બધા અંદર ગયા, અંદર પહોંચતા પહોંચતા મેહુલની ધડકન વધી ગયી, મેહુલે અંદર પ્રવેશ્યો ત્યાં જ તે પાગલ થઈ ગયો , સામેની દીવાલ પર પુરી ફેમિલી સાથે જિંકલનો ફોટો હતો, ‘શું યાર ભોળાનાથ, આવું જ કરવું હતું તમારે, જિંકલ સાચું જ કહેતી હતી હું સાવ ડફોળ છું, અમસ્તા તો બધી માહિતી લઈ લઉં છું અને આની જ માહિતી ના લીધી. ’મેહુલ જોરથી હસી પડ્યો, સૌએ મેહુલ તરફ નજર કરી તો મેહુલ ભોંઠો પડ્યો. ઉભો થઇ બહાર ચાલ્યો ગયો.

જિંકલને બોલાવવામાં આવી, જિંકલે ભરતભાઈને જોયા, તો તેને પણ સદમો લાગ્યો,

“અંકલ તમે?, કોઈ કામ હતું?, મેહુલ ઠીક છે ને?” જિંકલને મેહુલ ન દેખાયો એટલે પૂછ્યું.

“અરે બેટા હું અત્યારે તારી પાસે એ કામથી નથી આવ્યો, અત્યારે મારા મેહુલનું માંગુ લઈ તારા પાપા પાસે આવ્યો છું. ” ભરતભાઈએ કહ્યું.

“શું?, મેહુલ?, ક્યાં છે મેહુલ?” જિંકલે પૂછ્યું.

“બહાર છે, તો શું હું તારા તરફથી હા સમજુ બેટા?” નિલાબેને પૂછ્યું. જિંકલ શરમાઈ ગયી અને રૂમમાં ચાલી ગયી. અહીં મેહુલની ખુશીનો પર ન હતો, પોતાની જાત પર તે કંટ્રોલ ન’હતો કરી શકતો, હેમખેમ કરી સ્વસ્થ થયો અને અંદર આવ્યો.

“બેટા ક્યાં ચાલ્યો ગયો હતો, હમણાં જિંકલ આવી હતી જા અંદર રૂમમાં છે, વાત કરી લે, જે વાત કરવી હોય તે” જિંકલના મમ્મીએ કહ્યું.

મેહુલ શરમાતો શરમાતો અંદર ગયો, રૂમમાં ગયો તો જિંકલ બારણાં તરફ નજર કરી બેઠી હતી, મેહુલને જોઈ જિંકલ કૂદકો મારી બેડથી નીચે ઉતરી, મેહુલને હગ કરી ગયી.

“તો આ છોકરો તને જોવા આવવાનો હતો?” મેહુલે હસતા હસતા પૂછ્યું.

“તું આ જ છોકરીને જોવા જવાનો હતો?” જિંકલે સામો સવાલ કર્યો. બંને હસી પડ્યા,

“તારા મમ્મીએ મને તારી સાથે વાતો કરવા મોકલ્યો છે, બોલ તારે કઈ કહેવું હોય તો. ” મેહુલે પૂછ્યું.

“બેબી આવે તો અંજલી અને બાબો આવે તો રુદ્ર નામ રાખીશું ને?” જિંકલે આંખ મારતા પૂછ્યું. મેહુલે જિંકલનો હાથ પકડ્યો, પોતાના તરફ ખેંચી લીધી અને હોઠ પર એક ચુંબન કર્યું. “મમ્મી-પપ્પા બહાર બેઠા છે. ” જિંકલે મેહુલના ગાલ પર કિસ કરતા કહ્યું.

“હા તો એટલા માટે જ મને અંદર મોકલી દીધો એ લોકો પણ સમજે છે હવે” મેહુલે ફરી એકવાર જિંકલના હોઠ પર હોઠ રાખ્યા.

“યાર તું પહેલો છોકરો હશે જે છોકરીને જોવા આવે છે અને પહેલી મુલાકાતમાં જ કિસ કરે છે. ” જિંકલે મેહુલના વાળમાં હાથ ફેરવતા કહ્યું.

“તું પણ પહેલી જ છોકરી છો ને?” મેહુલે જિંકલના ખોળામાં માથું રાખ્યું.

“શું થયું તારા કેસનું, સોલ્વ થયો કે નહીં?” જિંકલે પૂછ્યું.

“ના, હજી વાર લાગશે, પણ તું મમ્મી-પપ્પાને કહેતી નહિ હું શું કામ કરૂં છું, તેને માત્ર બિઝનેસનું બહાનું બતાવજે. ” મેહુલે કહ્યું.

“ચાલ જઈએ બહાર?” જિંકલે પૂછ્યું. બંને રૂમની બહાર નીકળતા હતા, મેહુલે રૂમનું નિરક્ષણ કર્યું, દીવાલ પર પૂર્વીનો ફોટો હતો અને તેના નામની આગળ સ્વ. લગાવેલું હતું. જિંકલે ઇશારો કર્યો કે આ જ પૂર્વી. જિંકલ બહાર નીકળી અને મેહુલે તે ફોટાનો ફોટો પાડી લીધો. બંનેનો સંબંધ નક્કી કરવામાં આવ્યો, એક અઠવાડિયા પછી લગ્ન હતા. મેહુલે કાવેરીને કૉલ કર્યો.

“બકુ શું થયું હશે?” મેહુલે ઉત્સાહમાં પૂછ્યું.

“કોંગ્રેચ્યુંલેશન બકા, ફોટો તો મોકલ. ” કાવેરીએ કહ્યું. મેહુલ વિચારમાં પડી ગયો, ‘ફોટો કેમ મોકલું?, જિંકલને જોશે તો તેને ખબર પડી જશે, ભલેને ખબર પડે, તેને એક વાર તો જાણ થવી જ જોઈએ ને.. ’મેહુલે વિચારણા કરી ‘મોકલું છું’ તેમ કહી ફોન કટ કરી નાખ્યો.

થોડીવાર પછી કાવેરીનો ફોન આવ્યો,

“આ કોણ છે?”

“જિંકલ, છે ને તારા જેવી જ. ” મેહુલે કહ્યું.

“તું એને ક્યાંથી મળ્યો?, ક્યાં રહે છે તે?” કાવેરીએ ઉતાવળથી પૂછ્યું.

“એ લાંબી વાત છે, પછી કહું તને. ” મેહુલે વાત પૂરી કરી.

***

અહીં મેહુલ અને જિંકલના લગ્ન થાય છે અને ત્યાં કાવેરીના ખૂણામાં રહેલી પૂર્વી જીવતી થાય છે, જિંકલના ફોટાને જોઈને તે રડી પડે છે, જિંકલના ફોટાને ત્રણ-ચાર વાર ચૂમે છે. લગ્ન પછી મેહુલ બિઝનેસના બહાના બતાવી કાવેરીનો સાથ આપે છે, બે વર્ષ બાદ રુદ્રનું પણ આગમન થાય છે, છતાં મેહુલ મનમાં એક વાત ઠાંસીને બેસે છે, કાવેરીને કેવી રીતે એક્સપોઝ કરવી?, કદાચ તે કાવેરીને એક દિવસમાં પકડી પાડે પણ તે આ કરવા માંગતો ન હતો, તેના મગજમાં બીજો જ વિચાર હતો.

એક દિવસ કાવેરી મેહુલને લઈ દુબઇ ગયી હતી ત્યાં એક રેસોર્ટમાં બેસી મેહુલ અને કાવેરી બંને હસી મજાક કરી રહ્યા હતા,

“કાવેરી યાર મારા લગ્નના બે વર્ષ પુરા થઈ ગયા, છતાં તું જિંકલને કેમ નહિ મળવા માંગતી?, આઈ થિંક તારે એક વાર મળવું જોઈએ. ” મેહુલે પૂછ્યું.

“તને ખબર છે જિંકલ કોણ છે?” કાવેરીએ ગંભીર થઈ પૂછ્યું.

“કોણ જિંકલ?, મારી પત્ની. ” મેહુલે કહ્યું.

“જિંકલ મારી નાની બહેન પણ છે. ” કાવેરીએ કહ્યુ.

“શું?, તારી બહેન?” મેહુલે પૂછ્યું

“હા, ચાર વર્ષ પહેલા….. ” કાવેરીએ શરૂઆતથી તેની સાથે બનેલી બધી જ ઘટના મેહુલને કહી, મેહુલ અને કાવેરી સિગરેટ પર સિગરેટ જલાવતાં જતા હતા. કાવેરીએ વાત પૂરી કરી ત્યારે મેહુલે છેલ્લા બે વર્ષથી સાચવેલો ફોટો અને જિંકલની ડાયરી માંથી લીધેલો તથા ફાઇલમાંથી નીકળેલો ફોટો બતાવ્યો અને કહ્યું “મને ખબર છે બકુ, તું તેની બહેન છો પણ હું તારા કહેવાની રાહ જોઈ રહ્યો હતો. ”

કાવેરી મેહુલને તાંકતી રહી, ત્રણ વર્ષથી જે છોકરો તેની સાથે હતો તેને કાવેરીના ભૂતકાળની ખબર હતી અને છતાં તે કાવેરીને કહેતો ન’હતો, વાત જાણવા જેવી હતી.

“તને ખબર હતી તો તું કેમ કહેતો નથી?” કાવેરીએ પૂછ્યું.

“કાવેરી તું જે રસ્તે ચાલે છો ને તે રસ્તો સારો નથી, કાંટાઓની વચ્ચે પગ મૂકીને તું આગળ વધે છો એક દિવસ આ જ કાંટા તને ચુભશે. ” મેહુલે કાવેરીને સમજાવવાનું શરૂ કર્યું. “એકવાર તો વિચાર તારા મમ્મી-પપ્પા અને જિંકલ જ્યારે તારા ફોટા પર હાર જોતા હશે ત્યારે તેઓને કેટલું દુઃખ થતું હશે?, પેલા મિહિરે એક વાર આવું કર્યું ત્યાં તે બદલો લઈ લીધો હવે વિચાર તારી ફેમેલી તારા માટે તો ખરાબ નહિ વિચારતા હોય ને?, તો આ મિહિરની ભૂલની સજા આ લોકોને શા માટે આપે છો?”

મેહુલે વાત પૂરી કરી ત્યાં કાવેરીની આંખમાંથી આંસુઓ

ની નદીઓ વહેવા લાગી. તેની પાસે આ વાતતો કોઈ જ જવાબ ન હતો, છતાં હિંમત કરી તેણે બોલવાની કોશિશ કરી “અને ત્યારે આ સમાજ મારી ફેમિલીને મારા પર થયેલા રેપની વાતો સંભળાવેંત ત્યારે?, ત્યારે જીવતા જ હું તેને મારી નાખેત ને?”

મેહુલ આગળ કંઈ બોલી ના શક્યો, કાવેરીએ વાત શરૂ રાખી, “તને ખબર છે મિહિર પછી પહેલીવાર મને તારા માટે એ લાગણી જન્મી હતી, નહિતર તું સાચું જ કહેતો હતો, મારા માટે બધું જ એક રાતની જ વાત છે, હવે તું પણ મને નહિ મળી શક્યો બોલ મારે શું સમજવું?”

મેહુલ પર એક પછી એક પ્રશ્નોના વાર થતા હતા. તે કઈ જ સમજી ના શક્યો “તને સાગર પ્રેમ કરે છે. ” મેહુલે ધીમેથી કહ્યું.

“તો પ્રેમ તો મિહિર પણ કરતો, સાગર પણ તેવો નીકળ્યો તો?” કાવેરીએ પૂછ્યું.

“અને હું પણ તેવો જ નીકળ્યો હોત તો?” મેહુલે પૂછ્યું.

મેહુલના સવાલે કાવેરીને ઘણુંબધું સમજાવી દીધું હતું. પ્રેમમાં વિશ્વાસ પહેલો હોય છે. કાવેરી હવે પીઘળવા લાગી. મેહુલે ઘણું બધું સમજાવ્યું અને અંતે કાવેરીએ એક મહિના પછી જિંકલને મળવાનું વચન આપ્યું.

મેહુલે ભરતભાઈને ફોન કર્યો અને એક મહિના પછી, હંમેશા માટે અમદાવાદ આવી જવાનું છે તેમ કહ્યું.

(ક્રમશઃ)

શું કાવેરી ફરી પૂર્વી બની શકશે?, કાવેરીને ખબર નહિ કે મેહુલ CID ઓફિસર છે, જ્યારે ખબર પડશે ત્યારે શું થશે?, હવે નવું કોઈ સસ્પેન્સ કે ?...... આગળ વાંચતા રહો, મજા આવશે.