Microsoft no Pran Bill Gates in Gujarati Motivational Stories by Kandarp Patel books and stories PDF | Bill Gates

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

Bill Gates

‘માઈક્રોસોફ્ટ’નો પ્રાણ

બિલ ગેટ્‌સ

-ઃ લેખક :-

કંદર્પ પટેલ

patel.kandarp555@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

બિલ ગેટ્‌સ

‘માઈક્રોસોફ્ટ’નો પ્રાણ

“જો તમે તમારા પ્રતિસ્પર્ધીને હરાવી નથી શકતા, તો તેને ખરીદી લો.”

- બિલ ગેટ્‌સ

વિલિયમ હેન્રી ગેટ્‌સ ૩ ઼ ‘બિલ ગેટ્‌સ’. આ વ્યક્તિના નામ, કામ, દામ અને ઠામ વિષે લગભગ દરેકને જાણ હશે જ...! પરંતુ, અમુક કુછ અનકહી સી-કુછ અનસુની સી બાતે... જે કદાચ આ વ્યક્તિને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરી શકે. ફોર્બ્સ મેગેઝિનમાં સતત ૨૧ વર્ષમાંથી ૧૬ વર્ષ સુધી ‘ટોપ નોચ’ તરીકે નામના મેળવનાર વ્યક્તિ એટલે બિલ ગેટ્‌સ. વિશ્વના દરેકને તેની સંપત્તિ, નામના અને બિઝનેસ ટાયકુન તરીકેની છબીની બ-ખૂબી જાણ હોય જ, પરંતુ એ સ્થાન સુધી પહોચવાની તેમની જર્ની જાણવામાં વધુ રસ પડશે.

હોલ્ડ ધ બ્રેથ, લેટ્‌સ રાઈડ

વિથ રોલર-કોસ્ટર લાઈફ ઓફ

‘બિલ ગેટ્‌સ’

બાળ - ‘બિલ’ :-

૧૩ વર્ષની ઉંમરે શાળાના મધર ક્લબ દ્વારા ફાજલ સમાનના વેચાણ દ્વારા મળેલી રકમનો ઉપયોગ શાળાના વિદ્યાર્થીઓ માટે છજીઇ-૩૩ ટેલીટાઈપ કમ્પ્યુટર લેવાનો નિર્ણય કર્યો. ખુબ જ મોટા કદના હોવાથી શાળા માટે ખરીદવાની દ્રષ્ટીએ જરાયે સસ્તા નહોતા. તે સમય એ બિલ અનેક કલાકો કમ્પ્યુટર લેબમાં પસાર કરવા લાગ્યા. કમ્પ્યુટરની એવી તીવ્ર લાગણી લાગી ચુકી હતી કે તેના લીધે તેઓ અન્ય વિષયોના વર્ગો પણ છોડવા લાગ્યા. પોતાનું હોમવર્ક પણ સમયસર કરતા નહોતા. બિલ એ અન્ય ત્રણ મિત્રો પોલ એલન, રિક વિલેન્ડ અને કેન્ટ એવાન્સ સાથે મળીને ડીજીટલ ઈક્વિપમેન્ટ કોર્પોરેશન, ડીઈસી પ્રોગ્રામ્ડ ડેટા પ્રોસેસર, પીડીપી અને મીનીકમ્પ્યુટર જેવી પદ્ધતિમાં સમય ફાળવવાની શરૂઆત કરી. ૧૯૬૮ના અંતમાં તેમને તેમના મિત્રો સાથે મળીને એક સંગઠનની રચના કરી અને નિશ્ચય કર્યો કે તેઓ પોતાની ક્ષમતાનો ઉપયોગ વાસ્તવિક દુનિયાના બદલાવ માટે કરશે. ૭ વર્ષ પછી ‘માઈક્રોસોફ્ટ’નો મજબુત પાયો નંખાવાનો હતો.

માઈક્રોસોફ્ટ - ‘ટેક્નો’ એરા (૧૯૭૫) :-

ડિસેમ્બર ૧૯૭૪ના દિવસો. પોલ એલન રસ્તા પર કેટલીક પત્રિકાઓ પર નજર દોડાવતા જતા હતા. ત્યાં તેમને એવું કંઈક જોયું કે જેને માત્ર તેની જ નહિ પરંતુ બિલ ગેટ્‌સની જિંદગી બદલી નાખી. પત્રિકાનું શીર્ષક હતું, “પોપ્યુલર ઈલેક્ટ્રોનીક્સ : વર્લ્ડઝ ફર્સ્ટ માઈક્રોકમ્પ્યુટર કીટ ટુ રાઈવલ કોમર્શિયલ મોડેલ્સ” અને તેની નીચે અલ્ટેઈર ૮૮૦૦નું ચિત્ર પણ બનેલું હતું. બસ, નક્કી થઈ ચુક્યું હતું કે ઘરેલું કમ્પ્યુટરનું માર્કેટ ખુબ તેજીથી વિકસનારૂ માર્કેટ બનશે. તેના માટે કોઈકને તો સોફ્ટવેર બનાવવું જ પડશે. રાહ મળી ગઈ અને મંજિલની તલાશમાં બંને ખોવાઈ ગયા.

અલ્ટેઈરના નિર્માતા સ્ૈં્‌જી સાથે સંપર્ક કર્યો અને તેમને સૂચવ્યું કે તેઓએ એલન સાથે મળીને ‘બેઝિક’ (મ્છજીૈંઝ્ર) - મ્ીખ્તૈહહીિ’જ છન્ન્-ેિર્જી જીઅદ્બર્હ્વઙ્મૈષ્ઠ ૈંહજિંેષ્ઠર્ૈંહ ર્ઝ્રઙ્ઘી નું નિર્માણ કર્યું છે જેનો અલ્ટેઈર પર ઉપયોગ કરી શકાય છે. જે એકદમ ખોટું હતું, તેમને કોડિંગની એકપણ લાઈન નહોતી લખી. એમની પાસે કોઈ અલ્ટેઈર નહોતું, કે કમ્પ્યુટર પર ચાલે એવી ચીપ (ઈન્ટીગ્રેટેડ સર્કિટ) નહોતી. પરંતુ, સ્ૈં્‌જીને એની જાણ નહોતી. તેથી તેમને બિલ અને એલન સાથે કરાર મંજૂર કર્યો. કોડિંગનો અધિકાંશ ભાગ બિલ પર હતો. ૮ મહિના પછી તેમણે સ્ૈં્‌જી પાસે જીને અલ્ટેઈર સાથે પ્રયોગ કર્યો અને પહેલા જ પ્રયોગમાં સફળતા હાથ લાગી. બિલને વિશ્વાસ આવી ચુક્યો હતો કે સોફ્ટવેરનું માર્કેટ હવે ખુલી ચુક્યું છું. આ સફળતા પછી બિલ ગેટ્‌ઝ અને પોલ એલનએ સાથે મળીને ‘માઈક્રોસોફ્ટ’ની રચના કરી. તેમને આ નામ ‘માઈક્રો’કમ્પ્યુટર અને ‘સોફ્ટ’વેરના સંયોગથી પસંદ કર્યું હતું.

પાર્ટનર આઈ.બી.એમ

પ્રગતિની પ્રથમ સીડી

૧૯૮૦માં આઈ.બી.એમ. એ માઈક્રોસોફ્ટ પાસેથી પોતાના આગામી પર્સનલ કમ્પ્યુટર માટે ‘બેઝિક’ ઈન્ટરપ્રિટર માટે સંપર્ક સાધ્યો હતો. જ્યારે આઈબીએમના પ્રતિનિધીએ જણાવ્યું કે તેમને ઓપરેટિંગ સિસ્ટમની જરૂરીયાત છે ત્યારે ગેટ્‌સે તેમને વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી સી.પી.એમ. ઓપરેટિંગ સિસ્ટમ ડિજીટલ રિસર્ચનો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું. આઈબીએમની ડિજિટલ રીસર્ચ સાથેની મંત્રણા નિષ્ફળ નીવડી અને તેઓ પરવાનગી કરાર સુધી પંહોચી ન શક્યાં. આઈબીએમના પ્રતિનિધી ટેક સેમ્સ એ ત્યારબાદ ગોઠવેલી ગેટ્‌સ સાથેની મૂલાકાતમાં પરવાનગીને લગતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો અને તેમને સ્વીકૃત ઓપરેટિંગ સિસ્ટમ મેળવવા માટે જણાવ્યું. થોડા સપ્તાહો બાદ ગેટ્‌સે સી.પી.એમ. જેવી ૮૬-ડોસ (ર્ડ્ઢંજી) નામની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે પી.સી સમાન હાર્ડવેર બનાવનાર સિએટલ કોમ્પ્યુટર પ્રોડક્ટ્‌સ (એસસીપી) ના ટિમ પિટરસન સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. માઈક્રોસોફ્ટે લાઈસન્સ એજન્ટ બનવા માટે એસસીપી સમક્ષ કરાર કર્યો અને ત્યારબાદ ૮૬-ડોસની સંપૂર્ણ માલિકી મેળવી. પી.સી ની ઓપરેટિંગ સિસ્ટમને બંધબેસતી કરીને માઈક્રોસોફ્ટે અમુક ડોલર ફીના વિનિમય પેટે તે સિસ્ટમ આઈ.બી.એમ.ને ૈંમ્સ્ (ઁઝ્રસ્-ર્ડ્ઢંજી) તરીકે આપી. ગેટ્‌સે આઈ.બી.એમ.ને આગ્રહ કર્યો હતો કે તેઓ આ ઓપરેટિંગ સિસ્ટમ પર કોપિરાઈટ રાખશે કારણ કે તેઓ માનતાં હતાં કે અન્ય હાર્ડવેર વિતરકો આઈ.બી.એમ.ની આ સિસ્ટમની નકલ કરી શકે છે. ત્યારબાદ માઈક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટીંગ સિસ્ટમ સૌ પ્રથમ માઈક્રોસોફ્ટ કમ્પ્યુટર ઉદ્યોગમાં નાની વ્યાપારી મટીને એક પ્રમુખ સોફ્ટવેર નિર્માતા બની.

આજે માઈક્રોસોફ્ટ પાસે હજારો પેટન્ટ છે, જેમાંની ૯ પેટન્ટ બિલ ના નામે છે.

ઓલ-રાઉન્ડર ‘બિલ’

બિલ ગેટ્‌સ માત્ર કમ્પ્યુટર સોફ્ટવેર ક્ષેત્રે જ નિપુણ હતા, તેવું નથી. તેઓ તેમના જીવનમાં દરેક તબક્કે સફળ રહ્યા છે. લેટ્‌સ હેવ અ લૂક ઓન ‘ઓલરાઉન્ડર પરફોર્મન્સ’ ઓફ બિલ.

‘ડીજીટલ’ બિલ : તેમના કાર્યાલયમાં ૩ સ્ક્રીન છે. તેમાં લગભગ કોઈ વધારે કાગળ હોતા નથી. એક ડેસ્કટોપ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેમના જમણા હાથ પાસે ઈ-મેઈલ્સનું લીસ્ટ હોય છે અને ડાબા હાથ પાસે બ્રાઉઝર હોય છે. રોજના તેમને ૪૦ લાખ જેટલા ઈ-મેઈલ્સ આવે છે. જેમાંથી મેઈલ્સ અલગ કરીને બિલ પાસે મોકલવામાં આવે છે જેથી તેઓ કંપનીના પ્રશંસક અને નિવેદનકર્તાને જાણી શકે. ઓનલાઈન કેલેન્ડર, ઈ-મેઈલ્સ, શેર પોઈન્ટ, ડેસ્કટોપ સર્ચ, ઓનલાઈન ન્યુઝનો ઉપયોગ કરીને ડિજીટલ બનવામાં બિલ ને કોઈ ન પહોચે. કોઈ પણ મીટીંગ માં જતા વખતે મહત્વપૂર્ણ બાબતોને નોંધવા પોતાની સાથે ટેબ્લેટ રાખે છે. તેઓ ‘વન નોટ’ નામથી સોફ્ટવેર રાખે છે, જેનાથી તેઓ પોતાની બધી જ નોટ્‌સને ડિજીટલ સ્વરૂપે જોઈ શકે છે.

દૂરંદેશી નિબંધકાર : બિલ ગેટ્‌સ એ કમ્પ્યુટિંગ બિઝનેસમાં પોતાના સિદ્ધાંતો, પૂર્વ સૂચનાઓ અને સ્વપ્ન પર આધારિત અનેક લેખોનું પ્રકાશન કર્યું છે. પોતાના લેખોમાં સમસામયિક વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને માઈક્રોસોફ્ટની યોજનાઓનું વિવેચન કર્યું છે. પ્રિન્ટ મીડિયાની પ્રમુખ મેગેઝિન ઼ ન્યુઝપેપર જેવા કે ‘બિઝનેસ વિક’, ‘ન્યુઝ વિક’, ‘યુ.એસ.એ. ટુડે’, ‘ધ ઈકોનોમિસ્ટ’ અને ‘ટાઈમ્સ’એ તેમના લેખો પ્રકાશિત કર્યા છે. ઉપરાંત, ‘વોશિંગ્ટન પોસ્ટ’, ‘ઈન્ફોર્મેશન વિક’, ‘ઝ્રદ્ગઈ્‌ ન્યુઝ’, ‘ધ વોલ સ્ટ્રીટ જનરલ’, ‘ધ ન્યુયોર્ક ટાઈમ્સ’, ‘ૈંઈઈઈ’, ‘ેંજીછ ટુડે’ માં પણ પ્રકાશિત થયા છે.

ડાયરી રાઈટર : ૧૯૯૭માં તેઓ પોતાની રોજનીશી લખતા. ૩૬૫ રોજનીશીનું સંકલન છે, જે બિલ ગેટ્‌સના દૈનિક વિચારો અને તેમના પત્રવ્યવહારના ઉદ્દેશ્યને અભિવ્યક્ત કરે છે. તેમની ડાયરીમાં પ્રતિસ્પર્ધીની તુલનાએ પોતાની શ્રેષ્ઠતા અને બિઝનેસને લક્ષીને વધુ વાતો લખેલ છે. આ ડાયરીમાં તેમની વધતી સંપત્તિનું વિવરણ, પ્રસંશકો દ્વારા મેળવેલ ઈ-મેઈલ્સનો વ્યવહાર, ‘ટોપ-૧૦’ની અનેક સુચીઓ અને પોતાની પત્ની અને પ્રેમિકા મેલિંડા માટે કાવ્ય-રચનાઓનો પણ સમાવેશ થાય છે. ૨૭૨ પેજની આ ડાયરી તેમના દ્વારા ચલાવવામાં આવતી વેબસાઈટ પર આધારિત છે. જેમ જેમ પેજ ફરતા જાય છે તેમ ડાયરી વધુ ને વધુ રૂચિકર તેમજ પરિહાસપૂર્ણ લાગે છે.

સહજ સ્વભાવ અને આકર્ષક વ્યક્તિત્વ : આશાવાદી, પ્રગતિશીલ અને ઉદ્યમી બિલ ગેટ્‌સ દરેક સાથે પ્રેમપૂર્ણ અને મિત્રતાપૂર્ણ વ્યવહાર કરે છે. તેમનો સ્વભાવ એકદમ શાંત છે જે તેમને અન્ય પ્રતિદ્વંદીઓથી તેમને અલગ અને આગળના સ્થાન પર લઈ જાય છે. છતાં તેઓ જલ્દીથી ખોટું લગાવે છે. તેમની પ્રકૃતિ સંઘર્ષપૂર્‌વક મહેનત કરીને આગળ આવવાની છે. તેમનું એવું માનવું છે કે, ‘કાર્ય પહેલા કરો અને પ્રશ્નો પછી પૂછો.’ ક્યારેક તેઓ પોતે પોતાની જ ઉપેક્ષા કરે છે. જયારે તેઓ ટેનિસ રમે છે ત્યારે તેઓ હંમેશા શાંત અને ખુબ જ સારા મૂડમાં જોવા મળે છે.

રોકસ્ટાર - બિલ ગેટ્‌સ : બિલનો એક ખુબ ઓછો જાણીતો ગુણ છે, સંગીતમાં તેમની રૂચિ. તેમને થોડો સમય માટે સંગીતના ક્ષેત્રમાં પણ થોડા સમય માટે કામ કર્યું હતું. એક વખત એવું બન્યું કે, તેઓએ એક સ્થાનિક બારમાં જીને ગાવાનું શરૂ કરી દીધું. તેનાથી જીન સિમોન્સ આકષ્ર્િાત થયા અને તરત જ એક ગીત રેકોર્ડ કરવાની વ્યવસ્થા કરી આપી. તેનાથી ઉત્સાહિત બિલ એ વાંસળી વાદક લિનસ ટોરવાલ્ડને નિયુક્ત કર્યા અને પોતાના બેન્ડને ‘મેટાલીસોફ્ટ’ નામ આપ્યું. બિલ ગેટ્‌સ એ બીજો આલ્બમ ‘માસ્ટર ઓફ વાયર્સસેજ’ લખ્યું અને રેકોર્ડ પણ કર્યું. ત્યાર બાદ તરત જ ‘એસ્કેપ કી’ અને ‘વિન્ડોઝ : વોલ્યુમ ફોર’ લોન્ચ કર્યા. પાંચમો આલ્બમ ‘ફક મેક’ ખુબ જ નિષ્ફળ નીવડયો અને તે સમયે અન્ય બેન્ડ પ્રખ્યાત થતા ગયા. એ પછી બિલ ગેટ્‌સ એ કાયમ માટે સંગીત જીવનમાંથી વિદાય લીધી.

ડિજીટલ યુગના શિલ્પી

‘બિલ ગેટ્‌સ’

બિલ ગેટ્‌સ હાર્વર્‌ડ યુનિવર્સિટીના ‘ડરોપ આઉટ’ સ્ટુડન્ટ હતા. છતાં, આપબળે એવું વિશ્વ રચીને ઉભું કરી દીધું કે ૨૦૦૭ના પદવીદાન સમારોહમાં બિલ ગેટ્‌સને મુખ્ય અતિથી તરીકે બોલાવવામાં આવ્યા. તેમના એ શબ્દો ખરેખર લાજવાબ અને પ્રેરણાદાયી હતા.

તેમની સ્પીચના કેટલાક અંશોઃ

જૂન ૭, ૨૦૦૭

(હાર્વર્‌ડ યુનિવર્સિટી)

“...છેલ્લા ૩૦ કરતા વધુ વર્ષથી હું કહેવા માંગતો હતો, ‘ડેડ, હું તમને હંમેશા કહેતો હતો કે હું પાછો આવીશ અને મારી ડીગ્રી મેળવીને રહીશ.’’

હું હાર્વર્‌ડનો અભાર વ્યક્ત કરવા માંગું છું, કારણ કે તેમને મને સમયાનુસાર ડિગ્રી આપી છે. જેથી આવનારા સમયમાં હું મારી જોબ ફેરવીશ અને મારા રિઝયુમમાં મારી સ્નાતકની ડિગ્રી ઉમેરીશ. હું ખુશ છું કારણ કે, ક્રિમસને હમણાં જ મને ‘હાર્વર્‌ડનો સૌથી સફળ ડરોપ આઉટ’ કહ્યો.

મુદ્દા પર કહું તો, જયારે હાર્વર્‌ડમાં કોઈ નવી ફેકલ્ટીની જયારે પસંદગી કરવામાં આવે છે, અવોર્ડ આપાય છે, વાષ્ર્િાક અહેવાલો અપાય છે, ડિગ્રી જોવાય છે... પરંતુ ક્યારેક પોતાને પૂછી જુઓ :

૧) શું હાર્વર્‌ડના ફળદ્રુપ મગજ આપણી મોટામાં મોટી સમસ્યાઓનો સામનો કરવા સક્ષમ છે?

૨) શું હાર્વર્‌ડની ફેકલ્ટી વિશ્વની અસમાનતાઓને સ્વીકારી શકે છે?

૩) શું હાર્વર્‌ડના સ્ટુડન્ટને વૈશ્વિક ગરીબીની ઊંંડી સમજ... વૈશ્વિક ભૂખમરો... શુદ્ધ પાણીની સમસ્યાઓ... શાળામાંથી છોકરીઓનો નિકાલ....માંદગીને કારણે મારતા લોકો... વિષે ખ્યાલ છે ખરો?

આ માત્ર લોકો પર પ્રભાવ પાડવા પુછેલા પ્રશ્નો નથી, તેનો જવાબ તમારે તમારી નમ્ર કાર્યપદ્ધતિથી આપવાનો છે.

તમે દરેક જયારે હાર્વર્‌ડ છોડશો ત્યારે દરેકની સામે વૈશ્વિક અસમાનતાઓ આવશે, જે અમારા સમયે નહોતી. તમારી પાસે એ દરેક છે, જે આજથી ૩૦ વર્ષ પહેલા અમારી પાસે નહોતું. તમે ઝડપી શરૂઆત કરી શકો છો અને લાંબા સમય સુધી ટકાવી શકો છો.

મને આશા છે કે તમે પોતાને સમજ્યા હશો, માત્ર પોતાની જરૂરિયાતોને નહિ. આવનારા વર્ષોમાં તમે વિશ્વની અસમાનતાઓ સામે કેવી રીતે ટકી રહો છો, કઈ રીતે વિશ્વના લોકો સાથે રહો છો એ મહત્વનું છે. વિશ્વ અને તમારા વચ્ચે કઈ સમાન નથી, પરંતુ જે છે તે માનવતા છે.”

ધ બિલ શ્ મેલિંડા ગેટ્‌સ ફાઉન્ડેશન

આ લોકહિતેચ્છી ફાઉન્ડેશનની સ્થાપના ઈ.સ. ૨૦૦૦મા વૈશ્વિક ધોરણે રહેલી અસમાનતાઓ અને લોકોના જીવનમાં સુધાર કરવા માટે કાર્ય કરવાનું શરૂ કર્યું, કારણ કે તેઓ માને છે કે દરેકનું જીવન સમાનરૂપે મહત્વપૂર્ણ છે. તેમના કેટલાક સિદ્ધાંતો છે, જેને વળગીને તેઓ કાર્ય કરે છે. પોતાની ૯૦% સંપત્તિનો ઉપયોગ બિલ ગેટ્‌સ તેમના આ ફાઉન્ડેશન માટે ખર્ચે છે.

આ સંગઠન અનુદાન આપવા માટે અમુક ક્ષેત્રોમાં જ પોતાની શક્તિને કેન્દ્‌રિત કરે છે, જેથી સર્વોત્તમ રીતને શીખી સકાય, સમજી શકાય. જેનાથી અભાવગ્રસ્ત લોકોને અધિકતમ લાભ મળી શકે અને વધુમાં વધુ લોકોને તેનો ફાયદો મળી રહે.

સંગઠનની વિશ્વવ્યાપી સ્વાસ્થ્ય યોજના એવા રોગ અને સ્વાસ્થ્ય પર ભાર મુકે છે જેનાથી બીમારી ફેલાય છે અને લોકોની મૃત્યુ થાય છે. તેમાં ટી.બી. અને મેલેરિયા જેનું વિકસિત દેશોમાં અસ્તિત્વ નથી પરંતુ વિકાસશીલ દેશોમાં આ રોગથી લાખો લોકો મૃત્યુ પામે છે તેના પર ધ્યાન દેવામાં આવે છે. જે વિશેષરૂપથી ગરીબ દેશોમાં ૫૦ લાખ નવા લોકોની પ્રતિવર્ષ સેવા કરી રહ્યું છે.

આ સંગઠન લોકોના જીવન સુધારવા માટે વિજ્જ્ઞાન અને ઔદ્યોગ્િાક શક્તિના વિકાસમાં પણ વિશ્વાસ રાખે છે. તે અભાવગ્રસ્ત લોકોની સમસ્યાના સમાધાન માટે વિજ્જ્ઞાનના ઉપયોગની કોશિશ કરે છે.

ભારત અને બિલ ગેટ્‌સ

બિલ ગેટ્‌સ દ્વારા ભારતને અનુદાન સ્વરૂપ મળતી ધનરાશીની દરેકને જાણ હતી, પરંતુ ‘ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન’ અને ‘ઓપન સોર્સ સોફ્ટવેર’ પછીથી તેમનો પ્રભાવ પડયો.

ભારતમાં ‘એજ્યુકેશન એક્ટેડ ટ્રેનિંગ પ્રોગ્રામ’ માટે ૨ કરોડ ડોલરનું અનુદાન આપ્યું, જેમાં ૮૦૦૦૦ શિક્ષકો અને ૩૫ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની મહત્વાકાંક્ષી યોજના સમર્પિત કરી.

આંધ્રપ્રદેશના દક્ષિણી ક્ષેત્રમાં બાળકોને હિપેટાઈટીસ બી. (પોલિયો) માટે પાંચ વર્ષોના સમયમાં ૨.૫ કરોડ ડોલરનું અનુદાન આપ્યું.

એઈડસ માટે ૧૦ કરોડ ડોલરનું અનુદાન આપવાની જાહેરાત કરી.

એમ.આઈ.ટી. ના મીડિયા લેબ એશિયા પ્રોજેક્ટ માટે ૧૦ લાખ ડોલર આપવાની ઘોષણા કરી.

જયારે પત્રકારોએ બિલ ગેટ્‌સને પૂછ્‌યું કે શું એમનું સમાજસેવાનું કાર્ય તેમની કંપની ‘માઈક્રોસોફ્ટ’ સાથે જોડાયેલું છે? ત્યારે તેમને જવાબ આપીને સ્પષ્ટ કર્યું કે ‘માઈક્રોસોફ્ટ’ એ ‘બિલ શ્ મેલિંડા ગેટ્‌સ ફાઉન્ડેશન’થી એક અલગ જ સ્વતંત્ર સંસ્થા છે.

એક વખત બિલ ગેટ્‌સને પૂછવામાં આવ્યું, “ભવિષ્યમાં તેઓ લોકો દ્વારા ક્યાં પ્રકારે યાદ થવાનું પસંદ કરશે?”

તેમણે નિખાલસપણે કહ્યું કે, “આ જ એ સ્થાન છે જે નિયંત્રણમાં નથી અને તેઓ અનુભવે છે કે આ વિષયમાં તેમની કોઈ કલ્પના નથી.”

તેમનું સ્વપ્ન ઉચ્ચ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરીને સંસારને તે જ પાછું સમર્પિત કરવાનું છે.

“જો તમે ચુપચાપ બેસશો તો તમારી પાસે જે કંઈ પણ છે, તેની કિંમત ખુબ ઝડપથી શૂન્ય થઈ જાય છે.”

- બિલ ગેટ્‌સ

કેટલીક મહત્વની વેબસાઈટ

બિલ ગેટ્સની રોજનીશી માટે અને તેમના બ્લોગ માટે :- http://www.gatesnotes.com/

બિલ શ્ મેલિંડા ગેટ્‌સ ફાઉન્ડેશન માટે :- http://www.gatesfoundation.org/

્‌ઈડ્ઢ સ્પિકર બિલ ગેટ્‌સને સાંભળવા :- https://www.ted.com/speakers/bill_gates