The Author yashvant shah Follow Current Read જાપાનીઝ કાવ્યસંગ્રહ - હાઇકુ . By yashvant shah Gujarati Poems Share Facebook Twitter Whatsapp Featured Books Shadow That Wears Your Face “Shadow That Wears Your Face” Chapter 1 — The Phone Under... Discover All Cat Breeds in the World – Detailed Information, History, Traits Pictures Get information on All the Cat Breeds in the world. Discover... Chasing butterflies …….4 Chasing butterflies ……. (A spicy hot romantic and suspense t... One Letter a Day One Letter a DayArthur Penhaligon, at seventy-eight, lived... Conflict of Emotions - 14 Conflict of Emotions (The emotional conflict of a girl towar... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share જાપાનીઝ કાવ્યસંગ્રહ - હાઇકુ . (4.9k) 1.5k 6.3k 3 ૧. ઈશ્વર શોધે જગતમાં બધે જ માનવી ક્યાં છે ? ૨. બને ઇશ્વર શ્રદ્ધા-ભક્તિ ભાવથી પાષાણમૂર્તિ. ૦ (તાન્કુ) વિજ્ઞાન વડે શોધી રહ્યો માનવી ઈશ્વર ક્યાં છે ? જેમ વીજળી દિવે શોધાય ચંદ્ર ? ૩. થાય છે કદી સબંધ – ચણતર સ્વાર્થની ઈંટે! ૪. છે આશા એજ બનું હું તુજ સાથી જીવનભર. ૫. અક્ષર અઢી પણ ટકાવી છે કઠીન –‘દોસ્તી’. ૬. સુખ-દુઃખમાં રહે સદા જે સાથ એ જ તો મિત્ર ! ૭. લાગણીઓનું વ્યાપાર કેન્દ્ર એ જ શું છે સંબંધ ? ૮. હું કે તું નથી આપણા-સબંધમાં આપણે છીએ. ૯. સગા સ્વાર્થના સાથ આપે ક્યાં સુધી રૂપિયા જતાં ? ૧૦. અક્ષર અઢી એકબીજાના વેરી લગ્ન ને પ્રેમ! ૧૧. હસે છે શમા, પતંગા ના મિલને કે બલીદાને ? ૧૨.. રડે છે શમા પતંગા–બલીદાને જીવનભર. ૧૩. અમર કોણ શમા કે પરવાના પ્રેમ જગતે ? ૧૪. આકાશે ડુબે તે ‘સૂર્ય ને’આંખમાં આથમે તે શું? ૧૫. પ્રેમ બાગમાં હોય નીત વસંત કે પાનખર ? ૧૬. પ્રેમ સાગર છે તું પાસ; છીપાઇ ન મારી પ્યાસ. ૧૭. ચાહે છે કોણ નવલખ ધરાને સૂર્ય કે ચંદ્ર ? ૧૮. ખીલતી કળી ખરી પડી ઓચીંતી રડે કંટકો! ૧૯. રડે છે વૃક્ષો વરસાદ જતાં જ પર્ણ ચક્ષુથી. ૨૦. તાકે આકાશ તારા વડે ધરાએ સૂર્ય શોધવા. ૨૧. મથે છે સૂર્ય રજની ને શોધવા દિવસભર. ૨૨. ભરશે ચોકી ધરાની; રાત્રે ચંદ્ર દિવસે સૂર્ય. ૨૩. પામવા મથે પૃથ્વીને રાખે ચંદ્ર દિવસે સૂર્ય. ૨૪. દિલ-સાગર માહે વહે ઉલટી આંખ-સરીતા. ૨૫. રડયૂં બાળક સંસાર દુઃખ જોઇ જન્મતાંવેત્. ૨૬. પૈસો બન્યો, શું સૂખ-કલ્પવૃક્ષ કે દુઃખ બ્લોટીંગ ? ૨૭. વિશ્વ વધે છે વિકાશે કે વિનાશે વિજ્ઞાન વડે ! ૨૮. વિજ્ઞાન વડે શોધે માનવી આજ ઇશ્વર ક્યાં છે ? ૨૯. મૃત્યુ ને કાજ આ પૃથ્વી પર આજ જીવે છે લોકો . ૩૦. આવી ચૂટ્ણી ખેલાશે લખેલ ફરી ખુરશી માટે. ૩૧. રડશે ખુદ ફિલ્મ જોઇ ગાંધી કે લોકશાહીને ? ૩૨. રડે છે સત્ય અહિંસાની જ હિંસા જોઇ(ગાંધી) દેશમાં. ૩૩. કરી શકશે કોઇ કદિ પ્રગતિ આ અનામતે? ૩૪. ચૂટણી બની ખેલ ખુરશી માટે લોકશાહીમાં . ૩૫. રડશે ગાંધી ફિલ્મ જોઇને ગાંધી સ્વર્ગલોકમાં! ૩૬. જીવી રહ્યો છું હું આ પૃથ્વી પર તે મૃત્યુને કાજ. ૩૭. હસે ગાંધીજી ફિલ્મ જોઇ ગાંધી સ્વર્ગલોકમાં. ૩૮. મૃત્યું શું હશે જીવન ની ભેટ કે અંતિમ ધ્યેય? ૩૯. ચહેરા સર્વ માનવીના, દર્પણ જેવાં હોત તો? ૪૦. અધીકારની સાથે જ જન્મ થયો શું ધિક્કારનો ? ૪૧. ફરે ચહેરા એનાં એજ દર્પણે વ્યક્તિ વ્યક્તિએ . ૪૨. જન્મે માણસ સત્ય-પ્રેમ ભાવે જ બને માનવી. ૪૩. મહાન કોણ વિજ્ઞાન કે ઈશ્વર વિશ્વમાં આજ? ૪૪. મોટુ ન કોઇ ઇશ્વર કે વિજ્ઞાન મોટી છે શ્રધ્ધા. ૪૫. ભારત મટે હતા-જીવનપ્રકાશ જયપ્રકાશ . ૪૬. માણસ રહ્યો દિલ તથા મન વચ્ચે સંર્ઘષમય . ૪૭. જીતે છે કોણ માણસ-જીવનમાં દિલ કે મન? ૪૯. મરે છે ક્ષણો ઘડીયાળના કાટે મારા વિશ્વમાં. ૪૮. ગોડસેનની ગોળી પડઘાય છે ગાંધી ખામોશ. ૫૦. વાહ વાહ જે દુનિયાની, મૃત્યુ બાદ તે હવા હવા. ૫૧. રે ઘડિયાળ તારા બે કાટે ચાલે સમગ્ર વિશ્વ! ૫૨. તેરે બિન ‘મે’ મેરે બિન ‘તું’ બિન પંખ કે પંછી ! ૫૩. કરે છે કદી સંસ્કારોનું સીંચન આ મહાશાળા ? ૫૪. પ્રેમ સાગરે શોધવાં ન જ પડે અશ્રુનાં મોતી. ૫૫. રે ઘડીયાળ તારાં બે કાંટે ચાલે સમગ્ર વિશ્વ ! ૫૬. ચલાવો કેસ ચોરાયા છે દિવસો મારી જીંદગીના ૫૭. સર્વ સંતાપ હરનારી આ સાલ હો મુબારક ! ૫૮. શંકા તણખે લાગી આગ અને જલી ગયા બે દિલ ૫૯. લપસ્યો પગ પ્રેમ તણા કણકે પામ્યો નામોશી ૬૦. પ્રેમ વાદળી વર્ષી અનરાધાર તોય હું કોરો ૬૧. તરસ્યો નથી ડૂબવાને દોડું છુ નદી તરફ ૬૨. જીંદગી ઓઢે તે વસ્ત્રો, મોત ઓઢે તે છે કફન ૬૩. પ્રેમની કહું કોને વાત? ખામોશ રે પ્રિયતમ! ૬૪. તૂટે હજારો સ્વપ્ન કદિ સાકાર થશે એક તો ૬૫. જીવતાં..? પૂછો ન વાત, મર્યા પછી નવું કફન ૬૬. સાગર તટે ઊભા રહી કિનારો શોધુ આંસુનો ૬૭. રડે છે સાથે (હ્રદય) એકલી આંખ કદિ રડતી નથી ૬૮. મ્રુત્યુ નામમાં પણ હું અર્થ શોધુ છુ જીંદગીનો ૬૯. સૂરજ ડૂબ્યો રાત્રી ડૂસકાં ભરી તિમીર ઓઢી ૭૦. વસુંધરાને વરે ગગન જૂઓ સૂરજ સાખે ૭૧. આંસુના મોતી શોધવા જવું પડે પ્રેમ-સાગરે ૭૨. પ્રિય ખુરશી તારા ચાર પાયાથી હું હિમાલયે! ૭૩. વર્ષો સુધી સુધી રહ્યો હું જીવતો તે મ્રુત્યુ ને કાજે ૭૪. રમત રમે બાળક થઈ સૌ ‘ખુરશી’ માટે ૭૫. તું ક્યારે આવે ? જાગું છુ હું વર્ષોથી રોજ સ્વપ્નમાં ૭૬. તરતી હોડી ગઈ ડૂબી ઓચીંતી રડે કિનારા ૭૭. પંખી અજાણ્યું બેઠુ ને ગયુ ઊડી ડાળ અટૂલી ૭૮. ઘડી તડકો ઘડી છાંયડો સૂર્ય એમ ને એમ ?!! ૭૯. પોલાણ પણ સળવળે ભીતમાં ખરે પોપડા ૮૦. ફરતી પીછી અંધકારની : દીપ નહી રંગાય ૮૧. હિરોશીમાની રજ લઇ જનમાં ઘૂમે વસન્ત ! ૮૨. જલવું ગમે પતંગાને ઓ શમા બુઝાઈશ ના ૮૩. જીંદગી કેવી ? રહે છે ફૂલ ઉડી જાય સુવાસ ૮૪. સતરાક્ષરી જાપાનની માધુરી ભારતીજરી ૮૫. રડે છે ચંદ્ર ધરતીના વિયોગે સૂર્ય ઉગતા ૮૬. કોરી મટડી શીતળ પાણી એણે પરબ માંડી ૮૭. વીજળી થતાં વિશ્વ બન્યું રૂપેરી ક્ષણિક માટે ૮૮. ફિલ્મ જગતે ફસાવ્યો યવાનને ફેશન મહીં ૮૯. ધૂપની જેમ જાતે સળગી મારું નામ ફેલાવું ૯૦. પ્રવેશી ગયું કોઇ વગર પૂછ્યે મારા દિલમાં ! ૯૧. સ્મ્રુતિનો સૂર્ય દઝાડે વારે વારે મારા દિલને ૯૨. જ્યોત જલાવી ક્ષમા-મૈત્રીની બનું (વિશ્વમાં) હું- ‘યશવંત’. Download Our App