Kitaab - 1 in Gujarati Adventure Stories by Dharmik bhadkoliya books and stories PDF | કિતાબ ભાગ-૧

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

કિતાબ ભાગ-૧

કિતાબ

ભાગ-૧

ધાર્મિક ભડકોલીયા

પ્રસ્તાવના

એક એવી કાલ્પનિક કથા જે યુવાનો નો સાહસ અને એ સાહસ ને લીધે બચતી આપની કુદરતી સંપત્તિ.

કાર્તિક નામનો એક છોકરો તેના મિત્રો સાથે તેના પીતા ની શોધ મા ટાપુ પર જાય છે અને ત્યાં વિતાવેલી મુશ્કેલીઓ અને છેવટે તેના પિતા અને તે કિતાબ મળે છે.

કિતાબ ની સાથે મળતી સુગંધ... છેલ્લે બધી સાહસિક કથા ની જેમ અહિ ખજાનો કે હીરા નથી મળતા પણ એક એવી વસ્તુ છે જે તમારા માટે જનરલ નોલેજ ચોક્કસ હશે. કદાચ એ તમે ક્યાંય સાંભળ્યું પણ નહી હોય. તો થોડુ રસપદ બનાવીએ કિતાબ ભાગ ૧.

~ધાર્મિક ભડકોલીયા.

***

કિતાબ

(ભાગ-૧)

"હેલો..... કાર્તિક ક્યાં પોહચ્યોં ? ઝડપ કર...યાર સ્ટીમર પંદરેક મિનીટ મા પોહચશે" તેનાં આવાજ પર થી લાગતું હતુ કે રવિ હવે કંટાળ્યો છે.

"બસ રવિ પાંચ જ...મિનીટ માં પોહચું" રવિ નો ફોન કટ કરી ને મે કાર ને ટોપ ગિયર મા નાખી ગંગાવરમ બીચ પર પહોંચવાનું હતું. આજે એ આંદામાન થી મારા પીતા ત્રણ વર્ષ પછી આવવા ના હતા ; ગંગાવરમ બીચ પર પોહચ્યો દરિયો પણ આજે ખુશ જણાતો હતો. હવા ની ઠંડી લહેર મા હુ અને રવિ સ્ટીમર ની રાહ મા ઉભા હતા

થોડી ક્ષણો મા સ્ટીમર ની વિસ્ટલ વાગી સામે થી સ્ટીમર આવતી દેખાય હુ થોડો આગળ વધ્યો વિશાળ સ્ટીમર કિનારે આવી, આગળ સ્ટીમર નું નામ અંગ્રેજી મા મોટા અક્ષરો મા લખ્યું હતુ અને ઉપર ભારત નો રાષ્ટ્રધવજ ફરકતો હતો. આઝાદ નામ સ્ટીમર સ્થિર થઈ, સ્ટીમર માંથી મજૂરો માલ-સામાન લઇ પોર્ટ પર લાવવાનું શરુ કર્યું. અંદર થી સ્ટીમર ના વાઇસ કેપ્ટન મિસ્ટર અનિલ શર્મા આવતા હતાં હુ તેની નજીક પહોંચ્યો. તેં ઝડપ ભેર ડગલાં ભરતા ભરતા ઓફિસ તરફ જતા હતાં હુ તેની સાથે ચાલવા લાગ્યો અને પુછ્યું "અનિલ કાકા મારા ડેડ ક્યાં છે ???" શબ્દો સાંભળતા ની સાથે તે સ્થિર થઇ ગયા અને ટોપી ઉતારી મારી સામે જોયું અને બોલ્યા "મિસ્ટર હેમંત ને પૂછો." આટલું બોલી તે ચાલવા લાગ્યા હુ અને રવિ સ્ટીમર તરફ આગળ વધ્યા ત્યાં સામે હેમંત કાકા મળી ગયા ; તે પંચાવન વટાવી ગયા હતા તે નિવૃત્તિ ને આરે હતાં "આવ બેટા કાર્તિક... કેમ છે.?" હેમંત કાકા નાં જવાબ ની જગ્યા એ મારે સવાલ હતો "કાકા મારા ડેડ ક્યાં છે.? "

હેમંત કાકા નું મો પડી ગયુ, તેમણે વાત માંડી " બેટા તારા પીતા એક સારા કેપ્ટન ની સાથે તેની એક ખોજ પણ હતી. તેની પાસે એક કિતાબ હતી. અને તેનાં વિશે કોઈ ને ખબર નથી કે એ કિતાબ મા શું છે? અને તે કિતાબ ને લઇ સ્ટીમર ઉપર બે વાર હુમલો પણ થયો હતો. છેલ્લે તે કિતાબ મેળવવા નો રસ્તો મળી ગયો પણ અમે આંદામાન પોર્ટ પર હતા ત્યારે અમુક ટાપુ ના લોકો એ તે નકશા ની ચોરી કરી. અને તે કિતાબ ને લઇ તારા પીતા બીજા ટાપુ મા જઇ તે કિતાબ ની શોધ મા ગયાં અને તેની સાથે તેના અંગત મિત્ર રણજીત પણ ગયા અને તનેય ખબર જ છે કે ટાપુ માંથ કોઈ પરત.."

" મારા ડેડ નાં રૂમ મા જઇ શકું..?? " મે હેમંત કાકા ની વાત કાપતા કહ્યુ.

"ચોક્કસ જઈ શકે છે.." હેમંત કાકા એ અમને સ્ટીમર મા જવા માટે પરમિશન આપી. હુ અને રવિ મારા પીતા નાં રૂમ નો લોક ખોલ્યો અમે બને એ અંદર પ્રવેશ કર્યો.

છેલ્લા દોઢ કલાક થી અમે બન્ને એ રૂમ વિખ્યો પણ ખાસ કંઇ મળ્યું નહી મધ્ય આંદામાન ના નકશા મળી આવ્યા. છેવટે કમરા નાં એક ખૂણા મા પતરા ની એક પેટી હતી તેના પરથી ધૂળ સાફ કરી ; પેટી ખોલી તેમા એક પત્ર અને નકશા નો ટુકડો હતો સાથે એક માછલી ના સિમ્બોલ નુ નાનુ લોકેટ મળ્યુ. મે પેટી બંધ કરી કાર ની પાછળ ની સીટ પર નાખી કાર રિવર્સ લઈ ગંગાવરમ થી હુ અને રવિ મારા ઘરે પોહચ્યાં. મે સાગર,આકાશ અને હાર્દિક ને પણ મારા ઘરે બોલાવી લીધા. છેલ્લી ત્રણ કલાક થી અમે પાંચેય પેટી ની ફરતે ગોઠવાઈ બેઠા હતા. પણ એ એક લેટર અને લોકેટ મા કઈ પણ ખબર પડી નહી.

"વાઉ... અમેઝિંગ આઈડિયા યાર... ગુગલ ટ્રાંસ્લેટ મા જો ને." સાગર ઉછળી ને બોલ્યો.

"હા,યાર... ગુડ આઈડિયા " આકાશ સેમસંગ નો ફોન કાઢતા બોલ્યો. ગૂગલ ટ્રાંસ્લેટ મા લેટર સ્કેન કર્યો. લેટર મા ઘણું ખરું આછું દેખાતું હતુ. હા પણ એક મોટા અક્ષર મા લખેલું હતુ એ સ્કેન થઈ ગયુ. તે લગભગ આવુ કંઇક લખેલું હતુ "El libro es un aroma muy caro." હવે આ વાક્ય નીચે ડેટ પણ હતી 23 febrero 1875 આ લખાણ સ્પેન ની ભાષા મા હતુ અને એના કહેવા પ્રમાણે "આ કિતાબ ખૂબ ખર્ચાળ સુગંધ છે" હેમંતકાકા નાં કહેવા મુજબ મારા પીતા જે કિતાબ ની માટે ગયા છે એ જ પુસ્તક ની વાત લાગતી હતી. છેવટે તે અડધા નકશા મા પણ ટાપુ હતો અને એમા ત્રણ ચાર જગ્યા પર 26 લખેલા હતા.

ભણવા સિવાય બીજે જગ્યા એ તો સાગર નું મગજ વધારે દોડતુ. એ આ વખતે નકશો લઈ ઉભો થઈ ગયો.

"અરે.. અકકલમઠાઓ.... તારીખ નો સરવાળો કરો તો ટોટલ 26 મળશે અને આ મેપ મા 26 નંબર જોડો પછી જુવો." અમે ચારેય એને જોતા જ રહી ગયા.

"એલા ભાઈ પંદરવર્ષ મા આજે કામ આવો" રવિ મજાક મા બોલી ઊઠયો. હુ નકશા મા 26 નંબર જોડી ને એક રસ્તો બનતો હતો પણ એક બાજુ જતા નકશા નો ટુકડો પૂરો થયો.

"હેય.... ફ્રેન્ડસ્ કાલે સવારે આપણે બધા આંદામાન ટાપુ પર જવા નીકળશુ અને બારમા નુ વેકેશન તો છે જ" મે બધા ને કહ્યુ.

"વોટ... ચસ્કી ગયુ છે કે શું ?" આકાશ એ ઉભા થઈ ને કહ્યુ.

"ના ભાઈ આપણે કોઈ ખજાના માટે નથી જતા, મારા પીતા ને લેવા જઇએ છીએ. અને મારા પપ્પા કોઈ કિતાબ માટે ગયા છે. એ કિતાબ મા કાંઈક છે. જો ને આ શુ છે કિતાબ એ ખૂબ ખર્ચાળ સુગંધ છે. આપણે અરે કોઇના સારા માટે તો ચાલો.." હુ એક શ્વાસે બોલી ગયો ચારેય મારી સામે જોતાં રહી ગયા. બધા મારી વાત પર સહમત તો નહોતા જ.

"ચાલો ભાઈ કાલે જવા ની તૈયારી કરીએ" હાર્દિક બાઇક ની ચાવી ફેરવતા બોલ્યો.

"અને આપણે વળી અહિયા શુ કામ છે ગંગાવરમ મા ફરી-ફરી થાકી ગયા તો છીએ" હુ રવિ ની આ વાત પર ખુશ થયો.

"એ ભાઈ જેને આવવું હોઈ તે આવજો ચોખ્ખી ને ચટ વાત હુ તો કાલે આવીશ." સાગર ડોર ખોલતા બોલ્યો.

બધા મિત્રો છુટા પડ્યા મે હેમંત કાકા ને ફોન લગાડ્યો અને આ બધી વાત કરી. હેમંત કાકા એ પણ આ વાત પર રસ લીધો.

***

ટ્રીન...ટ્રીન... એલાર્મ વાગ્યો મે ઘડિયાળ પર હાથ મુક્યો અને જોયું તો સવા દસ થઈ ગયા. ઝડપથી તૈયાર થઇ મે હેમંત કાકા ને ફોન લગાડ્યો. " હેલો..... કાકા હુ પોર્ટ પર પોહચું છુ. તમે પણ પોહચૉ" આટલું બોલ્યો ત્યાં તો નીચે થી સાગર આકાશ, રવિ અને હાર્દિક બૂમો પાડતા હતા મે ફોન કટ કર્યો અને ઝડપ થી મારી બેગ લઈ ઘર લોક કરી બહાર કાર પાસે ગયો.

"યાર... ચાલ બેસ ને કે મુરત જોવરાવું પડશે " રવિ કાર ની ડ્રાઈવર સીટ નો ગ્લાસ ખોલી બોલ્યો . હુ કાર મા બેઠો. અગિયાર વાગ્યા પહેલા ગંગાવરમ પોર્ટ પર પોહચ્વા નુ હતુ. દિલ દિયા ગલ્લા ના તાલ મા રવિ 130 ની ઝડપે કાર ચલાવતો હતો પોણા અગિયાર એ અમે પોર્ટ પર પોહચી ગયા.ત્યાં હેમંત કાકા મળી ગયા તેની સાથે વાત કરી અમે બધા સ્ટીમર પર ચડયા. હોર્ન વાગ્યો અમે પાંચેય મિત્રો અને હેમંત કાકા બહાર ઉભા હતા હોર્ન વાગતા ની સાથે સ્ટીમર ધીમે ધીમે ચાલતી થઈ.

ગંગાવરમ પોર્ટ નાનું દેખાવા લાગ્યું. હેમંત કાકા એ અમને એની કેબીન મા બોલાવ્યા અને અમને એક નકશા નો ટુકડો બતાવ્યો. આ ટુકડો જોતા ની સાથે મે મારી બેગ માંથી બીજો ટુકડો કાઢ્યો અને બને ટુકડા ને જોડી નકશા મા જોયું તે નકશો અમને કિતાબ મેળવવા નો હતો પણ તે ટાપુ કયો હતો એ વિશે કઈ ખબર ના પડી.

પૂનમ નો ચંદ્ર અને દરિયા ની ઠંડી હવા મા હુ બહાર ઉભો હતો. ઘણો સમય વીતી ગ્યો હતો. મને મારા ડેડ ની ચિંતા થતી હતી. હજી આંદામાન નજર આવતું નહોતું બગાસાં ખાતો ખાતો હુ મારા રૂમ મા જઈ સુઈ ગ્યો.

ધરરર..... અવાજ આવ્યો હુ ઉઠી ગ્યો સવાર ના આઠ વાગ્યા હતા. થોડી વાર મા બીજી વાર અવાજ આવ્યો હુ દોડી ને હેમંત કાકા પાસે ગયો તે ગંગાવરમ પોર્ટ થી વાત કરતા હતા.

"હેલો 4978 આઝાદ ....4978આઝાદ આપ મને સાંભળી રહ્યાં છો.."

" હેલો... મિસ્ટર હેમંત વાઇસ કેપ્ટન ઓફ આઝાદ " હેમંત કાકા માઇક હાથ મા લઇ બોલ્યા

" હિન્દ મહાસાગર તરફ થી વાવાઝૉડુ ઉતર તરફ આવે છે. તમારી સ્ટીમર ને નજીક ના ટાપુ પર 7 કલાક માટે ત્યા જ રાખો." પોર્ટ પર થી ઘૉઘ્રો અવાજ આવ્યો ત્યાં કનેક્શન કપાય ગયુ. સ્ટીમર મા હલચલ મચી ગઇ લગભગ બે કલાક મા અમે નજીક ના ટાપુ પર પોહચી ગયા. અમારી સાથે બીજા 70 યાત્રીઓ હતા.

છેલ્લી ચાર કલાક થી અમે પાંચેય મિત્રો ગપ્પા મારતા થાકી ગયા હતા.

"ચાલો બહાર ચક્કર મારી આવીએ" સાગર બોલ્યો.

અમે બધા તેની વાત પર સહમત થયા. બહાર ટાપુ ના કિનારે બીજા યાત્રીઓ પણ હતા.

ઠંડી હવા ની લહેર અને વરસાદી વાતાવરણ જેવું લાગતુ હતુ. હુ બીજી અલગ અલગ વનસ્પતિ જોતો હતો ત્યાં હેમંત કાકા આવ્યા "ચાલો બેટા..." મારા ખભા ઉપર હાથ મુકી બોલ્યા. હુ કિનારા તરફ ફરતા ની સાથે મારી નજર મા એક લાઈટર પડયુ. હુ દોડી ને તે લઇ આવ્યો.

"કાકા આ મારા ડેડ નું લાઈટર છે." મારા ચહેરા ઉપર સ્મિત આવી ગયુ.

" હા બેટા.. આ તો તારા પિતાનું..." હેમંત કાકા આટલું બોલ્યા ત્યાં મે બૂમ પાડી "રવિ, આકાશ...." ચારેય મિત્રો અમારી પાસે આવ્યા.

"આ જ ટાપુ છે... અહિ મારા ડેડ છે" હુ ખૂબ ઉત્સાહ મા હતો.

"તને કેવી રીતે ખબર પડી" આકાશ એ પુછ્યું.

"જો આ લાઈટર મારા ડેડ નુ છે. " મે લાઈટર બતાવતા કહ્યુ.

હવે આ ટાપુ પર કિતાબ અને મારા ડેડ છે એ ફાઇનલ હતુ. હેમંત કાકા કેપ્ટન અનિલ શર્મા સાથે વાત કરી અને અમે સ્ટીમર માંથી જરુરી સામાન લઈ ત્યાં ટાપુ પર જ રહેવા નુ નક્કી કર્યું. હેમંત કાકા થોડીવાર આવ્યા અને સ્ટીમર આંદામાન તરફ રવાના થઈ.

હજી ઘણો અંજવાશ હતો અમે નકશા મુજબ તો ઘણુ ચાલવા નું હતુ

"આપણે થોડુ ચાલીએ હમણા અંદર કંઇક રાતવાસો માટે કરીશું" હેમંત કાકા ની આ વાત પર અમે સહમત થયા. ત્રણેક કિલોમીટર ચાલી ગયા અંધારું થવા લાગ્યુ હતુ.

"કાર્તિક હવે થાકી ગયા" હાર્દિક પોતાના ઘુટણ પર હાથ રાખીને બોલ્યો.

જાડી-જાખરા વધારે હતા મે તોડી ને આગળ જવા નો રસ્તો કર્યો સામે ખુલ્લી જગ્યા હતી." જુવો જગ્યા...મમ..મળી...." ત્યા મને ચક્કર આવ્યા મે પાછળ ફરી ને જોયું ત્યાં બધા બેભાન હતા મને પણ જાખુ દેખાવા લાગ્યુ મારી આંખો બંધ થઈ ગઈ...

***

શુ છે એ કિતાબ માં કે ખર્ચાળ સુગંધ છે.? ખજાનો નથી તોય કાર્તિક ના પીતા તે કિતાબ માટે આટલું બધુ શા માટે કરે છે.? , અને કાર્તિક અને તેના મિત્રો અચાનક બેભાન થઈ ગયા. કેમ ? સવાલો તો ઘણા છે જવાબ બીજા ભાગ મા ટુંક સમય મા જ બીજી આવૃત્તિ.. અને review આપવા નુ ભૂલતા નહી.

Thank you