The Author ત્રિમૂર્તિ Follow Current Read આખરી શરૂઆત By ત્રિમૂર્તિ Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books People who Shaped the World Aristotle Aristotle, one of the most brilliant minds of the... Kewal Ahuja: The Mirage of Success and the Fall of SGF India A Dream Wrapped in Promises In India’s competitive food indu... Kewal Ahuja: The Mirage of Success and the Fall of SGF India A Dream Wrapped in Promises In India’s competitive food indu... Simply Saina Hi! I am Saina Sachdev, and this is my first book on this pl... ONCE I LIVED IN A MANSION Introduction There are stories that rise like whispers in th... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by ત્રિમૂર્તિ in Gujarati Love Stories Total Episodes : 23 Share આખરી શરૂઆત (36.6k) 4.2k 9.9k 20 ટ્રક-ચાલક સતત હોર્ન મારી રહ્યો હતો, પણ અવાજો યુવતીના કાન સુધી પહોંચવા છતાં અવાજના એ તરંગો મગજ સુધી પહોંચ્યા ન હતા તથા એ એની જ ધુનમાં હતી કારણ કે એના જીવનમાં દુઃખ ના વાદળો તૂટી પડ્યા હતા.ત્યાં જ એક યુવાને આવી ને એને ઝડપથી એક તરફ ખસેડી દીધી અને એને એક બેંચ પર બેસાડી. તે યુવતી વિચારો માં હતી અને વિચારો માં જ રહી... "એક્સક્યુઝ મી, ઓ હેલો, ઇઝ થીસ યોર..." આટલું સાંભળીને ઝડપથી આગળ ચાલતી યુવતી પાછળ ફરી સહેજ ગુસ્સામાં બોલી "શું છે, કેમ પાછળ પાછળ આવી રહ્યા છો!!" "આ કદાચ તમારું પર્સ લાગે છે, તમે ટ્રેનમાં ભૂલી ગયા હતા."આટલું સાંભળતાં જ એ યુવતી પાછળ ફરી અને એક નજર એ યુવક પર કરી તો એણે એ ચહેરો જાણીતો તથા જોયેલો લાગ્યો અને એના હાથમાં રહેલા કાળા રંગના પર્સને જોતા જ સમજી ગઈ કે એ ઉતાવળમાં પર્સ ટ્રેનમાં જ ભૂલી ગઈ છે” ઓહ થેંક યૂ વેરી મચ, મારું ધ્યાન જ ના રહ્યું... વન્સ અગેન થેંક્સ.." "ઇટ્સ ઓકે. આઇ એમ આદર્શ એન્ડ યૂ?" "હાય, આઈ એમ અસ્મિતા.." આટલું કહીને અસ્મિતા તો ચાલી નીકળી પણ આદર્શ ત્યાંજ થંભી ગયો.. અસ્મિતાને જોતો જ રહી ગયો. જેટલું સુંદર નામ એટલી જ સુંદર હતી એ.. એટલો જ કર્ણપિય અવાજ ધરાવતી હતી, અને હોય જ ને કેમ કે એ નેવુંના દાયકામાં લોકપ્રિયતા પામેલા ફેમસ રેડિયો જોકી 'નિર્મિતાબેન’ ની દીકરી હતી. અમદાવાદથી સુરત જતી ડબલ ડેકર ટ્રેન માં બંનેની રોજ મુલાકાત થતી,કોઈ વાર સ્માઇલ ની આપલે પણ થતી, પણ બહુ ભીડ હોવાને કારણે આદર્શ અસ્મિતા સાથે વાત કરી શકતો નહોતો. પણ આજે બુધવાર હોવાથી ભીડ ઓછી હતી, અસ્મિતા એ સામેથી જ પૂછ્યું, "હાય, હાઉ આર યૂ, વન્સ અગેન થેન્કસ ફોર ધેટ ડે.." "અરે વારંવાર થેન્કસ કેવાની જરૂર નથી અસ્મિતા " આદર્શ આજે ફરી અસ્મિતાને જોઈ રહ્યો. બ્લૂ જીન્સ , વાઈટ શર્ટ માં અસ્મિતા ખુબ સુંદર લાગતી હતી, શર્ટ પર કોઈ કંપની નું નામ લખ્યું હતું પણ આદર્શ વાંચી ના શક્યો કેમ કે અક્ષર ખૂબ નાના હતા. અસ્મિતાએ બ્લૂ લેન્સ પહેર્યા હતા. છેક કમર સુધીના વાળ હતા.. આદર્શ તો મોહિત જ થઈ ગયો.. આજથી પહેલા તેણે અસ્મિતાને આટલી નજીકથી જોઈ જ નહોતી. રોજ મુલાકાત થતી પણ આજે જ આટલું ધારી - ધારીને જોઈ હતી. આદર્શને આમ પૂતળાની જેમ ઊભેલો જોઈ અસ્મિતાએ જોર થી બે ત્રણ ચપટી વગાડી અને ત્યારે આદર્શ વિચારો નું વૃંદાવન છોડી પાછો ફર્યો! વાતવાતમાં આદર્શને ખબર પડી કે અસ્મિતા ફેમસ નિર્મિતા બેનની દીકરી છે. "તમે અહીં રોજ ભણવા આવો છો.? હું રોજ તમને આ ટ્રેનમાં જોઉં છું વીકેન્ડ સિવાય!" "અરે ના ના! હું તો સુરત માં Atos Originig કંપની માં જોબ કરું છું." આદર્શ બીજો કોઈ સવાલ પૂછે એ પહેલા સ્ટેશન આવી ગયું અને બંને ની વાતોનો દોર અહીં જ અટકયો. થોડા દિવસ આમ જ વિત્યા અને એક દિવસ અચાનક આદર્શએ સામેથી જ અસ્મિતાને પૂછયું, " તમે ક્યાં રહો છો?" અસ્મિતાએ પહેલાં તો અત્યંત પ્રશ્નાર્થ નજરોથી જોયું! "સમય મળશે તો હું ને મારી મમ્મી નિતા આવીશું. મારી મમ્મી નિર્મિતl આંટી ની બહુ મોટી ફેન છે." મમ્મી નું તો માત્ર બહાનું હતું, ખરેખર તો આદર્શને અસ્મિતાને ઘેર જવુ હતું. અસ્મિતાએ ભોળપણમાં પોતાનું કાર્ડ આપ્યું. "તમે ભરૂચ થી બેસો છો તો તમે ભરૂચ ના છો રાઇટ?!" અસ્મિતાએ સહજતાથી પૂછ્યું. "ના હું બરોડાથી છું.. પણ સવારે બહુ ભીડ હોય ભરૂચ જાય એટલે ભીડ ઓછી થાય એટલે આ ડબામાં આવી જઉ. ત્યા સુધી સોંગ સાંભળું." "ઓહ તો તમને પણ બહું ગમે સોંગ સાંભળવાનું..." અસ્મિતા થી અનાયાસે બોલી જવાયું. "અચ્છા તો તમને પણ બહુ ગમે છે સોંગ સાંભળવું!" આદર્શ બોલ્યો. અસ્મિતાએ કહ્યું, "હા પણ હું રાત્રે સૂતા શાંતિથી સાંભળું!" આ વખતે પણ સ્ટેશન આવી જતાં અહીં જ મુલાકાત અધૂરી રહી ગઇ... પંદર વીસ દિવસ પછી ની વાત છે. અસ્મિતા આજે રવિવાર હોવાથી આરામથી પલંગ પર પડી રહી હતી. કેમ કે આજે ન તો ટ્રેન પકડવાની ઉતાવળ હતી, નતો બોસ ની ટિપ્પણી, ના કામ ની ઝંઝટ.. એટલામાં જ અસ્મિતાના ભાઈ આકાશ નો અવાજ આવ્યો, તે ગીત ગાતો હોય એમ બોલી રહ્યો હતો, "અસ્મિતા તેરે લીએ રિશ્તા આયા હેં.." અસ્મિતા “શું!?!” કહેતી સફાળી બેઠી થઈ ગઈ! તેની આંખોમાં પ્રશ્નાર્થ ના ભાવો હતા.. તેને લાગ્યું કે તે સપનું જોવે છે , પણ આકાશ ખરેખર તેની સામે ઊભો હતો અને પેલું ગીત જ ગઈ રહ્યો હતો.. "શું બકવાસ કરે છે આ તુ આકાશ!!" અસ્મિતાએ વિચાર્યું કાલે જ પપ્પા ને કીધું હતું કે હજુ હું માત્ર ત્રેવીસ વર્ષ ની જ છું.. ભલે આપણાં સમાજ માં મારા જેટલી ઉંમરની છોકરીઓ હાથ પીળા કરી ચૂકી હોય, પણ મારે હમણાં બે ત્રણ વર્ષ સુધી લગ્ન નથી કરવા.. અને કાલે તો મારી વાત સાથે સંમત પણ થઈ ગયા હતા અને આજે માગું પણ લઈ આવ્યા!! આવો પક્ષપલટો ના ચાલે.."પણ હવે તું શું કરીશ અસ્મિતા!? "આકાશે પૂછ્યું. " તું જો આકાશ, હું પણ પ્રકાશ ઉપાધ્યાયની દીકરી છું, હું પણ જોઉં છું કે એ છોકરો હા કેવી રીતે પાડે છે... " હું કઈ નઈ કહું તો પણ ના પાડી દેશે એ છોકરો! અસ્મિતા મનમાં બોલી. પછી તેણે આકશને કહ્યું “ જા જઈને પપ્પાને હા કહી દે કે હું આવું છું તૈયાર થઈને” . પછી અસ્મિતાએ પોતાનો આખો રૂમ વેરવિખેર કરી નાખ્યો. બે ત્રણ વર્ષના બાબાનો રૂમ પણ સારો હોય એવો રૂમ કરી નાખ્યો અસ્મિતાએ! આમતો એ સ્વચ્છતાની ખૂબ આગ્રહી હતી, પરંતુ આજે ગંદો રૂમ તેના પ્લાનનો જ એક ભાગ હતો. પછી તે બ્રશ કરી શાવર લઈ અત્યંત વિચિત્ર રીતે તૈયાર થઈ ગઈ. લાલ રંગના પેંટ ઉપર લીલા અને કાળા રંગની વિચિત્ર પેઇન્ટિંગ અને લખાણવાળી ટી-શર્ટ પહેરી લીધી. એક હાથમાં બંગડી પહેરી અને બીજો હાથ ખાલી હતો. માત્ર એકજ બાજુ મેકઅપ કર્યો હતો! આ રીતે તૈયાર થઈ અસ્મિતાએ પોતાને અરીસામાં જોઈ તો હસી પડી, એવું લાગે છે જાણે હું કોઇ નૅશનલ લેવલની મિસમૅચ કોમ્પિટિશન જીતીને આવી હોઉં! પછી તે નીચે ગઈ. એણે જોયું તો એક એની મમ્મીની ઉંમરના આંટી હતા અને એક 25-26 વર્ષની ઉંમરનો યુવાન હતો, તેનું મોં રૂમાલથી ઢંકાયેલુ હતું. અસ્મિતા પગથિયાના બીમ પાછળ છુપાયેલી હોવાથી કોઈએ તેને જોઈ નહોતી. અસ્મિતાના મમ્મી પપ્પાને લાગ્યું અસ્મિતાનો કોઈ ફ્રેંડ કે કલીગ હશે, અને અસ્મિતાને લાગ્યું કે એ તેને લગ્ન માટે જોવા આવેલો છોકરો છે. પણ જેવો એ છોકરાએ રૂમાલ ઉતાર્યો એ જોઈ અસ્મિતા રીતસરની દાદરા પરથી પડવા જેવી થઈ ગઈ. એ આદર્શ હતો! "અરે તું અહીં, એક કૉલ તો કરવો હતો!" અસ્મિતા મનમાં બોલી આદર્શ અને નિતા આંટી જાય પછી આકાશની વાત છે! આકાશ પણ અસ્મિતાના તેની સામે જોવાની રીત પરથી સમજી ગયો કે આજે તેની શું હાલત થવાની છે! "ઓહ! તું ઓળખે આમને?" પ્રકાશભાઇએ પૂછ્યું. અસ્મિતા કઈ બોલે એ પહેલાંજ આદર્શ અસ્મિતાનું આ રૂપ જોઈ ખડખડાટ હસી પડ્યો. તું ઘરમાં આવી ફરે છે!! આટલું સાંભળતા પ્રકાશભાઇ અને નિર્મિતાબેન અસ્મિતા તરફ જોઈ ખડખડાટ હસી પડ્યા. આ જોઈ અસ્મિતાની આંખો વધારે લાલ થઈ! આકાશ બાજી સંભાળતા બોલ્યો, " અરે ના એતો મેં જ અસ્મિતાને ચેલેન્જ આપી હતી કે તું કેટલી મિસમેચ તૈયાર થઈ શકે છે." પછી નિતાબહેને વાત બદલતા કહ્યું, " મારો દીકરો અને તમારી દીકરી સાથે જ ટ્રેનમાં જાય છે, વાતવાતમાં ખબર પડી કે અસ્મિતા તમારી દીકરી છે. એટલે આદર્શએ એડ્રેસ લીધું અને અહીં આવ્યા, હું તમારી બહુ મોટી ફેન છું નિર્મિતાબેન!" "થેંક યૂ, નિતાબહેન" નિર્મિતાબેન બોલ્યાં. પછી પ્રકાશભાઇએ આઇડિયા આપ્યો કે આપણે હૉલ માં બેસીએ, અસ્મિતા તું આદર્શને આપણું ઘર બતાવ બેટા! " " ઓકે પપ્પા "કહીં અસ્મિતા અને આદર્શ ઘર જોવા લાગ્યા. આદર્શને તો દોડવું હતું ને ઢાળ મળ્યા જેવો ઘાટ થયો. આદર્શ અને અસ્મિતા ચાલતા ચાલતા અસ્મિતાના રૂમમાં પહોંચ્યા. આદર્શ અસ્મિતાનો રૂમ જોઈ ચોંકી ગયો. તેને મનમાં થયું કે ટ્રેનમાં તો બહુ ભાષણ આપતી ફરે છે સ્વચ્છતા ના! તમે કઈ કિધું? અસ્મિતાએ પૂછ્યું. "નાના એતો હું વિચારતો હતો કે આજે સન્ડે છે એટલે કદાચ રૂમ સાફ કરતા હશો એટલેજ આટલો... " "અરે ના ના એવું નથી." પછી અસ્મિતાએ બધું વિગતે કિધું. આદર્શ હમેશાંની જેમ પાછો અસ્મિતાની સુંદરતામાં ખોવાયેલો હતો. ત્યાજ અસ્મિતાએ ખોંખારો ખાઈ ધ્યાન ખેંચતા કહ્યું, " તમે આવાના હતા તો મને ઇન્ફોર્મ કેમ ના કર્યું?" "ક્યાંથી કરું મારી પાસે તારો નંબર જ નથી!" " ઓહ સોરી હું આપવાનું જ ભૂલી ગઈ તમને!" " તમને નઈ તને , યાર હું તારા જેટલો જ છું અસ્મિતા!, મને તું કહીશ તો વધારે ગમશે." આદર્શ સહેજ ખચકાતા બોલ્યો. "ઓકે જેવી તારી મરજી." અસ્મિતાએ કહ્યું. ત્યારબાદ નંબરની આપ- લે બાદ બંને નીચે ગયા. રસ્તામાં પણ આદર્શ અસ્મિતાને જ જોઈ રહ્યો હતો. ત્યારબાદ થોડી વાતચીત બાદ આદર્શએ વિદાય લીધી.. આમતો આદર્શ પણ દેખાવે ઈમ્પ્રેસિવ અને સ્માર્ટ હતો એટલે પ્રકાશભાઇને અસ્મિતા માટે વિચાર આવે એ સ્વાભાવિક હતું. પણ તેમણે પહેલી મુલાકાત હોવાથી મૌન રહેવા જ સમજ્યું. જોતજોતામાં રવિવાર પૂર્ણ થયો અને અસ્મિતાનું યંત્રવત્ જીવન ફરી પાટે દોડતું થયું. બે ત્રણ દિવસથી અસ્મિતા જોઇરહી હતી કે આદર્શ ટ્રેનમાં આવી રહ્યો નહતો. અસ્મિતાની ઓફિસમાં આજકાલ ધરખમ ફેરફારો ચાલી રહ્યા હતા. અનેક મેનેજરો અને કર્મચારીઓની કારણ-અકારણ બદલી થઈ રહી હતી. પણ અસ્મિતા નવી અને પાછી સ્ત્રી હોવાથી તેને આ મુશ્કેલી ભોગવવી પડી નહોતી. પણ રોજ નવા ચહેરા સામે આવી રહ્યા હતા અને કેટલાક ભૂંસાઈ રહ્યા હતા. આવા જ સમયમાં એ કેન્ટીન માંથી પાછી ફરતી હતી ત્યારે કોઈની સાથે ફોન પર મસ્ત હતી અને અચાનક તે કોઈની સાથે અથડાઈ ગઈ અને એનો ફોન પડી ગયો... -by અભિષેક ત્રિવેદી & હર્ષિલ શાહ › Next Chapter આખરી શરૂઆત Download Our App