Saraswati Chandra - Part 3 - Ch. 7 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 7

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 7

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ-૭

રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો

ભાગ્યાના કોઇક મહાપ્રબળને લીધે અનેક અને મહાન વિપત્તિઓના ઇતિહાસવાળા રત્નનગરીના રાજ્યને સેંકડો વર્ષોથી રાજા અને પ્રધાનોનું સ્થાન સાચવવા મહાપુરુષો જ મળ્યા હતા. એ રાજાઓ સૂર્યવંશી લેખાતા અને એક પગે સુવર્ણનો તોડો રાખતા. પ્રાચીન કુલસંપ્રદાય સાચવવાનું તેમને અભિમાન હતું. એ અભિમાનના દીવાને પવિત્ર ઇષ્ટદેવતાનો અંશગુણ ગણી અંખડ જ્વલમાન રાખવામાં આવતો, અને સિંહાસનના સર્વ ભાવી સ્વામીઓને બાલ્યાવસ્થામાંથી આ દીવાની પૂજા કરાવી એ જ રાજદીક્ષા ગણાતી અણને તે દીક્ષા તેમને આપવા ત્યાંના સર્વ રાજાઓ જાતે આગ્રહ રાખતા. આ અભિમાન આ ભૂપપરંપરાની જુદી જુદી ભૂમિઓનાં જુદા જુદા પુરુષગુણનું બીજરૂપ થયું હતું અને જેવા જેવા રાજાઓ તેવા તેવા તેમના ગુણને અનુગુણ પ્રધાનો થયા હતા.

અનેક બીજ-પુટના સંગ્રહરૂપ આ અભિમાનનું સ્વકુટુંબમાં અને પોતાનામાં પોષણ કરવું અને સમર્થ વિશ્વાસયોગ્ય પ્રધાન તૈયાર કરવા અંતે તેમને પ્રધાનપદે આણવા એ ઉભય વિષયમાં ઉત્કર્ષ પામવો એ રત્નનગરીના ભૂપતિઓનો પ્રાચીન કાળથી સ્વભાવ થઇ પડ્યો હતો.

આ કુલસંપ્રદાયનાં પ્રકરણ બહુ ન હતાં, પણ થોડાંક પણ દૃઢ અને ઉત્તમ હતાં. પ્રજાની સાથે પિતાપુત્રભાવ ગણવો અને પ્રજાનું રક્ષણ તો બુદ્ધિમાન રાજાઓ સ્વાર્થે કરે પણ પ્રજાવત્સલ થવું એ અભિલાષા વિના પિતાપુત્રભાવની સિદ્ધિ થતી નથી. એ સંપ્રદાય વિના સૂર્યવંશ શુદ્ધ ગણાય નહિ એવી શ્રદ્ધા આ રાજકુળનો પ્રથમ સંપ્રદાય હતો. પ્રજાનો શત્રુ તે પોતાનો શત્રુ ગણવો અને એવા શત્રુઓ રાજ્યમાં અધિકારીરૂપે અને કુટુંબમાં કુટુંબીરૂપે પ્રકટ થાય તો તેને રાજા મિત્ર કેન દ્દૃષ્ટં શ્રુતં વા એ સૂત્રો અવુભવ કરાવવો અને ‘અમે રાજાઓ તો ગુણના સગા ને માણસના સગા નથી’ એ કહેવત ખરી છે એમ સૌની ખાતરી કરી આપવી એ બીજો સંપ્રદાય હતો. દ્રવ્યનો સંચય થાવ કે ન થાવ પણ કુમાર્ગે ખરચાય નહિ અને માણસો ખાઇ જાય નહીં એ વાત ઉપર નિરંતર ધ્યાન આપવું એ ત્રીજો સંપ્રદાય હતો. સેના જાગ્રત રાખવી અને તેને કસવાના પ્રસંગ આપ્યાં કરવા; સેનાપતિનું કામ રાજાએ પોતે જ કરવું અને પાટવી કુંવરને શીખવવું; વર્ણશંકર બાળક પોતાની ગાદીને ભ્રષ્ટ ન કરે તે વિશે અત્યંત સાવધાનપણું રાખવું; શુદ્ધ અને નિકટના વારસોમાં પણ યોગ્ય વારસોમાં જે બાલક રાજ્ય-યોગ પુરુષગુણવાળો હહોય તેને અપુત્ર રાજાએ યોગ્ય કાળે દત્તક લઇ લેવો - આ અને એવી બીજા થોડાક સંપ્રદાય આ ભૂપતિઓના કુલસંપ્રદાય ગણાતા. રત્નનગરીનો રાજા બીજી રીતે સારો હોય કે ખોટો, નીતિમાન હોય કે દુષ્ટ, પ્રવીણ હોય કે મૂર્ખ પણ આંટલા સંપ્રદાય તો તેને જન્મથી વળગાડવામાં આવતા, અને દરેક રાજા પોતાના પુત્રના ગુણને યોગ્ય પણ સમર્થ પ્રધા થવા જેવા પુરુષોને વેળાસર શોધી રાખી પ્રધાનકાર્યમાં તેમને પ્રથમથી કેળવતા અને પુત્રની સાથે સ્નેહબંધનમાં નાંખતાં.

રત્નનગરીનું રાજ્ય પ્રાચીન કાળમાં એટલે અશોક, ચંદ્રગુપ્ત, આદિ ચક્રવર્તી રાજાઓના કાળમાં પણ ઉદયદશા ભોગવતું હતું એ તેની આસપાસ ખોદાયેલી માટી અને પથ્થરોમાંનાં ચિહ્‌નોથી અને સિક્કાઓથી સિદ્ધ થતું હતું. શક રાજાઓની સામે રત્નનગરીના રાજાઓએ યુદ્ધ કરેલાં, તેઓ હારેલા, અને જીતેલા, અને વચમાં શક રાજાઓનું રાજ્ય પણ આ ભૂમિમાં થયેલું; તે સર્વ ઇતિહાસ કિલ્લા, દેવાલયો, સ્તંભો, વાવો, અને એવાં બીજાં પ્રાચીન સ્થળોમાંથી વિદ્યાચતુરના સમયમાં નીકળ્યો હતો. બૌદ્ધધર્મ, જૈનધર્મ, શ્રૌતસ્માર્ત સંપ્રદાય, ઇત્યાદિના જયપરાભવ પણ એવાં જ સ્થાનોથી જણાઇ આવતા. પાછલા કાળમાં રાજપુત્રો ઇર્ષ્યા, મૂર્ખતાં, આદિ રોષને બળે પરસ્પરને કાપતા હતા તે કાળનું ચિત્ર પણ કવચિત્‌ સમજતું હતું. મુસલમાન બાદશાહો અને સુલતાનોની ક્રૂર ચડાઇઓ પણ અનેક વાર થયેલી, પણ ક્વચિત્‌ શૌર્ય બતાવી તો ક્વચિત્‌ સામદામભેદ સાધી - રત્નનગરીના રાજાઓ પોતાનું સ્વતંત્રપણું જાળવી શક્યા હતા. રાજ્યનું એક રીતે ઇશ્વરે રક્ષણ કરેલું હતું પશ્ચિમમાં સમુદ્રને તીરે અને સુંદરગિરિની બે પાસ આ રાજ્ય પાઘડીયને આવેલું હતું, અને એની ઉત્તરમાં, પૂર્વમાં અને દક્ષિણમા૩ં બીજાં રજપૂત રાજ્યો આવેલાં હતાં તેમની સાથે સંપ રાખી, પરદેશીઓ સામે યુદ્ધપ્રસંગે તેમને ગુપ્ત અથવા ઉઘાડો આશ્રય આપી, તેમના બળથી પોતે સુરક્ષિત અને સુગુપ્ત રહેલાં આ રાજાઓ પાતાના દંભ કરતાં પોતાની કુશરતાનું મૂલ્ય વધારે ગણતા; અને તેથી પરદેશીઓનો ડોળો પોતાના ઉપર ચડે નહિ, અને પડે તો પોતાને જીવતા આવતાં અનેક સંકટો દેખે અને તેને પાર પાડતાં ખરચ વગેરેનો જમેઉધાર કરી જાતે જ લોભાતાં ડરે, ઇત્યાદિ યુક્તિઓથી રત્નનગરીનો મધ્યકાળનો ઇતિહાસ ભરાયો હતો. દ્રવ્યના લોભી મરાઠાઓના લોભને તૃપ્ત કરવો એ તો આ રસાળ રાજ્યને કઠણ હતું જ નહીં. અંગ્રેજી કંપનીનું રાજ્ય પેશવાઇને ઠેકાણે પથરાયું ત્યારથી આ રાજ્યનો ખરો પરાભવ આરંભાયો. પેશવાઇ ગઇ તે વેળાં ત્યાં મલ્લરાજનો પિતા નાગરાજ રાજ્ય કરતો હતો અને તે જીવ્યો ત્યાં સુધી અંગ્રેજોની સાથે પોતાની નાની સરખી સેના લઇ ઘડીઘડી યુદ્ધમાં ચડતો અને યુદ્ધકાળે પોતાના સફળ સૈનાપત્યથી તેમ ઇતરકાળે પ્રવીણ સામ-વ્યવહારથી અંગ્રેજ સેનાપતિઓમાં પ્રીતિ અને પ્રતિજ્ઞા પામ્યો હતો. કર્નલ બ્રેવ નામના સેનાપતિ સાથે એનો છેલ્લામાં છેલ્લો વિગત થયો. પેશવાઓના વિશ્વાસરાવ નામના સરદારને નામે આ અંગ્રેજ સરદાર સુન્દરગિરિ ઉપર પોતાના મુખ્ય કિલ્લા હતા ત્મયાં એણે રત્નનગરીની ધનવાન વસ્તીને મોકલી દીધી. પોતાનું મખ્ય સ્થાન પર્વત ઉપર રાખી, ઘડીકમં પર્વતનની પૂર્વ ખીણોમાંથી, ઘડીકમાં ઉત્તરમાંથી, અને ઘડીકમાં દક્ષિણમાંથી એ નીકળી આવતો. બેત્રણ વાર અંગ્રેજ સેનાની તોપોમાં એણે ખીલા માર્યા અને બે તોપો અણીશુદ્ધ પકડી શત્રુના સામી વાપરવા લાગ્યો. ઉગાડા યુદ્ધમાં ચાલતા સુધી પડતો નહિ, પણ શત્રુ તોપો મૂકી આઘાપાછા આવ્યા હોય ત્યારે તેમની સાથે લડવાનું ચૂકતો નહીં. અંગ્રેજ સેનાના ભોજનપદાર્થ પૂર્વમાંથી આવતા ત્યાં જઇ પડાવી લેવાની તેણે એક વખત સફળ છાતી ચલાવી. અંતે બ્રેવસાહેબે એને શોધી કાઢી યુદ્ધ કરવાની જરૂર પાડવાનો પ્રયત્ન કર્યો, અને નાગરાજની સેના લઇ એનો મોટો અને પ્રિય પુત્ર હસ્તિદંત સુંદરગિરિ ઉપર ચડવા જતો હતો તેની અને પર્વતની વચ્ચેની જગા બ્રેવની સેનાએ રોકી. હસ્તિદંતની પાસે માણસ થાકેલાં અને થોડાં હતાં; છતાં યુદ્ધ સિવાય છૂટકો ન રહ્યો. વીરહાક મારી એણે અંગ્રેજ સેના ઉપર હુમલો કર્યો. નાગરજાને આ વાતની ખબર પડી અને ખબર પડતાં પર્વત ઉપરથી બાકીની સર્વ સેના લઇ સુભદ્રાની એક બાજુએથી અંગ્રેજ સેનાની પૂઠ આગળ અચિંત્યો આવી ઊભો, અને એ સેના પાછી ફરે તે પહેલાં પાછળથી હુમલો કર્યો. બ્રેવનાં માણસો આ કાળે હસ્તિદંતની સેનાને કાપી નાંખી પરવાર્યા હતાં અને આઠદસ માણસો તથા હસ્તિદંત એટલાં જ જીવતાં રહેલાં હતાં તેમના ઉપર અંગ્રેજ સેના ત્રુટી પડવા ઉન્મુખ થઇ, તેવામાં તે આ પાછળની વીરહાકથી ચમકી, અને દ્ધૈધીબાવ પામી, અને તે દ્ધૈધીભાવ પામતાં એનું શૌર્ય શૂન્ય થવા લાગ્યું. કર્નલે આ જોયું અને તે દ્ધૈધીભાવ અટકાવવા એકદમ એક બાજુથી ત્રુટી પડી બીજાં માણસ પડતાં મૂકી, હસ્તિદંત ઉપર નિશાન તાકવા લાગ્યો. બીજી પાસથી નાગરાજે તે દીઠું, અને તેનો પ્રતીકાર કરે તે પહેલાં તો કર્નલની બંદૂકમાંથી છૂટેલી ગોળી ધડાકૂ લઇને છૂટી અને હસ્તિદંતની છાતીમાં વાગી, રાજપુત્ર પડ્યો, પણ કર્નલ નિરાશ થયો. પુત્રના મરણથી નિરાશ અને નિસ્તેજ ન થતાં શૂર નાગરાજ મહાબલ કરી કૂદ્યો. પુત્રને ધન્યવાદ આપતો હોય એમ પ્રૌઢી વીરહાક મારી ઊછળ્યો તે એક છલંગે પાંચ હાથ લાંબો અને હાથ ઊંચો એક ખડક ઓળંગ્યો અને ભીડમાં બીજો અવકાશ ન મળતાં મરેલા પુત્રનું શરીર જોઇ, મરેલા પુત્રની છાતી ઉપર પગ મૂકી કૂદ્યો અને બ્રેવના ઉપનાયકને કાપી નાંખ્યો. એનાં માણસો પણ ઊછળ્યાં અને તુમુલ યુદ્ધ મચ્યું. એટલામાં રાત્રિ પડી, સેનાઓ પાછી ગઇ, અને રાત્રિએ યુદ્ધમાં અંતરાય નાંખ્યો. કોઇ હાર્યું નહિ, જીત્યું નહીં. પણ પોતપોતાની સેના બે સેનાપતિઓએ તપાસી. નાગરાજની સેના નાશ પામી; બ્રેવની સેના પણ નાશ પામી. પરંતુ સરકારી સેનામાં નવો ઉમેરો પાછળથી તૈયાર થઇ આવે છે. એવી બાતમી નાગરાજને પણ મળી, ત્યારે એની સેના સર્વ ખપી ગઇ માલૂમ પડી. છતાં એણે હિમ્મત ખોઇ નહીં. રાત્રીએ માણસ મોકલી કિલ્લાઓનાં દ્ધારા વસાવ્યાં અને યુદ્ધ સારુ તેમાંની સેનાઓને સાવધાન કરી. પ્રત્યેક કિલ્લામાંથી થોડાં થોડાં માણસ રાતોરાત મંગાવી, બીજા વૃદ્ધ અને જુવાન રજપૂતોને શસ્ત્ર બંધાવી, એક રાતમાં-પ્રાતઃકાળ થતા પહેલાં, નાગરાજ નવી સેના લઇ ગાજ્યો અને એનાં યુદ્ધવાદિત્રો જનરલના કાનમાં શબ્દ પહોંચાડવા લાગ્યાં.

કર્નલ પોતાનું બળ સમજતો હતો અને હવે નાગરાજ ટકી શકનાર નથી એ પણ જાણતો હતો. છતાં એના શૌર્યથી, એના ધૈર્યથી, એની સમયસૂચક પ્રતિભાથી, અને એની પ્રવીણતાથી અંગ્રેજ નાયક અત્યંત પ્રસન્ન થયો અને આવા શત્રુને નષ્ટ કરવા કરતાં સરકારનો મિત્ર કરી તેને પ્રતિષ્ઠિત રાખવામાં વધારે લાભ અને શૌર્ય માનવા લાગ્યો. ક્ષાત્ર ઉદ્રેક નમ્યું નહીં આપે સમજી પોતે જ નાગરાજ પાસે દૂત મોકલ્યો અને તેની સાથે પત્ર મોકલ્યો.

‘પ્રિય શૂર મિત્ર - જો આપણે હજી શત્રુપણે વર્તીશું તો એક પ્રાચીન રાજ્યનો અને તેના પ્રતાપી શૂર રાજાનો નાશ થશે તે શૂર બ્રેવને નહીં ગમે. ઇચ્છા હોય તો હું મિત્ર થવા અને તમારી ભલામણ સરકારને તૈયાર છું. હું સરકાર નથી પણ સરકાર મારા જેવા સેવકો પર વિશ્વાસ રાખે છે. એ વિશ્વાસનો ઉપયોગ કરી યુદ્ધને ઠેકાણે શાંતિ અને શત્રુતાને ઠેકાણે મિત્રતા કરવી હોય તો એકદમ ઉત્તર કહાવજો. પછી યુદ્ધ ઉપર દુરાસંગ હોય તો કંપની સરકારની સેના સજ્જ છે. - તમારો મિત બ્રેવ.

તા.ક. - તમે શરણ થાવ એ હું માગતો નથી. તમારા શસ્ત્રનો તેમ તમારા શબ્દોનો મને પૂર્ણ વિશ્વાસ છે. - બ્રેવ.’

નાગરાજે ઉત્તર લખાવ્યો : ‘કંપની સરકારની સેનાઓ નદીની રેલ જેવી છે તે અમને ખબર ન હોય તો અમે આંધળા કહેવાઇએ. પણ અમે આગના તણખાં જેવા છઇએ. અમને જે અડકે તે દાઝે એટલો અમમાં તાપ-તે ભૂંડો છે. અમારામાં જ તેજ છે. હવે રેલથી તણખો હોલાવશો તો તેજ ને તાપ બે ભેળાં જસે. તમારે અમારું તેજ જાળવવું હશે ને તાપ હોલવવો હશે તો બનવાું નથી ને લડાઇ કર્યા વગર ચાલવવાનું નથી. પણ અમમાં તાપ રાખશો તો તેજ જુવાનું નથી ને જશે તો કોઇ દી પાછું આવશે માટે અમારો તાપ રહેતો હશે અને રેલને ઠેકાણે રેલ ને કોરામાં તણખો રહે એવી વાત કરશો તો થશે. તેમ ન કરો તો રાજા રામ ને રાણો રાવણ ગયા તેમ કોઇ હારીને અને કોઇ જીતીને પણ તમે અમે ને બધી પૃથ્વી સૌ આખર જઇશું તેમાં કાંઇ ડર નથી. એ તો જન્મ્યું તે જાય ને લડે તે ઘવાય. એટલું મનમાં રાખી કરજો. પછી સરકારને પૂછો કે ન પૂછો. ઊલટું કરશો તો પૂછ્યું નકામું ને સૂલટું પૂછશો તો વગર પૂછ્યે છે તે છે જ. તમારા માંહોમાંહેના કાયદાથી અમે બહારના માણસ ભોમિયા નથી તેમ બંધાતા નથી. દાદો સૂરજ તપશે ને તેના દીકરા અમો કોઇ જીતવા હોઇશું ત્યાં સુધી રત્નનગરીની ધરતીનો કટકો પરહાથે જવાનો નથી ને અમારું માથું નમવાનું નથી. બાકી દોસ્તીનો વાંધો નથી નથી ને કંપની સરકાર ઉપર અમારે મમતા છે. તે મમતા રાખવી કે ભાંગવી તે તમારી મરજીની વાત છે.’

આણી પાસથી નાગરાજે બ્રેવસાહેબને આ ઉત્તર પોતાના વિશ્વાસુ પુરુષો સાથે મોકલ્યો, અને આ વ્યવહારનિમિત્તે મળેલા અવકાશનો ઉપયોગ કરી લેવાના હેતુથી પોતાના નાના પુત્ર મલ્લરાજને બોલાવી આજ્ઞા આપી કે ‘આપણી ત્રણે પાસ રાજાઓ છે તેમને જઇને મળો અને કહો કે બાપુ, હજી ચેતવું હોય તો ચેતો. ત્રણ પાડા ભેગા થશે તો શિંગાળા છે તે સાવજને ભારે પડશે ને નોખા હશે તો એકે એકે બધાને સાવજ ખાશે. જાંગલાનું ને નાગરાજનું શું થાય છે તે હાલ તો તમારે જોવા ખેલ છે પણ આ ખેલ પૂરો થશે એટલે તમારો ખેલ પણ એવો ને એવો થવાનો તે તમારા જેવી અક્કલવાળા બીજા જોશે ને તેમનો ખેલ ત્રીજા જોશે. માટે વેળાસર ચેતવું હોય તો તમે જાણો. અમે કંઇ અમારે મરવાના ડરથી બોલાવતા નથી, પણ વાણિયાના દીકરા જમેઉધારનું સમજે એટલું આપણે ગાદીના ધણી નહીં સમજીએ તે સમજનાર જાંગલાઓને ગાદી વરે એ જુગતું છે. ગાદી તો ઇન્દ્રાણી જેવી છે ને જીતે તેને વરે. મારા તમારા મોટેરાઓને મેળવતાં આવડી તો તેમને વરી. આપણને મેળવવાનું તો રહ્યું પણ સાચવતાંયે નહિ આવેડ તો જાંગલાાઓ બળે ને કળે તેના પર અલાખો કરે તે બરોબર છે. જો સાચવવી હોય તો અમારી વાત સાંભળજો. ન સાચવવી હોય તો મરજી.’ મલ્લરાજ આ આજ્ઞાનો અમલ કરવા ગયો. પાડોશી રાજાઓમાં ઇર્ષ્યા અને મત્સર હોવા છતાં નાગરાજનાં વાક્યબાણથી તેમની જડતા વીંધાઇ. નાગરાજના પૂર્વયાયી રાજાઓએ ઘણી વાર આવી જ કળાથી ચોપાસના રાજાઓને એકઠા કરી તેમનું અને પોતાનું રક્ષણ કર્યું હતું અને આજ પણ એ જ સંપ્રદાયના આચારથી સૌ રાજાઓ એકઠા થયા, અને મલ્લરાજનો ફેરો સર્વ ઠેકાણે સફળ થયો.

કર્નલ બ્રેવને નાગરાજનો ઉત્તર મળ્યો તે તેણે ફરી ફરી વાંચ્યો અને તે વધારે વધારે પ્રસન્ન થયો. પણ એના ઉપરી અધિકારીઓ એના જેવા ઉદાર ન હતા અને પેશવાઇને નામે ચોથ પણ ન મળે અથવા કાંઇ લાભકારક સંધિ ન થાય અને માત્ર લૂખી મિત્રતા કરી પાછા જવું એ તો મૂર્ખતા ગણાય અને અનુમત પણ ન થાય એમ હતું. આવા શૂર ને ઉદ્રિક્ત રાજાની મિત્રતામાં જ લાભ છે એવો બ્રેવનો પોતાનો અભિપ્રાય ઉપરી અંગ્રેજો સમજે એમ ન હતું. એમની ઇચ્છાનું અનુવર્તન પણ આવશ્યક હતું તેથી પોતાની ઇચ્છાવિરુદ્ધ આ સરદારને વર્તવું પડ્યું, અને એણે નાગરાજનાં માણસોને ઉત્તર દીધો કે ‘સરકારને તમારી ધરતી જોઇતી નથી પણ પેશવા સરકારનો અધિકાર કંપની સરકારને મળ્યો છે અને તે તમે સ્વીકારો.’ આનાં ઉત્તરમાં નાગરજાના પ્રધાને કહ્યું કે ‘અમે પેશવાને કદી નમ્યા નથી અને મરાઠાઓને આ હદ સુધી કદી આવવા દીધા નથી; અમે પેશવાને ઓળખતા નથી; પણ કંપની સરકાર સાથે મિત્રતા કરવા તૈયાર છીએ.’

આ વચન સત્ય હતું, પણ બ્રેવને તો પેશવાઇના અધિકારથી જ વર્તવાનું હતું. અને પેશવાએ જે રીતના કરાર કરેલા હતા તે જ કરારો તાજા કરવાનો અધિકાર હતો; માટે આ નવા પ્રસંગને વાસ્તે નવો અધિકાર મુંબઇથી મેળવવો પડે એમ હતું. આ ગૂંચવાઇને લીધે એક આખો દિવસ નકામો ગયો. બીજે દિવસે પ્રાતઃકાળે મલ્લરાજ ચારે પાસના રાજાઓની સેનાઓ એકઠી કરી પિતાને મળાયો, અને તે સર્વ રાજાઓના રાજપુરુષ એકઠા મળી બ્રેવ પાસે ગયા. આ સર્વ મંડળ એકઠું થયું જોેઇ કર્નલ બ્રેવનો મૂળ વિચાર દૃઢ થયો, અને ઉપરી અધિકારીઓનો અભિપ્રાય મેળવવા સારુ અવહાર૧ સંયોજ્યો. આ અવહાર થતાં તેણે ઉપરીઓને પત્ર લખ્યો. કે ‘આ રજપૂતો શૂર છે, અભિજાત૨ છે, સત્યવચનના આસંગી છે, મૂર્ખ નિથી દુષ્ટ નથી, નીચ નથી. એ મહારાજા જો કંપનીના મિત્ર થાય તો આ ભાગમાં એમની મિત્રતા હાલ ને આગળ જતાં ઘણી ઉપયોગી થશે.’ પરસ્પરને યુદ્ધકાળે આશ્રય આપવો, એકબીજા સાથે અથવા અન્ય રાજાઓ સાથે તકરાર થતાં કંપની દ્ધારા ન્યાય લેવો, કંપની સાથે તકરાર થતાં પંચ નીમવાં અને પંચનો સરપંચ અંગ્રેજ રહે, ઇત્યાદિ નિર્દોષ દેખાતી શરતોના કરારવાળો સંધિ રાજાઓએ અંગ્રેજ સાથે કર્યો. દ્રવ્ય આપવું લેવું નથી, આપણી ધરતી અખંડિત છે, આપણું સ્વાતંત્ર્ય યથાસ્થિત છે, ઇત્યાદિ કલ્પના કરી, આ સંધિ રાજાઓએ આનંદથી સ્વીકાર્યો. માત્ર યુવાન મલ્લરાજને તે ન ગમ્યો. પરંતુ તે ન ગમવાનું કારણ સ્પષ્ટ રીતે સમજાવવાની તેનામાં શક્તિ હતી નહિ અને પિતાની પાસે બોલવા જતો ત્યાં જ કંઇક કરણથી આંચકો ખાતો. અંતે સંધિ સંપૂર્ણ થયો અને તે કાળે સર્વ મંડળ ઉત્સાહમાં આવ્યું ત્યારે મલ્લરાજ ઊંડા ખેદમાં પડ્યો અને મનમાં નિઃશ્વાસ મૂકી કહેવા લાગ્યો : ‘આજથી આ રાજ્યને સજડ બેડી જડાઇ અને રજપૂતાઇ રંડાાઇ; હવે આપણે ચૂડીઓ પહેરી; લડવાનું ગયું; બૈરાનું રક્ષણ આપણે કરીએ તેમ આપણું રક્ષણ અંગ્રેજ કરશે. ધરતી, શાંતિ, નામરદાઇઃ એ ત્રણ સ્ત્રીઓ હવેથી સુહાગણ થશે અને રજપૂતાઇ દુહાગણ થશે.’ આવી નિરાશાથી મલ્લરાજ પિતાની ગાદીએ બેઠો. કાળક્રમે ધીમે ધીમે અંગ્રેજસત્તાની રેલ નીચે સર્વ રાજ્યો ડૂબી જતાં એણે દીઠાં. નાનાસાહેબના બંડને પ્રસંગે તે પ્રથમ તટસ્થ રહ્યો. આખા દેશમાં સમુદ્રમન્થન થતું હતું તેમાંથી તેણે ઉપદેશ શોધ્યો; દેશનું રક્ષણ કરવા એકલું બળ સમર્થ નથી, કળ પણ જોઇએ; તે દયા અને ક્ષમા વિના આવે એમ નથી, અને તે ઉભય સદ્‌ગુણોનો અંગ્રેજોમાં આવિર્ભાવ અને સ્વદેશીઓમાં તિરોભાવ જોઇ મલ્લરાજ નિરાશ અને દુ-ખી થયો. વિદ્યાચતુરના મામા જરાશંકરનો પ્રસંગ તેને આવામાં જ સજડ થયો હતો. જરાશંકરે દુઃખી રાજાને સુખનો માર્ગ બતાવ્યો : ‘મહારાજ, સમર્થ અને સદ્‌ગુણીનો વિશ્વાસ અને સંબંધ કરવો યોગ્ય છે. પોતાની તરવાર, માટે પેટમાં ઘોંચાતી નથી. પોતાના દેશી, માટે તેની પાસે દેશનો દાટ વળાવવો એ અકાર્ય અને મૂર્ખતા છે. દશા પ્રમાણે સુબુદ્ધિ અને કુસુદ્ધિ થાય છે. આપે જેટલી જેટલી હકીકત મને કહી છે તે સર્વ ઉપરથી મને એમ લાગે છે કે કેવળ આપના રાજ્યનું નહીં પણ સર્વ રાજ્યોનું કલ્યાણ આ શાણા પરદેશીઓને પગલે છે; તેમની આંખમાં અમીદૃષ્ટિ ચે, અને અંતે જય પણ તેમનો જ થશે. આ મરાઠાઓ અને મુસલમાન અંગ્રેજ સામા ફાવ્યા તો સામાન્ય શત્રુનો નાશ થતાં પરસ્પર યુદ્ધ કરશે, અને તેમાં જે ફાવશે તે સર્વ રજવાડાને કનડશે અને શિયાળ અને વરુનું કામ કરશે.’

મલ્લરાજ સૂક્ષ્મ દૃષ્ટિ કરી તાકી જોઇ રહ્યો. ‘હા, એમાં તો કાંઇ સંશય નથી. પણ તારા જેવા બ્રાહ્મણો શાંતિ ઇચ્છે અને મારા જેવા ક્ષત્રિયો યુદ્ધ ઇચ્છે અને શિકાર ઇચ્છે. જો આખાં અંગ્રેજો જીત્યા તો ક્ષત્રિયોને નામે પોક મૂકવાનું થશે એમાં કોઇ વાંધો લાગે છે ?’

‘ના.’

‘ત્યારે ?’

‘ત્યારે શું ? ધન્ય ઘડી ધન્ય દહાડો, કે રાજાઓમાં ને પ્રજાઓમાં શાંતિ શાંતિ થઇ જાય ! મને તો અંગ્રેજોની અમીદૃષ્ટિનો બહુ વિશ્વાસ છે.’

‘પણ સરત રાખજે કે એ પણ માણસો છે, એમને પણ પેટ છે, ને વાણિયા જેવાના હાથમાં આખો દેશ જશે એટલે એકલહથ્થા વાણિયા જેવું ભૂંડું કોઇ નથી.’

‘મહારાજ, એમ ગણો; પણ ઉપાયો શો છે ? તમે ક્ષત્રિયો એકઠા થઇ જાઓ એમ હો તો પરદેશીને કાઢવા લડનારાઓને બંડખોર કહેવા વારો

કેમ આવે ? કંઇક આપણામાં જ અસાધ્ય રોગ હોય નહીં તો જમનાં પગલાં

આમ સંભળાય નહીં.’

‘શું તારા મનમાં એમ છે કે અમે ક્ષત્રિયો જ નકામા થઇ ગયા છીએ ?’ - મલ્લરાજની આંખો રાતી થઇ ગઇ અને બ્રાહ્મણને ખબે હાથ મૂક્યો.

બ્રાહ્મણ હસી પડ્યો : ‘મહારાજ, આપના જેવા સર્વ ક્ષત્રિયો હોય તો તો નકામા નહીં. પણ સૌ ભૂંડા કૌરવોમાં એક રૂડા ભીષ્મપિતામહને કોણ પૂછે ? હજી તો કાંઇ કહેવા જેટલા આપ છો ને કોઇ બીજા હશે. પણ અંગ્રેજ હારે કે જીતે તોય જતે દિવસે શું થશે તે જોશો.’

‘શું થશે ?’

‘મહારાજ, જોતા નથી કે કેટલીક રાણીઓ વાણિયાબ્રાહ્મણને રાજાને ઠાકણે ગણે છે અને કેટલીક રાણીઓએ ઘાંચીમોચીને પોતાના કુંવર બનાવી દીધા છે ? આ લૂંટારું ઘાડપાડું બંડખોરોમાંથી હવે કોઇ ચક્રવતી મહારાજ થશે - પછી મુસલમાન હો કે સ્વામીદ્રોહી મરાઠી બ્રાહ્મણ પેશવા હો ! પણ વર્ણશંકર રાજાઓની ઉતરણને માથે જુગતો આવે એવો મેર મુકાશે ને તે જોઇને આપના જેવા શુદ્ધ એકરંગી ક્ષત્રિયો ખૂણેખોચરે સંતાઇ જઇ બળી મરવાના.’

‘ને અંગ્રેજ જીતશે તો શું થશે ?’

‘મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન હજાર ગણો સારો. મહારજ, મરીચિ રાક્ષસને દુષ્ટ રાવણે કહ્યું કે રામને હાથે મરવા તું મૃગનું રૂપ નહીં ધરે તો હું તને મારીશ. ત્યારે મરીચિએ વિચાર્યું કે બેમાંથી એક મારશે એ સિદ્ધ હોય ત્યારે તો સામને હાથે મરવું સારું.

મલ્લરાજ તરવાર લઇ ઊઠ્યો, બીજા ખંડમાં જતો રહ્યો, અધઘડી પછી પાછો આવ્યો અને મુખ ઉપર દઢતા તથા ધૈર્ય ધારી બોલ્યો : ‘જરાશંકર, તરત ઊઠ. બ્રેવસાહેબને મારા નામનો પત્ર લખી લાવ કે મલ્લરાજ કંપની સરકારને આશ્રય આપવા પોતાની સેના સાથે સજ્જ છે.’

‘મહારાજ, મારી બુદ્ધિ બ્રાહ્મણભાઇની - અંતે મારા કહ્યા પ્રમાણે કર્યું કહી મારો દોષ ન કાઢશો. જાતબુદ્ધિથી વિચારી જોજો.’

મલ્લરાજે હાસ્ય કર્યું : ‘મારી નોકરી કરે તેમે પોતાના ગુણદોષની વાત સાંભળતા તત્પર રહેવું જોઇએ.’

‘તેની ના નથી. પણ મારી બુદ્ધિના દોષનું ફળ આપને મળવાનું તેની આપને સૂચના આપવી એ મારો ધર્મ છે.’

‘હવે બરોબર. તો જો, જે ઠરાવ હું કરું છું તેમાં દોષ ઘણા છે. અંગ્રેજી વાણિયા રજપૂતોને વાણિયા કરી દેશે ને વાણિયાવિદ્યા રજપૂતોને આવડવાની નહીં એટલે આખરે હારવાનું. પણ આ આપણા ભાઇઓ જીત્યા તો વાંદરાના હાથમાં નાનું છોકરું જાય તે છોકરાના જેવી સૌ નબળાઓની દશા થવાની.’

‘મહારાજ, હું તો એટલું સમજું કે અંગ્રેજો ઊંદરની પેઠે આપણને નિદ્રામાં રાખી ફૂંકીફંકીને કરડશે ને આપણા લોક રીંછની પેઠે ઝેરી લાળ ચોપડતાં ચોપડતાં ઠેકાણે ઠેકાણે બચકાં ભરશે ને રિબાવી રિબાવીને મારશે.’

‘ત્યારે આપણે કાંઇ ઠગાતા નથી. બેના દોષ જોતાં ઓછા હોય લાગે તેની સાથે કામ પાડતાં કાંઇ બાધ નથી. અંગ્રેજને સાકર જાણી ખાતા નથી, પણ મરચાં કરતાં મરી સારાં ગણી ચાવીએ છીએ.’

જરાશંકર મલ્લરાજની આજ્ઞા પાળવા ઊટ્યો અને જતાં જતાં મનમાં બોલ્યો.

‘આહ ! શું કાળબળ છે કે રજપૂતોની ભૂમિમાં અંગ્રેજોને રાજાના રાજા થવાનો પ્રસંગ આવે છે ? પણ નક્કી મેં મારા રાજને યોગ્ય અભિપ્રાય જ દર્શાવ્યો છે ને આ પ્રસંગે રાજનીતિને અનુસરીને જ માર્ગ લીધો છે. કારણ પ્રથમ તો

‘સદ્‌ગુણી શુદ્ધ મલ્લરાજ પણ આમ અસહાય જ છે. આ તોફાની લૂંટારો રાજપદ પામે તો તેની મિત્રતા-ખલપ્રીતિ-કેટલો કાળ છાજવાની ?

‘વળી એ લોક ઉપર થયા તો રત્નનગરીની શી દશા ?

‘ત્યારે અંગ્રેજો ઉપરી થાય તો કેમ ? જરાશંકર, હવે વલંદા, ફિરંગી, ફાંસવાળા ને બીજાઓ આગળ આ અંગ્રેજના નામનો પણ મહિમા છે - એ સૌને આજ સુધી પહોંચી વળ્યા ને હવે પછી પહોંચી વળશે; નાનાં રાજ્યોને એ જ ઢાલ યોગ્ય છે.

‘વળી આ તો અંગ્રેજ એટલે એક ચક્રવર્તી અને આ તોફાની લોક એટલે બાર પુરભૈયા અને તેર ચોકા :

‘થોડુંક જીત્યા અને સામાન્ય શત્રુ હજી પ્રત્યક્ષ છે એટલામાં ફૂલી ગાય તે આ લોક વિજય સંપૂર્ણ થતાં મલ્લરાજ જેવાઓની અને પ્રજાની શી પરવા રાખવાના હતા ? કાગડાએ ઘુવડની પરીક્ષા કરી હતી કે :

‘એ એવા છે. તો કંપની સરકારની મિત્રતા કેવી છે ? કંપની આગળ મલ્લરાજ અસ્ત થશે ને મોટાની પાછળ નાનો ઘસડાશે ને લૂંટાશે.

‘ત્યારે મલ્લરાજને તટસ્થ રાખું ને આ નવા સંબંધનું માંડી વળાવું ? જો જય પરાજ્ય કોનો થશે એ સમજી શકાય એમ ન હોય તો તો એકની મિત્રતા તે બીજાની શત્રુતા, માટે તટસ્થતા જ સારી. આપણે તો આ મહાવિગ્રહના ગુણદોષ સમજી શકતા નથી, પણ મલ્લરાજ પરીક્ષા કરે છે કે અંતે કંપની જીતશે એ નિશ્ચિત છે - એમની પરીક્ષા કદી ખોટી પડી નથી. આ પ્રસંગે કંપનીને આશ્રય અપાય તો બે અર્થ સરાશે. પ્રથમ તો તેમની જયતુલામાં કાંઇ સંદેહ હશે તો એમના ભણીની તુલામાં ભાર આવશે તે કર્તવ્ય છે. બીજું એ કે મોટાઓની સાથે મિત્રતા કરી કામની નહિ એ નિયમનો અપવાદ એવો છે કે મોટાઓને માથે શૂક્ષ્મ પ્રસંગ આવે ત્યારે નાનો કરેલો નાનો સરખો ઉપકાર મોટાઓને આમરણાંત બાંધી લે છે, માટે નાનાએ આવો પ્રસંગ ચૂકવો નહીં. આ ઉભય વિચાર ભવિષ્યના છે અને એવા ભવિષ્યને ડાહ્યા માણસો પોતાની ભણી ખેંચે છે. મોટાઓને નાનાની મિત્રતા કામની છે.

‘તો મોટની પ્રીતિ સંપાદિત કરવાનો પ્રસંગ નાનાઓ ચૂકે તો તો મૂર્ખતા કે નહીં ? કારણથી મિત્રતા ને કારણથી વૈર-મોટાની મિત્રતાનું કારણ આવે એટલે તે ઝડપી જ લેવું.

‘મલ્લરાજે અંગ્રેજની પરીક્ષા કરીી તે ખોટી તો ન હોય - એમની ક્ષત્રિય દૃષ્ટિ પ્રબલ છે - એમને અંગ્રેજનો પ્રસંગ બહુ નથી પણ ચતુર માણસો એક ચોખો ચાંપી પરીક્ષા કરે છે.

‘અને તેમાં અંગ્રેજની ચતુરાઇ તો આંધળાંથી પણ સમજાય એવી છે. મોરનાં ઇંડા ચીતરવાં પડતાં નથી.’

‘એમ છતાં અંગ્રેજ હારવાને સરજેલા હશે તોપણ આ લાભ માટે આ જોખમ વહોરવા જેવું છે.’

‘અંગ્રેજ જીતશે ને ઉપકારને બદલે અપકાર કરશે, સર્વ આશા નિષ્ફળ થશે, તોપણ એવા લોકના પ્રસંગથી તેમનાં છિદ્ર અનુભવવા જેટલો તેમનો પરિચય પડવાનો તે પણ લાભ જ છે. એમને શત્રુ ગણો તોપણ તે આપણને મિત્ર જાણે તો તેટલાથી પણ લાભ છે. સામાનાં છિદ્ર જાણવાં એ તેમને જીતવાનો માર્ગ છે.’

‘અંગ્રેજોને તો આ ક્રિયા આવડે જ છે, પણ તેમના પ્રત્યે આપણને એ ક્રિયા આવડવાનો પ્રસંગ પણ આમ જ છે. આવડીને કાંઇ આપણે તેની સાથે પહોંચી વળવાના નથી - પણ પ્રસંગ છે, આજ નહિ ને સો વર્ષે શું થશે તેની સમજણ નથી - પણ તેવે કાળે પટા રમતાં આવડતા હશે તે તરવાર વીંઝાશે. એવાની સાથે પટા રમવાનો લાભ મળે તે જ મહાલાભ છે.’

‘મિત્રતા કરવી એટલે વિશ્વાસમાં લેવાવું એમ નથી. વિશ્વાસનાં પેટામાં અવિશ્વાસ રાખી જાગ્રત રહેવું એ સર્વ રાજનીતિનું પ્રથમ પગલું છે.’

‘ઉપકાર, મિત્રતા, અને અવિશ્વાસ ત્રણે વાનાંની ગાંઠ પડવી જોઇએ’

વળી,

‘આ મહાસાગર જેવી કંપની, તેનો પાર પામવાને તો એવો આરો બાંધવો જોઇએ કે તેનાં પગથિયાં છેક તળિયે પહોંચે અને રહે.’

‘આવી રીતે કંપની સરકારનાં મર્મછિદ્ર જણાશે તો તેમાં બીજું કાંઇ નહીં તો મિત્રભાવની દોરી પરોવી લઇશું ! ઇશ્વર કરે ને શત્રુભાવ ન થાય પણ મિત્રતા રાખીને પણ તેમના - આપણા સ્વાર્થમાં વિરોધ આવતાં આપણું કામ કાઢી લેવું એ પણ તેમનાં છિદ્રમાં સૂત્ર પરોવવા જેવું જ છે.’

‘આવાં અનેક ફળ આપનારું કાર્ય સાધવાનો પ્રસંગ આવે છે તેમાં રાજાનું તેમ પ્રજામાત્રનું કલ્યાણ લાગે છે - એ મહાકાર્ય છે - તેમાં કડવાટ માત્ર એટલો છે કે દેશીનો દ્રોહ કરવા પરદેશીને ભેટવું પડે છે.’ જરાશંકરે ઊંડો નિઃશ્વાસ મૂક્યો અને તેની આંખમાં આંસુ આવ્યાં.

‘અહો ! રાજ્યધર્મ અતિ દુસ્તર છે - એમાં પોતાનાં તે પારકાં કરવાં પડે છે ને પારકાં તે પોતાનાં કરવાં પડે છે - એમાં માત્ર રાજ્યના હિતનો - પ્રજાના હિતનો - સંબંધ છે અને તે સંબંધને અંગે સો કૌરવના કરતાં પાંચ પાંડવનો સંબંધ પ્રિયતર છે - વિશેષ - વિશેષ ફલદાયી છે-’

‘ત્યારે આવા કાર્યને અર્થે વિષ પીવું પડે તો શું થયું ?’

‘એમ જ ? ત્યારે રાજકાર્યમાં દીર્ધસૂત્રી થવું અને કાલક્ષેપ કરવો એના જેવું પાપ અને હાનિકારક કાંઇ નથી.

‘ત્યારે તો,’

‘આગામિબુદ્ધિ રાખી વેળાસર ચેતવું, અને’

‘હવે તો એવા ધૈર્યથી કામ કરવું કે વટનારને અભિનંદન મળ્યું હતું તેવું મને મળે અને મલ્લરાજ કહે કે

આવા અનેક સંકલ્પ કરી, અંતે આવો સિદ્ધાંત કરી, શૂર મલ્લરાજનો નીતિપ્રવીણ પ્રધાન સ્વામીની આજ્ઞા પ્રમાણે પત્ર લખવા ચાલ્યો.

આણી પાસ મલ્લરાજે પણ ધારેલી રચના સ્થાણુખનન ન્યાયે ફરી ફરી તપાસી અને અનુકૂલ ગણી.

‘રાજાઓને આખરનો સંબંધ ભૂમિ સાથે પણ નથી. કિયા રાજાના મૂળ પૂર્વ પરદેશી ન હતા ? કિયા રાજાના વંશજો બાપદાદાની ભૂમિને યાવચ્ચંદ્રદિવાાકરો. વળગી કે સાચવી રાખવાના છે ? બ્રાહ્મણોના અને ક્ષત્રિયોના ધર્મ ઘણી રીતે મળતા છે. એકનો એક આત્મા એક ખોળિયું બદલી બીજા ખોળિયામાં પેસે એવો ધર્મ બ્રાહ્મણો સમજાવે છે તેમ અમારો વંશ એ અમારો આત્મા અને દેશ એ ખોળિયું. તે એક ખોળિયાનું આયુષ્ય પૂર્ણ થાય અને એ ખોળિયું પડે એટલે બીજું ખોળવું અને ખોળિયાનું આયુષ્ય બને એટલું વધારવું.

‘રાજાઓને સંબંધ માણસો સાથે પણ નથી. શાસ્ત્રી મહારાજ શ્લોક કહે છે કે રાજા કોઇના મિત્ર નથી. જરાશંકર આ ઉપરથી મશ્કરી કરે છે કે રાજાઓને વિશ્વાસ ન કરો. ખરી વાત છે. માબાપને મન દીકરો ગાંડો, મૂર્ખ કે લુચ્ચો હોય તોપણ એક લોહીનો સંબંધ છૂટતો નથી ને દીકરાના દોષ વસતા નથી. દીકરાઓ આથી માબાપનો વિશ્વાસ કરે તે બરાબર. પણ રાજા તો ગુણના સગા અને દોષના શત્રુ, તેને મન પાટવીકુમાર પણ એક લોહીનો નથી તો સેવક ક્યાંથી હોય ? માણસમાત્રે એમ ગણવું કે રાજા મારા ગુણનો સગો છે - મારી જાતનો સગો નથી. તેના ગુણ વિશ્વાસયોગ્ય હશે ત્યાં સુધી તેની ને રાજાની વચ્ચે વિશ્વાસ; બીજી રીતે વિશ્વાસ નહીં. જે રાજા રાણીને કે કુમારને કે પ્રધાનને સગાં માને છે તે રાજા નથી. માણસમાત્રમાં ગુણ કરમાય એટલે વાસના વગરનાં કરમાયેલાં ફૂલ પેઠે તે માણસને રાજાએ રાજકાર્યમાંથી દૂર કરવો અને દોષ હોય તો શિક્ષા સુદ્ધાંત કરવી.

‘જ્યારે આમ છે તો આ ગર્ભ ચોર બંડખોરો સાથે કે આખા હિંદુસ્તાન સાથે મલ્લરાજને સંબંધ નથી. રાજા રાજકાર્યનો સગો છે. કંપની સરકારને દેશ જીતતાં આવડ્યો, દેશ રાખતાં આવડ્યો, સામ દામ ભેદ ને દંડ આવડ્યા, વૈરને ઠેકાણે વૈર અને મિત્રતાને ઠેકાણે મિત્રતા આવડી, પૈસા કમાતાં આવડ્યા, ખરચતાં આવડ્યા, ખુશામત આવડી, મુસલમાની આવડી, વાણિયાવિદ્યા આવડી, બ્રાહ્મણપણું આવડ્યું, યુદ્ધકળા આવડી, યુદ્ધબળ અજમાવતાં આવડ્યું. રાજનીતિ આવડી, રક્ષણ કરતાં આવડ્યું, અને મુંબઇ જેવા ગામડાને વિશાળ નગરી કરતાં આવડી. એમના પાંચ હજાર માણસો -બળથી નહીં પણ કળથી - પંદર હજારને હઠાવે છે. એમને ઉદારતા આવડે છે, કંજૂસાઇ આવડે છે, લુચ્ચાઇ આવડે છે, લૂંટતાં આવડે છે, સ્વાર્થ સમજે છે, ને પરમાર્થ પણ સખજે છે. એ જીતવાના નક્કી. એમની સાથે સંબંધ બાંધવામાં ચતુરાઇ છે, અને રજપૂતાઇ છે. એ નહીં જીતે તો રત્નનગરી જાળવવા મારે લડવું પડે અને લડતાં ખોવી પડે - એમાં શી મોટી વાત છે ? જીતશે તો એ મહાગુણવાળાના સંબંધથી મારા વંશજોમાં ગૂણ આવશે, મારી રત્નનગરીમાં મનુષ્યરત્ન પાકશે. સારું થશે તો એ ફળ છે; ખોટું થશે તો આ શરીરને રણની રેતીમાં પડવું એ મહાફળ છે. એમની સાથે સંબંધ બાંધી બળવાન પાડોશીના નબળા પાડોશીની દશા થશે તો કંપની સરકાર જેવા રાજ્યોદ્ધાઓ સાથે મારા પુત્રો અને પ્રધાનો બુદ્ધિબળની યુદ્ધકળા અજમાવશે, અજમાવતાં ઘડાશે અને વધશે, અને એ માનસિક રણજંગના જંગી થશે. ફૂલ સર્વ લોકોને માથે ચડે કે વનની ધૂળમાં પડે૧ તેમ કરવાનો લોભ મારાં બાળકોને થાત તો એ પણ રાજાઓનો ખેલ છે !’