તારા આવવાનો અભાસ ... ૫
વાચક મિત્રોને આગળના ભાગ વાચી જવા વિનંતી.
આજે જો મેળ ન પડે તો કાલે મળીશું .
ના, બોસ આજે જ મળી લઈએ હો ….. પછી પાછુ કોણ જાણે ક્યારે પોસીબલ થાય. દોઢ મહિના થયા તો ટળતું આવે છે , હવે આજે નથી કેન્સલ કરવું .તે દિવસે નિષ્ઠાના મેસેજનો શાશ્વતે તરત જ જવાબ આપેલો .
બને દોઢ મહિના પેહલા જ સંપર્કમાં આવેલા . પણ હજુ સુધી મુકાલાત થઇ નહોતી , બનેએ એકબીજાને ક્યારેય પણ જોયેલા નહોતા, એક કાર્યક્રમનો અખબારમાં આવેલા અહેવાલને વાંચીને અને તે કાર્યક્રમમાં શાશ્વતે આપેલા વક્તવ્યના એક બે વાક્યો વાંચીને નિષ્ઠા તેનાથી પ્રભાવિત થઇ હતી , અને તે જ એહવાલમાં આપેલા નંબરને આધારે નીષ્ઠાએ શાશ્વતને તેના વ્યક્તવ્ય માટે અભિનંદન પાઠવવા વોટસ એપ પર મેસેજ કરેલો.
નિષ્ઠાને મનમાં એવી આશા હતી જ નહી કે શાશ્વત તેમને રીપ્લાય કરશે. પરંતુ મેસેજ સીન થયા ના ચારેક કલાક બાદ શાશ્વતનો રીપ્લાઈ આવ્યો “આભાર” . અને પછી વાતોનો સિલસિલો શરુ થયો.
એકબીજાના વિચારોનું અદાન પ્રદાન શરુ થયું . જેમાં ઘણી ખરી બાબતો અંગે બનેના મંતવ્યો સરખા જ હોઈ. નિષ્ઠા અને શાશ્વત એકબીજાના બાહ્ય સુંદરતા થી નહિ પણ આંતરિક સુંદરતાથી આકર્ષાયા હતા. તેઓ એકબીજાને ચહેરાઓથી નહી પણ એકબીજાના વિચારોઓથી ઓળખતા હતા.
ધીમે ધીમે બને ને એકબીજાની આદત પડી ગઈ હતી , કહેવાય છે ને કે દરરોજ વાતો કરવાથી એકબીજાની આદત પડી જાય છે અને આ આદત જ એક દિવસ પ્રેમમાં પરિણમે છે. પણ આ વાત થી બંને અજાણ હતા.
ધીમે ધીમે ઘણી ઓળખણો નીકળવાની શરુ થઇ અને બને ને ઓળખાતા હોઈ એવા ઘણા લોકો નીકળ્યા. અને શાશ્વત અને નિષ્ઠાની વચ્ચે પણ મિત્રતાનો સંબંધ બંધાયો . બને એકબીજાને મળવા ઉત્સુક હતા અને ઘણા સમય થયા મળવાનો પ્રોગ્રામ બનાવતા હતા પણ કોઈ ને કોઈ કારણો સર બધાજ પ્રોગ્રામ નિષ્ફળ જતા હતા.
-----------------------------------------------------------------------------------------------
નિષ્ઠા સાથે કરેલી પહેલી વોટ્સએપ ચેટીંગથી લઈને આજ સુધીની દરેક ક્ષણમાંથી શાશ્વત અત્યારે પસાર થતો હતો. તે અત્યારે પોતાની જાતને સંભાળી શકે તેવી સ્તીથીમાં નહોતો. પરંતુ તે નિષ્ઠાને યાદ કરી તેનો અવાજ મનોમન સાંભળી પોતાને સંભાળવાની પુરતી કોશિશ કરી રહ્યો હતો.
તો અહી બીજી બાજુ નિષ્ઠા પણ અતીતના ચકડોળે સવાર થઇ હતી અને બસ શાશ્વત સાથે વિતાવેલી પળોને વાગોળતી હતી.
--------------------------------------------------------------------------------
આખું શહેર સાંજના રંગમાં રંગાતું હતું. બાળકો પાર્કમાં રમતા હતા અને વડીલો આજના મોર્ડન જમાનાને અનુરૂપ થવાના પ્રયત્ન સાથે વોકિંગમાં નીકળ્યા હતા , જુવાનીયાઓ કોલેજથી છૂટીને મોજ મસ્તી કરી રહ્યા હતા.
પાંચ વાગે નીષ્ઠાએ શાશ્વતને મેસેજ કર્યો હતો. “હું કોલજથી ફ્રિ થઇ ગઈ છું. તમે ક્યારે ફ્રિ થશો?
દસ મિનીટ સુધી કોઈ રીપ્લાઈ આવ્યો નહિ એટલે નીષ્ઠાએ બીજો મેસેજ કર્યો.
હું ઘરે જાવ છું , ફ્રિ થાવ એટલે કહેજો.
નીષ્ઠાએ પોતાની સ્કુટી ચાલુ કરીને ઘરનો રસ્તો પકડ્યો. મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું , તે આટલી આતુર કોઈને મળવા માટે થઇ નહોતી , તે ખુદ પણ જાણતી નહોતી કે આજે તે આટલી ખુશ કેમ છે! તેને ખબર નહોતી પડતી કે શાશ્વતને મળીને તે પહેલા શું કહેશે આટલા ઉચ્ચ હોદ્દા પર રહેલા માણસ સાથે તે શું વાતો કરશે , ચેટીંગમાં તો એકદમ ડાઉન ટુ અર્થ લાગે છે , શું સાચે જ એવા હશે?
ઘણા બધા સવાલો સાથે તે પોતાના ઘરની શેરીના નાકે પહોચી ત્યાં તેનો ફોન વાઈબ્રેટ થયો , આજુબાજુ અવાજ હોવાથી રીંગ તો સંભળાઈ નહિ , પણ ફોનનું વાઈબ્રેશન ફિલ થયું. ઘર વધુ દુર ન હોવાથી ફોનને વાગવા દીધો અને ઘરે પહોચીને કોનો ફોન છે એ જોશે એવું વિચાર્યું.
ઘરે પહોચીને જોયું તો શાશ્વતનો ફોન હતો , તરત જ નીષ્ઠાએ સામો ફોન કર્યો . પહેલી વાર બંનેએ એકબીજાનો અવાજ સંભાળ્યો પણ જાણે એકબીજાના અવાજથી તેઓ વર્ષોથી પરિચિત હોઈ તેવું લાગતું હતું.
હેલ્લો ,
હજી ઘરે પહોચી, સ્કુટી પણ પાર્ક કર્યું નથી. શાશ્વત કઈ બોલે એ પહેલા નિષ્ઠાએ કહી દીધું
ઓહ! પહોચી ગયા ? મેં કહ્યું હતું ને કે સાડા પાંચ – છ ની આસપાસ હું ફ્રિ થઈશ . મારે મીટીંગ હતી એમાં થોડું મોડું થયું , શાશ્વતને લાગ્યું કે આજે પણ હવે નહી મળી શકાય તેથી તેને વાત આગળ વધારતા નિષ્ઠાને કહ્યું કે સારું વાંધો નહિ , હવે ક્યારે મળશું ટાઇમ આપો.
આજે જ , દસ પંદર મિનીટ માં ઘરેથી નીકળું છું અને કલાકમાં મળીએ. નિષ્ઠા એ હસતા હસતા જવાબ આપ્યો , આજે કેન્સલ નહી થાય.
શાશ્વતને નિરાત થઇ અને નિષ્ઠાને કહ્યું , હું ઓફિસે જ બેઠો છું આવો .
બાય ધ વે , એકઝેટલી તમારી ઓફીસ ક્યાં આવી ? સરખું સમજાવો ને! હું ભૂગોળમાં થોડી કાચી છું . નિષ્ઠાએ મસ્તી કરતા કહ્યું. કદાચ નિષ્ઠાનું આવું જ રમતિયાળ પણું શાશ્વતના મનને મોહી ગયું હતું
શાશ્વત : હાહાહાહાહા.. હું મારું લોકેશન મોકલું છું . એમાંથી સમજાય જશે ને ?
નિષ્ઠા : હા.
શાશ્વત : સારું આવો જલ્દી.
...........................................................................................................
શાશ્વત પહેલી વાર કોઈના આવવાની આટલી આતુરતાથી રાહ જોતો હતો , જેવા વિચારો છે શું તે પણ તેવી જ હશે ? શું વાતો કરશું ? અને આવા મબલક વિચારોએ શાશ્વતને ઘેરી લીધો હતો.
નિષ્ઠા બેગ મુકીને ફ્રેશ થઈને તેના મમ્મીને જાણ કરીને ફરીથી સ્કૂટીનો સેલ્ફ મારી શાશ્વતની ઓફિક જવા નિકળી.
શાશ્વતે લોકેશન મોકલ્યું હોવા છતાં નીષ્ઠાને બે ત્રણ વખત ફોન કરીને રસ્તો પૂછવો પડ્યો અને આખરે તે શાશ્વતની ઓફિસે પહોચી. ત્યાં પહોચીને પણ ફરીથી ફોન કર્યો.
હેલ્લો
નિષ્ઠા કઈ પણ બોલે એ પહેલા શાશ્વતે કહ્યું , તમે અત્યારે ક્યાં છો તમારું લોકેશન મોકલો હું લેવા આવું તમને.
નિષ્ઠાને પોતાના પર જ હસવું આવી ગયું, અને હસતા હસતા જ કહ્યું ના ના ફક્ત એટલું કહી દો કે તમારી કેબીન ક્યાં ફ્લોર પર છે ?
ફસ્ટૅ ફ્લોર. નીચે ગમે તેને પુછજો. એ બતાવી દેશે. આવો જલ્દી.
બને એકબીજાને જોવા આતુર હતા. અને અંતે નિષ્ઠા શાશ્વતની કેબીન સુધી પહોચી ગઈ અને થોડો દરવાજો ખોલીને બોલી , “may I ?”
તમારે આ ફોર્માલીટી કરવાની જરૂર નથી. You can come without asking me . શાશ્વતે પોતાની ચેર પરથી ઉભો થઈને કહ્યું.
નિષ્ઠા હજુ દરવાજે જ ઉભી હતી તેને જોઇને શાશ્વત ફરી બોલ્યો આરતી ઉતારવી પડશે?
નિષ્ઠા અંદર ગઈ અને બંને હસી પડ્યા. પણ શાશ્વતનું બોલવાનું ચાલુ જ હતું , આવો આવો .આખરે પહોચી ગયા એમ ને , બહુ ભૂગોળ કાચું હો ભાઈ તમારું . બેસો . શાશ્વતે નિષ્ઠાનું ઉષ્માભેર સ્વાગત કર્યું.
નિષ્ઠા હજુ અસમંજસમાં જ હતી. કઈ બોલી શકી નહી , અને શાશ્વતનું બોલવાનું ચાલુ જ હતું, “ બહુ શોધવું પડ્યું નથી ને”
ના ના.
શાશ્વતે પોતાના પ્યુન પાસે પાણી મંગાવ્યું અને એ દરમિયાન બંનેની વાતો ચાલુ જ હતી. નિષ્ઠા હવે ધીમે ધીમે વાતો કરવા લાગી હતી. અને અચાનક શાશ્વતને યાદ આવતા તેને પૂછ્યું ,
ચા , કોફી , આઈસ ક્રીમ ? બોલો શું લેસો?
નિષ્ઠા : કઈ નહિ.
શાશ્વત :એમ ના ચાલે , હું આઈસ ક્રીમ માંગવું છું . તમે ફક્ત ફ્લેવર બોલો . મને ખોટા આગ્રહ કરતા આવડતું નથી.
નિષ્ઠા હજુ અવાચક જ હતી આટલા સરળ વ્યક્તિત્વને જોઇને , પહેલી વાર શાશ્વતને મળતી હોવા છતાં , તે શાશ્વતને વર્ષોથી જાણતી હોઈ એવું લાગતું હતું
નિષ્ઠા : સાચે કઈ નહિ ચાલે.
શાશ્વત : એમ નહી ચાલે. શાશ્વતે પ્યુનને બોલાવી ને ચોકલેટ ફ્લેવર આઈસ ક્રીમ મંગાવી.
નિષ્ઠા : how u come to know , I like chocolate flavour.
શાશ્વત : જાદુ બીજું શું? હહાહા..
નિષ્ઠા : તો તો મારે ચેતવું જોઈએ , ક્યાંક તમે મને ચકલી ના બનાવી દો.
અને કેબીન બનેના હસવાના અવાજથી ગુંજી ઉઠી.
શાશ્વત : કોઇપણ છોકરીને ચોકલેટના ભાવતી હોઈ એવું ના બને . એટલે મેં ચોકલેટ મંગાવી.
અને બંને વચ્ચે વાતોનો સિલસિલો ચાલુ થયો. તેટલામાં પ્યુન આઈસ્ક્રીમ લઈને આવ્યો અને બને એ આઈસક્રીમની ખાતા ખાતા પણ વાતો ચાલુ જ હતી. વાતો વાતોમાં શાશ્વતને ખબર પડી કે કાલે નિષ્ઠાનો બર્થ ડે છે , જો કે શાશ્વતે નિષ્ઠાને તેની બર્થડેટ ચેટીંગમાં જ પૂછી લીધી હતી પણ તે ભૂલી ગયો હતો તેથી નિષ્ઠાને બોલવાનો મોકો મળી ગયો , તેથી નિષ્ઠા એ કહ્યું , “એટલુ જલ્દી ભૂલી જવાનું હતું તો પૂછાય જ નહી ને”
અરે ભૂલાય ગયું , હવે નહી ભૂલાય બસ. તમને? શાશ્વત પોતાનું વાક્ય પૂરું કરે તે પહેંલા જ નિષ્ઠાએ કહી દીધું હા, મને તમારી બર્થ ડેટ યાદ છે ૨૧ નવેમ્બર, બરાબર ને .
હા , બરાબર . મને તારીખો ભૂલવાની બીમારી છે શાશ્વતે કહ્યું
નિષ્ઠાએ થોડું હસીને કહ્યું , મને પણ છે , આ તો તમારી અને મારા પપ્પાની બેઠ ડેટ સેમ છે , એટલે યાદ રહી ગયો
શાશ્વત: હમમ. બાકી સંભાળવો.
ક્યારેક કોઈ વ્યક્તિ સાથે સમય પસાર કરવો એટલો કઠીન હોઈ છે અને કોઈ વ્યક્તિ સાથે હોવાથી સમય ક્યાં ઉડી જાય છે એ ખબર જ રહેતી નથી . આ બધા મનના ખેલ હોઈ છે, મન ને ક્યારે કોણ ગમી જાય છે તેની મન ને ખુદ ને ખબર રહેતી નથી અને જે વ્યક્તિ વિષે સ્વપ્નેય ન વિચાર્યું હોઈ તેની સાથે જયારે કોઈ અતુટ નાતો જોડાય જાય ત્યારે લાગે કે આ વિશ્વમાં લાગણી ના અને હર્દયના સંબંધો હજુ જીવે છે.
દોઢેક કલાક જેવું પસાર થઇ ગયું હતું , અચાનક જ નિષ્ઠાની નજર ઘડીયાર પર પડી અને કહ્યું
નિષ્ઠા : બહુ સમય લીધો આપનો , બસ હવે મારે રજા લેવી જોઈએ
શાશ્વતને પણ લાગ્યું કે હવે તેને નિષ્ઠાને રોકવી જોઈએ નહી. મોડું થશે તો ઘરે પહોચવામાં તક્લીફ પડશે આમ પણ તેનું ઘર ખાખ્સું આઘું છે, તેથી નિષ્ઠાની વાત ને સ્વીકારી લીધી અને કહ્યું સારું , ફરી ક્યારે મળશું?
ખબર નહિ. અને નિષ્ઠા એ દરવાજા તરફ ગઈ નિષ્ઠાને હતું કે , શાશ્વત તેને જતા જતા બર્થ ડે વિશ કરશે પણ શાશ્વતે ના કર્યું, અને કહ્યું , બહુ મજા આવી તમને મળીને હવે મળતા રહીશું.
ચોક્કસ. ફક્ત એટલો જ નિષ્ઠા એ જવાબ આપ્યો અને બાય સી યુ સૂન . કહીને જતી રહી.
શાશ્વત હજી પણ નિષ્ઠાના જ વિચાર માં જ ખોવાયેલો હતો , નિષ્ઠા હું તો તેની ઓફીસની બહા પણ નહોતી નીકળી ત્યાં શાશ્વતે નિષ્ઠાને મેસેજ કરી દીધો , “ હાઉ યુ ફિલ ?”
નિષ્ઠાએ રસ્તામાં કે ઘરે પહોચીને મોબાઈલ હાથમાંજ લીધો નહોતો પરંતુ તેના મન મસ્તિષ્ક પર શાશ્વત જ છવાયેલો હતો . અને શાશ્વતે જાણતા છતાં , છુટા પડતી વખતે તેને એકવાર પણ એડવાન્સમાં બર્થ ડે વિશ ન કર્યું તેનો વસવસો હતો . શાશ્વતની બોલી, તેનો અંદાજ બધું જ નિષ્ઠાને ખુબ ગમ્યું હતું.
બીજી બાજુ શાશ્વત નિષ્ઠાના રેપ્લીની આતુરતા પૂર્વક રાહ જોતો હતો. તે નિષ્ઠાની સાદગીનો દીવાનો થઇ ગયો હતો . તે જાની ચુક્યો હતો કે તેના અને નિષ્ઠા વચ્ચે કૈક એવી ડોર છે બને ને બાંધે છે અને મહાદ અંશે તેને એવું પણ લાગતું હતું કે તે માનો મન નિષ્ઠાને ચાહવા લાગ્યો છે . બીજી બાજુ નિષ્ઠા આ બધી લાગણીઓથી અજાણ હતી.
બધું કામ પતાવીને નીષ્ઠાએ શાશ્વતનો મેસેજ જોયો અને રીપ્લાઈ કર્યો , I knew that u will ask this question.
અહી શાશ્વતની ઊંઘ હરામ થઇ હતી જેવો નિષ્ઠા નો મેસેજ આવ્યો તરત જ જોયો અને તેની સાથે વાતો કરવા આતુર શાશ્વતે તરત જ પૂછ્યું How u know?
dont know, anyway feeling good. how u feel ? નિષ્ઠાની આંખો ઘેરાતી હતી. છતાં તેને શાશ્વત સાથે વાત કરવાનું મન થતું હતું આમ પણ અમુક ફ્રેન્ડસના રાત્રે ૧૨ વાગે ફોન આવશે એ નિષ્ઠાને ખબર જ હતી તેથી તે જાગવાનો પુરેપુરો પ્રયત્ન કરતી હતી.
શાશ્વત : બસ એટલું જ . i feel amezing. આજથી જિંદગીનો એક નવો અધ્યાય ચાલુ થયો. new chapter of life begins.
નિષ્ઠાની આંખો હવે બંધ થવાને આરે હતી તેથી શાશ્વતનો મેસેજ વાચીને તેને કહી દીધું...હવે નથી જગાતું . good night ,talk to you tomorrow. અને તે ફોન સાઈડમાં રાખીને સુય ગઈ.
મેસેજ વાંચીને શાશ્વતને થોડું ન ગમ્યું. તેને સૌથી પહેલા નિષ્ઠાને વીશ કરવું હતું, તેથી એ સુવે એ પહેલા વિશ કરી દે એવું વિચારીને તરત જ કહ્યું haapy wala birthday.
પણ નિષ્ઠા હવે સુઈ ગઈ હતી તેથી તેને મેસેજ જોયો નહી.
શાશ્વત લાગણીઓના પુરમાં તણાતો હતો. પણ નિષ્ઠા આ વાતથી સાવ બેખબર હતી, શાશ્વત ધીમે ધીમે અતીતમાંથી બાર આવતો હતો અને વિચારતો હતો કે, “ જયારે લાગણીઓના પુર આવે છે ત્યારે માનસ પાસે તેમાં દુર દુર સુધી તણાવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી અને આ પૂરર ફક્ત એક કે બે દિવસ રહીને ઓસરતું પણ નથી આ પુર નું પાણી દિવસ વીતે છે તેમ વધુને વધુ ચડતું જાય છે . જો ઈશ્વરે માણસને “ લાગણી, અપેક્ષા અને ઈચ્છા” આ ત્રણ વસ્તુ આપી ન હોત ન તો માણસની જિંદગી ખુબ સરળ થઇ જાત. કારણકે, માણસ પોતાના માટે ક્યારેય જીવતો જ નથી તે બીજાને પોતાના બનવા માટે અને પોતાનાઓ માટે જીવે છે. અને આ પોતાના વ્યક્તિઓ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે અને આજ માણસ પોતાના સપનાઓ અને અધુરી ઇચ્છાઓને પૂરી કરવમાં જ જિંદગી જીવી નાખે છે તો પણ છેલે કોઈ પણ માણસ સંતુષ્ટ હોતો જ નથી તેને કઈંક અને કઇક ઇચ્છાઓ તો બાકી જ રહી જાય છે. “
નિષ્ઠા પણ ધીમે ધીમે વર્તમાનમાં પ્રવેશી રહી હતી આજે શાશ્વતે કહેલા એ વાક્યનો મતલબ તેને સમજાયો હતો કે , “આજથી જિંદગીનો નવો અધ્યાય ચાલુ થાય છે.”
શાશ્વત ફરીથી અતીતના સપનાઓમાં ફરવા નીકળી ગયો જયારે નિષ્ઠાના બર્થડે ના દિવસે બને એ અખો દિવસ ચેટ કરેલી,નિષ્ઠાને પણ એજ વાતો યાદ આવતી હતી તે તેનો અત્યાર સુધીનો બેસ્ટ બર્થડે હતો.
ક્રમશઃ..................