Thank you in Gujarati Classic Stories by Hardik Raja books and stories PDF | થૅંક યૂ

Featured Books
Categories
Share

થૅંક યૂ

થૅંક યૂ

“Let us be grateful to people who make us happy; they are the charming gardeners who make our souls blossom.”
-Marcel Proust

સમય ના કાળ ચક્ર માં ફરી એક વાર જ્યારે એક વર્ષ નો સમય ગાળો પૂરો થવા આવ્યો છે, આખું વર્ષ પલક ઝ્બકાવતા જ પૂરું થઇ ગયું, કે આટલો સમય ક્યાં ચાલ્યો ગયો તેની આપણ ને ખબર જ ન રહી એવું આપણે ઘણી વાર બોલતા હોઈએ છીએ, પણ જેમ ખૂબ જ બલ્કી બુક માં ઝીણા અક્ષર વાળું પેજ હોય તેને બિલોરી કાચ થી જોતા સ્પષ્ટતા થી વાંચી શકાય તેવી જ રીતે, આ આખા જ વીતી ગયેલા વર્ષ ને જરા બરાબર રીતે યાદ કરતા ખરેખર ઘણો સમય હતો, તેવું જણાઈ આવે.

આવી જ રીતે 2X ની સ્પીડ પર રીવાઈન્ડ કરતાં ઘણા પાસાઓ સામે આવશે, જેમાં આપણા ઉલ્લાસ ના અને ઉમંગ ના દિવસો હશે, આપણી સફળતાઓ યાદ આવશે, નિષ્ફળતાઓ માં જરા વાર માટે અશાંત થઇ જવાશે, સફળતાઓ પછીના સેલીબ્રેશન, આખાય વર્ષ માં ઉજવેલા વર્ષ ના તહેવારો, વર્ષ નો પેલ્લો રવિવાર થી માંડી ને છેલ્લા રવિવાર વચ્ચે ના રવિવાર સુધીની મસ્તી ની સફર યાદ આવી જશે, જેમાં આપણા બર્થડે નું સેલીબ્રેશન યાદ આવશે, કેટલાક નવા ચહેરા ઓ મગજ ની મેમરી માં અપલોડ થયા હશે, જે આ નવા વર્ષ માં મળ્યા હોય અને આ બધા માં ક્યાંક ને ક્યાંક આપણ ને તેવા લોકો ના ચહેરા પણ નજર સામે આવી જશે, કે જેઓ એ આપણી માટે ડીરેકટરલી કે ઇન-ડીરેકટરલી ઉત્સાહ થી કામ કર્યુ હોય.

તો ચાલો, આવા માણસો ને એક નોટ લખીએ (ભલે વ્હોટ્સએપ માં જ !) જે આપણ ને આ વર્ષ માં થોડા-ઘણા પણ ઉપયોગી થયા છે. તેનાથી તેમને ખૂબ જ આનંદ મળશે. થેંક યૂ અને સોરી આ બન્ને શબ્દો કદાચ બનેલા કિસ્સા માં ક્યાંય પણ કોઈ ને પણ લાભ કે નુકશાન તો થતા નથી જ, પણ સ્વાભાવિક રીતે આપણી ભૂલ હોય તો લાગણીપૂર્વક નો એક વર્ડ ‘સોરી’ પણ સામે વાળા ના દિલ માં આપણું એક સારૂ ચિત્ર ઉભું કરે છે. એક ખૂબ જ સરસ વાક્ય ક્યાંક વાંચેલું કે એવો વર્તન કોઈ ની સાથે ક્યારેય ન કરવું જેવું આપણી સાથે થાય ત્યારે આપણ ને નથી ગમતું. ઘણા લોકો ને એવી કોઈ પ્રકારની ગાંઠ મગજ માં હોય છે કે આપણે શા માટે કોઈ ને સોરી કહેવું જોઈએ ? એ લોકો શાયદ એવું સમજતા હોય છે કે, આપણે સોરી કહેવાથી કોઈ ના હાથ નીચે આવી જઈએ છીએ, પણ તેવું આજે રહ્યું નથી. નો સોરી, નો થૅંક યૂ જેવું દોસ્તી માં કોઈ પણ શક વિના હોવું જ જોઈએ તે વાત સો ટકા સાચી, પણ જ્યારે આપણે બીજા સાથે વ્યવહાર કરતાં હોઈએ ત્યારે આવી હેબીટ રાખવી આપણા માટે જ હિતાવહ છે, તે આપણા સંબંધો ને ફૂલો ની જેમ મહેકાવવા માં મદદ કરે છે.

આજે ઈન્ટરનેટ આવ્યું છે, માણસ નું માણસ જોડે નું કનેક્શન વધ્યું છે, તે વાત સાચી પણ સોશિયલ મીડિયા માં, બાકી સંબંધી ઓ કે પછી મિત્રો ને ફોન કરવા માટેના કે પછી મળવા માટે ના બહાનાઓ આજકાલ રહ્યા જ છે ક્યાં ? આપણે ક્યારેય કોઈ મિત્ર ને કોઈ માહિતી પૂછવા માટે આજ-કાલ ફોન કરવા પડતા નથી કારણ કે, તે વ્યવસ્થા ઈન્ટરનેટ સારી રીતે પૂરી પડે છે, આપણે સંબંધીઓ ને ત્યાં મળવા માટે જતા નથી કારણ કે, સમય જ ઓછો મળે છે, તહેવારો માં પણ ક્યાંક ફરવા ઉપડી જઈએ છીએ જ્યાં કોઈ આપણને શાયદ હેપી દિવાલી વિશ કરવા માટે ફોન કરે તો પણ ત્યાં નેટવર્ક ના પ્રોબ્લેમ હોય છે, ઇન શોર્ટ, આજે શાયદ ફેમિલી છે તો પણ ક્યાંક ને ક્યાંક બધા ને કોઈ પ્રોબ્લેમ છે, એટલે જ, માણસ ને જો પોતાનું જીવન સાવ યાંત્રિક ન બનાવી દેવું હોય તો પછી, સબંધીઓ-મિત્રો ને ફોન કરવા માટે ના, મળવા માટે ના બહાનાઓ શોધવા આવશ્યક બની જાય છે. મિત્રો ને ન્યુ યર વિશ કરવું, બર્થ ડે કે એનીવર્સરી યાદ રાખી ને વિશ કરવી, આ બધી જ તો મજા છે, જ્યારે આપણે કોઈ ને વિશ કરીશું ત્યારે તે લોકો આપણા બર્થ ડે માં વિશ કરશે ને !

તો ચાલો, આજે આપણે જેમના લીધે છીએ, કે પછી જેમની બ્લેસિંગ છે આપણા પર તેવા લોકો ને એક થૅંક યૂં નોટ લખીએ, અથવા તો થૅંક યૂં કહીએ કે, જેઓ આપણ ને આ આખા વર્ષ માં આપણી જિંદગી નું જશ્ન મનાવવા માં સાથે રહ્યા છે. આપણી પાર્ટી માં તો સામિલ થયા છે પણ આપણા દુઃખ માં ઇન્વીટેશન વિના જ આપણ ને દિલાસો આપવા પહોચી ગયા હોય, આપણા ટીચર્સ કે જેઓ એ ભલે આપણ ને માર્યા હોય ત્યાં સુધી ની સજા કરી હોય પણ આજે આપણે જે કાઈ છીએ તે તેમના લીધે જ છીએ, આપણા મમ્મી-પપ્પા કે જેઓ હંમેશા પોતાનાં સુખ પહેલા આપણું સુખ જુએ છે, ત્યાં સુધી કે આપણા ફેમિલી ડૉક્ટર ને પણ થેંક યૂં કહીએ કે જેમના લીધે આપણા ચહેરા પર એક સ્માઇલી હંમેશા રહી છે, અને અંતે એવા બધા જ લોકો ને થેંક્સ કહીએ કે જેમના લીધે આપણે આ આખું વર્ષ જશ્ન કર્યુ છે.

તો આવો આ વર્ષે આવા લોકો ને થેંક્સ કહીએ, અને આ વર્ષ થી નક્કી કરીએ કે આવતા વર્ષ માં આપણે પણ તેવા લોકો ને ભેટ તરીકે મદદ કરીશું, અને એવા ને જ નહિ આપણે બને તેટલી બીજા ને પણ મદદ કરીશું. સુખબીર ખૂબ જ સરસ કહે છે કે, ઉદારતા વધુ આપવામાં નહી, પરંતુ સમયસર આપવામાં રહેલી છે,

અને 'આપવા' નો અર્થ ફક્ત કોઈ વસ્તુ આપવા પૂરતો નથી. મધુર સ્મિત, પ્રેમાળ વાણી અને લાગણીભરેલો સ્પર્શ - એ પણ એક જાતનું દાન જ છે. રશિયન લેખક તુર્ગનેવ ની એક વાર્તામાં એક માણસ, ભિખારીને આપવા માટે પોતાનાં ખિસ્સામાં કાંઈ જ ન હોવાને કારણે એની સાથે હાથ મિલાવે છે, ત્યારે ભિખારી હસીને કહે છે કે, આ પણ એક દાન જ છે ને !

એટલે જ, ક્યારેક બસ એમ જ સગા-વ્હાલા અને મિત્રો ને ચિઠ્ઠી લખવી જોઈએ, કદાચ કોઈ કારણ ન હોય તો પણ શું થઇ ગયું ! અને આજ ના યુગ માં તો ફોન કરવો જોઈએ, તેઓ પૂછે કે શું કામ હતું ત્યારે કહેવું કે, કારણ એ હતું કે હમણાં ઘણા સમય થી તમારો અવાજ ન હતો સાંભળ્યો એટલે જ બસ. અને હમણાં વાત થઇ ન થી તો વાટ કરવી હતી એટલે જ બસ.. સબંધો ની પાછળ કોઈ કારણ હોતા નથી, એ લાગણી ના ટ્રેક પર ચાલતી ગાડી છે.

અને આ થૅંક યૂ કહેવા માટે જ 26 ડીસેમ્બર ના રોજ એક ‘થૅંક યૂ નોટ ડે’ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા ની શરૂઆત ઈજીપ્ત લોકો એ કરેલી, તે લોકો ૧૮૦૦ ની સાલ થી આ ડે સેલીબ્રેટ કરે છે, પહેલા તેઓ કઈ અલગ પ્રકારનો સારો કાગળ વાપરતા હતાં, થૅંક યૂ નોટ લખવા માટે. ત્યાર પછી અલગ અલગ પ્રકારના ગ્રીટિંગ્સ કાર્ડ માર્કેટ માં આવવા લાગ્યા. પણ, તે જે હોય તે લોકો ને આ ડે મનાવવો ગમે છે કારણ કે આની પાછળ એક સરસ મજાની ફીલીંગ છુપાયેલી છે.

કોઈ પણ દિવસ નું સેલીબ્રેશન કરવું એ ખૂબ જ ઇઝી અને ખૂબ જ મજા આવે તેવી વાત છે. તો પછી આ બધાજ સેલીબ્રેશન વચ્ચે એક દિવસ સ્નેહીઓ અને મિત્રો માટે પણ હોવો જ જોઈએ, કે જ્યારે તે લોકો છે તો આપણી જિંદગી આટલી આનંદિત અને ઉત્સાહિત છે.

તો લઇ લો કાગળ અને પેન, અને હૃદય થી તમારા સ્નેહીઓ અને મિત્રો ને થૅંક યૂ નોટ લખો...

Thanks For Reading..

Short thank you note,

“We are in the last moment of the year… Just felt,

I should thank everyone who made me smile this year…

You are one of them…

So here is a BIG THANK YOU!

  • Hardik Raja