Gujarati Jodani in Gujarati Human Science by Dr. Yogendra Vyas books and stories PDF | Gujarati Jodani

Featured Books
  • سائرہ

    وضاحت یہ کیسی دوستی ہے جس میں وضاحت دینی پڑے؟ اس کو سچ ثابت...

  • کہانیاں

    اوس میں نے زندگی کے درخت کو امید کی شبنم سے سجایا ہے۔ میں نے...

  • یادوں کے سنسان راستے

    ان کی گاڑی پچھلے ایک گھنٹے سے سنسان اور پُراسرار وادی میں بھ...

  • بےنی اور شکرو

    بےنی اور شکرو  بےنی، ایک ننھی سی بکری، اپنی ماں سے بچھڑ چکی...

  • خواہش

    محبت کی چادر جوان کلیاں محبت کی چادر میں لپٹی ہوئی نکلی ہیں۔...

Categories
Share

Gujarati Jodani

ગુજરાતી જોડણીની

અગત્યની બાબતો

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ગુજરાતી જોડણીની અગત્યની બાબતો

ગુજરાતી લખાણમાં જોડણીની ચીવટ રાખનારે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવો પડે તે સમજી લેવું જોઈએ. ગુજરાતી જોડણીના મુખ્ય આધારો ત્રણ છે.

પરિવર્તનોમાંથી પસાર થયેલા શબ્દો કઈ રીતે કયાં ધ્વનિપરિવર્તનોમાંથી પસાર થયા તેની જાણકારી.

દા.ત. પુત લખાય કે પૂત અથવા નીમવૃક્ષ લખાય કે નિમવૃક્ષ તેનો નિર્ણય ધ્વનિપરિવર્તનના નિયમને આધારે થાય છે.

કેટલાક શબ્દોની જોડણીનો આધાર વ્યાકરણના નિયમો પર હોય છે.

દા.ત. ચીડ, ખીજ, બી જેવા શબ્દોમાં દીર્ઘ ઈ વપરાય છે પરંતુ તેઓને જયારે આથી શરૂ થતાં કર્મણિ પ્રત્યય લાગે અને રચના બને ત્યારે ચિડાય, ખિજાય, બિવાય અથવા ચિડાવાય, ખિજાવાય, બિવડાવાય એ રીતે લખાય.

ત્રણ મજૂર દટાયાં કે દટાયા. જ્યાં સુધી ખબર ના હોય કે દટાનારમાં માત્ર ત્રણે પુરૂષો જ હતા કે પછી એમાં એક-બે સ્રી મજૂરો પણ હતી ત્યાં સુધી દ્‌વિધા રહેવાની. આનો પણ ઉકેલ છે. પરંતુ આ જ સંજ્જ્ઞાઓને એકવચનમાં અનુસ્વાર લાગતો હોય તેને વિભક્તિ પ્રત્યય લાગે ત્યારે તેનું બહુવચનનું રૂપ વપરાવા છતાં તેના ઉપરથી અનુસ્વાર ચાલ્યો જાય છે.

સુંદરમે ‘અનુસ્વાર’ અષ્ટક લખ્યું છે. એમાં કયા કયા શબ્દો ઉપર અનુસ્વાર આવે તે વિશેની સમજણ આપી છે. પરંતુ આ સમજણ ઉપરછલ્લી છે.

દા.ત. એવી સમજ છે કે પુલ્લિંગની સંજ્જ્ઞાઓ અને તેની સાથે અન્વય ધરાવતાં પદોને અનુસ્વાર લાગે નહીં. પરંતુ સ્ત્રી-પુરૂષો ભેગાં હોય અથવા સ્ત્રીલિંગની માનાર્થે વપરાતી અથવા સહજ રીતે આવતી બહુવચનની સંજ્જ્ઞાઓ હોય તો તેની સાથે અન્વય ધરાવતાં પદોને અને નપુંસકલિંગનાં એકવચન તથા બહુવચનની સંજ્જ્ઞાઓ અને તેની સાથે અન્વય ધરાવતાં પદોને અનુસ્વાર લાગે છે.

દા.ત. શ્રીમતી ગાંધી અમદાવાદ સ્ટેશને આવ્યાં. મને બે પાનાં આપ્યાં, પહેલું પાનું વાંચી નાખ્યું.

આ તો જાણે કે બરાબર છે પણ કેટલીકવાર સંપૂર્ણ વિગત જાણ્‌યા વિના વાક્યમાં ઉલ્લેખાયેલી સંજ્જ્ઞા સ્ત્રી-પુરૂષો બંનેને સમાવે છે કે કેમ તે ખબર પડતી નથી.

દા.ત. ત્રણ મજૂર દટાયાં કે દટાયા. જ્યાં સુધી ખબર ના હોય કે દટાનારમાં માત્ર ત્રણે પુરૂષો જ હતા કે પછી એમાં એક-બે સ્રી મજૂરો પણ હતી ત્યાં સુધી દ્‌વિધા રહેવાની. આનો પણ ઉકેલ છે. પરંતુ આ જ સંજ્જ્ઞાઓને એકવચનમાં અનુસ્વાર લાગતો હોય તેને વિભક્તિ પ્રત્યય લાગે ત્યારે તેનું બહુવચનનું રૂપ વપરાવા છતાં તેના ઉપરથી અનુસ્વાર ચાલ્યો જાય છે.

દા.ત. પહેલા પાના ઉપરના સમાચાર, પાંચ ગધેડાં દોડયાં પરંતુ પાંચમા ગધેડાને વાગ્યું. બહુવચન હોય તો વળી પાછો અનુસ્વાર આવે. દા.ત. પાંચ ગધેડાંને વાગ્યું.

એવું જ બીજા, ત્રીજા, ચોથા, પાંચમા એમ ક્રમાંક બતાવનાર ‘મા’ પ્રત્યયને અનુસ્વાર લાગતો નથી પણ સાતમી વિભક્તિના ‘માં’ પ્રત્યય ઉપર અનુસ્વાર લાગે છે. ઘણીવાર ભાષક સમજી શકતો નથી કે અહીં ‘મા’ એ ક્રમાંક બનાવનાર પ્રત્યય છે કે સાતમી વિભક્તિના પ્રત્યય તરીકે આવ્યો છે ત્યારે અવઢવ થાય છે.

દા.ત. અઢારમાં વરસમાં પ્રવેશેલો કિશોર કે અઢારમા વરસમાં પ્રવેશેલો કિશોર-હવે જો લખનારના મનમાં ‘પ્રવેશેલો’ના વિશેષણ તરીકે પણ ‘અઢારમું’ હોય તો ‘અઢારમાં’ ઉપર લાગેલો અનુસ્વાર વાજબી ઠેરવી શકાય એટલે કે અઢારમાં પ્રવેશેલો કિશોર એમ ગૃહિત છે. જ્યારે ‘અઢારમું’ એ વરસના ક્રમાંક તરીકે આવે તો ‘અઢારમા વરસમાં પ્રવેશેલો’ એમ જ લખવું ઘટે. ક્રમાંક બતાવનાર અનુસ્વાર સાથે આવે અને ‘મા’ અનુસ્વાર વિના આવે તેનો તર્ક પણ સમજાવી શકાય પણ અહીં એ પ્રસ્તુત નથી. કયારેક વાક્યની વચ્ચેથી અન્વય બદલાઈ જાય.

દા.ત. આયુર્વેદ માટે ફાળવેલાં નાણાંમાંથી રૂ. ૫૪૦ લાખ વણવપરાયેલા રહ્યા. જેવા વાક્યમાં પ્રશ્ન એ થાય કે વાક્યના ઉત્તરાર્ધમાં અન્વય નાણાં પ્રમાણે ચાલે છે જ્યારે ઉત્તરાર્ધમાં એ રૂપિયા પ્રમાણે ચાલે છે. એક જ વાક્યમાં આવું બને ત્યારે અનુસ્વાર કયાં મૂકવો, કયાં ન મૂકવો એની મૂંઝવણ થઈ શકે.

ગુજરાતી ભાષક છેલ્લાં ચારસો એક વરસથી હ્‌સ્વ/દીર્ઘનાં અલગ ઉચ્ચારણો કરવાનું અને સાંભળવાનું ભૂલી ગયો છે. આ કારણે સરેરાશ ગુજરાતી ભાષક ગુજરાતી લખતી વખતે ય જયાં જે ફાવે તે હ્ય્સ્વ કે દીર્ઘ વાપરતો થઈ ગયો.

એટલે મહત્વની બાબત એ છે કે, ગુજરાતી ભાષામાં ચીવટથી લખવાની ઈચ્છા ધરાવનારને માત્ર કોશની માહિતી હોય એટલે પૂરતું નથી. ઘણીવાર સારા સારા પ્રૂફરીડરો એમના વ્યાકરણના અજ્જ્ઞાનને કારણે ઘણી ભૂલો કરતા હોય છે. ગુજરાતી જોડણીની ચીવટ રાખનારે એના વ્યાકરણનો પણ અભ્યાસ કરવો પડે. આ એક મોટી ભુલ-ભુલામણી છે. (જોયું હિંદીમાં ભૂલભુલૈયાં શબ્દમાં પહેલો દીર્ઘ છે અને પછી ભુલૈયાં હ્ય્સ્વ છે. ગુજરાતી ભાષક એકલું ભૂલ લખે ત્યારે હિન્દીની જેમ ભૂલ જ લખે પણ ભુલભુલામણી લખે ત્યારે ભૂલનું ભુલ કરી નાંખે. આથી હિન્દી ભાષકની ભૂલ ના થાય, ગુજરાતીની થાય.) આવી ભૂલ-ભુલામણી થવાનું કારણ સમજાય એવું છે . જયાં કોશ અને વ્યાકરણને અલગ રાખવામાં આવે ત્યાં ગૂંચવાડા ઓછા થાય. જયાં કોશની સાથે વ્યુત્પત્તિ, ઐતિહાસિક પરિવર્તનો, પરભાષામાંથી લેવાયેલા શબ્દો અને ભાષાનું વ્યાકરણ એ બધું જોડી દેવામાં આવે ત્યાં ગૂંચવાડા વધુ થાય. જે છેલ્લો નવો પ્રયત્ન થયો તેણે તો ગૂંચવાડા ઊંલટાના વધાર્યા છે.

એક વાત બરાબર સમજી લેવા જેવી છે. હિન્દી ભાષક હ્ય્સ્વ અને દીર્ઘ ઈ/ઈ અને ઉ/ઊંનો ઉચ્ચાર બરાબર અલગ રીતે કરે છે. તેનો કાન એ ઉચ્ચારને અલગ રીતે સાંભળવા ટેવાયેલો છે. એ જ રીતે અનુસ્વારની બાબતમાં પણ છે. તેથી હિન્દી ભાષકને હિન્દી ભાષા લખતી વખતે અહીં હ્ય્સ્વ કે દીર્ઘ (છોટી કે મોટી?) એવા પ્રશ્નો બહુ સતાવતા નથી પરંતુ ગુજરાતી ભાષક છેલ્લાં ચારસો એક વરસથી હ્‌સ્વ/દીર્ઘનાં અલગ ઉચ્ચારણો કરવાનું અને સાંભળવાનું ભૂલી ગયો છે. આ કારણે સરેરાશ ગુજરાતી ભાષક ગુજરાતી લખતી વખતે ય જયાં જે ફાવે તે હ્ય્સ્વ કે દીર્ઘ વાપરતો થઈ ગયો. અનુસ્વાર તો એ કોઈ શબ્દોમાં બોલતો જ નથી તો સાંભળે કયાંથી? અને સાંભળતો નથી પછી લખે કયાંથી? પણ જેઓ લેખન સાથે અને છાપકામ સાથે જોડાયેલા છે તેમણે તો ચીવટ રાખવી જ પડવાની અને થોડા નિયમો યાદ રાખવા પડવાના.