Pratishtha in Gujarati Adventure Stories by Manisha joban desai books and stories PDF | પ્રતિષ્ઠા

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

પ્રતિષ્ઠા

પ્રતિષ્ઠા -રહસ્યકથા

એ .સી .પી .સૂજ્મસિંગ શ્રેણીનો અગિયારમો મણકો ....

સવારે વહેલો નીકળી આજે કિનલની ઇન્સ્ટિટ્યૂટની કેન્ટીનમાં બ્રેકફાસ્ટ લેવાની તૈયારી કરી એન્ટરન્સ પર ઉભેલા પ્યારા ડોગી ઝીગારોને 'ગુડ બાય 'કર્યું ને ગિરિરાજ ને ફોન જોડી 4 દિવસની વર્કશોપ અટેન્ડ કરવાની માહિતી આપી .સવારનાં દિલ્હીનાં ટ્રાફિક વિષે લોકલ રેડિયો પર સમાચાર સાંભળતા કંટાળી સોન્ગ શરુ કર્યું .
દિલ સંભલ જા જરા.......
અને ગિરિરાજનો ફરી ફોન ,'સર,સોરી આજે તમારો નાસ્તો બગડ્યો સમજો, સીધા ઘટના સ્થળે પહોંચવું પડશે.'
કેમ શું થયું ?'
સર,તમે છો ત્યાંથી નજીકમાં જ રાગ -ગીત સોસાયટીમાં રહેતા 'ફ્રીડમ એક્સપોર્ટ 'ના ડિરેક્ટર ઉર્પિત સોનીંના વાઈફ જવાલાની રૂમમાંથી લાશ મળી છે ,ઉર્પિત ડેન્માર્ક કોઈ કન્વેન્શનમાં ગયા છે અને એમના ફાધર 15 દિવસ પહેલાજ ન્યુઝીલેન્ડ એના નાના દીકરાને ત્યાં ગયા છે .દીકરી કોલેજમાં થી કોઈ પ્રોગ્રામમાં બે દિવસ ગઈ હતી અને ઉર્પિતની એક બેન દિલ્હીમાં એના સાસરે છે .'
ઓકે , આ જસ્ટ ટર્ન મારી રહ્યો છું .દસેક મિનિટ માં પહોચું છુ.
ઘટના સ્થળે પહોંચતા જોયું તો સ્ટાફ પહોંચી ગયો હતો અને ફોટો લઇ રહયાં હતા,ફોરેન્સિક લેબ પરથી પણ એટલામાં સ્ટાફ આવી ગયો અને લાશ જોતા લાગી રહ્યું હતું કે મૃત્યુને ઘણો વખત થઇ ગયો છે .યુવાન વયની એટલેકે 35-40 વર્ષની જવાલા નાઈટ ડ્રેસને બદલે રેગ્યુલર પંજાબી ડ્રેસમાં હતી.અને રૂમમાં આજુબાજુ કોઈ ખાસ એવા નિશાન પણ નહોતા જણાતા .ઘણીવાર રાત્રે મોડાં આવતા હોય એટલે ઘરના સર્વન્ટ ને ખબર નહોતી સમયની .આમતો કોઈવાર ગુરુજીનાં આશ્રમ પર પ્રવચનમાં જાય ત્યારે એના નણંદ પણ સાથે જાય .અને ગઈકાલે એ નહોતા ગયા .એટલે એને પણ ક્યારે ઘરે પાછી આવી એનાં સમયની ખબર નહોતી .મૃત્યુ શ્ર્વાસ રૂંધાવાથી થયું હતું .દુપટ્ટો ગળે વિંટળાયેલો હતો.
સાંજે ઓફિસ પર જનરલ ઇન્ફોર્મેશન અને ફોન ડીટેલ વગેરે આવી ગયા હતા તથા ઇન્સ.ગિરિરાજ અને ઇન્સ.સારિકા એ ફેમિલી મેમ્બર અને પાડોશી તથા ઓફિસની પણ માહિતી મેળવી લીધી હતી .
સાર ,આમતો કોઈ કોમ્પ્લિકેટેડ વાત જાણવા નથી મળતી .વેલ સેટ ફેમિલી છે ,સામાજિક સ્ટેટસ પણ ખુબ છે અને પ્રોપર્ટિં ઘણી છે પણ કોઈ ઝગડો નથી .સર્વન્ટ પાસે એવું જાણવા મળ્યું કે હમણાનું એની નણંદ સાથે જરા ઓછું થઇ ગયું હતું અને નવા મહિલા ગ્રુપમાં જવા માંડયા હતા .મિત્રવર્તુળ પણ સારું હતું અને ઘણીવાર ઘરે પાર્ટી પણ કરતાં હતા .એના સાસુ પાંચ વરસ પહેલા એક્સપાયર થઇ ગયા હતા .ઘરની બધીજ જવાબદારી જ્વાલા જ સંભાળતી હતી .એક દીકરી છે જે 9th માં સ્ટડી કરે છે .જ્વાલા એ દિવસે પોતાની કાર લઈને જ ગઈ હતી અને મૃત્યુનો સમય રાતનો બતાવે છે તો એવું લાગે છે કે કોઈએ એને મારી એની કારમાં અહીં લાવી મૂકી દીધા છે '
રાઈટ ,મને પણ રૂમમાં ખાસ કઈ વિખરાયેલું લાગતું નહોતું ,પણ કદાચ કોઈ જાણીતું હોય અને એને મળવાં અહીં આવ્યું હોય અને કદાચ કોઇ બહારની એજન્સી કામ માટે આવી હોય અને લૂંટ નાં ઇરાદે .... એવું પણ બને '
બીજે દિવસે ઉર્વિત અને એનાં ફાધર વિકાસ સોની વિદેશથી આવી ગયા એની ઓફિસમાં બોલાવી વિગતો પૂછી .પણ કોઈ સાથે દુશ્મની કે પૈસાની લેવડ દેવડ નો પ્રોબ્લેમ પણ નહોતો .એની દિકરીતો એટલી રડતી હતી કે કોઈ વાત પૂછી શકાય એમ જ નહોતી .પણ ઇન્સ.સારિકાએ થોડું પૂછતા ,'મમ્મી કિતને દીનસે ઘરમેં બહોત ડરી ડરી સી રહેતી થી ઔર કુછ જ્યાદા બાત ભી નહીં કરતી થી.' એટલે ગ્રુપમાં પણ તપાસ કરી જોઈ અને પછી ગુરુજીના આશ્રમ પાર સુજામસિંગે સ્વામીજીને મળી પૂછ્યું .એ લોકો ના ફેમિલી ગુરુ હતા .પણ જ્વાળા ખાસ આશ્રમના કાર્યક્રમોમાં એની નણંદ સાથે આવતી ,
સ્વામીજી તમને કદી કોઈ પ્રોબ્લેમ વિષે સલાહ લેવા મળી છે ?'
હા ,ઘણીવાર મનમાં કોઈ પ્રશ્નો ઉભા થાય તો પૂછી લેતી .મારી જણાવવાની ફરજ છે કે એ એના સસરાથી ખૂબ નારાજ રહેતી હતી અને .......કહેતી હતી કે એને જુદા રહેવું હતું '
તમે અટકી કેમ ગયા ?કઈ છુપાવો છો ?'
એના સસરા એની સાથે જબરદસ્તીથી ઘરમાં સંભંધ બાંધો હતો અને એ પોલીસ ફરિયાદ કરવા માંગતી હતી .પણ મેં એને સમજાવી કે હું વિકાસ સોની ને સમજાવીશ .ઘણી આડકતરી રીતે મેં વિકાસ ને સમજાવી રોકવા પ્રયત્ન કર્યો હતો.પણ ફરી એકાંત હોય ત્યારે ઘરમાં જવાલા ને પોતાનો પાછો શિકાર બનાવ્યો . મેં ઘરેલુ મામલો છે એટલે સાચવીને કામ લેતા એને નણંદ ને પણ વાત કરી હતી .પણ એતો આ વાત માણવા ને બદલે એકદમ ગુસ્સે થઇ જવાલાની વિરુદ્ધ થઇ ગઈ હતી અને એની સાથે સંબંધ ઓછો કરી નાખ્યો હતો .કોઈ વકીલને મળી જવાલા કાર્યવાહી કરવા વિષે વિચારતી હતી પણ આમ આત્મહત્યા કરી લેશે એવું નહોતું ધાર્યું .હું પણ ગઈકાલેજ 25 દિવસના હિમાલય પ્રવાસથી પાછો ફર્યો અને સવારે અમારી સભામાં એ વિશે વાત થઇ હતી.'
ઓકે,આભાર ગુરુજી આ વાત વિષે હમણાં કોઈને કહેશો નહિ .'
અને એણે જવાલાની નણંદ આભાવારી ને ઘટનાના દિવસે સાંજે એની ફોન પર 15 મિનિટ સુધી શું વાત થઇ તે વિષે પૂછ્યું .
અમે તો જનરલ વાતો કરતા હતા .'
તમે પછી ઘરે જ હતા કે કશે બહાર હતા .'
હું તો પિક્ચર જોવા ગઈ હતી મોલમાં શોપિંગ પછી '
કેમ જૂઠું બોલો છો ? તમે એ જ મોલમાં થી જવાલા સાથે બહાર ઉભા વાત કરતા હતા અને ઉર્પિત જવાલા ના ફ્રેન્ડ અને એની વાઈફ તમને બહાર મળ્યા હતા.'
આ ....હા .....એ મને મળેલી .
ફોન પર 15 મિનિટ વાત કર્યા પછી પાછા ત્યાં મળીને શું વાત કરતા હતા કે તમેજ એણે ત્યાંથી જ એની કારમાં બેસી ગયા હતા .હા હું મેટ્રો માં ગઈ હતી એટલે એણે સ્ટેશન સુધી ઉતારવા કહ્યું .'
મેડમ અંધારું હતું પણ એ દિવસે રાત્રે સોસાઈટીના વોચમેને એવું કહ્યું હતું કે એ ગાડીમાં કોઈ એ જણ હતા.'
હા ..હા મારે એક વેડિંગ ના ફંક્સન માટે સાડી જોઈતી હતી એટલે હું અહીં આવી અને પછી પાછી મને મૂકી ગઈ હતી .'
પણ મેડમ સીસીટીવિ માં કોઈ ગાડી બહાર જતી દેખાઈ નથી '
અને સખત પૂછપરછ માં આભાવરી ભાંગી પડી .
હા હા મેં જ એણે મારી નાખી .નહીંતર એ મારા આખા ફેમિલી ને બદનામ કરતે '
ફેમિલીને કે તમારા ફાધરની ભૂલને ?શું પ્લાન ગોઠવ્યો હતો એ જણાવો .'
સર, એણે ગુરુજીને પણ વાત કરી એનો મને ખુબ ગુસ્સો આવ્યો ,જે હોય તે હું આ વાત માનવા તૈયાર નહોતી .'એટલે એ દિવસે મેં એણે સમજાવવા માટે મળવાં નિર્યણ કર્યો પણ એના તેવર બહુજ ગુસ્સાનાં હતા અને અમારી વચ્ચે કારમાં પણ ખુબ ઝગડો થયો હતો .મેં એને પાર્કિંગમાં જ મારી નાખી અને રૂમમાં લઇ જઇ સુવડાવી દીધી હતી .અને હું બાજુનાં બંગલાની દીવાલ કૂદી ચાલતી બીજી બાજુથી પાછળનાં રસ્તે નીકળી ગઈ હતી '
અને સુજમસિંગે ઉપરીને બધી વિગતો થી વાકેફ કર્યા
અને કિનલ સાથે ફોન કરી, 'કાલે સવારે
નાસ્તો સાથે કરીએ ઓકે?

-મનીષા જોબન દેસાઈ