Akbandh Rahashy - 16 in Gujarati Fiction Stories by Ganesh Sindhav (Badal) books and stories PDF | અકબંધ રહસ્ય - 16

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

અકબંધ રહસ્ય - 16

એકબંધ રહસ્ય

ભાગ - 16

Ganesh Sindhav (Badal)

ગોળના આગેવાન નાત પટેલોએ રામપુરામાં ધામા નાખ્યા. વિઠ્ઠલભાઈ પટેલના સુરેશે પોતાની પરણેતર જયાને તરછોડીને મુસ્લિમ સ્ત્રીને ઘરમાં બેસાડી છે. એથી એ પટેલ સમાજનો ગુન્હેગાર બન્યો છે. નાતના આગેવાનોએ ખુલાસો કરવા સુરેશને કહ્યું.

વયોવૃદ્ધ નાતના આગેવાન નાથા પટેલે સુરેશને પૂછ્યું, “તમે પોતે જ વિઠ્ઠલભાઈ પટેલના દીકરા છો ?”

સુરેશે ‘હા’ કહી.

“તમારા લગ્ન રતનપરના રમેશ પટેલની દીકરી જયા સાથે થયા હતા ?”

સુરેશે ‘હા’ કહી.

“તો પછી શા માટે એને તેડતા નથી ?”

સુરેશ કહે, “એ મારી અંગત બાબત હોવાથી નાત વચ્ચે ચર્ચા કરવી યોગ્ય નથી.”

નાથ પટેલ કહે, “ઓત્તા....રી ! નાતને ઉલ્લુ બનાવનાર તને શરમ નથી આવતી ? નાતને અંગત કે જાહેરનો ભેદ હોતો નથી. તારા જેવા નઠારા લોકોને સીધા કરવાનું કામ નાતનું છે. હું તારો ખુલાસો માગું છું. એનો સીધો જવાબ આપ.”

સુરેશ કહે, “એ જ તો મેં કહ્યું, કે એ મારી અંગત બાબત છે.”

મગન પટેલ વચ્ચે બોલ્યા, “નાત વચાળે સીધા જવાબ આપો. તમારા મગજમાં ભણતરની રાઈ ભરી છે. તમે કોઈ નવી નવાઈનું ભણ્યા નથી. શિક્ષણ ખાતાના પ્રધાન આપણા ગોળના પટેલ છે. અમદાવાદ જિલ્લાના કલેક્ટર આપણા ગોળના છે. અરે ખુદ મારા ગામના પાંચ છોકરાં અમેરિકા જઈને કરોડપતિ બન્યા છે. એ કોઈને તમારા જેવો ભણતરનો ઘમંડ નથી. ભણતર એ જ્ઞાન છે. જ્ઞાનથી માણસ નમ્ર બને. નાત આગળ શહેરની આછકલાઈ ન ચાલે. સ્પષ્ટ સમજી લ્યો, નાતથી કોઈ મોટું નથી.”

સુરેશ કહે, “હા એ હું જાણું છું.”

મગન પટેલ કહે, “તો પછી સીધી વાત કરો ને ? આઠ-નવ વરસથી રમેશની દીકરી એના મા-બાપને ઘરે બેઠી છે. એ તમારા દીકરાનો ucuchuchhuchheuchherઉછેર કરે છે. એના માવતરના માથે શું વીતતું હશે એનો વિચાર તમે કર્યો છે ? તમે નાત આગળ નફફટ થઈને જવાબ આપો છો. એનાથી તમારું ગુનાહિત માનસ દેખાઈ આવે છે.”

સુરેશ કહે, “હું કોઈ ગુનેગાર નથી.”

નાથા પટેલ કહે, “તમે મુસલમાનનો ધર્મ અંગીકાર કર્યો એ તમારો મોટામાં મોટો ગુનો છે. આજ સુધીના ઈતિહાસમાં કોઈ પટેલના દીકરાએ મુસલમાન બનીને એ કોમને સ્ત્રી સાથે લગ્ન કર્યા હોય એવો બનાવ બન્યો નથી. તમે જે પરાક્રમ કર્યું છે એની સજા હવે નાત નક્કી કરશે. જે તમારે ભોગવવી પડશે. રમેશ પટેલની દીકરી જયાને તમે જે અન્યાય કર્યો છે એની સજા પણ તમને મળશે.”

ગોળના આગેવાનો સાંજની બેઠકમાં ભેગા થયા. સુરેશને સજા આપવા અંગે એકબીજા સાથે ગૂફતેગો ચાલતો હતો. કેટલાક ડાચાબળિયા કહેતા હતા કે દિયોરનાને એવી સજા ફટકારો કે છઠ્ઠીનું ધાવણ ઓકી કાઢે. હવે પછીથી કોઈ માયનો પૂત આ નાપાક જેવી નાગાઈ કરવાની હિંમત પણ ન કરે. કોઈ કહેતું’તું વિઠ્ઠલભાઈ પટેલ તો ભલા માણસ છે. આ એનો કપૂત શહેરમાં જઈને વંઠી ગયો. એનો ભોગ બાપડાં મા-બાપે બનવું પડશે. કોઈ કે લ્યા, આજની આ ફિલ્મોએ દન ઊઠાડ્યો છે. એમાં નાત જાત કે ધર્મનું કોઈ બંધન હોતું નથી. લફરાં કરો ને મોજથી જીવો. એવી ફિલ્મો જોઇને આ સુરેશ જેવા ડફોળ છોકરાં-છોકરીઓ ફસાઈ પડે છે. આ બધું ક્યાં જઈને અટકશે એ તો ઉપરવાળો જાણે !

આ બધા હોબાળાની બીજી બાજુ નાતના આગેવાનોએ સજાનો ફેંસલો જાહેર કરવાનું નક્કી કર્યું. નાતના આગેવાન નાથા પટેલ ઊભા થઈને જાહેરાત કરી કે વિઠ્ઠલ પટેલના દીકરા સુરેશે એક ગુનો કર્યો નથી. એના બે ગુના છે. પ્રથમ એણે પોતાની પરણેતર જયાને કોઈ કારણ વિના તરછોડી દીધી. બીજું એણે મુસલમાનનો ધર્મ ધારણ કરીને એ જ ધર્મની સ્ત્રીને ઘરમાં બેસાડી છે. આ બંને ગુનાના દંડ તરીકે સાત લાખ રૂપિયા નાતને આપવા પડશે. એણે આ દંડની રકમ ન ભરવી હોય તો વિઠ્ઠલ પટેલના કટંબને આજથી નાતબહાર મૂકવામાં આવશે. આ બંનેમાંથી એમણે જે મારગ પસંદ કરવો હોય તે કરે. આ સાથે એમણે વિઠ્ઠલભાઈ પટેલને કહ્યું, “તમારે જે જવાબ આપવો હોય તે ઊભા થઈને કહો.”

વિઠ્ઠલભાઈ પટેલ ઊભા થઈને બોલ્યા, “અમારી પાસે સાત લાખ રૂપિયા જેવી માતબર રકમ નથી. તેથી અમે નાતબહાર થવાનું પસંદ કરીશું.”

નાથા પટેલે કહ્યું, “વિઠ્ઠલભાઈ નાતબહાર થવાનો અરથ તમે બરાબર સમજ્યા છો ને ?” જો ન સમજ્યા હો તો સમજી લ્યો- ‘જ્યાં સુધી નાતનો આ દંડ તમે ન ભરો ત્યાં સુધી તમારા કટંબ સાથે રોટીબેટીનો વહેવાર બંધ રહેશે. સમાજના સારા-માઠા પ્રસંગોમાં તમને કોઈ નોતરું મળશે નહિ. તમારા ઘરના નાના-મોટા કોઈ પ્રસંગે સમાજનો કોઈ માણસ ડોકાશે નહીં. તમારી સાથે કોઈ બોલશે નહીં. જે બોલશે એણે પણ દંડાવું પડશે. લોકોના આ અબોલા તમારું જીવવું હરામ કરશે.’

વિઠ્ઠલભાઈ કહે, “તમે જે કીધું એ બધું હું જાણું છું. તમ તમારે અમને નાતબહાર મૂકવાનો ઠરાવ કરો.”