તારા આવવાનો આભાસ ......૨
વાચકમિત્રોએ પહેલો ભાગ વાચી જોવા વિનંતી ...
શું ખબર નથી? તમને બંને ને એકબીજાની પળેપળની ખબર રેહતી, એક દિવસ પણ વાત કર્યા વગર જતો નહી. કેમ કઈ થયું હતું? કોન્ટેક્ટ નંબર તો હશે ને? નિષ્ઠાના મમ્મીએ પૂછ્યું.
શાશ્વત અને નિષ્ઠા બંનેના સંબંધની શરૂઆત મિત્રતાથી થઇ હતી અને તેની મૈત્રીની નિષ્ઠાના ઘર માં બધાને જાણ હતી. નિષ્ઠાનો પરિવાર શાશ્વતને સારી રીતે ઓળખાતો હતો અને શાશ્વતના વ્યક્તિત્વની નિષ્ઠાના પરિવાર ઉપર એક સારી છાપ પડી હતી , તેના મળતાવળો સ્વભાવ અને નિરાભિમાનીપણાની ખાસ્સી અસર હતી.
હા છે. અને કઈ થયું નહોતું, બસ હમણાં વાત નથી થતી એટલે . નિષ્ઠા એ જવાબ આપ્યો.
સારું , નિષ્ઠા મમ્મીએ શાશ્વતનું નામ એડ કર્યું અને નિષ્ઠા પાસે શાશ્વતના નંબર માગ્યા.
નિષ્ઠા મનમાં જ બોલવા લાગી , આજે પણ નથી ચાલતું શાશ્વત સાથે વાત કર્યા વગર , દરોજજ વાતો કરું છું, આજે પણ પળેપળની એને ખબર હોઈ છે , પણ ફેર એટલો છે કે હવે હું શાશ્વત ને કહેવાની બદલે ડાયરીને કહી દઉં છું.
શું વિચારે છે ? નંબર આપ શાશ્વતના. નિષ્ઠાના મમ્મીએ કહ્યું .
હા, આપું છું . પણ મારી પાસે તો જુનો નંબર છે કદાચ બદલાય ગયો હશે. ઘણા મહિના થયા મારી તેની સાથે વાત નથી થઇ. નીષ્ઠાએ બહાનું બતાવતા કહ્યું
નહિ બદલાયા હોઈ , અને બદલાઈ ગયા હોઈ તો પણ હવે લોકોને ગોતવા ક્યાં અઘરા છે? ફેસબુકમાં તો હશે ને? એન્ડ બાય દ વે એને ખબર છે કે નહી , કે તારી સગાઇ થઇ ગઈ છે અને હવે તારા લગ્ન છે? નિષ્ઠાના મમ્મી પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછ્યે જતા હતા અને નિષ્ઠા નીરુતર હતી . શું જવાબ આપે આખરે?
ફરીથી પ્રશ્ન ચાલુ થયા..તેની બદલી થઇ ગઈ છે? હમણાં તો કોઈ સમાચાર પણ નથી એના, એક જ વાર મળવાનો મોકો મળ્યો હતો ,એ એક વાર જ ઘરે આવ્યો હતો ત્યારે બાકી તો પછી ક્યારેય ન મલાયું એને, પછી થોડા દિવસોમાં તું ઇન્ટર્નશીપ કરવા જતી રહી હતી , અને પછી ઘણી વાર છાપામાં એના વિષે વાચવા મળતું પણ હમણાં તો કઈ નથી આવતું . આમ પણ એ વ્યસ્ત હશે કામોમાં પણ તારા લગ્નમાં તો આવશે જ. એક વાર સંબંધ બંધાય પછી સાચવી જાણે એવો વ્યક્તિ છે એ ,તારી જેમ નથી કે ભૂલી જાય .
નિષ્ઠા શું કહે એ એને કઈ સમજાતું નહોતું ,એટલે સામા પ્રશ્નો કર્યા , એકવાર મળ્યા હતા અને આટલા બધા વખાણ ! મારા કર્યા કોઈ દિવસ? હવે આગળ બોલે ત્યાં નીચેથી વિવેક નો અવાજ આવ્યો .મમ્મી નીચે આવો કાકા ને એ લોકો આવ્યા છે .
આવું બેટા , નિષ્ઠાના મમ્મી નીચે ગયા.
નિષ્ઠા શાશ્વતના વિચારોમાં ગરકાવ થઇ ગઈ .
ક્યાં હશો તમે?
શું કરતા હશો?
મમ્મીએ સાચું જ કહ્યું , એક વાર સંબંધ બંધાય પછી એને સાચવતા તમને બહુ સારી રીતે આવડે છે , મારી જેમ નહિ કે...
પણ આમાં મારો વાંક હતો?
કોન્ટેક્ટ નંબર તો હજી પણ છે , અને કદાચ ડીલીટ કર્યા હોઈ તો પણ મોબાઈલમાંથી થાય. મારા માંથી કેમ ડીલીટ કરું? નંબર પણ બદલાયા નથી. વોટ્સ એપ માં બદલાતા ડી.પી અને સ્ટેટ્સ હજી પણ એજ આતુરતાથી જોવ છુ. વર્ષ થયા ચેટ બોક્ષ સાવ કોરું છે.
નીષ્ઠાએ મોબઈલ હાથમાં લીધો અને વોટ્સ એપ ખોલ્યું, ઘણા મેસેજ હતા પણ એને એકપણ મેસેજ જોયા વગર શાશ્વતનું નામ સર્ચ માર્યું. ડી.પી જોયું , હજી તમે એવા જ છો એકદમ ઈનોસન્ટ ફેસ લાગે છે . જોરદાર ડી.પી. છે બાકી. જેવું મન છે એવો જ નીર્દોસ ચહેરો.
બે મિનીટ પેહલા જ તમે ઓનલાઈન હતા.
મમ્મી તમારા નંબર માંગે છે , શું કરું આપું?એ પહેલા મારે તમારી સાથે વાત કરવી છે પણ કેમ કરું?
તમે આવશો કે નહી?
મનમાં ઘણા બધા સવાલો થયા પણ અત્યારે એક પણ જવાબ મનમાં ન આવ્યા કે આ બાબત ઉપર શાશ્વત શું રીએક્ટ કરશે કે શાશ્વત શું જવાબ આપશે?
તમને મેસેજ કરું ?ના, ફોન જ કરું . કમસેકમ અવાજ સાંભળવા તો મળે.
પણ શું કહું? ફોન કરીને પણ?
કે હું લગ્ન કરું છું , તમે આવશો? તો ઇન્વીટેશન કાર્ડ એટલે કે કંકોત્રી મોકલુ.
નિષ્ઠાને આ વાત પર પોતાના પર જ ગુસ્સો આવ્યો .
અને ફરીથી ડાયરી ડ્રોઅરમાંથી ડાયરી કાઢી અને લખવાનું શરુ કરે એ પહેલા નીચેથી વિવેકનો અવાજ આવ્યો નિષ્ઠા તને પણ મારે આમંત્રણ આપવું પડશે કે નીચે આવ.
નિષ્ઠા હજી પોતાના વિચારોમાં શાશ્વત સાથેજ વાતો કરતી હતી તેથી તેને વિવેકનો અવાજ ના સંભળાયો પણ આજે હવે ડાયરીમાં લખવાની શરૂઆત ક્યાંથી કરે એ સમજાતું નહોતું એટલે છેલું પાનું હજી બે કલાક પહેલા જ લખ્યું હતું તે ખોલ્યું ત્યાં ફરીથી વિવેકનો અવાજ આવ્યો , “નિષ્ઠા, નીચે આવ હવે કેટલી વાર બુમો પડાવીશ આ બિચારા તારા ભાઈને .”
નિષ્ઠા શાશ્વતના ખાયાલોમાંથી બહાર નીકળી અને શાશ્વતને પોતાની ડાયરીમાં મુકીને જ નીચે ગઈ. નિષ્ઠા અને શાશ્વતના વિશ્વમાં ફક્ત એ બને જ હતા . અને જ્યારથી એકબીજાથી દુર થયા ત્યારથી આ ડાયરી પ્રવેશી હતી જેને આ બંને વિષે ખબર હતી અને બંને ના પવિત્ર પ્રેમની સાક્ષી હતી.
ઘરમાં લગ્નનો માહોલ હતો , નીકટના સંબંધીઓ કઈ કામ કાજ હોઈતો કેહ્જો એવો ખોટો વેહવાર સાચવવા આવવા લાગ્યા હતા અને નિષ્ઠાના મમ્મી , પપ્પા અને ભાઈ વેહ્ચેલા કામોમાં વ્યસ્ત હતા.
આવો બેન બા , ક્યારનો બોલવું છું સંભળાતું નથી ! ક્યાંથી સંભળાય જીજુ સાથે વાતો ચાલતી હશે , અત્યારથી અમારો અવાજ પણ નથી સંભાળતો , રામ જાણે લગ્ન પછી શું હાલ થશે ?
વિવેકે ફરીથી મસ્તી ચાલુ કરી . વિવેક ખુબજ મસ્તીખોર હતો , તે નિષ્ઠાને હેરાન કરવાનો એકપણ મોકો છોડતો નહી.
બસ હો , આજે હવે બહુ થઈ ગયું તારું પ્રવચન . અને હું જતી રહું પછી તું મને કેટલી યાદ કરશ એ હું જોઇસ . નીષ્ઠાએ મો બગડતા કહ્યું .
તારા વિદાય સમયે સૌથી વધારે એજ રડવાનો છે . નિષ્ઠાના મમ્મી એ રસોડામાંથી આવતા કહ્યું.
હું જરાપણ રડવાનો નથી. હું રોતલો નથી તારી દીકરીની જેમ અને હું શુકામ રડું મારા તો સારા દિવસો ચાલુ થવાના છે , અચ્છે દિન યુ નો અંકલ ! આ ઘર ઉપર મારું એકચક્રી શાશન રેહશે હે ને? વિવેકે ઘરે આવેલા કાકાને પણ મસ્તીમાં સામેલ થવા ઈશારો કર્યો પણ પ્રયાસ નિષ્ફળ રહ્યો અને કાકા એ વિવેકને ઉલટા હાથે લીધો .
કોઈ એકચક્રી શાશન રેહવાનું નથી , આપણો તો એક જ ઘર પર હક હોઈ છે પણ દીકરીઓનો તો બંને ઘર પર હક હોઈ છે . અને નિષ્ઠા કઈ બહારગામ તો જવાની નથી , બેટા , તું તારે દરરોજ અહી આવજે આ વિવેક ને હેરાન કરવા અને દરરોજ નવી નવી ફરમાઈશ કરજે અને જો આ ના પડે તો મને કહેજે હો.
નિષ્ઠાને આ કોઈ વાતમાં રસ પડતો નહોતો , એને તો બસ જલ્દી પોતાના રૂમાં જઈ ને શાશ્વતના વિચારોમાં ખોવાય જવું હતું તો પણ તેને પોતાની જાત ને સંભાળીને કાકા ની વાત માં સુર પુરાવ્યો ,ગ્રેટ આઈડિયા અંકલ આ વિવેક ને હું એમ છોડવાની નથી હેરાન કરી મૂકીશ.
નિષ્ઠા અંદરથી ભલે તૂટેલી હોઈ પણ પોતાનું દૂખ ક્યારેય પરિવાર સમક્ષ વ્યક્ત થવા દીધું નહતું . તે બધાને ખુશ રાખવાના તમામ પ્રયત્ન કરતી. અને પોતે પણ ખુશ છે એવું જ વર્તન કરતી .
કંકોત્રીની ડીઝાઇન નક્કી થઇ રહી હતી , ઘણા નમૂનાઓ જોયા પછી સર્વ સમંતીથી એક ડીઝાઇન ફાઈનલ થઇ ગઈ.અને બીજી બધી બાબતો પર પણ ચર્ચા ઓ થઇ , મેનુ શું હશે ? ડેકોરેશન કેવું રહેશે? વગેરે વગેરે અને એક પછી એક કામો ધીમે ધીમે પુરા થવા લાગ્યા. દીકરીના લગ્ન હોઈ એટલે જાનની આગતા સ્વાગતા કરવાની પણ એક મોટી જવાબદારી હોઈ છે, કોઈ જાનૈયા ને કઈ ઓછું ન લાગવું જોઈએ. ઘણા રીતરીવાજો બદલાયા છે ,તો પણ કેમ હજી દીકરીના બાપને સૌથી મોટી ચિંતા દીકરીના લગ્નની હોઈ છે.કે ક્યાંક કોઈ કચાસ રહી જશે તો મારી દીકરીને આખું આયખું સાંભળવાનું રહી જશે .
લગ્નની તારીખ નક્કી થતા જ સવારથી કોઈ પણ શાંતિથી બેઠું નહોતું ઘરમાં. બધીજ તૈયારીઓ ચીવટ પૂર્વક થઇ રહી હતી , હજી તો એક મહિનાની વાર હતી તો પણ સમય ઓછો લાગતો હોવાથી આજથીજ બધીજ યાદીઓ તૈયાર કરીને કામ વેહ્ચાય ગયું હતું .અને કંકોતરીનું કામ પૂરું પણ થઇ ગયું હતું.બસ હવે છપાયને આવે એટલી રાહ હતી અને પછી મેહમાનોની બનાવેલી યાદી પ્રમાણે મોકલવાની હતી.
ડાઈનીંગ ટેબલ પર કોઈને બોલવાની કે વાતો કરવાની ટેવ ન હતી તો પણ આજે ડિનર કરતા કરતા વાતો થઇ રહી હતી , લગ્નમાં આમ કરશું ,તેમ કરશું . ઘરમાં જાણે એક અજીબ પ્રકારની રોનક જે મહિના પછી વિદાય લેવાની હતી.
ડિનર લઈને બધા પોતપોતાના રૂમમાં ગયા.
રૂમમાં જતા જ નિષ્ઠા ફરીથી શાશ્વતના વિચારોમાં ગરકાવ થઇ ગઈ.
નહોતી ખબર કે સમય આટલો જલ્દી ચાલતો હશે, પણ હું તો હજી ત્યાં જ છું, શાશ્વત તમારી પાસે , વર્ષ થઇ ગયું કે આપણે મળ્યા નથી કે વાત સુદ્ધા પણ કરી નથી.
વાત તો ઠીક પણ આપણે એકબીજાને એકપણ ફોરવર્ડ મેસેજ નથી કર્યા છતાં આજે પણ હર ક્ષણે તમે મારી આસપાસ જ છો મારી સાથેજ છો એવો અભાસ થાય છે , તારા આવવાનો અભાસ હજી પણ એવોને એવો જ છે.
સમય બદલાઈ છે તેમ સંજોગ પણ બદલાયા છે, પેહલા વગર વિચાર્યે તમને ગમે ત્યારે મેસેજ કે ફોન કરી શકતી હતી પણ આજે ....
એક મહિના પછી તો હવે આ ડાયરી સાથે પણ નાતો તૂટવાનો છે , અને એક નવો નાતો એક નવા પરિવાર સાથે બંધાવાનો છે.
આ બધું મારા માટે કેટલું મુશ્કિલ છે ખબર છે તમને ?પોતાનું ઘર, પોતાનો રૂમ , પોતાનો પરિવાર અને તમને મુકીને એક નવીજ જીંદગીમાં નવો જન્મ લેવાનો છે.
હૈયું કાગળ ઉપર ઠલવાતું હતું અને લાગણીઓ આંખમાંથી નીકળવાનો રસ્તો શોધી રહી હતી .
ત્યાજ શાશ્વતના શબ્દ નિષ્ઠાના કાનમાં પડઘાયા જે શાશ્વતે છેલી મુલાકાતમાં કહ્યા હતા.
“ હું અને તું જ્યાં પણ હોઈ , કોઇપણ પરિસ્થિતિમાં હોઈ , પરંતુ આપણે બંને એકબીજાના જ હોઈશું , ક્યારેય પણ કઈ કેહવાનું કે વાત કરવાનું કે મળવાનું મન થાય ત્યારે વગર સંકોચે ફક્ત એકવાર કેહ્જે હું હમેશા હાજર થઇ જઈશ.” આ શબ્દ યાદ આવતા જ નીષ્ઠાએ મોબાઈલ હાથમાં લીધો અને શાશ્વતને મેસેજ કરવાનું નક્કી કર્યું , મન માં ઘણું ચાલી રહ્યું હતું પણ એક બધાજ વિચારોને બાજુ પર મૂકી એને શાશ્વત ને પહેલાની માફક જ મેસેજ કર્યો , “ નમસ્કાર”.
ઘડીયાળ રાત ના ૧૦.૪૫નો સમય બતાવી રહી હતી, આજ સમય હતો જયારે બંને એકબીજા સાથે વાતો કરતા .
શાશ્વત અત્યારે પોતાના વિચારો માં નિષ્ઠા સાથે જ વાતો કરતો હતો, આજે જમવામાં તુરીયાનું શાક , રોટલી, સલાડ , છાસ વગેરે .. જાણું છું તમને તુરીયાનું શાક બિલકુલ પસંદ નથી . હા , હજી પણ વેહલા જમવાનું નસીબમાં નથી. શું કરું કામો એટલા હોઈ છે કે ઓફીસથી આવતા ૧૦ વાગી જ જાય છે.
આ નિષ્ઠાની રોજ ની ટેવ હતી એ બંનેની વાત ની શરૂઆત નિષ્ઠાના સવાલથી જ થતી , “ જમ્યા ? “ અને બીજો સવાલ થતો “શું?”
શાશ્વત એ એક્લો ફ્લેટ માં રહેતો , એટલે એને દરરોજ ટીફીન આવતું .પછી ધીમે ધીમે નિષ્ઠા સવાલ પૂછે એ પહેલા જ શાશ્વત જવાબ આપી દેતો .
તમે અત્યારે શું કરતા હશો? નક્કી કૈક લખતા હસો. ડાયરી અથવા કોઈ આર્ટીકલ અથવા તો હૈયાના ભાવોને ગઝલમાં ડૂબાડતા હશો. અને મારી સાથે મારી જેમ જ વાતો કરતા હશો .
અને નિષ્ઠાના મોબઈલમાંથી જેવો મેસેજ સેન્ડ થયો એવો જ ડીલીવર થઈ ગયો અને શાશ્વતના ફોનમાં જેવું નિષ્ઠાનું નામ બ્લીંક થયું એવો જ મેસેજ સીન પણ થઇ ગયો .
શાશ્વતને વિશ્વાસ જ નહોતો આવતો કે એક વર્ષ પછી નિષ્ઠાનો મેસેજ આવ્યો એટલે એને ફરીથી મેસેજ ચેક કર્યો કે આ ક્યાંક સપનું તો નથી ને?
પણ આ હક્કીકત છે એની ખાતરી થતા જ તેને ટાઇપીંગ ચાલુ કર્યું . અને જયારે નિષ્ઠાના મોબાઈલમાં શાશ્વતના નામની નીચે is typing… લખેલું આવ્યું ત્યારેતે અધીરી બની ગઈ , શાશ્વત નો શું રીપ્લાય આવશે? મારાથી ગુસ્સે હશે , નારાજ હશે ? ના, એને તો ગુસ્સે થતા આવડતું જ નથી . હું પણ શું વિચારું છું.
થોડીવાર પણ is typing..બંધ થઇ ગયું છતાં પણ શાશ્વતનો મેસેજ આવ્યો નહી.
નિષ્ઠા નિરાશ થઇ ગઈ.. આવું તો ઘણી વાર થતું કે નિષ્ઠા મેસેજ કરે અને શાશ્વતનો તાત્કાલિત રીપ્લાઈ ન આવે. પણ નિષ્ઠા પણ સમજતી કે શાશ્વત બીઝી હશે અથવા તો કોઈ કામ આવી ગયું હશે . પણ આજે એને એવો એકપણ વિચાર ન આવ્યો અને તેને રડવું આવી ગયું. આખી રાત તેને શાશ્વતના મેસેજની રાહ જોઈ . થોડી થોડી વારે તે ચેક કરતી કે શાશ્વત ઓન છે કે નહિ. પણ શાશ્વત હતો કે ઓન આવવાનું નામ જ નહોતો લેતો. નીષ્ઠાએ પણ શાશ્વતને બીજો મેસેજ કર્યો નહી.
બીજો દિવસ પણ પસાર થઇ રહ્યો હતો પણ હજુ સુધી શાશ્વતે એકપણ મેસેજ કર્યો નહોતો.
હવે ધીમે ધીમે નિષ્ઠાને ગુસ્સો આવવા લાગ્યો જેવો પહેલા આવતો તેવો જ પણ તેને પોતાનું મન મનાવી લીધું . મેં જ અલગ થવાનું કહ્યું હતું, હવે મારો તેના પર કોઈ અધિકાર ના હોઈ , એ પણ શુકામ મને હવે રીપલાઈ કરે ? અને તે દિવસ આખો કોઈ ને કોઈ કામમાં પરોવાઈ ગઈ જેથી વ્યસ્તતાને કારણે તે શાશ્વતના વિચારોને પોતાનાથી દુર રાખી શકે .
પણ માણસ જેમ જેમ કોઈ માણસથી કે કોઈ વિચારથી દુર જવાનો પ્રયત્ન કરે છે, તેમ તેમ તે વધુને વધુ તેના તરફ ખેચાતો જાય છે. એવો જ હાલ નિષ્ઠાનો પણ હતો .
તેનો ગુસ્સો પણ ક્ષણભરનો જ હતો અને પછી તેને પોતાની જાત ને સંભાળી લીધી હતી. અને અચાનક નિષ્ઠાના મનમાં અમુક શબ્દો આવ્યા અને એને વોટ્સ એપ પર સ્ટેટ્સ બદલાયું
તું મને હજી ચાહે છે ,કે નહિ એ જાણવાની જરૂરત ક્યાં છે?
હું તને ચાહું તેનાથી વધુ, મારું કોઈ મકસદ ક્યાં છે?
ક્રમશઃ......