Satya na Prayogo Part-1 - Chapter-15 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્યના પ્રયોગો - ભાગ-1 - 15

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

સત્યના પ્રયોગો - ભાગ-1 - 15

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૫. ‘સભ્ય’ વેશે

અન્નાહાર ઉપર મારી શ્રદ્ધા દિવસે દિવસે વધતી ચાલી. સૉલ્ટના પુસ્તકે આહારના વિષય ઉપર વધારે વાંચવાની મારી જિજ્ઞાસા તીવ્ર કરી. મેં તો જેટલાં પુસ્તકો મળ્યાં તે ખરીદ્યાં ને વાંચ્યાં. તેમાં હાવર્ડ વિલિયમ્સનું ‘આહારનીતિ’ નામનું પુસ્તક જુદા જુદા યુગના જ્ઞાનીઓ, અવતારો, પેગંબરોના આહારનું અને તે વિશેના તેમના વિચારોનું વર્ણન કરે છે.

પાઈથાગોરસ, ઈશુ ઈત્યાદિને તેણે કેવળ અન્નાહાર કરનારા સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે.

દા. મિસિસ ઍના કિંગ્સફર્ડનું ‘ઉત્તમ અહારની રીત’નું પુસ્તક પણ આકર્ષક હતું. વળી આરોગ્ય ઉપરના દા. ઍલિન્સનના લેખો પણ ઠીક મદદગાર નીવડ્યા. દવાને બદલે કેવળ ખોરાકના ફેરફારથી જ દરદીને સારો કરવાની પદ્ધતિનું તે સમર્થન કરે છે. દા. ઍલિન્સન પોતે અન્નાહારી હતા અને દરદીઓને સારુ કેવળ અન્નાહારની જ સલાહ આપતા. આ બધાં પુસ્તકોના વાચનનું પરિણામ એ આવ્યું કે મારી જિંદગીમાં ખોરાકના અખતરાઓએ મહત્ત્વનું સ્થાન લીધું. તે અખતરાઓમાં પ્રથમ આરોગ્યની દૃષ્ટિને પ્રાધાન સ્થાન હતું.

પાછળથી ધાર્મિક દૃષ્ટિ સર્વોપરી બની.

દરમ્યાન પેલા મિત્રની મારે વિશેની ચિંતા દૂર નહોતી થઈ. તેમણે પ્રમને વશ થઈને માન્યું કે, હું જો માંસાહાર નહીં કરું તો નબળો થઈશ, એટલું જ નહીં પણ હું ‘ભોટ’ રહેવાનો, કેમ કે અંગ્રેજ સમાજમાં ભળી જ નહીં શકું. તેમને મારા અન્નાહાર ઉપરના પુસ્તકના વાચનની ખબર હતી. તેમને એવી ધાસ્તી લાગી કે એવા વાચનથી હું ભ્રમિતચિત્ત બની જઈશ, અખતરાઓમાં મારો જન્મ એળે, મારે કરવાનું છે તે ભૂલીશ અને વેદિયો બની રહીશ. તેથી તેમણે મને સુધારવાનો એક છેલ્લો પ્રયત્ન કર્યો. મને નાટકમાં લઈ જવાને નોતર્યો. ત્યાં જતાં પહેલાં મારે તેમના સાથે હૉબર્ન ભોજનગૂહમાં ખાવાનું હતું. આ ગૃહ મારી નજરે મહેલ હતો. એવા ગૃહમાં જવાનો વિકટોરિયા હોટેલ છોડયા પછી આ પહેલો અનુભવ હતો. વિકટોરિયા હોટેલનો અનુભવ નકામો હતો, કેમ કે ત્યાં તો હું બેભાન હતો એમ ગણાય. સેંકડોની વચ્ચે અમે બે મિત્રોએ એક ટેબલ રોક્યું. મિત્રે પહેલું પિરસણ મંગાવ્યું. તે ‘સૂપ’ હોય. હું મૂંઝાયો શું પૂછું? મેં તો પીરસનારને પાસે બોલાવ્યો.

મિત્ર સમજયા. ચિડાઈને મને પૂછયંઃ

‘શું છે?’

મેં ધીમેથી સંકોચપૂર્વક કહ્યું :

‘મારે પૂછવું છે, આમાં માંસ છે કે?’

‘આવું જંગલીપણું આવા ગૃહમાં નહીં ચાલે. જો તારે હજુ પણ એમ કચકચ કરવી હોય તો તું બહાર જઈ કોઈ નાનકડા ભોજનગૃહમાં ખાઈ લે ને બહાર મારી વાટ જોજે.’

હું આ ઠરાવથી રાજી થઈ ઊઠ્યો ને બીજી વાશી શોધી. પાસે એક અન્નાહાર આપનારું બોજનગૃહ હતું, પણ તે તો બંધ થઈ ગયું હતું. હવે શું કરવું એ મને સમજ ન પડી. હું ભૂખ્યો રહ્યો. અમે નાટકમાં ગયા. મિત્રે પેલા બનાવ વિશે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો. મારે તો કંઈ બોલવાનું હોય જે શેનું?

પણ આ અમારી વચ્ચે છેલ્લું મિત્રયુદ્ઘ હતું. અમારો સંબંધ મ તૂટયો, ન કડવો બન્યો. હું તેમના બધા પ્રયાસોની પાછળ રહેલો પ્રેમ વરતી શકયો હતો, તેથી વિચારની અને આચારની ભિન્નતા છતાં મારો તેમના પ્રત્યેનો આદર વધ્યો.

પણ મારે તેમના ભીતિ ભાગવી જોઈએ એમ મને લાગ્યું. મેં નિશ્ચય કર્યો કે જંગલી નહીં રહું, સભ્યનાં લક્ષણો કેળવીશ, ને બીજી રીતે સમાજમાં ભળવાને લાયક બની મારી અન્નાહારની વિચિત્રતા ઢાંકીશ.

મેં ‘સભ્યતા’ કેળવાનો ગજા ઉપરવટનો ને છીછરો માર્ગ લીધો.

જોકે તેથી ‘આર્મી ને નેવી’ સ્ટોરમાં કપડાં કરાવ્યાં. ઓગણીસ શિલિંગની (આ કિંમત તે જમાનામાં તો બહુ જ ગણાય) ‘ચિમની’ ટોપી માથા ઉપર ઘાલી. આટલેથી સંતોષ ન પામતાં બૉન્ડ સ્ટ્રિટમાં જયાં શોખીન માણસોમાં કપડાં સિવાતાં ત્યાં સાંજનો પોશાક દસ પાઉન્ડમાં દીવાસળી મૂકી કરાવ્યો. ભોળા ને બાદશાહી દિલના વડીલ ભાઈની મારફતે ખાસ સોનાનો અછોડો, બે ખાસાંમાં લટકાવાય તેવો, મંગાવ્યો અને તે મળ્યો પણ ખરો. તૈયાર બાંધેલી ટાઈ પહેરવી તે શિષ્ટાચાર ન ગણાય, તેથી ટાઈ બાંધવાની કળા હાથ કરી. દેશમાં તો અરીસો હજામતને દહાડે જોવાને મળતો. પણ અહીં તો માટે અરીસાની સામે ઊભા રહી ટાઈ

બરોબર બાંધવામાં અને વાળને પટિયાં પાડી બરોબર સેંથો પાડવામાં રોજ દસેક મિનિટનો ક્ષય

તો થાય જ. વાળ મુલાયમ નહીં, એટલે તેને ઠીક વળેલા રાખવાને સારુ બ્રશ (એટલે સાવરણી જ ના !) ની સાથે રોજ લડાઈ થાય. અને ટોપી ઘાલતાં ને કાઢતાં હાથ તો જાણે કે સેંથો સંભાળવાને માથે ચડયા જ છે.વચમાં વળી સમાજમાં બેઠા હોઈએ ત્યાં સેંથા ઉપર હાથ જવા દઈ વાળને ઠેકાણે રાખવાની જુદી જ અને સભ્ય ક્રિયા તો ચાલ્યા જ કરે.

પણ આટલી ટાપટીપ જ બસ નહોતી. એકલા સભ્ય પોશાકથી થોડું સભ્ય થવાય

છે? સભ્યતાના બીજા કેટલાક બાહ્ય ગુણો પણ જાણી લીધા હતા ને તે કેળવવા હતા. સભ્ય

પુરૂષે નાચી જાણવું જોઈએ. તેણે ફ્રેંચ ઠીક ઠીક જાણવું જોઈએ. કેમ કે ફ્રેન્ચ ઇંગ્લંડના પાડોશી ફ્રાંસની ભાષા હતી, અનેઆખા યુરોપની રાષ્ટ્રભાષા છટાદાર ભાષણ કરતાં આવડવું જોઈએ. મેં નાચ શીખી લેવાનો નિશ્ચય કર્યો. એક વર્ગમાં જોડાયો. એસ સત્રના ત્રણેક પાઉન્ડ ભર્યા. ત્રણેક અઠવાડિયાંમાં છએક પાઠ લીધા હશે. બરોબર તાલસર પગ ન પડે. પિયાનો વાગે, પણ તે શું કહી રહેલ છે તે ખબર ન પડે. ‘એક, બે, ત્રણ’ ચાલે, પણ તેની વચ્ચેનું અંતર તો પેલું વાજું જ બતાવે, તે કંઈ ગમ ન પડે. ત્યારે હવે? હવે તો બાવાજીની બિલાડીવાળું થયું ઉંદરવે દૂર રાખવા બિલાડી, બિલાડીન સારુ ગાય, એમ

બાવાજીનો પરિવાર વધ્યો; તેમ મારા લોભની પરિવાર પણ વધ્યો. વાયોલિન વગાડતાં શીખું, એટલે સૂરની ને તાલની ગમ પડશે. ત્રણ પાઉન્ડ વાયોલિન ખરીદવામાં હોમ્યા ને તેના શિક્ષણને સારુ કંઈ આપ્યા! ભાષણ કરતાં શીખવાને સારુ ત્રીજા શિક્ષકનું ઘર શોધ્યું.

તેને પણ એક ગીની તો આપી જ. બેલનું ‘સ્ટૅન્ડર્ડ એલોક્યુશનિસ્ટ’ લીધું. પિટનું ભાષણ શરૂ

કરાવિયું!

આ બેલસાહેબે મારા કાનમાં ઘંટ વગાડ્યો. હું જાગ્યો.

મારે ક્યાં ઇંગ્લંડમાં જન્મારો કાઢવો છે? હું છટાદાર ભાષણ કરવાનું શીખીને શું કરવાનો હતો? નાચ નાચીને હું સભ્ય કેમ બનીશ? વાયોલિન શીખવાનું તો દેશમાંયે બને. હું તો વિધાર્થી છું. મારે વિધાધન વધારવું જોઈએ. મારે મારા ધંધાને લગતી તૈયારી કરવી જોઈએ.

મારા સદ્ઘર્તનથી હું સભ્ય ગણાઉં તો ઠીક જ છે, નહીં તો મારે એ લોભ છોડવો જોઈએ.

આ વિચારની ધૂનમાં મેં ઉપલી મતલબના ઉદ્‌ગારોવાળો કાગળ ભાષણશિક્ષકને

મોકલી દીધો. તેની પાસે મેં બે કે ત્રણ પાઠ જ લીધા હતા. નાચશિક્ષિકાને પણ તેવો જ પત્ર લખ્યો. વાયોલિનશિક્ષિકાને ત્યાં વાયોલિન લઈને ગયો. જે દામ આવે તેટલે તે વેચી નાખવાની તેને પરવાનગી આપી. તેના સાથે કાંઈક મિત્ર જેવો સંબંધ થઈ ગયો હતો, તેથી તેની પાસે મારી મૂર્છાની વાત કરી. મારી નાચ ઈત્યાદિની જંજાળમાંથી નીકળી જવાની વાત તેણે પસંદ કરી.

સભ્ય બનવાની સારી ઘેલછા ત્રણેક માસ ચાલી હશે. પોશાકની ટાપટીપ વર્ષો સુધી નભી. પણ હું વિધાર્થી બન્યો.