Kayo Love - Part - 26 in Gujarati Love Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ - 26

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

કયો લવ - 26

કયો લવ ?

ભાગ (૨૬)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૨૬

ભાગ (૨૬)

“ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૨૫ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૨૫) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઈરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યુ” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.

રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.

પ્રિયા ફિક્કી પડી જાય છે, પરંતુ તરત જ પોતાને સ્વસ્થ કરી લે છે....રુદ્ર અને પ્રિયા એક હોટેલમાં જઈ બેસે છે, ત્યાં લગ્ન કરવાં માટેની ઈચ્છા શું છે એ અગત્યની વાત પ્રિયા, રુદ્રને જણાવે છે, ત્યાં જ પ્રિયાને વાંકડિયા વાળ વાળો કુલદીપનો ફ્રેન્ડ હોટેલમાં દેખાઈ આવે છે, પ્રિયા, એ છોકરાની પાછળ ભાગતી હોટેલની બહાર આવી જતાં કુલદીપ અને તેનો ફ્રેન્ડ બાઈક પર સવાર થઈ રફતારમાં જતાં રહે છે…

અચાનક કુલદીપ કોલેજમાં મળી જાય છે, પ્રિયા સામે તે ઘણી વાર, પોતે ઘણો પ્યાર કરે છે એવું રટતો જ રહે છે, પ્રિયા પોતાનો પિત્તો ગુમાવતાં જોરદારનો ચાટો લગાવી દે છે. વિનીત પણ કુલદીપને સમજાવે છે...વાતને ઠંડી પાડવા રોનક ટ્રીપ માટેનું સૂચન કરે છે...રુદ્ર સાથે મળીને પ્રિયા કુલદીપ વિશેની હકીકત જણાવે છે...મોબ ડાન્સનો દિવસ આવી જ જાય છે.

મોબ ડાન્સ પત્યા બાદ પ્રિયાને બે અણજાણ રોબર્ટ અને સના, નામનાં છોકરા છોકરી સાથે મુલાકાત થાય છે. પ્રિયા આ ઘટનાની બધી જ વિગત સોનીને કહે છે, સોની તેને ચેતવા માટે ઘણું બધું કહી રાખે છે. રવિવારે અણધારી રીતે એક મોલમાં નીલ સર સાથે પ્રિયાની મુલાકાત થાય છે, જ્યાં પ્રિયા સાથે રુદ્ર પણ હતો.

નીલ સર સામે, રુદ્રને પોતાને ઈગ્નોર થવા જેવું લાગતા, તે મોલની બહાર નીકળી જાય છે. રુદ્ર, પ્રિયા સાથે નારાજ રહે છે...પ્રિયા બધી જ વાત કરીને રુદ્રને મનાવી લે છે, ત્યાં જ રોબર્ટનો ફોન આવે છે.

રોબર્ટનાં કહ્યા પ્રમાણે પ્રિયા સોની અને રોનક એક જુના બંગલે પહોંચે છે. ત્યાં સના, ત્રણેને બંગલાની અંદર લઈ જાય છે....રોબર્ટ અને રોનકની ઉશ્કેરાટમાં બોલચાલ થાય છે.

રોબર્ટ અને સના, પ્રિયા અને સોનીને બંગલાના પહેલા માળ પર લઈ જાય છે, જ્યાં સોની અને પ્રિયાનો આશ્ચર્યનો પાર ન હતો, તેઓ બંને એક છોકરીને એક સાંકળમાં બાંધેલી જુએ છે, જે બેહદ ખૂબસૂરત હતી...પ્રિયાના પૂછવા છતાં પણ રોબર્ટ કારણ નથી બતાવતો કે આ છોકરીને અહીં આવી રીતે કેમ બાંધવામાં આવી છે..!!

પ્રિયાને, રોઝ નામની છોકરીને અહીં બાંધીને કેમ રાખવામાં આવી છે તેનું કારણ ખબર પડે છે...પ્રિયાને હજુ પણ રોબર્ટની વાતમાં કોઈ રહસ્ય છુપાયેલું હોય તેવું જણાતું હતું...રોબર્ટને મળીને આવ્યા બાદ, ચા ની લારીને ત્યાં પ્રિયાને રુદ્ર અને તેનો બેસ્ટ ફ્રેન્ડ આદિત્ય મળે છે.

સોનીનો બર્થ ડે પ્રિયાના ઘરમાં રાખ્યો હોવાથી બધા ફ્રેન્ડો પ્રિયાના ઘરમાં ભેગા થાય છે ત્યાં જ આદિત્ય અને રુદ્રને પણ ઈનવાઈટ કર્યા હોય છે. આદિત્યને સોની ગમી જાય છે, તે સોની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે જાત જાતના નખરા કરે છે.

ત્યાં જ રોનકે પણ સોની માટે કોઈ સરપ્રાઈઝ રાખ્યું હોય છે...આદિત્ય પળવારની મુલાકાતમાં જ સોની સામે લગ્ન માટેનો પ્રસ્તાવ રાખી દે છે.

સોનીના બર્થ ડે બાદ પ્રિયાનું અગત્યનું કામ હતું રોઝ નામની છોકરીને મળવાનું...તેને સ્ટેશન પર નીલ સર મળે છે, બંને એક જ ટ્રેન નાં ડબ્બામાં બેસીને વાર્તાલાપ કરે છે.. પ્રિયા જર્જરીત બંગલામાં પહોંચે છે.

બંગલામાં પ્રિયાની આદિત્ય સાથે અણધારી મુલાકાત થાય છે....પ્રિયા રોઝનો ફોટો પોતાનાં મોબાઈલમાં ખેંચી લે છે.

પ્રિયા પોતાના ભાઈ સૌમ્યની આતુરતાપૂર્વક રાહ જોતી હતી....ત્યારે તેને ખબર પડ્યું કે રોઝ નામની છોકરીનું નામ રિધીમા છે...ત્યાં જ સૌમ્ય દ્વારા જ્યોતિકા ફોઈનું મોત વિષે વાત ઉખેળવામાં આવી, પ્રિયાને પોતાની ફોઈ જ્યોતિકાની મોત વિષેની ઘટના આંખ સામે તરતી દેખાઈ.

પ્રિયાનો ભાઈ સૌમ્ય પોતાની ભૂતકાળની વાત કહેતા...ગોવા માં જઈ કેવી રીતે ફસાયો...આખી કહાની ખૂબ જ સારી રીતે પ્રિયા સામે રજૂઆત કરે છે, જેમાં એક ખુબસુરત છોકરી પોતાની માસી સાથે સૌમ્યનું મજાક ઉડાવતી કહે છે... હોટેલચ્યા નાવ સુદ્ધા વીસરુન ગેલા પોરગા..”...ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૨૫ જરૂર વાંચજો..)

......................................................................................................................................................

હવે આગળ...........

મારી સ્થિતિ હવે કફોડી થઈ ગઈ હતી, મને જરા પણ વાર ના લાગ્યું સમજતા કે રોબર્ટ નામનો છોકરો અમારી જ વાત કરી રહ્યો હતો. મને ત્યારે મારા બંને હાથના આંગળા, મોઢામાં નાખવાનું મન થઈ આવ્યું. આવી તે કેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ કે હું જેનાથી ભાગ્યો હતો, એના જ ઘરમાં આવીને આરામથી સેવા લઈ રહ્યો હતો...!! મને મારી જ બીક લાગવા લાગી હવે...!!

રિધીમા અવાજ સાંભળી કમરાની બહાર જવા લાગી હતી તે જ ઘડીએ મેં તેનો જોરથી અંધારામાં હાથ પકડી લીધો.

પોતાનો બ્રો જેવી રીતે આખી કહાનીની રજૂઆત એકધાર્યું રીતે કહી રહ્યો હતો...એમા પ્રિયાને ઘણું હસવું આવતું હતું, પરંતુ તે મનોમન જ હસ્યા કરતી, સૌમ્યને જાણ થવા ન દેતી...ડર એટલો જ કે બ્રો કહાની વચ્ચેથી જ ના અટકાવી દે..!!

અંધારામાં અમને બંનેને કંઈ ન દેખાતું હતું કારણકે હું જે કમરામાં સૂતો હતો એનો દરવાજો એક ભડકીયા વાળો લાકડાનો હતો, જ્યાં સુધી દરવાજાને ત્યાં કોઈ સ્ટેન્ડ ન મુકાતુ, ત્યાં સુધી તે સ્થિર રહેતો ન હતો, તે આપોઆપ જ અવાજ કર્યા વગર ખોલતાની સાથે જ બંધ પણ થઈ જતો...દરવાજો પણ એવો જ ઢીલો થઈ ગયો હતો, તે દિવસે પણ દરવાજો એવો જ બંધ થઈ ગયેલો.

રિધીમા મારા તરફ ફરી, હું પલંગ પર સૂતેલો જ એક ઝાટકાની સાથે તેનો હાથ જેવો પકડેલો હતો એવો જ જોરથી પકડી રાખેલો, મને એનું ઊભેલું શરીર કાળું પુતળું જેવું દેખાતું હતું પણ એણી ફક્ત માંજરી આંખો જ આખા અંધારામાં ચમક્યા કરતી હતી તે મને બરોબર દેખાયેલી, કદાચ ત્યારે ક્યાંકથી થોડો પ્રકાશ આવતો હતો જે એણી આંખ પર જ પડતો હતો.

એણે મને ઝાટક્યો અને કહ્યું, “ અરે હાથ કયું પકડ કે રખા હે..”

હું ડર ના મારેલો, બહાર અવાજ ન જાય તેવી રીતે તીણા સ્વરમાં આજીજીથી કહેવાં માંડ્યું, “ મેડમ...મેડમ એક મિનટ, મેને જિસ કો મારા થા વો બહાર હી ખડા હે...પ્લીઝ્ઝ...આપ....” હું એટલું જ કહી શક્યો.

એ થોડી બોલતા અટકી અને અંધારામાં જ એણે પણ કમરાના બહાર અવાજ ન જાય એવી રીતે ફક્ત એટલું જ કહ્યું, “ ઓહ્હ !! રિઅલી..!!

મેં એવી રીતે જ જાણે સફાઈ આપતો હોય તેમ ધીમા સ્વરે કહ્યું, “ હા મેને ઔર મેરે ફ્રેન્ડોને મિલ કર...”

ત્યા જ બહારથી બરાડો પાડતો સ્વર સંભળાવા લાગ્યો, “ અરે યે લડકી કહા ગઈ...આયી કી નહીં....એય રીધીધીધી.......”

હું આ અવાજ સાંભળી ડરી ગયો, અને સફાળો જ પલંગ પરથી ઊભો થઈ ગયો કારણકે મને લાગતું હતું કે એ અવાજ વાળો છોકરો આ જ કમરામાં અબઘડી ધસી આવશે.....!!

રિધીમાએ પણ પેલા છોકરા રોબર્ટનાં સ્વરમાં જ બરાડા પાડતી બૂમો મારી, “ અરે આયી રે...કાય કો ચીલ્લા રહા હે...”

હું મુંઝાયો, અને અમે બંને અંધારામાં જ ધીમે સ્વરે ગપસપ કરવા લાગ્યાં. હું આજીજી સ્વરે જ રિધીમાને કહેવા લાગ્યો, “ પ્લીઝ...યાર...ફીર સે મુજે માર નહીં ખાના હે ઔર નાહી કિસીકો મારના હે...”

“દેખો આપકો એક કામ કરના હોગા...ક્યુંકી રોબર્ટ કભી ભી યે બેડરૂમ મેં આ સક્તા હે...!!” રિધીમાએ ધીમા સ્વરે કહ્યું.

હું ધીમા સ્વરથી જ કહેવા લાગ્યો, “ ક્યાં કરના હોગા..?”

એણે અંધારામાં જ ક્યાંકથી કોઈ વસ્તુ શોધીને મારા હાથમાં આપ્યું.

“અગર કોઈ અંદર આતા હે તો અપને આપકો ઈસમેં છુપા લેના..” રિધીમાએ ધીરેથી કહ્યું હતું પરંતુ તે બોલતા જ તે હસી હતી.

હું અચરજ પમાડે તેવી રીતે ધીરેથી પ્રશ્ન પૂછ્યો, “ મેં ઈસમેં કૈસે છુપ સક્તા હું..?”

એણે ધીરેથી કહ્યું, “ શહ્હ્હ....કોઈ આ રહા હે..”

રિધીમાએ પહેલા તે વસ્તુ મારા હાથમાંથી ખેંચી લીધી. હું દરવાજાને ત્યાં ઊભો હતો ત્યાં જ એણે મને સીધો મારા કાંધા પર પોતાનો ડાબો હાથનો ભાર આપીને નીચે બેસવા માટે કહ્યું. જાણે મને ઠંડી લાગતી હોય તેવી રીતે હું પણ એક ઝાટકે બેસી પડ્યો. એણે ઝડપથી એ વસ્તુ મારા પર નાંખીને દરવાજો ખોલવા ગઈ, તે જ ક્ષણે માસીએ દરવાજા પર ટકોરા માર્યા અને સાથે જ રોબર્ટ પણ કમરાની અંદર ધસી આવ્યો.

દરવાજો ખોલતાની સાથે જ એ દરવાજો મારા જમણા હાથની કોણીએ વાગ્યો, પરંતુ એક વાત તો નિશ્ચિંત હતી કે હું દરવાજાના પડખે બેસેલો હતો, પૂરી સિક્યોરિટી સાથે...હા એ પૂરી સિક્યોરિટી, અને જે વસ્તુ રિધીમાએ મારી પર નાંખી હતી એ એક વાસમાંથી બનાવેલો ઊંડો કરંડિયો હતો જેમાંથી હું અંધારામાં ફક્ત બધાની હલચલ કાળા રંગમાં જોઈ સકતો હતો.

“અરે લાઈટ કયું બંધ કર કે રખા હે...” રોબર્ટ બરાડો પાડતો લાઈટના બટન ચાલુ બંધ કરવા લાગ્યો.

“અરે વો બલ્બ બંધ હો ગયા હે...” રિધીમાએ કહ્યું.

“તેરે કો બોલના ચાહિયે ના પહેલે...” રોબર્ટ એટલું કહીને કમરાની બહાર જતો રહ્યો અને ફરી કોઈને હાંક મારતા કહ્યું, “ એ જેસ્સ...”

રિધીમા એટલી વારમાં કમરાની બહાર ચાલી ગઈ હતી. તે ગઈ અને સાથે જ દરવાજો આપોઆપ બંધ થઈ ગયો. મને થોડી શાંતિ થઈ. મારા ઉપરથી કરંડિયો કાઢીને મેં ઊંડા શ્વાસ લીધા, પણ એ કરંડિયામાંથી કોઈ વિચિત્ર પ્રકારની વાસ આવતી હતી જે મારા માટે અસહ્ય હતી.

મને હવે અકળામણ થઈ રહી હતી. હું તદ્દન નિ:સહાય લાગી રહ્યો હતો. હું વિચારમાં પડ્યો, “ હું ક્યાં આવીને ફસાઈ ગયો..?” અને સાથે જ અહિંયાથી ભાગવાનો કોઈ મોકો પણ મળતો ન હતો. વીસેક મિનટ બાદ કોઈ કમરા તરફ આવતું હોય તેમ મને જાણ થતાં હું ઝડપથી કરંડિયાને મારા પર નાંખી દીધો અને ફરી હું અંદર એવી રીતે જ બેઠો જાણે મને ઘણી ઠંડી લાગી રહી હોય....!

મને એટલું ખબર પડ્યું હતું તે વખતે કે પ્રથમ રિધીમા અંદર આવી હતી, પછી કોઈ છોકરો આવ્યો હતો જે બલ્બ લગાડીને જતો રહ્યો હતો. અને એણી પાછળ રિધીમા પણ ચાલી ગઈ હતી. મને એવું લાગ્યું ત્યારે કે, કદાચ બલ્બ નો પ્રકાશ જોઈ તે છોકરો પણ આનંદમાં આવી ગયો હશે, પરંતુ તે દિવસે હું એ બલ્બના પ્રકાશથી દુઃખી થઈ ગયો હતો. કારણકે હવે કમરામાં પ્રકાશના કારણે બધું જ દેખાતું હતું, અચાનક ફરી રોબર્ટ અંદર ધસી આવ્યો હતો, અને કંઈક ગોતી રહ્યો હતો. પણ એણી નજર હજુ મારા પર પડી ન હતી. હું ક્યારનો કરંડિયામાં ભરાઈને બધું આછા કાણામાંથી જોતો રહ્યો હતો. હું વ્યાકુળ થઈ ઉઠયો એક તો રોબર્ટનો મારનો ભય અને ઉપરથી આ કરંડિયાની કોઈ અજીબ વિચિત્ર વાસ..!!

હું મનોમન પ્રાર્થના કરવા લાગ્યો, કે રિધીમા અંદર આવી જાય. અને એ આવી, “ અરે ક્યાં ચાહિયે, ક્યાં ઢુંડ રહે હો ??”

“મેરા મોબાઈલ કા ચાર્જર કહા હે..” રોબર્ટ ભડકીને બોલ્યો.

“હા ચલ મેં તુજે દેતી હું ...” રિધીમાએ કહ્યું.

“મેને કિતની બાર બોલા હે મેરી ચીજો કો હાથ મત લગાઓ..” રોબર્ટ બબડતો જતો રહ્યો.

હું ફરી કરંડિયાનો ટોપલો હવે મારા પરથી અળગો કરીને ફેંક્યો, જાણે આખા કમરામાં મારો જ હુકમ ચાલવાનો હોય...!! હું કંટાળ્યો હતો અને ગુસ્સાથી જ તરત નિર્ણય લીધો કે, “ હવે જે થવાનું હશે તે થશે, હવે હું આ બધા છુપાવા માટેના નાટક નહીં કરું, કા તો હું રોબર્ટ પાસે માફી માગું નહીં તો એણે ફરી માર મારીને ભાગી જાવ...” પછી ફરી વિચાર આવ્યો કે, “એ એકલો તો હશે જ નહિ, ચાર પાંચ બીજા આદમી નીકળશે તો શું કરશે ત્યારે..?”

આ જ વિચારમાં જ મેં પલાઠી વાળીને મજાથી બેઠો હતો. દરવાજો પોતે જ બંધ થઈ ગયેલો. લગભગ પંદર મિનટ બાદ રિધીમા કમરામાં પ્રવેશી અને અંદરથી દરવાજાને કડી મારીને બંધ કર્યો. ત્યાં સુધી રાતના દસ વાગી ગયા હતાં તે દીવાલ પર ટાંગેલું ઘડિયાળ બતાવતું હતું. હું હજુ પણ એવો જ પલાઠી વાળીને બેસ્યો હતો.

રિધીમાનાં હાથમાં બે મોબાઈલ હતાં. એણે મારા તરફ ઝૂકીને મોબાઈલ આપ્યો અને ધીરેથી કહ્યું, “ લો આપકા મોબાઈલ, બેટરી ફુલ્લ હે..”

હું એવો જ હજુ પણ પલાઠી વાળીને નીચે બેસ્યો હતો. મેં જલ્દીથી મારા મોબાઈલને ચાલું કર્યો અને જોયું તો વોટ્સએપ્પ પર ઘણા મેસેજ આવેલા હતાં. હું તરત જ અંકિતને ફોન લગાડતા મોબાઈલને કાન પર ધર્યો. રિધીમા ફરી ઝુકી અને દાંત ભીંસી ને કહેવાં લાગી, “ શહ્હ્હ...” અને એ પણ મારી સાથે પલાઠી વાળીને બેસી ગઈ અને થોડી નજદીક આવીને ધીમા સ્વરમાં કહેવાં લાગી, “ અરે ક્યાં કર રહે હો, ફોન બંધ કરો..અભી આપકો ક્યાં ચિલ્લા કર બાત કરની હે..”

મેં ફોન કટ કરી નાંખ્યો. અને મોબાઈલને સાયલેન્ટ મોડ પર રાખ્યો. અને અંકિતને ટુંકમાં મેસેજ કરી નાંખ્યો.

એણે મને ધીમા સ્વરમાં સમજાવ્યો કે રોબર્ટ હમણાં હોલમાં એકલો બેઠો છે પરંતુ થોડી જ મિનિટોમાં એના ફ્રેન્ડો આવશે અને શરાબની મહેફિલ જામશે જે રાત સુધી કે પછી સવાર સુધી ચાલશે...અને એ રોબર્ટ અને એના બધા જ ફ્રેન્ડો પાસે ચાકું હમેશાં રહે છે, ઉશ્કેરાટમાં કંઈ બીજું જ થઈ જશે તો સંભાળવા માટે મુશ્કેલ બની જશે. અને માસી અહિયાં નથી રહેતા તેઓ બાજુના મકાને રહે છે..ગયા ઘરે સુવા માટે..”

હું ચુપચાપ એ બધું સાંભળતો રહ્યો. તે ઉઠી અને પલંગ પાસે જઈને ચાદર સરખી કરી, અને બીજો એક ધાબળો અને તકિયો લઈને આવી અને મને ઉઠવા માટે કહ્યું. તેણે તે ધાબળો નીચે પાથર્યો. અને બાજુમા જ પોતાનો મોબાઈલ રાખ્યો અને ધીરેથી કહ્યું “જાઓ અબ પલંગ પર જા કર સો જાઓ, મેં આપકો બાદમે ઉઠાતી હુ..” એટલું કહી તે પડખું ફેરવીને સુઈ ગઈ.

મને આવી રીતે સૂવા થોડું અલગ લાગી રહ્યું હતું. પરંતુ તે વખતે રિધીમાને મારા કરતા પણ વધુ અસ્વસ્થતા લાગી હતી. તે મારી સાથે આવી રીતે એક જ કમરામાં સુવા માટે બેચેની અનુભવી રહી હતી. તે દરવાજા બાજું મોં ફેરવીને સુતી હતી એટલે કે મને તેણી પીઠ જ દેખાતી હતી.

જે બાજુ રિધીમા માથું રાખીને નીચે સૂતી હતી હું પણ એ જ દિશામાં મારું માથું રાખ્યું અને પલંગ પર સુતો અને થોડો નીચે ઢળીને રિધીમાને ધીમા અવાજથી કહ્યું, “ રિધીમા...રિધીમા...” એણે સાંભળ્યું નહિ.

મેં એના બાવડા પર હળવો હાથ લગાડ્યો અને ફરી ધીમા સ્વરમાં કહેવાં લાગ્યો... “રિધીમા...”

એણે મારી સામે હળવેથી જોયું. બલ્બ એણે ચાલુ જ રાખ્યો હતો. આછા પીળા રંગનો પ્રકાશ એ ચોરસ લાગતા નાનકડા રૂમમાં છવાયલો હતો.

એ ઘણી સુંદર હતી. મેં એણે પહેલી વાર ત્યારે ધ્યાનથી જોઈ હતી. પણ થોડો ડર સતાવતો હોય તેમ તેના ચહેરા પર કળી આવતું હતું.

મેં તેનો મોબાઈલ નંબર માંગ્યો, તેણે મારો મોબાઈલ લીધો અને નંબર ડાયલ કરીને નામ પણ સેવ કરીને આપ્યું. અને ફરી તે મારા તરફ પીઠ કરીને પડખું ફેરવ્યું.

મેં મોબાઈલ હાથમાં લેતા જ રિધીમાને વોટ્સએપ્પ કર્યો. મેં બે મિનીટ સુધી રાહ જોઈ, પરંતુ કોઈ જવાબ ન આપ્યો.

પરંતુ ત્યાં જ બહાર પહેલા એટલો ઘોંઘાટ જેવો લાગતો ન હતો, પરંતુ ધીરે ધીરે અવાજ હવે અંદર સંભળાઈ રહ્યો હતો. મેં ત્યારે અનુમાન લગાડ્યું હતું કે શરાબની મહેફીલ બરાબરની જામી છે, કોઈ નશામાં જ ગીત ગાતુ સંભળાતું હતું તો કોઈ બરાડા પાડતો ગાળી આપતા સંભળાતો હતો. એમાં કોઈ સ્ત્રીનો પણ અવાજ આવી રહ્યો હતો.

મેં ફરી રિધીમાને હળવે હાથે ઉઠાવાની કોશિશ કરી. એણે મારી સામે જોયું તે સાથે જ હું મોબાઈલ ઉંચો કરી મેસેજ કરેલો વોટ્સએપ્પ વાળો સ્ક્રીન દેખાડ્યો. એ થોડી હસી. હું પણ થોડો મલકાયો.

એણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો. અને પછી શું, અમે રાત્રે બે વાગ્યાં સુધી ચેટ કરી. પણ મને થોડો હાશકારો થયો કે તેના ચહેરા પરનો જે ડર દેખાતો હતો કે એક અજાણ્યા વ્યક્તિ સાથે એક જ કમરામાં રાત કેવી રીતે વિતાવવી !!”

હું એણે વિશ્વાસ અપાવવા માટે અને ડરને ભગાડવા માટે આપણા ફેમિલીનાં બધાનાં જ ફોટા મોકલ્યા. ફેમિલી શું ? ફોઈના પણ ફોટા મોકલ્યા, મારા કોલેજનાં મિત્રોનાં પણ ફોટા મોકલ્યા. બીજા એવાં ઘણા જોક કરતા મેસેજ અને વિડિઓ મોકલ્યા. હું એણે થોડી થોડી વારે જોયા કરતો, એનો એ હાસ્ય વાળો ચહેરો ઘણો રૂપાળો દેખાતો હતો.

એણે ફોઈને અને પ્રિયા તને ખૂબ જ ધ્યાનથી ફોટામાં નિહાળેલી હતી. એણે ત્યારે ચેટ દરમિયાન કહેલું હતું કે, “ તમારી સિસ્ટર અને ફોઈ બંનેમાં ઘણું સામ્ય છે અને બ્યુટીફૂલ પણ તેટલા જ....”

એણે મને પોતાનાં વિષે વધુ કંઈ કહ્યું ન હતું. અને મેં પણ વધારે પૂછ્યું ન હતું. લાસ્ટ મેસેજમાં હું જ્યાં રોકાયેલો હતો એ હોટેલનું એડ્રેસ સેન્ડ કર્યું. ચેટ દરમિયાન રાત્રે બે વાગ્યે તેને હવે ઊંઘ આવતી હતી. અને એ ઊંઘી ગઈ.

હું બે થી ત્રણ વાગ્યાં સુધી એનો માસૂમ ચહેરો જ જોતો રહ્યો. એનું નાક ચમકતું હતું. તે કેટલી ખુબસુરત હતી ...!!

જોતજોતામાં મને પણ ઊંઘ આવી ગઈ.

સવારે રિધીમા મને જોર જોરથી હલાવીને ઉઠાવી રહી હતી. મારી ઊંઘ ઉડતી ન હતી. પરંતુ હું ભારે પોપચા હેઠળ આંખ ખોલી, રિધીમાનો આશ્ચર્યવાળો ચહેરો જોઈ હું પણ ચમક્યો અને તરત જ પલંગ પર બેઠો થઈ ગયો.

“ચલો આપકો અભી નિકલના હોગા...” રિધીમાએ ધીરેથી કહ્યું.

મેં આશ્ચર્યથી કહ્યું, “ અભી...અભી...”

એણે મને ગુસ્સાથી કહ્યું, “ કયું અભી કલ પરસો કી રાત ભી યહી પર નિકાલની હે..?”

મને ત્યારે લાગ્યું કે સાચે જ રિધીમા મારાથી કંટાળી ગઈ હશે, અને વિચાર્યું પણ હશે કે આ માથાનો દુઃખાવો ક્યાંથી અહિયાં ટપકી પડ્યો.

એણે દરવાજાના બહાર ડોકું કર્યું, અને પૂરી સાવચેતીથી મને બોલાવ્યો.

મને પલંગ પરથી ઉઠવા પણ કંટાળો આવતો હતો. હું આળસુ ની જેમ નીચે જેમતેમ પગ મુક્યા. અને ત્યાં જ મને કંઈક યાદ આવ્યું હોય તેમ પલંગ પર આમેતેમ નજર ફેરવી અને ત્યાં જ મારો પડેલો મોબાઈલ ઉઠાવ્યો અને ખિસ્સામાં રાખી દીધો.

રિધીમાં મને ઈશારાથી બોલાવી રહી હતી. તે ધીમા પગે બહાર નીકળી અને મને પણ બોલાવ્યો. હું જયારે રિધીમાની પાછળ ધીમા પગલે ગયો ત્યારે જ મને હોલમાની સ્થિતિની જાણ થઈ.

હું બધી જ વાત કળી ગયો કે હમણાં જે લોકો અહિંયા આમેતેમ સૂતેલા પડેલા દેખાતા હતાં, તે રાતની શરાબની મહેફિલનો દાખલો હતો. મેં ત્યાં પાંચ છ પહેલવાન લાગતા જુવાનોને આમેતેમ સુતેલા જોયેલા હતાં, જે મસ્ત આરામથી નિદ્રામાં ઘરઘરાટ અવાજ કાઢતાં પડેલા હતાં.

રિધીમાએ મને ઈશારાથી સમજાવ્યો કે બધાનાં પગને, શરીરને સંભાળીને ચાલજે. રિધીમાએ બધાને ઓંગાળીને વ્યવસ્થિત રીતે ચાલી ગઈ હતી અને મારી જ ઉભી રહીને રાહ જોતી હતી.

પણ હું જયારે પણ મને ન કરવાનું કામ કોઈ કહેતું પરંતુ મારાથી તે જ થઈ જતુ. તે દિવસે પણ મેં એક ઊલટું કામ કરી જ નાખ્યું.

હું ધીરેથી જ કૂદકો મારીને જતો હતો એમાં જ મારો પગ કોઈ વ્યક્તિને જોરથી વાગ્યો. એ વ્યક્તિ કોઈ નહીં પરંતુ રોબર્ટ હતો.

(ક્રમશ: ..)