પતિ-પત્ની : પ્રેમ વિના ચાલશે, મિત્રતા વિના નહિ ચાલે
સલમાન ખાનનું હજુ ગોઠવાયું નથી ત્યાં તેના પરિવારમાં ત્રણ-ત્રણ છૂટાછેડા નાં ભણકારા વાગતા હોવાના અહેવાલો છે... છેવટે એ વાત અફવા નીકળે... ની જે આ વાત ખોટી ઠરે તો વધુ સારૂ... ફરહાન અખ્તર છૂટાછેડા ની જાહેરાત કરી છુક્યો છે, અગાઉ આમીર અને ઋત્વિક પણ સંતાનો સાંજના થઇ ગયા છે તેવડી ઉમરે છૂટાછેડા લઇ ચુક્યા છે.
વીરત કોહલી સાથે અનુષ્કા શર્માનું લગ્ન પહેલા જ બ્રેકઅપ અને રણબીર-કેટ વચ્ચે ‘દરાર’ પણ વસંત ની વસમી વાતો ની જેમ સંભળાઈ રહી છે. લગ્ન યાની કી નિકાહની સેલીબ્રીટી ની વાતો હંમેશા ચર્ચાઓમાં રહે છે. હમણાં જ કબીર બેદીએ તેના માં જન્મદિવસે ૪૧ વર્ષીય પરવીન હસજ સાથે શાદી કરી. ૧૯૬૮ માં પ્રોતિમા, ૧૯૯૨ માં નિક્કી અને હવે પરવીન તેની ત્રીજી પત્ની છે. ક્રિકેટર વસીમ અકરમે પણ ૪૭ વર્ષની વયે ૩૦ વર્ષ ની શાનેરા થોમ્પસન સાથે નિકાહ કર્યા હતા.
સબંધો માત્ર આકર્ષણ થી ટકતા નથી. ચીનની દિવાલ તેના દેખાવથી લોકો ને ગમે છે, પરંતુ એ ટકી હોય તો એની પાયાની મજબુતીથી છે. બેનમુન ચણતર થી છે. કોઈ યુગલ ને જોઈને આપણે તુરંત કહીએ છીએ કે આ “પરફેક્ટ કપલ” છે, જોડી કેટલી જામે છે ! હકીકતમાં આ જોડીના ટકવાનો આધાર તેના દેખાવ ઉપર નહી પરંતુ આંતરિક સદગુણ, સમજ, ધીરજ અને ત્યાગ ની ભાવના ઉપર નિર્ભર છે.
બુઝુર્ગ વયે એકમેક નો હાથ ઝાલીને મંદિરે જતા અને ચહેરા ઉપર બેહદ શુકુન દર્શાવતા વૃધ્ધદંપતિ વચ્ચે આકર્ષણ નથી હોતું તેમની વચ્ચે હોય છે એકમેક પ્રત્યે નો આદર ! એકબીજા પ્રત્યે નું છુપું સન્માન !
એક જ છત નીચે રહેવા છતાં કશી’યે ઉષ્મા, આદર કે આકર્ષણ વિનાના એવા કેટલા’યે યુગલો સમાજ માં પતિ-પત્ની તરીકે જોવા મળે છે. જેમને છૂટાછેડા નથી લીધા પરંતુ એ ડીવોર્સી જ છે. ઈશ્વર જો એમણે જિંદગી ને રીવાઈન્ડ કરવાની તક આપે તો કદી એ એકબીજાનું મોઢું પણ જોવાનું પસંદ ન કરે !
લગ્ન એ બંધન છે કે મોકલાશ ? દરેક યુગલ ધારે તેવો જવાબ મેળવી શકે છે એકમેક નાં ગમા અણગમા ને સ્વીકારવાની અને એકબીજા પ્રત્યે ની અપેક્ષા ઓ વિશે વધુ ને વધુ ઉદાર રહેવાની સમજણ માણસ ને દામ્પત્યજીવન માંથી જ મળે છે. આદિકાળ થી પુરૂષ ઉદ્યમ કરી ઘર માટે આજીવિકા લાવે છે, જ્યારે સ્ત્રી ઘર ચલાવે છે, સંતાનોનું સર્જન કરે છે. બને ની જવાબદારી નું મહત્વ છે. હવે તો પતિ-પત્ની બને કમાય પણ છે ને વીકએન્ડ માં ઘર કામ પણ કરે છે. બહુધા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ જૂની પરંપરા જ છે, પરંતુ લગ્નજીવન એમના જ ટક્યા છે, જેણે એકબીજાનાં અસ્તિત્વનો સાદર સ્વીકાર કર્યો છે, “મને તેજ ઝડપે બાઈક ચલાવતો પતિ ગમે છે” એવું મનમાં બોલીને જે પત્ની કહી શકે કે ‘ઈટ્સ ઓકે, મારા પતિને બાઈક ચલાવવું નથી ગમતું તો કાઈ નહી, એમાં શું થયું ? એવી જ રીતે પત્ની નાં ઘરકામ, પરિવારજનો સાથેના વહેવાર માં એ કદાચ પરફેક્ટ ન હોય છતાં તેણે જે ચલાવી જાણે છે એ પતિ ઓછો દુઃખી થાય છે ચાલશે અને ફાવશે આ બે શબ્દો બહુ મહત્વ નાં છે
લગ્ન સબંધો મિત્રતાના અભાવે તૂટતા હોય તેવું જ હોય છે. પહેલા મિત્રતા ની જરૂર વર્તાય છે. કારણ કે, મિત્રતા પછી જ લાગણી ઓ ઉભી થાય છે અને પછી જ પ્રેમ સંબંધો બંધાય છે. એટલે સંબંધો ટકાવી રાખવા માટે ઝળકતા ગુલાબી રંગ જેવી સરસ મિત્રતા ની જરૂર છે. એટલે જ, પ્રેમ પછી પરંતુ, પહેલા મિત્રતા.
રજનીશજી કલ્પના સાથે લખે છે કે બે સ્વતંત્ર વ્યક્તિ મળે તેમાં ખુબ સૌંદર્ય રહેલું હોય છે, કોઈ એકબીજા માટે બોજારૂપ હોતું નથી, કોઈ એકબીજા પર કશું લાદતું નથી. કશું લાદવાનો વિચાર જ પડતો મૂકી દેવાયેલો હોય છે. તમે સાથે રહો છો, પણ તમારું એકાંત તદન શુદ્ધ, વ્ન્સ્પર્શ્યું, સ્ફટિક તમે ક્યારેય પગપેસારો કરતાં નથી. તમે વિભિન્ન છો, એ જ કારણ થી એકબીજા ને માણી શકો છો.
પતિને ગઝલ ગમે છે ને પત્ની ને પોપ સોંગ પત્ની ચાઈનીઝ ની દીવાની છે ને પતિને નુડલ્સ દીઠાં ગમતા ન હોય એટલે શું બંનેમાં મનમેળ નથી એવું કહેવાય ? આવું માનનારા યુગલો ખરેખર તો સ્વચ્છંદી છે કારણ કે જીવન ની રોજીંદી ઘટમાળમાં કેટલીયે બાબતોમાં માનવી સ્વતંત્ર તા પૂર્વક પોતાનો ગમો-અણગમો વ્યક્ત કરે તો જ તેણે મોકળાશ જેવું લાગે છે રશિયન ક્રાંતિ વખતે મોસ્કોમાં રસ્તાની વચ્ચોવચ્ચ ચલતી એક સ્ત્રીને પોલીસે અટકાવી ત્યારે તેણે કહ્યું કે હવે તો આપણે સ્વતંત્ર છીએ – ગમે ત્યાં ચાલી શકાય.
હકીકતમાં મુક્ત થયા હો તો પણ ટ્રાફિકના નિયમોનું તો પાલન કરવું જ પડે છે.
જિંદગી અને સંબંધો નાં પણ કેટલાક વણલખ્યા નિયમો છે. પતિ અને પત્ની આખરે તો બે અલગ વ્યક્તિ જ છે. લગ્ન નામના પ્લેટફોર્મ વડે એમણે દામ્પત્ય ને મહેકાવવું હશે તો અંધાધૂંધી તો હરગીઝ નહી જ ચાલે. બને વ્યક્તિ પોતાની રીતે વિકસિત રહે અને બંને ને એકમેક થકી હુંફ મળે એ જ મધૂર દામ્પત્ય.
જે યુગલો દર ઉનાળે સ્વીત્ઝરલેન્ડ જાય કે, જે પતિ પત્ની ને બર્થડે વખતે હીરાનો હાર અપાવે એ ખુબ સુખી હોય એવું નહી માનતા. લક્ઝરી કારમાં જતા પતિ-પત્ની કરતા ઘણીવાર સાયકલ ઉપર બેઠેલા યુગલ વધુ સુખી હોઈ શકે છે.
તોલ્સ્તોય ની પત્ની સોફિયા ટોલ્સટોયના અપૂર્વ સાહિત્ય સર્જન અને ઉદાત ભાવના ને ન સમજી શકી તે ન જ સમજી, મહાત્મા ટોલ્સટોયે વૃધ્દ્ધાવસ્થા માં ‘મરી જઈશ પણ આ ઘરે પાછો નહી ફરું’ તેમ કહી ગૃહત્યાગ કર્યો અને જગત નાં આ મહાન સાહિત્યકારે એક અજાણ્યા ફ્લેગ સ્ટેશન નાં બાંકડે જિંદગી નાં અંતિમ સ્વાસ લીધા. સોક્રેટીસ ની ફિલસુફી તેની પત્ની ઝેન્થપી ન સમજી શકી. સ્નેહીઓ સોક્રેટીસ ને કહેતા કે ‘આવા મહાન ફિલસૂફ થઇ આવી કજીયાખોર પત્ની સાથે જીવન વિતાવો છો ? સોક્રેટીસ હસીને કહેતા “નિષ્ણાંત ઘોડેસ્વારો તોફનીમાં તોફાની ઘોડા ને જ રાખે છે.”
અમેરિકામાં આંતરવિગ્રહ વખતે અબ્રાહમ લિંકન જ જાણતા હતા કે આથી પણ વધુ મોટો વિગ્રહ તેની પત્ની મેરી ટોડ લીંક સાથે ચાલી રહ્યો છે.
મહાકવિ મિલ્ટન અંધ હતા. એક મિત્રે તેણે કહ્યું કે તમારી પત્ની તો ગુલાબના ફૂલ જેવી સુન્દાદ્ર છે – મિલ્ટન મજાકમાં કહી દેતા કે “હું તો અંધ છું એટલે ગુલાબ જેવું સૌંદર્ય તો અનુભવી શકતો નથી પણ કાંટા નો અનુભવ જરૂર થાય છે.”
દામ્પત્યજીવન માં બધા પતિ-પત્નીઓ ફરિયાદીની ભૂમિકામાં જ હોય છે. ઘણીવાર ઘણા દંપતિઓ તો આંસુની અવેજીમાં હસતા હોય છે. જીવન માં ઘણું બધું હસવા જેવું છે- હસી કાઢવા જેવું છે. માર્ક ટ્વેઇન ની એક વાત અજમાવવાં જેવી છે. પતિ-પત્ની માં જે ગુસ્સો કરે ત્યારે સામાવાળા એ દસ મિનિટ શાંત થઇ જવું- બારમી મીનીટે શાંત રહેનાર નો વિજય થશે.
ખુશી એ દિલનો વિષય છે, પરંતુ તેને મેળવવા થોડું દિમાગ તો ચલાવવું જ પડે છે, તો ચલાવોને – everything is fair for love and marriage life.
કરિશ્મા ઠકરાર