Pincode -101 Chepter 21 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 21

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

પિન કોડ - 101 - 21

પિન કોડ - 101

પ્રકરણ-21

આશુ પટેલ

રાજ મલ્હોત્રાના હેડક્વાર્ટરમાં રિસેપ્શનિસ્ટને પોતાનુ નામ આપ્યા પછી સાહિલે થોડી મિનિટ્સ રાહ જોવી પડી. ‘મલ્હોત્રા હાઉસ’ની લોબીનું, એમાં બેઠેલા માણસોનું નિરીક્ષણ કરતા-કરતા સાહિલની નજર વારંવાર રિસેપ્શનિસ્ટ તરફ જતી. હતી. તેણે જોયું કે એક યુવાન અન્દરથી રિસેપ્શનિસ્ટ પાસે આવ્યો. તેણે રિસેપ્શનિસ્ટને કઈ પૂછ્યું એટલે રિસેપ્શનિસ્ટે સાહિલ તરફ ઈશારો કર્યો. તે યુવાન સાહિલ પાસે આવ્યો. રિસેપ્શનિસ્ટે તેને કહ્યું હતું છતાં તેણે ખાતરી કરવા પૂછી લીધું, મિસ્ટર સગપરિયા?’
સાહિલે હકારમાં માથું હલાવ્યુ અને ‘યસ’ પણ કહ્યું.
‘કમ વિથ મી.’ તે યુવાને કહ્યું.
સાહિલ તે યુવાનની પાછળ ચાલ્યો. તે યુવાન સાહિલ સાથે એક લિફ્ટમાં પ્રવેશ્યો. તેણે પાંત્રીસમાં માળનું બટન દબાવ્યું. લિફ્ટ ઉપર જઈ રહી હતી એ સાથે સાહિલના હ્રદયના ધબકારા પણ વધી રહ્યા હતા.
તે યુવાન સાહિલને રાજ મલ્હોત્રાની સેક્રેટરી શીતલની કેબિનમાં લઈ ગયો. તેને જોઈને શીતલ ઊભી થઈ અને તેને તેની કેબિનના બીજા દરવાજાથી અંદર લઈ ગઈ. એ દરવાજામાં પ્રવેશતા વેંત સાહિલ આભો બની ગયો. તેની જિંદગીમાં તેણે કલ્પના પણ નહોતી કરી એટલી વિશાળ અને એટલી ભવ્ય ચેમ્બર તેણે પહેલીવાર જોઈ. રાજ મલ્હોત્રા કોઈ બે માણસ સાથે વાત કરી રહ્યા હતા. તેમણે શીતલને ઈશારાથી એક સીટિંગ એરિયામાં બેસવાનું કહ્યું.
સાહિલની હથેળીમાં પરસેવો વળી રહ્યો હતો. તેને ચિંતા થઈ કે રાજ મલ્હોત્રા હાથ મિલાવવા હાથ લંબાવશે તો ક્ષોભજનક સ્થિતિ ઊભી થઈ જશે. શીતલની સાથે એક સીટિંગ એરિયામાં બેઠા પછી તેણે નોંધ્યુ કે રાજ મલ્હોત્રાની ચેમ્બરમાં જૂદી-જૂદી ચાર જગ્યાએ જૂદા-જૂદા પ્રકારની સીટિંગ અરેન્જમેન્ટ હતી. અને ત્યાંથી રાજ મલ્હોત્રાનું વિશાળ ટેબલ ખાસ્સુ દૂર હતું. એટલું દૂર કે અત્યારે તેમની પેલા માણસો સાથે ચાલી રહેલી વાતો સાહિલ સ્પષ્ટ રીતે સાંભળી શકતો નહોતો. ચેમ્બરની પશ્ર્ચિમ દિશામાં ગ્લાસ વોલ હતી. એમાંથી અરેબિયન સમુદ્ર દેખાતો હતો. ગ્લાસ વોલની બહાર વિશાળ ટેરેસ હતી. એ ટેરેસમાં પણ થોડાં ટેબલ્સ અને ખુરશીઓ ગોઠવાયેલાં હતાં. સાહિલને લાગ્યું કે પોતે કોઈ જૂદી જ દુનિયામાં આવી ગયો છે.
‘કમ, પ્લીઝ.’ રાજ મલ્હોત્રાની સેક્રેટરીએ કહ્યું એટલે સાહિલ ઊભો થઈને તેની સાથે ચાલ્યો. રાજ મલ્હોત્રાના ટેબલ સુધી પહોંચતા-પહોંચતા તેણે પોતાની નર્વસનેસ પર કાબૂ મેળવવાની કોશિશ કરી.
રાજ મલ્હોત્રાએ હળવું સ્મિત કરીને તેને પોતાની સામે બેસવાનો ઈશારો કર્યો. તેમનું વિશાળ ટેબલ જોઈને સાહિલને ધરપત થઈ કે હાથ મિલાવવાની નોબત નહીં આવે. ટેબલ એટલું મોટું હતું કે કોઈ ઈચ્છે તો પણ રાજ મલ્હોત્રા સાથે હાથ ના મિલાવી શકે. સાહિલને ખબર નહોતી કે રાજ મલહોત્રાએ મુલાકાતીઓને દૂર રાખીને તેમને થોડા અનકમ્ફર્ટેબલ રાખવા માટે જ ઈરાદાપૂર્વક આટલું વિશાળ ટેબલ રાખ્યું હતું.
‘ગુડમોર્નિંગ, સર.’ સાહિલે પોતાની નર્વસનેસ છુપાવવાનો પ્રયાસ કરતા કહ્યું.
‘વેરી ગુડ મોર્નિંગ, યંગમેન.’ રાજ મલ્હોત્રાએ કૃત્રિમ ઉમળકા સાથે કહ્યું.
‘વોટ વિલ યુ હેવ? ટી, કોફી ઓર એનીથિંગ એલ્સ...’ તેમણે પૂછ્યું.
‘નો, નથિંગ. થેન્ક્સ, સર.’ સાહિલે કહ્યું. તે આવડા મોટા માણસને જીવનમાં પહેલીવાર મળી રહ્યો હતો નહીં તો તેને સમજાઈ જાત કે આવી ઓફરનો અર્થ એ થાય કે પેલા પાવરફૂલ માણસને તેની પ્રપોઝલમાં રસ પડ્યો છે!
સાહિલે કશુ લેવાની ના પાડી એમ છતાં રાજ મલ્હોત્રાએ આગ્રહ કર્યો: ‘હેવ સમ ટી. આઈ વીલ ગીવ યુ કંપની.’
સાહિલને ચા પીવાથી સખત એસિડિટી થઈ જતી હતી અને એમાંય ઉચાટ કે ઉજાગરા પછી તો આમ પણ તેનું પેટ સળગતું રહેતું, પણ રાજ મલ્હોત્રાના શબ્દો સાંભળીને તેણે હા પાડવી પડી.
રાજ મલ્હોત્રાએ તેમની સેક્રેટરી શીતલને ઈશારો કર્યો એટલે તે જતી રહી. એ પછી તરત જ તેમણે કામની વાત શરૂ કરી દીધી: ‘યસ, યંગ મેન, તારા આઈડિયાઝ વિશે મને સમજાવ.’
‘મેં જે મલ્ટિપર્પઝ વેહિકલની ડિઝાઈન વિચારી છે એ વેહિકલ કોઈપણ પ્રકારની જગ્યા પર ચાલી શકશે. એનાં વ્હીલ્સ મિનિમમ ૮ ફિટની ઊંચાઈવાળાં હશે એટલે જ્યાંથી વાહનો પસાર થવાનું મુશ્કેલ હોય એવી નાની કે મધ્યમ કક્ષાની નદીઓમાંથી પણ એ પસાર થઈ શકશે. ઘણીવાર ચોમાસામાં અતિવૃષ્ટિ વખતે કોઈ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હોય ત્યારે પાણીના અમૂક સ્તર સુધી આ મલ્ટિપર્પઝ વેહિકલનો ઉપયોગ થઈ શકશે અને પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાનું સહેલું થઈ પડશે. ચોક્ક્સ સ્તરના પાણીના વહેણમાંથી પણ આ વાહન પસાર થઈ શકશે કારણ કે, એના વ્હીલ્સનો બેઝ ત્રણ ફૂટ જેટલો હશે અને સ્વાભાવિક રીતે એનું વજન પણ ખાસ્સુ હશે, એટલે એ પાણીના પ્રવાહ સામે ઝિંક ઝીલી શકશે. આ વાહન એવા વિસ્તારોમાં પણ દોડાવી શકાશે કે જ્યાં રસ્તાઓ નાના હોય અને સમથળ જમીન ન હોય. ટ્રેક્ટર જેવા વાહનોને પણ અમૂક લેવલની જ ઉબડખાબડ જમીન પર ચલાવી શકાય છે પણ આ વાહન એક-દોઢ ફૂટના ખાડા હોય એવી જમીન પર પણ ચલાવી શકાશે. રેતાળ જમીન પર પણ આ વાહન દોડી શકે એવી એની ડિઝાઈન હશે. આ વાહનનો ઉપયોગ માલવાહક વાહન તરીકે પણ થઈ શકશે અને ખેતરોમાં ઝડપથી ખેડાણ કે ખેડાણ પછી માટીના ઢેફાં ભાંગવા માટે થઈ શકશે. આ વાહન માત્ર એક કલાકમાં અનેક એકર જમીનને સમથળ કરી શકશે. ટ્રેક્ટર અમૂક ગતિએ જ ખેતરોમાં દોડી શકે છે પણ આ વાહનની ખાસિયત એ હશે કે એ અત્યંત હેવી વેહિકલ હોવા છતાં અત્યંત ઝડપથી ખેતરોમાં દોડી શકશે. એ સિવાય ખેતરોમાં જુદા-જુદા પાક ઉખાડવા માટે પણ આ વાહનનો ઉપયોગ થઈ શકશે. આ રીતે જુદા-જુદા બે ડઝન જેટલી રીતે આ વાહનનો ઉપયોગ થઈ શકશે.’
‘પણ આટલું હેવી વેહિકલ હશે તો એને ચલાવવા પાછળ બેફામ ઇંધણ વપરાશે એનો વિચાર કર્યો તેં, યંગમેન? અને આટલું હેવી વેહિકલ હશે તો તે ઝડપી ગતિએ કઈ રીતે દોડી શકશે અને તે પણ ઉબડખાબડ સપાટી પર?’ રાજ મલ્હોત્રાએ પોતાના મનમાં ઊઠેલી શંકા સાહિલ સામે વ્યક્ત કરી.
‘આ વાહન ટ્રેક્ટરથી કે ટ્રકથી પણ ઓછા ઇંધણથી દોડાવી શકાશે. મેં એક એવા એન્જિન માટે રિસર્ચ કર્યું છે, જેની કોઈએ આજ સુધી કલ્પના પણ નથી કરી. મારા એન્જિનમાં અત્યાર સુધી ક્યારેય ન વપરાયેલી ટેક્નોલોજીનો ઉપયોગ હશે. પહેલાં મોટરસાયકલમાં ટૂ સ્ટ્રોક એન્જિન આવતાં હતાં ત્યારે બધી મોટરસાયકલ્સ બહુ ઇંધણ ખાતી હતી, પણ એ પછી ફોર સ્ટ્રોક એન્જિનવાળી મોટરસાયકલ માર્કેટમાં આવી અને એ અડધાંથી પણ ઓછા પેટ્રોલથી ડબલ અને ઘણાં કિસ્સાઓમાં તો અઢી-પોણાત્રણ ગણું અંતર કાપવા માંડી. થોડા દાયકાઓ અગાઉ કોઈએ કહ્યું હશે કે હવે એવી મોટરસાયકલ આવશે જે ડબલ કે ટ્રીપલ એવરેજ આપશે ત્યારે પહેલીવાર તો એવું કહેનારા પર લોકો હસ્યા હશે, પણ આજે એ કલ્પના વાસ્તવિકતામાં પલટાઈ ગઈ છે. એવી જ રીતે અત્યારે મારા વેહિકલની કલ્પના કરવી અઘરી લાગે છે પણ મેં જે ટેકનોલોજી વિચારી છે એ આખા વિશ્ર્વમાં ક્રાંતિ લાવી દેશે અને વાહનોથી ફેલાતા પ્રદૂષણમાં પણ ખાસ્સો ઘટાડો કરશે. આ ટેકનોલોજીવાળા એન્જિન્સનો ઉપયોગ બીજા દરેક પ્રકારના વાહનોમાં થઈ શકશે.’
‘તારી વાત પરથી તો લાગે છે કે તારી ટેકનોલોજી ક્રાંતિકારી સાબિત થઈ શકે, પણ થિયરી અને રિયાલિટી વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય છે.’ રાજ મલ્હોત્રાએ કહ્યું.
‘સર, હું માત્ર થિયરીની વાત નથી કરતો, મે મારા રિસર્ચને પ્રેક્ટિકલી પણ ચકાસી જોયું છે.’
‘વોટ? કઈ રીતે? તેં ઓલરેડી કોઈ મલ્ટિપર્પઝ વેહિકલ બનાવી લીધું છે?’
***
‘કૌન હૈ વો લડકી?’ મુમ્બઈ પોલીસના ક્રાઈમ ઇન્ટેલીજન્સ યુનિટના સિનિયર ઇન્સપેક્ટર દત્તાત્રેય વાઘમારે પોતાના ખબરી એટલે કે ઓમર હાશમીના ખાસ માણસ સલીમને પૂછી રહ્યા હતા.
‘કોઈ સ્ટ્રગલર એક્ટ્રેસ હૈ. કલ ઓમરકી ઓફિસમે ગઈ થી આજ ભી ઓમર કી ઓફિસ મે જાનેવાલી હૈ. વૈસે ઉસકી ઓફિસમે ઐસે લડકે-લડકિયાં આતે જાતે રહતે હૈ પર યે મામલા કુછ ઔર લગ રહા હૈ.’
‘ઓમર વૈસે ભી લડકીયો કી સપ્લાય કે ચક્કરમે ભી હૈ ના?’ વાઘમારેએ કહ્યુ.
વો તો હૈ, વાઘમારેસા’બ. ઓમર રઈસ લોગોકો ખૂબસૂરત લડ્કીયો કી સપ્લાય તો કરતા હૈ. લેકિન યે મામલા ઐસા ભી નહીં લગ રહા હૈ.’ સલીમે ખાતરીપૂર્વક કહ્યું અને પછી તરત જ ઉમેરી પણ દીધુ: ઔર યે લડ્કી ભી ઉસ ટાઈપકી નહીં લગ રહી હૈ. ઔર ઉસસે ભી બડી બાત યે હૈ કિ ઓમરને પહલી બાર ઐસે કિસી લડકી કો ફોલો કરને કે લિયે કહા હૈ! યે લડકી કો ફોલો કરને કે લિયે ઓમરને મુઝે ઔર મોહસીનકો બોલા હૈ.’
‘કહાં પે હૈ વો લડ્કી અભી?’
‘અભી તો વો અંધેરી મે અપના બાઝાર કે સામને એક હોટેલ મે ઉસકે કોઈ યાર કે સાથ ઠહરી હૈ. ઉસકા યાર અભી હોટેલમે નહીં હૈ. ઓમરને કિસી ઔર કો ઉસ લડકે પર ભી નજર રખને કો કહા હૈ.’

(ક્રમશ:)