Pincode -101 Chepter 19 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 19

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પિન કોડ - 101 - 19

પિન કોડ - 101

પ્રકરણ-19

આશુ પટેલ

‘નતાશા. એક વાર તું પેલા ઓમરને કોલ તો કરી જો...’
‘સાહિલ અત્યારે આપણે સેલિબ્રેશન કરવા અને રિલેક્સ થવા બેઠા છીએ, એટલે આ વાત રહેવા દે, ઓકે?’ નતાશા અને સાહિલ અપના બજાર સામે ‘હોટલ ગ્રેસ રેસિડેન્સી’ના ફર્સ્ટ ફ્લોર પર ‘મી એન મીટ’ બારમાં બેઠાં બેઠાં વાત કરી રહ્યા હતા.
‘નતાશા, તું અત્યારે પણ એટલી જ જીદ્દી છે જેટલી કૉલેજ ટાઇમમાં હતી.’
‘તેં ખોટું કહ્યું.’ નતાશાએ કહ્યું પછી મલકાઇને ઉમેર્યું : ‘હુ એ વખત કરતાં અત્યારે અનેકગણી વધુ જીદ્દી છું. હવે હું વધુ કંઇ જીદ્દ કરું એ પહેલાં બોલ તું શું ડ્રિન્ક લઇશ?’
‘બિયર. કિંગફિશર માઇલ્ડ.’
‘ધેટ્સ લાઇક એ ગુડ બોય!’ નતાશા હસી પડી અને તેણે વેઇટરને ઇશારો ર્ક્યો.
‘કિંગફિશર માઇલ્ડ એન્ડ એબ્સોલ્યુટ વોડકા વિથ ઓરેન્જ જ્યુસ, રશિયન સેલડ, વન ચીઝ ચેરી પાઇનેપલ અને પીનટ્સ ચાટ.’ વેઇટર આવ્યો એટલે નતાશાએ ઓર્ડર આપ્યો.
સાહિલ હસ્યો: ‘તને હજી યાદ છે કે મને સિંગ બહુ ભાવે છે!’
‘હા તારા બધા ગમા - અણગમા પણ યાદ છે, પણ એ ખબર નહોતી કે તું ડ્રિન્કના રવાડે ચડી ગયો હોઇશ!’
‘ના, ના. આ તો રાહુલની સાથે ક્યારેક ક્યારેક બિયર પી લઉં છું બાકી તો બિયર પીવાની લક્ઝરી જેટલા પૈસા તો મારી પાસે હોતા જ નથી.’
‘પૈસાનું તો એવું છે સાહિલ કે નસીબમાં હોય ત્યારે ને એટલા જ માણસ પાસે આવે!’
‘નસીબની વાત કરીને તું મૂડ ના બગાડ. હું નસીબમાં નહીં પુરુષાર્થમાં માનું છું.’ સાહિલે અકળાઇને કહ્યું.
‘હું તારી વાત સાથે સહમત છું કે દરેક વ્યક્તિએ પુરુષાર્થ કરતા રહેવું જોઇએ, પણ છેવટે તો એ જ થતું હોય છે જે તમારી નિયતિમાં હોય છે. બાકી માત્ર પુરુષાર્થ પર જ બધું નિર્ભર કરતું હોત તો પથ્થરફોડાઓ, ખેડૂતો અને બીજા તમામ પ્રકારના મજૂરો જ શ્રીમંત હોત અને અબજો રૂપિયામાં આળોટતા માણસો આખો દિવસ એરકન્ડિશન્ડ ઓફિસમાં બેઠા-બેઠા ઓર્ડર છોડવાને બદલે ભૂખે મરતા હોત!’
બંને વચ્ચે નસીબ અને પુરુષાર્થ મુદ્દે દલીલો ચાલતી હતી ત્યારે વેઇટર બિયર અને એબ્સોલ્યુટ વોડકા લઇને આવ્યો. નતાશાએ કહ્યું, ‘હમણાં તો આપણા નસીબમાં કિંગફિશર બિયર અને એબ્સોલ્યુટ વોડકા છે એટલે પીવાનો પુરુષાર્થ કરીએ!’
નતાશાના શબ્દોથી સાહિલના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે બિયર ભરેલો ગ્લાસ ઊંચકીને નતાશા તરફ હાથ લંબાવ્યો અને કહ્યું: ‘ચિયર્સ!’
‘ચિયર્સ!’ નતાશાએ વોડકાનો ગ્લાસ સાહિલના ગ્લાસ સાથે હળવેકથી ટકરાવતા કહ્યું, ‘ફોર યોર મીટિંગ વિથ રાજ મલ્હોત્રા, સોરી, ધ રાજ મલ્હોત્રા!’ નતાશાએ કહ્યું.
‘મીટિંગ તો હજી બાકી છે, નતાશા.’
‘પણ તેણે તને મળવા બોલાવ્યો એ જ મોટી વાત નથી, સાહિલ? બાય ધ વે, તે બધી તૈયારી
તો કરી રાખી છે ને? આઈ મીન તું તેમને
મળીશ ત્યારે શું વાત કરીશ એ બધું વિચારી રાખ્યું છે ને?’
‘નતાશા. માણસ જે સપનું લઈને જીવતો હોય એ વિશે વાત કરવા તેણે કોઈ તૈયારી કરવી ના પડે. એક સપનું પૂરું કરવા રાતદિવસ એક કરી રહેલા માણસને કોઈ અડધી રાતે પણ એ વિશે પૂછે તો તેની પાસેથી ધડાધડ જવાબ મળે!’
‘આઈ એમ ઇમ્પ્રેસ્ડ મિસ્ટર સગપરિયા! આજે જીવનની ફિલોસોફી સંભળાવવાનો તમારો વારો છે!’ નતાશાએ ટીખળ કરી અને બન્ને મોકળા મને હસી પડ્યાં.
એ પછી ડ્રિન્કની મજા માણતા માણતા બંને કૉલેજના સમયની યાદો તાજી કરવા માંડ્યાં.
* * *
‘ભાઈજાન સે બાત કર લી?’ મજબૂત બાંધાનો, બેઠી દડીનો, મહેંદી લગાવેલી દાઢીવાળો એક માણસ ઓમરને પૂછી રહ્યો હતો. રાતનો સમય હતો તો પણ તેણે કાળા ગોગલ્સ પહેર્યા હતા.
‘હાં ભાઇ, ભાઈજાન સે બાત હો ગઈ હૈ.’ ઓમરે કહ્યું.
‘કહાં પે હૈ વો લડકી અભી?’ એ માણસે વધુ એક સવાલ પૂછ્યો.
‘અભી તો વો અંધેરીમેં અપના બાઝાર કે સામને ‘ગ્રેસ રેસિડન્સી’ હોટેલ મેં અપને યાર કે સાથ ગઈ હૈ.’ ઓમરે કહ્યું.
‘વો લડકી કિસી ભી હાલાતમેં હાથસે નહી નીકલની ચાહિયે.’
‘નહીં નહીં. ફીકર કી કોઈ બાત નહીં હૈ, ભાઈ. હમારે આદમી ઉસ પર ચોબીસો ઘન્ટે નજર રખ રહે હૈં. સલીમ ઔર મોહસીન ઉસકે પીછે હી હૈ. વૈસે ભી વો સામને સે હમારે પાસ આયેગી. સબ ક્લીઅર હૈ. ઉસકો પૈસે કી જરૂરત હૈ. મૈને ઉસકો ભરોસા દિયા હૈ કી મૈં ઉસકી લાઈફ બના દૂંગા’. ઓમરે ધરપત આપતા કહ્યું.
ઓમરના છેલ્લા શબ્દો સાંભળીને પેલો માણસ સહેજ હસ્યો. એ જોઈને ઓમરના ચહેરા પર પણ સ્મિત આવી ગયું.
‘તો ફિર લાઈફ બના દો વો લડકીકી!’ પેલા માણસે કહ્યું.
‘ભાઈજાનને કહા હૈ કી વો બતાયેંગે કિ કામ કબ ઔર કહાં કરના હૈ?’
‘ઠીક હૈ. મૈં સુબહ ભાઇજાનસે મિલનેવાલા હૂં તબ ભાઈજાન સે મેરી ઇસ લડકી કે બારે મેં ભી બાત હોગી. ઔર કોઈ ચીજ કી જરૂરત હૈ તુમ કો?’ દાઢીધારી માણસે પૂછ્યું. તેના એકદમ ડાર્ક ગોગલ્સને કારણે ઓમર તેની આંખ જોઈ શકતો નહોતો. તે માણસ સતત કાળા ગોગલ્સ પહેરી જ રાખતો હતો. ઓમરને ખબર હતી કે તે માણસની એક આંખ ખોટી હતી એટલે તે બધાની સામે હંમેશા ગોગલ્સ પહેરી રાખતો હતો.
‘જી નહીં, ભાઈ. યે તો મેરે લિયે ફક્ર કી બાત હૈ કી આપ લોગોને મુઝે ભરોસે કે કાબિલ સમજા ઔર મૈં આપ લોગો કે કામ આ રહા હૂં.’ ઓમરે કહ્યું.
‘સબ ઉપરવાલા કરતા હૈ. હમ તો ઉનકે બાશિંદે હૈ. તુમ નેકદિલ ઈન્સાન હો ઈસ લિયે તુમકો યે કામ નસીબ હુઆ. ખુદા સબ દેખતા હૈ. તુમ્હે ભી જન્નત હાંસિલ હોગી. સમજો કિ તુમ્હે તો યહી પે જન્નત મિલ ગઈ. નહીં તો ભાઇજાન ઔર આકા કે દીદાર બહુત કમ લોગો કી કિસ્મત મેં હોતે હૈ. યે કામ હોને કે બાદ તુમ દાઢી રખના શુરુ કર દો. ખુદા કે બંદો કો કુછ ચીજો કા ખયાલ રખના ચાહિયે.’
‘જી ભાઈ. મૈંને તય કર લિયા થા લેકીન ભાઈજાનને બતાયા કિ યે કામ કે લિયે મૈં જૈસા હું વૈસે હી મુઝે લોગો કે સામને પેશ આના હૈ. નહીં તો લોગો કો શક હો સકતા હૈ.’ ઓમરે ખુલાસો કર્યો.
‘બિલકુલ સહી ફરમાયા ભાઈજાનને. ઐસે કામો મેં જુડે હુએ બંદો કો કુર્બાનિયા દેની પડતી હૈ. તુમને આજ તક કાફીરો કી તરહ જીના પસંદ કિયા થા લેકીન યે કામમેં જુડને સે તુમ્હારે સારે બુરે કર્મો કો અલ્લાહ માફ કર દેગા. મૈં ભી તુમ્હારે લિયે અલ્લાહસે દુઆ કરુંગા.’
‘શુક્રિયા, ભાઈ.’
ઓમર અને તે માણસે થોડીવાર બીજી બધી
વાતો કરી. પછી ઓમરે જવા માટે પરવાનગી
માગી. તે દરવાજા તરફ બે-ત્રણ ડગલાં આગળ
વધ્યો ત્યાં પેલા માણસે તેને કહ્યું, ‘એક મિનિટ રુકો.’
ઓમરે પાછા વળીને તેની સામે જોયું એટલે એ માણસે ઈશારાથી તેને પોતાની પાસે બોલાવ્યો.
ઓમર તેની પાસે ગયો એટલે પેલાએ તેની
બાજુમાં પડેલી બેગમાંથી સીમકાર્ડ ભરેલું એક નાનકડું પ્લાસ્ટિક પાઉચ આપતા કહ્યું, ‘યે રખ્ખો. હર રોજ એક કાર્ડ યુઝ કરને કે બાદ કાટકે ફેંકના ભૂલના નહીં?’
‘ઐસી ગલતી મૈં કભી નહીં કરુંગા ભાઈ. અભી ઔર ચાર કાર્ડ મેરે પાસ પડે હૈં.’ ઓમરે કહ્યું.
‘તો અભી યે રખ લો. કોઈ હાલાત મેં હમ દો-ચાર દિન નહીં મિલ પાયેં તો કોઈ ભી દિક્કત નહીં આની ચાહિયે.’ પેલાએ
કારણ સમજાવતા કહ્યું.
‘સહી બાત હૈ, ભાઈ.’ ઓમરે સીમકાર્ડ ભરેલું પાઉચ એ માણસના હાથમાંથી લેતા કહ્યું.
‘યે ભી લેકે જાઓ.’ એ માણસે હજારની નોટોના બે બંડલ કાઢીને ઓમર તરફ લંબાવતા કહ્યું.
‘અભી ઈસકી કોઈ જરૂરત નહીં હૈ ભાઈ.’ ઓમરે કહ્યું.
‘રખ લો. કભી અચાનક જરૂરત પડ સકતી હૈ. ઔર પૈસે કી વજહ સે કભી કોઈ કામ નહીં રુકના ચાહિયે. હમારે જૈસે ખુદા કે બંદો કો વૈસે તો પૈસો સે કોઈ મતલબ નહીં હૈ. હમેં જન્નત નસીબ હોનેવાલી હૈ ઔર વહાં હૂર ભી મિલેગી. લેકીન જબ તક હમ ઈસ દુનિયામેં હૈ ઔર નેક કામ કર રહે હૈ તબ તક હમ પૈસો કી અહેમિયત ભૂલ ભી નહીં સકતે.’ દાઢીવાળા માણસે કહ્યું.
‘જી ભાઈ.’ કહીને ઓમરે નોટોના બંડલ લઈ લીધા.
‘ખુદા હાફીઝ.’ પેલા માણસે કહ્યું.
‘ખુદા હાફિઝ.’ ઓમરે કહ્યું અને તે ચાલતો થયો.
ઓમર દરવાજાની બહાર નીકળ્યો એ સાથે પેલા માણસે એ વિશાળ રૂમના એક ખૂણે એક ટેબલ પર બેસીને કમ્પ્યુટર પર કામ કરી રહેલા ત્રણ-ચાર છોકરાઓમાંથી એકને બોલાવ્યો. તે યુવાન નજીક આવ્યો એટલે એ માણસે તેને કઈંક કહ્યું.
એ માણસે કહેલા શબ્દો ઓમર હાશમીએ સાંભળ્યા હોત તો તેના ગાત્રો શિથિલ થઈ ગયા હોત!
(ક્રમશ:)