Kayo Love - Part - 24 in Gujarati Love Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ભાગ : ૨૪

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

કયો લવ ભાગ : ૨૪

કયો લવ ?

ભાગ (૨૪)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૨૪

ભાગ (૨૪)

“ ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ....” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૨૩ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૨૩) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઈરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યુ” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.

રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.

પ્રિયા ફિક્કી પડી જાય છે, પરંતુ તરત જ પોતાને સ્વસ્થ કરી લે છે....રુદ્ર અને પ્રિયા એક હોટેલમાં જઈ બેસે છે, ત્યાં લગ્ન કરવાં માટેની ઈચ્છા શું છે એ અગત્યની વાત પ્રિયા, રુદ્રને જણાવે છે, ત્યાં જ પ્રિયાને વાંકડિયા વાળ વાળો કુલદીપનો ફ્રેન્ડ હોટેલમાં દેખાઈ આવે છે, પ્રિયા, એ છોકરાની પાછળ ભાગતી હોટેલની બહાર આવી જતાં કુલદીપ અને તેનો ફ્રેન્ડ બાઈક પર સવાર થઈ રફતારમાં જતાં રહે છે…

અચાનક કુલદીપ કોલેજમાં મળી જાય છે, પ્રિયા સામે તે ઘણી વાર, પોતે ઘણો પ્યાર કરે છે એવું રટતો જ રહે છે, પ્રિયા પોતાનો પિત્તો ગુમાવતાં જોરદારનો ચાટો લગાવી દે છે. વિનીત પણ કુલદીપને સમજાવે છે...વાતને ઠંડી પાડવા રોનક ટ્રીપ માટેનું સૂચન કરે છે...રુદ્ર સાથે મળીને પ્રિયા કુલદીપ વિશેની હકીકત જણાવે છે...મોબ ડાન્સનો દિવસ આવી જ જાય છે.

મોબ ડાન્સ પત્યા બાદ પ્રિયાને બે અણજાણ રોબર્ટ અને સના, નામનાં છોકરા છોકરી સાથે મુલાકાત થાય છે. પ્રિયા આ ઘટનાની બધી જ વિગત સોનીને કહે છે, સોની તેને ચેતવા માટે ઘણું બધું કહી રાખે છે. રવિવારે અણધારી રીતે એક મોલમાં નીલ સર સાથે પ્રિયાની મુલાકાત થાય છે, જ્યાં પ્રિયા સાથે રુદ્ર પણ હતો.

નીલ સર સામે, રુદ્રને પોતાને ઈગ્નોર થવા જેવું લાગતા, તે મોલની બહાર નીકળી જાય છે. રુદ્ર, પ્રિયા સાથે નારાજ રહે છે...પ્રિયા બધી જ વાત કરીને રુદ્રને મનાવી લે છે, ત્યાં જ રોબર્ટનો ફોન આવે છે.

રોબર્ટનાં કહ્યા પ્રમાણે પ્રિયા સોની અને રોનક એક જુના બંગલે પહોંચે છે. ત્યાં સના, ત્રણેને બંગલાની અંદર લઈ જાય છે....રોબર્ટ અને રોનકની ઉશ્કેરાટમાં બોલચાલ થાય છે.

રોબર્ટ અને સના, પ્રિયા અને સોનીને બંગલાના પહેલા માળ પર લઈ જાય છે, જ્યાં સોની અને પ્રિયાનો આશ્ચર્યનો પાર ન હતો, તેઓ બંને એક છોકરીને એક સાંકળમાં બાંધેલી જુએ છે, જે બેહદ ખૂબસૂરત હતી...પ્રિયાના પૂછવા છતાં પણ રોબર્ટ કારણ નથી બતાવતો કે આ છોકરીને અહીં આવી રીતે કેમ બાંધવામાં આવી છે..!!

પ્રિયાને, રોઝ નામની છોકરીને અહીં બાંધીને કેમ રાખવામાં આવી છે તેનું કારણ ખબર પડે છે...પ્રિયાને હજુ પણ રોબર્ટની વાતમાં કોઈ રહસ્ય છુપાયેલું હોય તેવું જણાતું હતું...રોબર્ટને મળીને આવ્યા બાદ, ચા ની લારીને ત્યાં પ્રિયાને રુદ્ર અને તેનો બેસ્ટ ફ્રેન્ડ આદિત્ય મળે છે.

સોનીનો બર્થ ડે પ્રિયાના ઘરમાં રાખ્યો હોવાથી બધા ફ્રેન્ડો પ્રિયાના ઘરમાં ભેગા થાય છે ત્યાં જ આદિત્ય અને રુદ્રને પણ ઈનવાઈટ કર્યા હોય છે. આદિત્યને સોની ગમી જાય છે, તે સોની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે જાત જાતના નખરા કરે છે.

ત્યાં જ રોનકે પણ સોની માટે કોઈ સરપ્રાઈઝ રાખ્યું હોય છે...આદિત્ય પળવારની મુલાકાતમાં જ સોની સામે લગ્ન માટેનો પ્રસ્તાવ રાખી દે છે.

સોનીના બર્થ ડે બાદ પ્રિયાનું અગત્યનું કામ હતું રોઝ નામની છોકરીને મળવાનું...તેને સ્ટેશન પર નીલ સર મળે છે, બંને એક જ ટ્રેન નાં ડબ્બામાં બેસીને વાર્તાલાપ કરે છે.. પ્રિયા જર્જરીત બંગલામાં પહોંચે છે.

બંગલામાં પ્રિયાની આદિત્ય સાથે અણધારી મુલાકાત થાય છે....પ્રિયા રોઝનો ફોટો પોતાનાં મોબાઈલમાં ખેંચી લે છે......ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૨૩ જરૂર વાંચજો..)

હવે આગળ...........

“બ્રો આ રોઝ નામની છોકરી તમને ક્યાં મળી હતી, હમણાં તમે એના સંપર્કમાં નથી ..? બ્રો બોલો જલ્દી..” ઉતાવળી પ્રિયાએ એક પછી એક પ્રશ્નો કર્યા.

“એક મિનીટ શું કીધું ?? રોઝ ..? ફોટો જોતો સૌમ્યે પ્રિયાનાં ચહેરા ભણી જોતા કહ્યું.

“હા રોઝ..” પ્રિયાએ હા માં ડોકું ધુણાવતા કહ્યું.

“ફર્સ્ટ તો આ પિક્ચરમાં દેખાતી છોકરીનું નામ રોઝ નથી રિધીમા છે.” સૌમ્યે મોબાઈલમાં જોતો કહી રહ્યો હતો.

પ્રિયા ચોંકી, “વ્હોટ, શું કહો છો બ્રો ?? રોઝ છે રોઝ એમનું નામ..” પ્રિયાએ પોતાનો આઈબ્રો ઉપર કરીને ડોકું ધુણાવતા મક્કમતાથી કહ્યું.

“તું ચૂપ રહેશે...પણ તને આ રિધીમાનો પિક્ચર ક્યાંથી મળ્યો..” ફોટા પરથી ધ્યાન હટાવતા સૌમ્યે, પ્રિયા તરફ નજર માંડતા કહ્યું.

“બ્રો પિક્ચર મળ્યો નથી, સાક્ષાત દર્શન આપ્યા છે રોઝે આઈ મીન રિધીમાએ...” પ્રિયાએ ફરી મોટી આંખ કરીને જાણે રહસ્યમય કોઈ વાત કરતી હોય તેમ ધીરેથી કહ્યું.

પ્રિયા પોતાનાં ભાઈ સૌમ્ય સાથે હમેશાં કેટલી પણ વાત ગંભીર કેમ ના હોય પણ મોટેભાગે જાણે મજાક જ કરતી હોય તેવી રીતે જ વાત કરતી, અને સૌમ્ય ક્યારેક ફ્રેન્ડલી પણ થઈ જતો તો ક્યારેક આવી બધી વાતમાં હમેશાં ગંભીરતાથી જ વાત કરતો.

“ક્યાં મળી રિધીમા..?” સૌમ્યે ફરી પૂછ્યું.

પ્રિયા પોતાના ભાઈનાં ચહેરા પર જ ધ્યાનથી નિહાળી રહી હતી. પરંતુ સૌમ્યનાં ચહેરા પર એવાં કોઈ આશ્ચર્યવાળા હાવભાવ દેખાતાં ન હતાં. તે વિચારવા લાગી કે, “ બ્રો કંઈ છુપાવી તો રહ્યાં નથી ને !!”

“અચ્છા !! બ્રો હું તમને બધું જ કહેવાં માગુ છું પણ તમે પહેલા બધું જ મને કહો કે આ રિધીમા કોણ છે?” પોતાનાં ભાઈ સૌમ્ય તરફ જોતા પ્રિયા કહેવાં લાગી.

સૌમ્ય પણ પ્રિયાના ચહેરે જોતો રહી ગયો.

પ્રિયા સૌમ્ય બાજું જોવા લાગી અને તરત જ કહેવાં લાગી, “ ઠીક છે પહેલા હું જ ટુંકમાં કહું છું કે આ રોઝ મને કેવી રીતે મળી...પછી તમને મને લાંબી વાત પહેલાથી તો છેલ્લે બનેલી બધી જ ઘટના કહેવી પડશે..!!”

પ્રિયા આટલું બધું એટલે બોલી કારણકે તે પોતાનાં ભાઈ વિષે જાણતી હતી કે તે ટુંકમાં જ બધી વાત કહી દેવામાં માણે છે, અને પ્રિયાને તો જીજ્ઞાસાવશ બધું જ આ રોઝ વિષે જાણવું હતું.

“હા બોલ હવે તું..” સૌમ્યે કહ્યું.

પ્રિયાએ રોઝ, રોબર્ટ અને સના ની વાત શરૂઆતથી લઈને અંત સુધી પોતાનાં ભાઈ સૌમ્યને કહી સંભળાવી.

સૌમ્ય ટૂર પરથી આવીને થાક્યો હતો, તેને થોડી વાર પહેલા તો પ્રિયા સાથે વાત કરવા પણ કંટાળો આવતો હતો, પરંતુ પ્રિયાની વાત સાંભળીને તે પણ પોતાની કહાનીની શરૂઆત કરવા લાગ્યો.

“પ્રિયા તને ખબર છે આપણી ફોઈનું મૃત્યુ કેવા સંજોગોમાં થયું હતું ??” સૌમ્યે ગંભીરતાથી કહ્યું.

સૌમ્યની વાત સાંભળી પ્રિયા પહેલા સ્તબ્ધ થઈને અટકી અને તરજ જ ભૂતકાળમાં સરી પડી.

પ્રિયાએ પોતાનાં પરિવારમાં ક્યારે પણ મુત્યુની ભયાનક તથા દુઃખદ ઘટના સાંભળી ન હતી. પરંતુ આજથી ત્રણ વર્ષ પહેલા એવી ઘટના બની હતી કે પ્રિયાના પરિવારના બધા જ સદસ્યને હચમચાવી મૂકી હતી, બધા જ સદસ્યોના મનમાં લગ્ન માટેનો કોઈ બીજો જ ડરનો આઘાત ઘર કરી ગયો હતો.

પ્રિયાની નાની ફોઈ એક રમતિયાળ છોકરી હતી, જે પ્રેમ લગ્નમાં નિષ્ફળ જતા આત્મહત્યા કરી લીધી હતી. તે પ્રિયા કરતા પણ જબજસ્ત ની સુંદર દેખાતી હતી. નામ હતું જ્યોતિકા. પ્રિયાને જે નજદીકનાં જાણતા તે હમેશાં કહેતા કે, “ તું તો તારી ફોઈ જ્યોતિકા પર જ ગઈ છે, દેખાવમાં એવી જ છે તું પણ હા...”

જ્યોતિકા, પ્રિયાના ડેડ રૂપેશભાઈની લાડકી બહેન હતી. રૂપેશભાઈ જ્યોતિકાને ખૂબ વહાલ કરતા, ખુશ રાખતા તેની દરેક ઈચ્છા પૂરી કરતા, કારણ પણ એટલું જ મોટું હતું કે રૂપેશભાઈનાં માતા-પિતાજી એક ભયાનક અકસ્માત દરમિયાન, જયારે જ્યોતિકા દસમું ધોરણ ભણતી હતી, ત્યારે પરલોક સીધાવી ગયા હતાં. નાની બહેનની બધી જ જિમ્મેદારી રૂપેશભાઈ પર આવી ગઈ હતી, ત્યારે રૂપેશભાઈ પરણેલા હતાં. અને તે દરમિયાન સૌમ્ય અને પ્રિયા પણ હતાં, જેમાં જ્યોતિકા અને સૌમ્યની ઉંમરમાં ઝાઝો ફરક ન હતો.

પરંતુ પ્રિયાની મોમ રક્ષાબેને જ્યોતિકાને પોતાની દીકરી હોય એવી રીતે જ કાળજી રાખીને સંભાળ લીધી હતી. જ્યોતિકા ખુબસુરત તો હતી જ પરંતુ તેનું રૂપ ઉંમરની સાથે વધુ નીખરતું ગયું, તેનું મનમોહક રૂપ બધાને અંજાવી નાંખે તેવું હતું.

કોલેજનાં દિવસો દરમિયાન જ્યોતિકાની મુલાકાત રાઘવ નામના એક લાલચી છોકરા સાથે થઈ હતી. જ્યોતિકા વિષે રાઘવે કોલેજકાળ દરમિયાન બધું જ જાણેલું હતું. તે એ પણ જાણતો હતો કે જ્યોતિકાનાં માબાપ બંને નથી, અને તેની દેખભાળ કરવાવાળા તેના મોટા ભાઈ ભાભી છે જેઓ ઘણા ધનાઢય સુખી પરિવારનાં લોકો છે.

પરંતુ પ્યારનો ફણગો જ્યોતિકા અને રાઘવ એક જ કંપનીમાં કામ કરતા હતાં ત્યારે થયો હતો. પરંતુ હકીકત એ હતી કે જ્યોતિકા પાગલની જેમ રાઘવને પ્રેમ કરતી હતી જયારે રાઘવે એક પ્રેમ નામનું કાવતરું બનાવ્યું હતું, જેમાં છેલ્લે પ્રેમ માં હારેલી જ્યોતિકાએ પોતાનું જીવન ટુંકાવી નાંખવાનો નિર્ણય લીધો હતો.

રાઘવ કોલેજકાળ દરમિયાન જ બધું જ્યોતિકા વિષે સારી રીતે જાણતો હતો કે જ્યોતિકા એક મોટા ધંધાધારી રૂપેશભાઈની નાની લાડકી બહેન હતી. પછી શું થવાનું !! રૂપેશભાઈની ઈચ્છા હતી કે જ્યોતિકા પોતાની જ જાતિના એક વગદાર અમીર ઘરમાં જ પરણાઈ જાય, પરંતુ જ્યોતિકાની ઈચ્છા વિરુદ્ધ તે કોઈ પણ કામ કરવા માગતાં ન હતાં, અને આખરે જ્યોતિકા રાઘવને એટલો અંધ રીતે પ્રેમ કરતી હતી કે તેની સાથે જ તે પરણી અને આખરે રાઘવે ક્યારે વિશ્વાસઘાત કરી મૂક્યો એની પણ જાણ થવાનો મોકો નહિ આપ્યો.

લગ્ન પહેલા તો રાઘવ જ્યોતિકા અને જ્યોતિકાનાં ઘરવાળા સાથે એટલો મીઠડો બનીને રહ્યો કે તેની કાવતરાની ગંધ સુધા કોઈને આવવા ન દીધી.

લગ્ન બાદ, થોડા મહિના પ્રેમથી મુંબઈમાં ગાળ્યા બાદ રાઘવે જ્યોતિકાને પોતાની સાથે હમેશાં માટે અમદાવાદ લઈ જવા ઈચ્છે છે એ માટેની પ્રેમભરી પરવાનગી રૂપેશભાઈ તરફથી મેળવી લીધી. અને ઘણી ચાલાકીથી તે પરીસ્થિતિમાં કોઈને પણ પોતાનાં પર અવિશ્વાસ પેદા ન થાય તેના માટે રૂપેશભાઈને એક અમદાવાદનું બનાવટી સરનામું આપ્યું હતું.

જ્યોતિકાને પણ એવો જ વિશ્વાસ અપાવ્યો. અમદાવાદમાં એક હોટેલમાં રૂમ બૂક કરીને તે જ્યોતિકાને ઘણા બધા સરપ્રાઈઝ આપવા ઈચ્છે છે એમ કહીને બંને તે જ હોટેલમાં ત્રણ દિવસ રહ્યાં અને પછી જ્યોતિકાને લઈને તે સીધો ઉત્તર પ્રદેશનાં કાનપૂર શહેરમાં પહોંચ્યો હતો, તેણે ઘણી ચાલાકીથી ટ્રેનની ટિકીટો પહેલાથી જ બૂક કરાવી રાખી હતી. જ્યોતિકા તો રાઘવના પ્રેમમાં એવી ઘેલી થઈ હતી કે તે કોઈ પણ પ્રશ્નો કરતી જ ન હતી. રાઘવ તેને પ્રેમભરી વાતો કરીને એવાં એક નાનકડા ગામના મકાનમાં લાવીને મૂકી દીધી હતી કે જ્યોતિકાનો આશ્ચર્ય સાથે આઘાતની કોઈ સીમા ન હતી. તે જ મકાનમાં રહેતા તેના માબાપ, તેની બે અપરણિત બહેનો જે બંને રાઘવ કરતા, ઉંમરમાં મોટી હતી, અને સાથે જ ધોખો આપનારી મોટી બાબત....મૃત્યુ પામેલી પહેલી પત્ની ની ચાર વર્ષની બાળકી.....આ બધું જોતા જ સુખી ઘરમાં ઉછરેલી જ્યોતિકાનું માથું ભમવા લાગ્યું.

જ્યોતિકા તો આઘાતનાં મારેલી એ જ વિચારમાં પડી ગઈ કે રાઘવે લગ્ન ક્યારે કરી લીધા ?? અને આ ચાર વર્ષની બાળકી !! ત્યાં જ તેણે ઊંડાણમાં વિચાર કર્યું કે રાઘવ તો મને કોલેજનાં છેલ્લા વર્ષે મળ્યો હતો, પરંતુ તેના લગ્ન એના પહેલા જ થઈ ગયા હતાં. તેને આ બધું જાણીને ખબર જ ના પડતી હતી કે તે પોતાનું માથું કંઈ દિવાલમાં મારે ??

તે હૃદયથી એટલી પોચી હતી કે ગુસ્સામાં પોતાનાં દાંત કચકચાવી રાઘવને આટલો મોટો ધોખો કેમ કરવો પડ્યો તેવા બધા પ્રશ્નો પર પ્રશ્નો પૂછવાનાં બદલે, કે, કોઈ તાર્કિક નિર્ણય લેવાના બદલે તે રાઘવના ફરી પ્રેમભરી, લાગણીભરી વાતોમાં એવી ફરી ફસી ગઈ કે તે જ ઘરમાં તેને એક મહિનો કાઢી નાંખ્યો, એક મહિના સુધી તો ઘર પરિવારના સદસ્યો જ્યોતિકા સાથે સારી રીતે વર્તયા, અને રાઘવ પ્રેમભરી વાતોથી પોતાની વાતોમાં એમ જ જ્યોતિકાને ફસાવતો રહ્યો કે તે ઘણો ચાહતો હતો તેથી તેને આટલું બધું જુઠું બોલવા પડ્યું!!

રાઘવે તેને પ્યારભરી વાતોથી એ પણ સમજાવી દીધું હતું કે તારે રૂપેશભાઈનો કે ભાભીનો ફોન આવે ત્યારે એમ જ કહેવાનું કે પોતે ઘણી સુખી છે, અને અમદાવાદનાં બદલે રાઘવ પોતાને ગામડે માબાપનાં ઘરે થોડા મહિના લાવ્યો છે.

બરાબર બે મહિના બાદ રાઘવ પોતે તથા તેના માબાપ અને અપરણિત નણંદો, જ્યોતિકાને સારી રીતે સતાવવા લાગ્યાં. રાઘવ એ કહીને તેને મનાવી રહ્યો હતો કે, “ પોતાની બંને બહેનના લગ્ન ત્યારે જ શક્ય છે જયારે સામેવાળા પક્ષને આપણે સારી રીતે દહેજ આપીએ !! પણ તને તો ખબર જ છે ને કે મારી એવી હમણાં કોઈ ક્ષમતા નથી કે મારી બે બહેનનો તો શું પણ એક બહેનને પણ દહેજ આપીને પરણાવી નથી શકતો..!!” રાઘવે આ જ વાત પણ દબાણ રાખી હતી કે, “ તું તારા રૂપેશભાઈ પાસેથી કોઈ પણ બહાના હેઠળ દહેજ માટેનો બંદોબસ્ત કર.” રાઘવ એટલી જ વાત કરીને દબાણ ન આપતો હતો સાથે તે ઘણી ચાલાકીથી વાત કરીને જ્યોતિકાને પીગળાવતો હતો કે, “હું ક્યાં તારા ભાઈનાં પૈસા લઈને ભાગી જવાનો છું ?? હું સમયસર જેમ મારી પાસે પૈસા આવતા જશે તેમ તારા ભાઈને આપતો જઈશ, મને તો ફક્ત તારી મદદ જોઈએ છે, તું તો મારી પત્ની છે ને ?? પત્ની થઈને તું મારા માટે આટલું ના કરી શકે ??”

જ્યોતિકાને હવે ધીરે ધીરે બધું જ ખબર પડી રહ્યું હતું કે રાઘવે તેની સાથે ખરેખરમાં કેમ લગ્ન કર્યા હતાં ? જ્યોતિકા તે દહેજનાં વાતથી જ વિરોધ કરતી હતી અને રાઘવને કહેતી કે, “ દહેજની જરૂર જ શું છે? તું ભૂલી ગયો કે તું પણ એક ભણેલો છોકરો છે ??”

રાઘવ તેને પ્યારથી જ સમજાવી લેતો કે, “તું આ બધી વાતને નહિ સમજી શકે, અને તારે મને કોઈ બાબતે સમજાવાની જરૂર નથી, તારે ફક્ત મને પૈસા બાબતે મદદ કરવાની છે...”

પછી તો શું દિલથી ભોળી, અને પ્યારમાં અંધ બનેલી જ્યોતિકા રૂપેશભાઈ અને ભાભીનો ફોન આવતો જતો હતો તો પણ આટલી છેતરપીંડીની વાતોને પણ મનમાં જ દબાવી રાખી હતી. એ જ છુપી દુઃખની લાગણીથી કે, “ મારા ભાઈભાભીને આ વાતની જાણ થશે તો તેઓ ઘણા દુઃખી થશે, એમ પણ તેમણે મને કેટલી સારી રીતે રાખેલી, જેટલું મારા માટે કર્યું તેટલું ઓછું તો ન જ હતું, અને એમાં પણ મારા પ્રેમલગ્ન, સાથે જ બીજી જાતિ, તો આ બધી જ બાબતોથી તેમણે દુઃખી કરવા નથી માગતી..”

જેમ દિવસો અને મહિના વધતા ગયા એમ હવે જ્યોતિકા પર અત્યાચારો વધતા ગયા હતાં, તે પ્યારમાં ઘેલી હતી એટલે જ તે ફક્ત ત્યાં રાઘવની સાથે રહેવાં માગતી હતી. પરંતુ જ્યોતિકા વિરોધ કરતી એટલું પણ રાઘવને કહેતી કે, “ તું પણ તો મારી પાસેથી આડકતરી રીતે તારી બહેનોના દહેજ નામે મારી પાસેથી દહેજ તો પડાવી જ રહ્યો છે ને....!!”

ધીરે ધીરે રાઘવ પહેલા જીભાજોડી કરતો હવે જ્યોતિકાને માર મારવા લાગ્યો હતો. પછી એવો જ ફરી ચાલક બની માર મારીને પણ તે જ્યોતિકા પાસે માફી માંગી લેતો, અને થોડા દિવસો તે સારું વર્તન કરતો અને ફરી એ જ દહેજ નાં પૈસા માટે દબાણ કરવા લાગતો.

જ્યોતિકાની સહનશીલતા હવે તૂટી હતી, પરંતુ હજુ પણ એણે પોતાનાં પણ અત્યાચાર કરનાર રાઘવ વિષેની તમામ બાબત, ના પોતાનાં ભાઈ ને વાત કરી હતી કે, ના આ અત્યાચાર વિષે વિરોધ કરીને નજદીકના પોલીસ સ્ટેશને જઈને રાઘવ અને રાઘવના પરિવાર વિરુદ્ધ કોઈ રિપોર્ટ દાખલ કરી હતી.!! તે સતત બે વર્ષ સુધી આ બધો જ અત્યાચાર ચુપચાપ સહેતી ગઈ હતી કે રાઘવ આજે ચેન્જ થશે, કાલે કોઈ બદલાવ આવશે...પરંતુ નહિ એવું કંઈ થયું નહીં !!

આ બે વર્ષમાં પણ જ્યોતિકાનાં ભાઈ ભાભીએ પોતે મળવા આવે છે એવું પણ કહ્યું હતું તો પણ તે બધી જ બાબતોને ટાળતી ગઈ, ફક્ત એના માટે જ કે પોતાની આવી દુર્દશા જોઈને ભાઈભાભી દુઃખી ન થઈ જાય!!

જ્યોતિકા હમેશાં રાઘવના પરિવારમાં નજરકેદની જેમ રહેતી હતી, પોતાની નણંદોથી લઈને રાઘવના માતાપિતા પોતાનાં ઘરમાં થતાં કૃત્યોની વાત બહાર ન પડે એના માટે સતેજ રહેતા હતાં.

જ્યોતિકા આ બે વર્ષમાં આજુબાજુના લોકોના ગણગણાટથી એટલું પણ જાણી ગઈ હતી કે તેની પહેલી પત્નીનું મુત્યુ અંધવિશ્વાસનાં કારણે થયું હતું, તેની પહેલી પત્નીને પહેલું સંતાન બાળકી તરીકે અવતરી હતી, અને બીજું બાળક થયું હતું તે પણ એક બાળકી જ હતી, પરંતુ રાઘવના અભણ માબાપ, રાઘવ પોતે ભણેલો તેમ જ બે નણંદોએ આવી બેબુનિયાદ લાગતી અંધવિશ્વાસની વાતો પર એવો વિશ્વાસ કરતા હતાં કે છેલ્લે પોતાની પત્ની અને બાળકીનું મૃત્યુ આ અંધવિશ્વાસનાં કારણે થઈ ગયું હતું.

જ્યોતીકાએ બે વર્ષ એ જ આશામાં કાઢ્યા હતાં કે રાઘવ પોતાનો હવે સ્વભાવ બદલી દેશે. કારણકે રાઘવ એવું દર્શાવતો પણ ખરો કે, થોડા દિવસ જ્યોતિકા સાથે સારો રહેતો, અને પછી તરત જ તેના પર અત્યાચાર ગુજારીને દબાણ આપીને ફક્ત દહેજ માટે જ પ્રતાડના કરતો, અને પળવારમાં પાછો જ્યોતિકા સાથે પ્રેમભરી વાતો કરી માફી માગીને મીઠો પણ થઈ જતો. જ્યોતિકા પોતાની જાત સાથે ઘણી લડી કે, રાઘવ હમણાં સુધરી જશે, અને હવે સુખના દિવસો આવશે પણ એવું થયું નહિ.

એક દિવસ જ્યોતિકા તબિયત સારી નથી એમ બહાનું કાઢીને ગામમાં આવેલી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી, અને તેને ત્યાંથી જ એક લાંબો વિગતવારનો પત્ર, અને પોતાના પર આજ સુધી શું બની ગયું હતું તે બધું જ તેને પત્રમાં લખી ત્યાં હોસ્પિટલને નજદીક આવતી પોસ્ટ ઓફિસમાં પત્ર પોતાનાં ભાઈનાં સરનામે નાંખી દીધો હતો.

રૂપેશભાઈને આ પત્ર મળતા જ તે તો ડઘાઈ ગયા હતાં, પોતાની પત્ની સાથે તે તરજ જ કાનપૂર ઉપડવા રવાના થયા, અને ત્યાંથી જ પત્રનાં સહારે કાનપૂર પોલીસ સ્ટેશને રીપોર્ટ દર્જ કરી રાઘવના ઘરે પોલીસ લઈને ગયા, પરંતુ ત્યાં સુધીમાં તો બધું જ ગુમાવાનો વારો રૂપેશભાઈને આવ્યો, તેણે જિંદગીમાં મોટામાં મોટો સદમો લાગ્યો કે તેની રમતિયાળ બહેન જ્યોતિકાએ ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

રૂપેશભાઈ પણ આઘાતથી પડી ભાંગે તેવા આદમી ન હતાં, આવા કૃત્ય બદલ રાઘવ અને રાઘવના પરિવારને સજા તો મળવી જ જોઈએ. રાઘવ અને રાઘવના પરિવાર પર પત્રનાં આધારે કેસ નાંખ્યો, અને આજે રાઘવ તથા રાઘવના માબાપ અને નણંદોને આકરી સજા જેલમાં ભોગવવી જ પડી.

પ્રિયા ત્યારે સમજી શકે એટલી ઉંમરની તો હતી જ પરંતુ આ વાતનો આઘાત હજુ પણ તેના દિલોદિમાગમાં એવો તાજો જ ફરતો હતો. પ્રિયા ભૂતકાળની વાતોમાંથી નીકળતા જ પોતાનાં એક હાથના હથેળીમાં મૂઠી પછાડતા ફરી દાંત ભીંસતા મનમાં જ કહેવાં લાગી, “ આજના આ જમાનામાં પણ શું ઓછું છે કે દહેજ જેવી કુંપ્રથા ચાલી રહી છે, ક્યારે આવી બધી અંધવિશ્વાસ, દહેજ જેવી કુંપ્રથા સંપૂર્ણપણે નાશ થશે કોને ખબર ?? જે જીવતાં જીવ ની પણ જાન લઈ લે...!!”

પ્રિયા ફરી બડબડી, “ રાઘવ જેવા કેટલા એવાં પુરુષો હશે જે સમસ્યાનો હલ કાઢવાના બદલે જાણે પત્ની જ એકમાત્ર તેની સમસ્યાનો હલ કાઢવા માટેનું સાધન હોય તેમ કાવતરા કરીને હાસિલ કરતા હોય છે.....!!”

પ્રિયા થોડી અટકી અને પોતાનાં વિચારોમાંથી અળગી થઈને પોતાનાં સૌમ્ય ભાઈને તર્કબદ્ધ કહેવાં લાગી, “ પણ બ્રો આ બધી બાબતોમાં આ ફોઈની વાત ક્યાં સંકળાયેલી છે....??”

“ એ જ કહું છું ને હવે વાત સાંભળ તું..” સૌમ્ય પણ જાણે મૂડમાં આવ્યો હોય તેવી રીતે કહ્યું.

(ક્રમશ.. )