Satya na Prayogo Part-1 - Chapter-9 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્યના પ્રયોગો - ભાગ-1 - 9

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

સત્યના પ્રયોગો - ભાગ-1 - 9

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૯. પિતાજીનું મૃત્યુ ને મારી નામેશી

આ સમય મારા સોળમા વર્ષનો છે. આપણે આગળ જોઈ ગયા કે પિતાજી ભગંદરની બીમહીથી તદ્‌ન ખાટલાવશ હતા. તેમની ચાકરીમાં માતુશ્રી, ઘરનો એક જૂનો નોકર અને હું ઘણે ભાગે રહેતાં. મારું કામ ‘નર્સ’ નું હતું. એમનો ઘા ધોવો, તેમાં દવા નાખવી, મલમ લગાડવાના હોય ત્યારે લગાડવા, તેમને દવા આપવી અને જયારે ઘેર દવા તૈયાર કરવાની હોય ત્યારે તે તૈયાર કરવી, એ મારું ખાસ કામ હતું. રાત્રિએ હમેશાં તેમના પગ ચાંપવા અને રજા આપે ત્યારે અથવા તો એ ઊંઘી ગયા હોય ત્યારે મારે સૂઈ જવું એવો નિયમ હતો. મને આ સેવા અતિશય પ્રિય હતી. કોઈ દિવસ તેમાંથી હું ચૂક્યો હોઉં એવું મને સ્મરણ નથી. આ દિવસો હાઈસ્કૂલના તો હતા જ, એટલે મારો ખાવાપીવામાંથી બચતો વખત નિશાળમાં અથવા તો પિતાજીની સેવામાં જ જતો. એમની આજ્ઞા મળે અને એમની તબિયતને અનુકૂળ હોય ત્યારે સાંજના ફરવા જતો.

આ જ વર્ષે પત્ની ગર્ભવતી થઈ. એમાં બેવડી શરમ સમાયેલી આજે હું જોઈ શકું છું. એક તો એ કે વિદ્યાભ્યાસનો આ કાળ હોવા છતાં મેં સંયમ ન જાળવ્યો, અને બીજી એ કે જોકે નિશાળનો અભ્યાસ કરવાનો ધર્મ હું સમજતો હતો અને તેથીેયે વધારે માતપિતાની ભક્તિનો ધર્મ સમજતો, અને તેથીયે વધારે માતપિતાની ભક્તિનો ધર્મ સમજતો હતો, - તે એટલે સુધી કે એ બાબતમાં બાલ્યાવસ્થાથી જ શ્રવણ મારો આદર્શ થઈ રહ્યો હતો, - તે છતાં વિષય મારા ઉપર મવાર થઈ શકતો હતો. એટલે કે, દરેક રાત્રિએ જોકે હું પિતાજીની પગચંપી તો કરતો છતાં સાથે સાથે મન સયનગૃહ તરફ દોડયા કરતું, અને તે પણ એવે સમયે કે જયારે સ્ત્રીનો સંગ ધર્મશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર અને વ્યવહારશાસ્ત્ર પ્રમાણે ત્યાજય હતો. જયારે મને સેવામાંથી છૂટી મળતી ત્યારે હું રાજી થતો અને પિતાશ્રીને પગે લાગીને સીધો શયનગૃહમાં ચાલ્યો જતો.

પિતાજીની માંદગી વધતી જતી હતી. વૈધોએ પોતાના લેપ અજમાવ્યા, હકીમોએ મલમપટ્ટીઓ અજમાવી, સામાન્ય હજામાદિની ઘરગથ્થુ દવાઓ પણ કરી; અંગ્રેજ દાકતરે પણ પોતાની અકકલ અદમાવી અંગ્રેજ દાકતરે શસ્ત્રક્રિયા એ જ ઈલાજ છે એમ સૂયવ્યું. કુટુંબના મિત્ર વૈધ વચમાં આવ્યા અને એમણે પિતાજીની ઉત્તરાવસ્થામાં તેવી શસ્ત્રક્રિય નાપસંદ કરી. અનેક પ્રકારની બાટલીઓ લીધેલી વ્યર્થ ગઈ અને શસ્ત્રક્રિયા ન થઈ. વૈધરાજ બાહોશ, નામાંકિત હતા.

મન લાગે છે કે જો તેમણે શસ્ત્રક્રિયા થવા દીધી હોત તો ઘા રુઝાવામાં અડચણ ન આવત.

શસ્ત્રક્રિયા મુંબઈના તે સમયના પ્રખ્યાત સર્જન મારફત થવાની હતી. પણ અંત નજીક આવ્યો હતો એટલે યોગ્ય પગલું શાનું ભરાય ?પિતાજી મુંબઈથી શસ્ત્રક્રિયા કરાવ્યા વિના અને તેને અંગે ખરીદેલો સામાન સાથે લઈને પાશા ફર્યા. તેમણે વધુ જીવવાની આશા છોડી હતી. નબળાઈ

વધતી ગઈ અને દરેક ક્રિય બિછાનામાં જ કરવી પડે એ સ્થિતિ આવી પહોંચી., પણ છેવટે

લગી તેમણે એમ કરવાનો વિરોધ જ કર્યો, અને પરિશ્રમ ઉઠાવવાનો આગ્રહ રાખ્યો.

વૈષ્ણવધર્મનું એ આકરું શાસન છે. બાહ્ય શુદ્ઘિ અતિ આવશ્યક છે, પણ પાશ્ચાત્ય વૈધકશાસ્ત્રે શીખવ્યું છે કે, મળત્યાગાદિની તથા સ્નાનાદિની બધી ક્રિયાઓ બિછાને પડ્યાં પડ્યાં પણ સંપૂર્ણ સ્વચ્છતાથી થઈ શકે છે, ને રોગીને કષ્ટ ઉઠાવવું પડતું નથી; જયારે જુઓ ત્યારે તેનું બિછાનું સ્વચ્છ જ હોય. આમ સચવાયેલી સ્નચ્છતાને હું તો વૈષ્ણવધર્મને નામે જ ઓળખું. પણ આ સમયે પિતાજીનો સ્નાનાદિને સારુ બિછાનાનો ત્યાગ કરવાનો આગ્રહ જોઈ હું તો આશ્ચર્યચક્તિ જ થતો અને મનમાં તેમની સ્તુતિ કર્યા કરતો.

અવસાનની ઘોર રાત્રિ નજીક આવી. આ વખતે મારા કાકાશ્રી રાજકોટમાં હતા.

મને કંઈક એવું સ્મરણ છે કે પિતાશ્રીની માંદગી વધતી જાય છે એવા સમાચાર મળવાથી જ તેઓ આવેલા. બન્ને ભાઈઓની વચ્ચે ગાઢ પ્રેમભાવ વર્તાતો હતો. કાકાશ્રી આખો દિવસ પિતાશ્રીના બિછાનાની પાસે જ બેસી રહે અને એમને બધાને સૂવાની રજા આપી પોતે પિતાશ્રીના બિછાનાની પાસે સૂએ. કોઈને એવું તો હતું જ નહીં કે આ રાત્રી આખરની નીવડશે. ભય તો સદાય રહ્યો કરતો હતો. રાતના સાડાદસ કે અગિયાર થયા હશે, હું પગચંપી કરી રહ્યો હતો. કાકાશ્રીએ મને કહ્યું, ‘તું જા, હવે હું બેસીશ’ હું રાજી થયો ને સીધો શયનગૃહમાં ગયો. સ્ત્રી તો બિચારી ભરઊંધમાં હતી. પણ હું શાનો સૂવા દઉં? મેં જગાડી. પાંચસાત મિનિટ થઈ હશે. તેટલામાં જે નોકરને વિશે હું લખી ગયો તેણે કમાડ ઠોકયું. મને ફાળ પડી. હું ચમકયો. ‘ઊઠ, બાપુ બહુ બીમાર છે,’ એમ નોકરે કહ્યું. બહુ બીમાર તો હતા જ એ હું જાણતો હતો, એટલે અહીં ‘બહુ બીમાર’ નો વિશેષ અર્થ હું સમજી ગયો. બિછાનામાંથી એકદમ કૂદી પડયો.

‘શું છે કહે તો ખરો?’

‘બાપુ ગુજરી ગયા!’ જવાબ મળ્યો.

હવે હું પશ્ચાત્તાપ કરું એ શું કામ આવે? હું બહુ શરમાયો, બહુ દુઃખી થયો.

પિતાશ્રીની ઓરડીમાં દોડી ગયો. હું સમજયો કે જો હું વિષયાંધ ન હોત તો આ છેવટની ઘડીએ પગચંપી કરતો હોત. હવે તો મારે કાકાશ્રીને મુખેથી જ સાંભળવું રહ્યુંઃ ‘બાપુ તો આપણને મૂકીને ચાલ્ચા ગયો.’ પોતાના વડીલ ભાઈના પરમ ભક્ત કાક છેવટની સેવાનું

માન મઈ ગયા. પિતાશ્રીને પાતાના અવસાનની આગાહી થઈ ચૂકી હતી. તેમણે સાન કરીને

લખવાની સામગ્રી માગેલી. કાગળમાં તેમણે લખ્યુંઃ ‘તૈયારી કરો.’ આટલું લખીને પોતાના હાથે માદળિયું બાંધેલું હતું તે તોડીને ફેંકયું. સોનાની કંઠી હતી તે પણ તોડીને ફેંકી. એક ક્ષણમાં આત્મા ઊડી ગયો.

મારી જે શરમનો ઈશારો મેં આગલા પ્રકરણમાં કરેલો છે તે આ શરમ, - સેવાને સમયે પણ વિષયેચ્છા. એ કાળો ડાધ હું આજ સુધી શકયો નથી, ભૂલી શક્યો નથી. અને

મેં હમેશાં માન્યું છે કે જોકે માતપિતા પ્રત્યેની મારી ભક્તિ પાર વિનાની હતી, તેને સારુ હું બધું છોડી શકતું નહોતું એ, તે સેવામાં રહેલી અક્ષમ્ય ઊણપ હતી. તેથી જ મેં મને ધણો સમય ગયો, અને છૂટતાં પહેલા ધણાં ધર્મસંકટો વેઠવાં પાડયાં.

આ મારી બેવડી શરમનું પ્રકરણ પૂરું કરતાં પહેલાં એ પણ કહી જાઉં કે પત્નીને જે બાળક અવતર્યું તે બે કે ચાર દિવસ શ્વાસ લઈને ચાલ્યું ગયું બીજું પરિણામ શું હોઈ શકે

? જે માબાપોને અથવા તો જે બાલદંપતીને ચેતવું હોય તે આ દૃષ્ટાંતથી ચેતો.