Spardhako ane sahyogio in Gujarati Mythological Stories by Devdutt Pattanaik books and stories PDF | સ્પર્ધકો અને સહયોગીઓ

Featured Books
Categories
Share

સ્પર્ધકો અને સહયોગીઓ

  • સ્પર્ધકો અને સહયોગીઓ
  • §

    વરુઓના ટોળામાં આપણે સહકાર્ય અને સ્પર્ધા બંને એકસાથે જોઈએ છીએ. વરુઓ શિકાર કરવાનો હોય ત્યારે એક થઈને કરે છે. જેવો શિકાર થઈ જાય ત્યારે શિકારનું માંસ ખાવા માટે સ્પર્ધા કરે છે. કોણ મોટો કોળીયો ખાશે તેની સ્પર્ધા કરે છે. એવી જ રીતે હરણો પણ સહકાર અને સ્પર્ધા કરતા જોવા મળે છે. જ્યારે કોઈ શિકારી પાછળ પડે ત્યારે હરણ પોતાના નાના બચ્ચાને બચાવવા સહકારથી દોડે છે. પરંતુ તેઓ સૌથી આગળ રહેવા માટે સ્પર્ધા પણ કરે છે અને સૌથી સુરક્ષિત જગ્યાએ જવા માટે સૌથી આગળ જવા માટેનો પ્રયત્ન કરે છે. આખા ટોળામાંથી આગળ રહેવા માટે સતત કશ્મકશ ચાલ્યા કરે છે.

    આજનું મેનેજમેન્ટ પણ આપને આવું મિશ્રણ કરેલું સિગ્નલ જ બતાવે છે. કોણ સારું છે ? એક તરફ સહકાર અને બીજી બાજુ સ્પર્ધા ? આપણે ત્યાં હંમેશા નોકરી કરતા કર્મચારીઓ એકસાથે કામ કરે તેવી અપેક્ષાઓ સેવાતી હોય છે છતાં પણ આપણે સારા-ખરાબની તુલના કરીને એવોર્ડ અને ઓળખ આપીને સતત તેમની વચ્ચે સ્પર્ધાઓ થાય તેવું પ્રોત્સાહન આપ્યા કરીએ છીએ. હું શા માટે એવા વ્યક્તિને સહકાર આપું કે સમય જતા તમામ કાર્યનો શ્રેય લઈને બોસ બની જવાનો છે ?

    રામાયણમાં રામ તેમના ભાઈઓ સાથે ક્યારેય સ્પર્ધા કરતા નથી અને સામેથી પોતાનું રાજ્ય છોડી દે છે, જે તેના પિતરાઈ ભાઈ ભરતમાં પણ પ્રતિબિંબિત થાય છે. તો બીજી તરફ રાવણ પોતાના ભાઈ કુબેર સાથે હરીફાઈ કરીને તેને લંકામાંથી બહાર કાઢી મુકે છે અને આખી લંકાનગરી પચાવી પાડે છે.

    મહાભારતમાં પાંડવો એકબીજા સાથે જોડાણ કરીને એક જ પત્ની લાવે છે અને કૌરવો સામે પણ એક થઈને લડે છે. પરંતુ કૌરવો સાથે જોડાતા નથી. તેમની વચ્ચે દ્રૌપદીના હક માટે પણ ભાગ પડે છે. દ્રૌપદીને સ્વયંવરમાં જીતીને લાવનાર અર્જુનને પણ તેમાં 20 ટકા ભાગ મળે છે. કોઈ દ્રૌપદીને નથી પૂછતું કે તેને કોની સાથે લગ્ન કરવા છે. તેને તો વિજેતા સાથે લગ્ન કરવા હતા કે પછી પાંડવોના કોલોબરેશન સાથે. જાહેરમાં પાંડવો અને કૌરવો વચ્ચે જ્યારે સ્પર્ધા થાય છે ત્યારે જાહેરમાં અપમાનિત કરવામાં આવે છે. પાંડવો જ તેને શોષાવા માટે દબાણ કરે છે.

    આમ જોવા જઈએ તો સ્પર્ધા અને સહકાર બંનેના લાભ છે. સ્પર્ધાથી ખ્યાલ આવે છે કે મજબૂત અને ચતુર કોણ છે. જ્યારે સહકારથી દરેકની કળાનો યોગ્ય રીતે લાભ લઈ શકાય છે. સ્પર્ધા અને સહકારના ગેરફાયદાઓ પણ છે. સ્પર્ધા આપણને નબળા બનાવે છે, વધુ પડતી અસુરક્ષિતાનું વાતાવરણ બને છે. સહકારથી વ્યક્તિ નબળો, અને જેનામાં ઓછી આવડત છે તેવા લોકો માટે મજા અને વધુ આવડતવાળા માટે નિરાશાનું વાતાવરણ ઊભું કરે છે.

    કોઈપણ સંસ્થામાં આપણને સાચી ઓળખ કે કામની કદર નથી થતી ત્યારે બહુ ભયજનક સ્થિતિ થાય છે. આપણે જોઈએ છીએ કે સહકારના નામે લોકો એક બીજાની સ્પર્ધા કરે છે. અથવા તેનાથી ઉલ્ટુ કે સહકાર જેવું બતાવીને લોકો સ્પર્ધા કરે છે. કેટલાંક લોકો સહકારને નબળું તત્વ ગણે છે અને સારું પણ ગણે છે. તો ઘણાં સ્પર્ધાને મર્દાનગી ગણે છે તો ઘણાં તેને ખરાબ પણ કહે છે. ઘણાં સહકારની ભાવનાને જીવનનો આધાર ગણે છે અને ઘણાં તેને રમત કે રાજકારણ પણ ગણી કાઢે છે અથવા એવા લોકો માટેનું બહાનું છે જે લોકો નબળા છે.

    આ બંને વસ્તુ વ્યક્તિ વ્યક્તિ પર નિર્ભર છે. કેટલાંક માર્કેટમાં આપણને સ્પર્ધાની જરૂર છે. અહીં એક ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ટીમ વર્ક જરૂરી છે. તો વળી કેટલાંક માર્કેટમાં સહકારની જરૂર છે. ઘણી જગ્યાએ એક બીજા પર આધારિત માર્કેટ હોય તો સહકારની ભાવનાઓ સર્જાય છે. પહેલામાં આપણે સોલ્યુશનનો ભાગ છીએ જે પહેલેથી જ નિર્ધારીત છે. જ્યારે બીજામાં આપણી ટીમ સમસ્યા નક્કી કરે છે અને તેનો ઉકેલ લાવે છે.

    એમબીએની ઈકોસિસ્ટમ જબરી છે જેમાં પહેલા હાઈલી પ્રોફેશનલને ટોપ જોબ્સ માટે પસંદ કરવામાં આવે છે. અહીં દરેકને સીઈઓ બનવું એક મહત્ત્વાકાંક્ષા છે ત્યારે સહકારની ભાવના કેવી રીતે કેળવી શકાય ? એ એક પ્રકારની મૂર્ખામી જ છે. દરેક પોતાને હીરો સમજે છે અને દરેકને પોતાની પાછળ ચાલનારું ટોળું કે અનુયાયીઓ જોઈએ છે જે તેમની ઈચ્છા પ્રમાણે કામ કરે. જેમાં પ્રમુખ વ્યક્તિ કે નેતા કે આલ્ફા જે બધાને સહયોગ અને સહકાર આપવાની વાત કરે છે. ખરેખર તો એ વ્યક્તિ નેતા છે જે એક વ્યક્તિને નેતા બનાવીને તેને અનુસરવાની પ્રેરણા આવે છે. આમાં આલ્ફા હોવું એ કોઈ પદ નથી. આ તો એક પ્રકારની કામ કરવાની અને શક્તિ બતાવવાની પ્રણાલી છે. જ્યારે કોઈ હાઈલી એમ્બિશિયસ કે મહત્ત્વાકાંક્ષી પ્રોફેશનલને ખ્યાલ આવે છે કે તે જે વ્યક્તિને રિપોર્ટ કરે છે તે બોસમાં કોઈ બોણી નથી ત્યારે તે રસ્તાથી અલગ ફંટાઈને સહકાર આપવાનું બંધ કરી દેશે અને પોતાની જાતને નબળી ઠેરવશે. બીજા શબ્દોમાં કહીએ તો તે અન્ય કોઈ નોકરી માટે જશે અને સાબિત કરશે કે તેના બોસ સહયોગ નથી આપતા અને યોગ્ય ટીમ નથી બનાવી શક્તા.

    પ્રક્રિયાઓ કે પ્રોસેસથી ટેવાયેલું મેનેજમેન્ટ હંમેશા સત્તાને પસંદ કરતા લોકોને અવગણે છે. સત્તાથી તેમને સુરક્ષાની અનુભૂતી થાય છે. સુરક્ષા બે રીતે આવે એક તો તમે કોઈની નિશ્રામાં કે છત્રછાયા નીચે જતા રહો અથવા તો દિશા બતાવો. બધાં જ કૌશલ્યો હોવા છતાં પણ દરેકમાં સહકાર આપવાની કે સ્પર્ધા કરવાની શક્તિ નથી હોતી. ઘણાંને સ્પર્ધાનો નશો હોય છે તો વળી ઘણાંને સહકારથી કામ કરવામાં અનુકૂળતા આવે છે અને સહિષ્ણુતાની અનુભૂતિ કરે છે. મેનેજમેન્ટ દ્વારા વ્યક્તિમાં એકમાંથી બીજામાં જવાની જે અપેક્ષા રાખવામાં આવે છે એ કદાચ વધુ પડતી અપેક્ષા છે.