Kayo Love - Part - 18 in Gujarati Love Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ભાગ : ૧૮

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

કયો લવ ભાગ : ૧૮

કયો લવ ?

ભાગ (૧૮)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૧૮

ભાગ (૧૮)

“ ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી,કરગરતી,મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૧૭ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૧૭) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યુ” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.

રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.

પ્રિયા ફિક્કી પડી જાય છે, પરંતુ તરત જ પોતાને સ્વસ્થ કરી લે છે....રુદ્ર અને પ્રિયા એક હોટેલમાં જઈ બેસે છે, ત્યાં લગ્ન કરવાં માટેની ઈચ્છા શું છે એ અગત્યની વાત પ્રિયા, રુદ્રને જણાવે છે, ત્યાં જ પ્રિયાને વાંકડિયા વાળ વાળો કુલદીપનો ફ્રેન્ડ હોટેલમાં દેખાઈ આવે છે, પ્રિયા, એ છોકરાની પાછળ ભાગતી હોટેલની બહાર આવી જતાં કુલદીપ અને તેનો ફ્રેન્ડ બાઈક પર સવાર થઈ રફતારમાં જતાં રહે છે…

અચાનક કુલદીપ કોલેજમાં મળી જાય છે, પ્રિયા સામે તે ઘણી વાર, પોતે ઘણો પ્યાર કરે છે એવું રટતો જ રહે છે, પ્રિયા પોતાનો પિત્તો ગુમાવતાં જોરદારનો ચાટો લગાવી દે છે. વિનીત પણ કુલદીપને સમજાવે છે...વાતને ઠંડી પાડવા રોનક ટ્રીપ માટેનું સૂચન કરે છે...રુદ્ર સાથે મળીને પ્રિયા કુલદીપ વિશેની હકીકત જણાવે છે...મોબ ડાન્સનો દિવસ આવી જ જાય છે.

મોબ ડાન્સ પત્યા બાદ પ્રિયાને બે અણજાણ રોબર્ટ અને સના, નામનાં છોકરા છોકરી સાથે મુલાકાત થાય છે. પ્રિયા આ ઘટનાની બધી જ વિગત સોનીને કહે છે, સોની તેને ચેતવા માટે ઘણું બધું કહી રાખે છે. રવિવારે અણધારી રીતે એક મોલમાં નીલ સર સાથે પ્રિયાની મુલાકાત થાય છે, જ્યાં પ્રિયા સાથે રુદ્ર પણ હતો.

નીલ સર સામે, રુદ્રને પોતાને ઈગ્નોર થવા જેવું લાગતા, તે મોલની બહાર નીકળી જાય છે. રુદ્ર, પ્રિયા સાથે નારાજ રહે છે...પ્રિયા બધી જ વાત કરીને રુદ્રને મનાવી લે છે, ત્યાં જ રોબર્ટનો ફોન આવે છે.

રોબર્ટનાં કહ્યા પ્રમાણે પ્રિયા સોની અને રોનક એક જુના બંગલે પહોંચે છે. ત્યાં સના, ત્રણેને બંગલાની અંદર લઈ જાય છે....રોબર્ટ અને રોનકની ઉશ્કેરાટમાં બોલચાલ થાય છે.....ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૧૭ જરૂર વાંચજો..)

હવે આગળ...........

રોનકને, રોબર્ટનાં મોઢામાંથી ગંદી શરાબનો ગંધ આવતા, તે આવેશમાં આવી, અચાનક રોબર્ટનાં છાતી પર પોતાનાં બંને હાથો મારીને અળગો કરતા ગુસ્સામાં કહેવાં લાગ્યો, “ અબે પિયેલા હે ક્યાં ?? સાલે..નજદીક આ કે બાત મત કર મુજસે....દૂર રેહ કર બાત કર. ”

રોબર્ટ પણ જોરથી ચિલ્લાવતા કહી ઉઠ્યો, “ એએએએએએએ...”

ત્યાં જ કૂતરાનો ભસવાનો અવાજ જોર જોરથી સંભળાવા લાગ્યો.

કૂતરાનો ભસવાનો અવાજ તો આવી રહ્યો હતો, પણ અવાજ પરથી એવું લાગતું હતું કે તેને બંગલાની બહાર પાછળના ભાગે, ક્યાંક બાંધીને રાખ્યો હશે. થોડી વારમાં કૂતરાનો ભસવાનો અવાજ બંધ થઈ ગયો.

ત્યાં જ રોબર્ટનું પણ ચિલ્લાવાનું ચાલું જ હતું, “ એએએએએ....જ્યાદા શાણપટ્ટી મત દિખા..તુજે કિસને બુલાયા બે, તું કહા પર ખડા હે...માલૂમ હે તેરે કો...માલૂમ હે તેરે કોકોકોકો...” રોબર્ટ જોર જોરથી બરાડા પાડતો ડોકું ધુણાવતો કહી રહ્યો હતો.

ચોરસ આકારના દીવાનખંડમાં અવાજ ચારે તરફથી અથડાઈને વધારે ગુંજી રહ્યો હતો. દીવાનખંડને જોતા જ એવું લાગતું હતું કે તેનો વપરાશ વધારે થયો ન હતો.

ત્યાં જ પ્રિયા વચ્ચે તરજ જ બોલી ઉઠે છે, “ એ રોબર્ટ તું અપના કામ બોલ અબ, નહી તો હમલોગ નીકલ રહે હે..”

“હા તો કામ બોલ રહા હું ના...તું અપને સાથી લોગો કો બોલ દે, યહા પર હી ખડા રહેને કા હે..” રોબર્ટ બોલતો રહ્યો.

રોનક પ્રિયા અને સોની ત્રણેય એકમેકના મોઢા સામે જોતા રહે છે. ત્યાં રોનકના મોઢા પર ચોખ્ખો ગુસ્સો દેખાઈ આવતો હતો. પ્રિયાને...જયારે સોની ઈશારાથી, ‘ના તારે એકલી નથી જવાનું’ કહી રહી હતી.

“ એ રોબર્ટ સૂન અબ, રોનક યહા પર હી રહેગા. પર સોની મેરે સાથ હી રહેગી, નહી તો હમ નીકલતે હે અભી..” પ્રિયાએ વિશ્વાસથી કીધું.

“એ સના કહા પર ગઈ ? ઈન દોનો કો ઉપર લે કર જા, મેં આતા હું..” રોબર્ટે સનાને હુકુમ કર્યો.

સના બંનેને પોતાની પાછળ આવવા માટે કહે છે, ત્યાં જ રોનક પણ પાછળ સાથે જવા લાગ્યો...રોબર્ટે પોતાનો પિત્તો ગુમાવતાં, પોતાનાં જીન્સનાં પાછળનાં ખિસ્સામાંથી એક નાનકડું પણ ધારધાર ચપ્પુ, રોનકની સામે દેખાડતા કહ્યું, “ એ ચલ, વો સોફ્રે પર જા કે બેઠ જા,ચલ ચૂપચાપ સે...”

સોની આ જોઈ, ડરના મારેલી, બરાડા અને બુમાબુમ કરવા લાગી.. “રોનકક્ક્ક્કક્ક્ક.......રોનક...”

ત્યાં પ્રિયાએ પોતાનો પિત્તો ગુમાવતાં, રોબર્ટનાં હાથમાં સામે ચાકું હોવા છતાં પણ રોબર્ટનાં મોઢા પર એક જોરદારનો ચાટો ઝીંકી દીધો.....અને કહેવાં લાગી.. “ અબે તું મેરે ફ્રેન્ડ કો કાયકો ચાકું દિખા રહા હે, મુજે દિખાના શાણે, કોનસે કામ કે લિયે બુલાયા હે વો બોલ અબ ફટાફટ..”

પ્રિયાને આવા રૂપમાં જોતા જ બધા જ સ્થિર થઈ ગયા હતાં. માહોલ તદ્દન ગરમ થઈ ગયો હતો. કોઈને કંઈ પણ ખબર પડી ના રહી હતી કે આ ચોરસફૂટ લાગતા બંગલામાં અત્યારે શું થઈ રહ્યું હતું!!

રોબર્ટ પણ હવે એક ચાટો ખાઈને નશાની હાલતમાંથી હોશમાં આવી ગયો હતો. તે પાગલ થઈ ગયો હોય એમ જોર જોરથી હસવા લાગે છે...

ત્યાં જ ફરી કૂતરાનો ભસવાનો અવાજ સંભળાવા લાગ્યો, થોડી વારમાં કૂતરો ભસતા ભસતા શાંત થઈ ગયો.

રોબર્ટે પોતાનું હસવાનું બંધ કરીને કહેવાં લાગ્યો, “ એ સના દેખા તુને, યે લડકી બહોત કામ કી ચીઝ હે, તુ હી ચાહિયે થી હમલોગો કો.. તુ હી હમલોગો કા કામ અચ્છે સે કરેગી.”

રોબર્ટે પોતાનું ચાકું ખિસ્સામાં મૂકી દીધું અને થોડી નરમાઈથી કહેવાં લાગ્યો, “સુન રે તુજે સોફે પર બેઠના હે તો બેઠ, નહી તો બહાર જા કર વેઈટ કર, હમલોગ આતે હે થોડી દેર મેં.”

પ્રિયા રોનકને ત્યાં જઈને કહેવાં લાગી, “રોનક પ્લીઝ, ચિલ્લ ના યાર, પ્લીઝ આ લોકો આપણું કંઈ બગાડવાના નથી, જો કંઈ ગરબડ જેવું લાગે તો ફોન તો છે જ ને...પ્લીઝ..”

રોનકને બીજું શું કરવું એ જ સમજણ પડતી ન હતી, તે પોતે જઈ, ગુસ્સામાં સોફા પર જઈ બેસી જાય છે.

પ્રિયા, સોની, રોબર્ટ, અને સના દરવાજાની બહાર જવા લાગે છે, ત્યાં જ રોનક મોટા કદમ વધારતો એમના પાછળ જવા લાગ્યો, રોબર્ટનો ફરી પિત્તો ગુમ થતાં તે ફરી બરાડા પાડતો રોનકને ધમકાવા લાગ્યો.

ત્યાં ફરી કૂતરાનો ભસવાનો અવાજ આવવા લાગ્યો, અને થોડી સેકેંડમાં અવાજ આવતો બંધ થઈ ગયો. પ્રિયા ફરી આગળ આવી રોનકને શાંતિથી સમજાવા લાગી, “ રોનક પ્લીઝ યાર શું કરે છે...હું છું ને યાર, પ્લીઝ..”

રોબર્ટ સામું જોતા પ્રિયા ધમકાવતા કહેવાં લાગી, “ એક બાત કો નોટ કી રોબર્ટ તુને, કુત્તે કો ભોક્તે સુના ના તુને ?? વો ભી કભી ભોક્તા હે પતા હે ? જબ સામને સે કોઈ ભોક્તા હો તો...સો પ્લીઝ બીના વજહ ચિલ્લાના છોડ દો તુમ..!!”

બધા શાંત રહ્યાં.

“રોનક તું અહિયાં બેસ યાર અમે આવીએ છીએ જલ્દીથી..” પ્રિયાએ ફરી સમજાવતાં કીધું.

ફરી રોબર્ટ, સના, સોની અને પ્રિયા બહાર જવા લાગે છે.

સના, બહારની તરફ લાકડાની દાદર દેખાતી હતી એના પર ચઢવા લાગે છે, અને સોની અને પ્રિયાને પણ ઉપર આવવા માટે જણાવે છે. સોની અને પ્રિયા પણ દાદરા પર ચઢવા લાગે છે, અને છેલ્લે રોબર્ટ ચઢે છે. ઉપર ચઢતાની સાથે જ લાંબી લોબી દેખાતી હતી, અને સામે જ બે રૂમો દેખાતાં હતાં, જે સામે નજર પડ્યો હતો તે રૂમને તાળું લગાવેલું હતું ત્યાં જ સના એક અંદરની તરફ છેલ્લે ખૂણામાં એક રૂમ હતો જેનું લાકડાનું જ બારણું, જે બે દરવાજાથી બનેલું હતું, તે અર્ધ ખુલ્લું દેખાતું હતું, સનાએ બંને હાથોથી ધીરેથી બારણા ખોલ્યા. છતાં પણ એમાંથી કેટલા વર્ષના જુના લાગતા હોય તેમ બારણામાંથી ‘કહ્હ્હરરર....કહ્હ્હરર’ કરતો અવાજ આવવા લાગ્યો.

સોનીએ હવે પ્રિયાનો જોરથી હાથ પકડી લીધો હતો, બંનેએ પોતાનાં ચહેરા પરનો સ્કાફ તો નીચે હતાં ત્યારે જ હટાવી દીધો હતો. પ્રિયાએ પણ સામેથી સોનીનો હાથ દબાવીને કંઈ નહિ થાય, ડર નહી, એમ ઇશારાથી કહ્યું.

અંદરની તરફ લંબચોરસ જેવો રૂમ દેખાઈ રહ્યો હતો, નીચેના બંગલાના બેઠકરૂમમાં જે અસ્વચ્છતા જણાતી હતી તેવું આ રૂમની અંદર જણાતું ન હતું. આ રૂમ એકદમ સાફસુથરો દેખાતો હતો, સામે એક જ લાકડાની લંબચોરસ બારી, એ પણ બે દરવાજા વાળી દેખાતી હતી, એમાંથી સારો એવો ઠંડો પવન રૂમની અંદર ફુંકાઈ રહ્યો હતો. જમણી બાજુ દિવાલને અડીને એક પલંગ સારા બેડશીટથી ગોઠવાયેલો હતો.

પરંતુ આશ્ચર્ય સાથે ચમકી જવાનું કામ તો હમણાં બન્યું પ્રિયા અને સોની સાથે. બંને આશ્ચર્યથી, તે સામે આવેલા પલંગનાં, એક પાયા સાથે બાંધવામાં આવેલી લોખંડની લાંબી લાગતી સાંકળ, એક છોકરીના હાથમાં બાંધવામાં આવી હતી. તે છોકરી નીચે પલંગને અડીને ગાઢ નિદ્રામાં સૂતેલી હોય તેવું લાગતું હતું. તેના છુટા વાળ, જે થોડી વાર પહેલા જ ધોયેલા હોય તેવા જણાતા હતાં. જે તેના ચહેરા પર આવી ગયા હતાં, તેથી તે ચહેરાનો ખ્યાલ આવતો ન હતો કે તે છોકરી કોણ હતી..!!

પ્રિયા આશ્ચર્યથી કહી ઉઠે છે, “રોબર્ટ, ઇન્હેં ઐસે બાંધ કર કયું રખા હે??”

“હ્મ્મ, વહી સબ બતાના હે..” રોબર્ટે કહ્યું.

સનાએ, જે છોકરી સૂતેલી દેખાતી હતી તેના ચહેરા પર આવેલા બધા જ વાળોને સરખા કરી તેનો ચહેરો દેખાય એવી રીતે વ્યવસ્થિત કરી દે છે. પ્રિયા તે છોકરીનો ચહેરો જ જોતી રહી જાય છે. એ મનમાં જ સ્વગત બોલી પડે છે, “માય ગોડ, વોટ અ બ્યુટી!”

ખરેખર એ સાંકળમાં બાંધેલી છોકરીનું રૂપ જ અનેરું દેખાતું હતું, ગોરો વાન, ગુલાબી હોઠો, ખૂબ જ, ખૂબ જ ખુબસુરત છોકરી જણાતી હતી, તેના ચહેરા પર માસુમિયત સારી રીતે દેખાતી હતી. તેની લાંબી ગરદનનાં ડોકમાં પહેરેલું ક્રોસ દેખાતું હતું, ઉપર વાઈટ કલરનું ફૂગ્ગી બાયનું કોટન શર્ટ જણાતો હતો, અને નીચે બ્લેક કલરનો ટુંકો જીન્સનો સ્કર્ટ પહેરેલો જણાતો હતો જેમાં એના ગોરા પગ ઘુટણ વાળેલા દેખાતાં હતાં.

“અબ સુન, તેરા યહા પર કામ આ પડા હે, યે લડકી કી વજહ સે..” રોબર્ટે આંગળી દેખાડીને સમજાવતાં કહ્યું.

“હા પર યે લડકી હે કોન ?? નામ ક્યાં હે ઇન્કા ?? ઔર મેરા ક્યાં કામ હે ??” પ્રિયા બધું જ વિસ્મય થતાં કહી રહી હતી.

“દેખો, મુજે વો સબ, કુછ નહી બતાના હે, તુજે સિર્ફ એક હી કામ કરના હે.” રોબર્ટ જાણે જીદ કરીને કહેતો હોય તેમ કહેવાં લાગ્યો.

“દેખો પ્લીઝ હમલોગ યે લડકી કો નહી જાનતે હે, ઔર હમે કોઈ કામ નહી કરના હે આપકા..” સોની આવેશમાં પરંતુ શાંતિથી જવાબ આપ્યો.

“સોની યારા એક મિનટ વાત સાંભળી લેવા દે મને રોબર્ટની..” પ્રિયાએ વિપરીત માહોલમાં પણ પોતાનું મગજને શાંત રાખીને સોનીને સમજાવે છે.

પરંતુ સોની રડમસ સ્વરે પ્રિયાને કહેવાં લાગે છે, “ યારા, આપણાને અહીંથી નીકળવું જોઈએ, આ રોબર્ટ આપણાને ફસાવા માગે છે કેમ નથી સમજતી તું...”

બીજી તરફ રોનકનો જીવ અદ્ધર થઈ રહ્યો હતો કે બંને હજુ સુધી આવ્યા કેમ નહિ ?? તે વિચારતો હતો, શું ત્યાં બધું ઠીક તો છે ને ?? શું મને એમને ત્યાં જવા જોઈએ??

(ક્રમશ : ..)