Kayo Love - Part - 15 in Gujarati Love Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ભાગ : ૧૫

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

કયો લવ ભાગ : ૧૫

કયો લવ ?

ભાગ (૧૫)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવાં માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૧૫

ભાગ (૧૫)

“ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી,કરગરતી,મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આય એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૧૪ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૧૪) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યું” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.

રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.

પ્રિયા ફિક્કી પડી જાય છે, પરંતુ તરત જ પોતાને સ્વસ્થ કરી લે છે....રુદ્ર અને પ્રિયા એક હોટેલમાં જઈ બેસે છે, ત્યાં લગ્ન કરવાં માટેની ઈચ્છા શું છે એ અગત્યની વાત પ્રિયા, રુદ્રને જણાવે છે, ત્યાં જ પ્રિયાને વાંકડિયા વાળ વાળો કુલદીપનો ફ્રેન્ડ હોટેલમાં દેખાઈ આવે છે, પ્રિયા, એ છોકરાની પાછળ ભાગતી હોટેલની બહાર આવી જતાં કુલદીપ અને તેનો ફ્રેન્ડ બાઈક પર સવાર થઈ રફતારમાં જતાં રહે છે…

અચાનક કુલદીપ કોલેજમાં મળી જાય છે, પ્રિયા સામે તે ઘણી વાર, પોતે ઘણો પ્યાર કરે છે એવું રટતો જ રહે છે, પ્રિયા પોતાનો પિત્તો ગુમાવતાં જોરદારનો ચાટો લગાવી દે છે. વિનીત પણ કુલદીપને સમજાવે છે...વાતને ઠંડી પાડવા રોનક ટ્રીપ માટેનું સૂચન કરે છે...રુદ્ર સાથે મળીને પ્રિયા કુલદીપ વિશેની હકીકત જણાવે છે...મોબ ડાન્સનો દિવસ આવી જ જાય છે.....ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૧૪ જરૂર વાંચજો..)

હવે આગળ...........

છોકરો દેખાવમાં ટોટલી વ્યસની લાગતો હતો, જયારે છોકરીનાં ખુલ્લા વાળ ખભા સુધી કરલી વાળા દેખાતાં હતાં. સ્લીવ્લેશ બાયનું ઓરેન્જ કલરનું ઈનર ટોપ એવી રીતે પહેર્યું હતું કે એના પાછળના જમણા હાથનાં ખભા પરનું ટેટું સાફ દેખાતું હતું, અને નીચે શોર્ટ જીન્સનું પેન્ટ પહેર્યું હતું, જેમાં ડાબા પગ પરની ઘુંટીનાં ઉપરનાં ભાગ પર જેમ પાયલ પહેરેલી હોય એવી રીતે ટેટું મોટા આકારનું ચિતરાવેલું હતું. એના ઉપરના હોઠનાં મધ્ય ભાગમાં એક નાનકડી ગોલ્ડ કલરની બુટ્ટી વીંધાવેલી હતી.

પ્રિયાએ જોતા જ, એ લોકોની સ્ટાઈલમાં જ ઉભી રહેતાં કહેવાં લાગી, “ લૂકિંગ ફૂલ મેન.”

ત્યાં જ છોકરીએ જવાબ આપ્યો, “ હમ્મ.. યેપ..”

થોડી શાંતિ છવાઈ ગઈ.

ત્યાં પ્રિયા ફરી બોલી, “ હેય બોસસસ...યે...એસે રાસ્તા કયું રોક કર રખ્ખા હે મેરા, જાન સકતી હું મેં..?”

“ નહી....” બંને છોકરા છોકરી એકસાથે કહીને જોર જોરથી હસવા માંડે છે.

પ્રિયા, હસતી છોકરીને જોઈ રહી હતી, તેની આંખ ગોળ આકારની ગોટી જેવી બહાર નીકળેલી હતી, હોઠો પણ એટલા જ જાડા હતાં, નાક પ્રમાણમાં નાનું અને જાણે ચહેરો ગોળાકાર સુજેલો હોય તેવો દેખાતો હતો, ઘઉંવર્ણની દેખાતી છોકરીની ઊંચાઈ છોકરા કરતાં પ્રમાણમાં ઓછી હતી, આ બંને છોકરા છોકરીનો ઇરાદો શું છે એ પ્રિયા હજું સમજી શકી નાં હતી.

પ્રિયા એટલું તો સમજી ગઈ કે, આ થોડાં ઊધાં માથાનાં મળી ગયા છે, તેને પોતાનો ગોગલ્સ ઉતાર્યો અને વાતને આગળ ચલાવી, “ હો ગયા, અબ મુદ્દે કી બાત કરો.”

“ તેરા ડાન્સ બડિયા થા..” વાંકડિયા વાળ ધરાવતી છોકરીએ કહ્યું.

“ થેંક યુ ,ઔર કુછ...” પ્રિયાએ સહેજ કહ્યું.

ત્યાં તો પ્રિયાની મોબાઈલની રીંગ વાગી ઉઠી, જીન્સનાં ખીસ્સામાંથી મોબાઈલ કાઢતાં જોયું તો, સોનીનો નંબર હતો. પ્રિયાએ જોતા જ મોબાઈલને સાયલેન્ટ મોડ પર રાખ્યો.

“ ઔર તો કુછ નહી, ‘ડોન્ટ સ્મોક’ મતલબ..?” વ્યસની લાગતાં છોકરાએ પૂછ્યું.

બોસ, બોલોના, ક્યાં ચાહતે હો આપ મુજસે ? જો ભી બોલના હે જલ્દી બોલો, ક્યુંકી મેં જલ્દી મેં હું !!”

છોકરાએ પોતાનાં પેન્ટનાં પોકેટમાંથી સિગારેટનું પેકેટ કાઢીને, એક સિગારેટને પોતાનાં હોઠનાં વચ્ચે દબાવીને, લાઈટર દ્વારા સળગાવી, એના બાદ એક ઊંડો કશ લઈને, ધુમાડાના ગોટેગોટા પ્રિયાની સામે જ ગગનમાં ઉડાવા લાગ્યો, અને તેની સાથે જ કહેવાં લાગ્યો,“ હમદોનો કા, યે નશા, છુડા પાઓગી તુમ? ઔર ભી બહોત સારે નશે હે!!”

પ્રિયાએ વ્યસની લાગતાં છોકરાને ધ્યાનથી નિહાળ્યો, આંખમાં લાલાશ દેખાતી હતી, નીચેના હોઠનાં મધ્યભાગ પર કાળાશ છવાઈ ગઈ હતી, દાઢી વધેલી હતી, પણ વાન ગોરો લાગતો હતો અને સાથે જ વાળ સોનેરી રંગનાં દેખાતાં હતાં, જે કલર જ કરાવ્યાં હોય એવું જ દેખાતું હતું.

પ્રિયા બંને તરફ જોતા, તરજ જ ઉત્તર આપ્યો, “ ક્યાં સિર્ફ મેરે કહેને સે આપ છોડ દોગે ??”

“ કહા પે રહેતી હો તુમ.” છોકરી ધાક જમાવતી હોય એવી રીતે કહ્યું.

“ મેને કહા નાં મુદ્દે કી બાત કરો, મેં જા રહી હું..” પ્રિયા કદમ ઉઠાવતાં કહ્યું.

ત્યાં જ વાંકડિયા વાળ વાળી છોકરીએ પ્રિયાને સ્ટોપ કરતા હાથ લંબાવી દીધો.

“ દેખો યારો, મેરા રાસ્તા છોડો, ઔર મુજે અચ્છે સે યહા સે જાને દો..” પ્રિયાએ દાંત કકડાવતાં કહ્યું.

“ ચલો મુદ્દે કી હી બાત કર લેતે હે.” વ્યસની છોકરાએ સ્ટાઈલ મારતો જવાબ આપ્યો.

“ અબે, મેરી બાત કરને કી લીમીટ અબ ખતમ, ચલ અબ, બાદમે આના, મેં જલ્દી મેં હું અભી..” પ્રિયાએ પણ સખ્તાઈથી સ્ટાઈલમાં ઉત્તર આપ્યો.

“અરે ઈતના ભી જલ્દી ક્યાં હે ? હમારા જવાબ નહી મિલા !!” છોકરીએ કહ્યું.

જવાબ ચાહિયે આપ લોગો કો, તો સૂનો, “ જબ, એક, દેઠ સાલ કા અપની મોમ કા દૂધ પિતા હુવા બચ્ચા, મોમ કા દૂધ છોડ સક્તા હે, તો નશે કે સામને આપ કોન સી ચીઝ હે, આપ ભી અપની મરજી સે અભી કે અભી છોડ સકતે હે..” પ્રિયાએ એકશ્વાસે કહી નાખ્યું.

“ અવ્વ...બાત સહી કહી તુને, નશે કે સામને હમ કોન સી ચીઝ હે.” વ્યસની લાગતાં છોકરાએ પોતાનાં માથાનાં વાળમાં હાથ ફેરવતો કહેવાં લાગ્યો.

“ દેખો પ્લીઝ, મુજે અભી જાના હે, મેરી ફ્રેન્ડ વેઈટ કર રહી હે..” પ્રિયાએ અધીરાઈ સ્વરે કીધું.

“ મોબાઈલ નંબર મિલેગા તેરા..” છોકરો જાણે હવામાં વાત કરતો હોય, એવી રીતે પૂછ્યું.

“ સ્યોર ” પ્રિયાએ જવાબ આપ્યો.

“ ક્યાં નામ બતાયા તુને..” છોકરાએ પૂછ્યું.

“ મેને અબ તક બતાયા હી કહા ! નામ...પ્રિયા..” પ્રિયાએ કહ્યું.

“ તુમ દોનો કા ક્યાં નામ હે.” પ્રિયાએ પૂછ્યું.

“ મેં રોબર્ટ...” છોકરાએ કહ્યું.

“ ઓર મેં સના..” છોકરીએ કહ્યું.

પ્રિયાએ, પોતાનો મોબાઈલ નંબર આપવાં માટે, જરા પણ અચકાઈ નહિ, અને સીધો જ નંબર આપી દીધો.

“ હમલોગ બુલાયેગે તબ આયેગી તું, વો ભી હમલોગો કે ઈલાકે મેં ” છોકરીએ પણ એવી જ રીતે પૂછ્યું.

તુમ લોગો કા કોનસા એરિયા હે, વો બતા દેના કોલ કરકે, જહાં આના હે, વહા બોલ દેના, મેં મિલને આ જાઉંગી, ફીલાલ મુજે જાના હે બાય.” પ્રિયાએ કહ્યું.

પ્રિયા ફરી વળીને એક પણ વાર પાછળ જોવા વગર, તે ગલીમાંથી સડસડાટ નીકળી જાય છે, તે સોનીને ફોન કરે છે, ત્યાં તો જાણવા મળ્યું કે સોની ઘરની દિશાએ નીકળી પડી છે.....

રાતનાં સમયે સોનીને બધી જ વાત વિગતમાં જણાવે છે.

સોનીએ આ વાત સાંભળીને પ્રિયાને ઠપકો આપતાં ઘણું બધું સંભળાવે છે.

“ અરે પ્રિયા, દિમાગ તો તારું સારું ચાલે છે ને !! પછી અણજાન છોકરા છોકરીને તારો મોબાઈલ નંબર આપવાની શું જરૂરત હતી ??” સોની ચિંતા સ્વરે કહેવાં લાગી.

“ હા દિમાગ તો ત્યારે મારું સારું જ ચાલતું હતું, એટલે જ નંબર પણ આપ્યો.” પ્રિયા હસતાં હસતાં જવાબ આપે છે.

પ્રિયા પ્લીઝ યાર, મજાકમાં નહિ લે બધી જ વાત !! જો તને કોલ આવ્યો બંને છોકરા છોકરીનો, અને એમના સ્થળે તને મળવા માટેનું સ્પેશીયલ આમંત્રણ આપ્યું, તો શું તું જવાની છે મળવા માટે ??” સોની ફરી ચિંતાતુર થતાં કહ્યું.

“હા કેમ નહિ, મેં કહી રાખ્યું છે કે, હું નહિ મળી શકીશ તો મારી બેસ્ટ યારા સોનીને, તો જરૂર મળવા માટે મોકલીશ..” પ્રિયા ફરી મજાકમાં કહેવાં લાગી.

“એહહહ....ના....આવું વિચારતી પણ નહિ પ્રિયા, કે હું તારા આવા કામમાં સાથ આપીશ..” સોનીનાં આંખમાં ડર સાફ દેખાતો હતો.

અરે કહી નહિ થાય યાર, એમનો આશય તો જાણવાં મળશે, ફક્ત એટલે જ નંબર આપ્યો, ચાલ હવે તું ટેન્શન નહિ લે.” પ્રિયાએ સોનીને સાંત્વના આપતો હાથ ખબે રાખ્યો.

“ પ્રિયા હું ફક્ત એટલું જ કહેવાં માંગું છું કે, જે પણ કરવું હોય થોડું શાંતિથી વિચારીને આગળ પગલા ભરજે, કારણ તું જાણે જ છે ને, એક કુલદીપ નામનું વાવાઝોડું તારી લાઈફમાં આવ જા કરી રહ્યું છે, પ્લીઝ પ્રિયા વાતને સમજ..” સોનીએ શાંતિથી સમજાવતાં કહ્યું.

“હા કહું છું ને તને, શાંતિથી....વિચારીને...પગલા લઈશશશશ....” પ્રિયા પણ, સોનીએ જેવું સમજાવ્યું એવી રીતે જ કહ્યું.

“ સો આવતીકાલે શું પ્લાન છે....રવિવાર છે....રુદ્રને મળવાનો હ્મ્મ્મમ્મ્મ..?” સોનીએ આંખ મારીને કહ્યું.

“ હા છે મળવાનું, બટ હજું મારા તરફથી એવું કંઈ નથી, રુદ્ર મારા માટે વધારે આશ લઈને બેઠો છે, નથી જાણતી હું પણ, શું થવાનું છે એ..” પ્રિયા પોતાનાં વિચારોમાં જ એકધારું કહેવાં લાગી.

“ ઓ.કે સારું મળી લેજે..” સોની આટલું કહીને ગૂડ નાઈટ કહીને પોતાનાં ઘરે સૂવા માટે ચાલી જાય છે.

બીજા દિવસે રવિવારે પ્રિયાએ રુદ્રને, સવારે એક મોલમાં મળવા માટે જણાવે છે, જ્યાંથી પ્રિયાને શોપિંગનું કામ પણ પતાવું હતું.

“ પ્રિયા, તમે શોપિંગ શું કરવાનાં છે ?” રૂદ્રે પૂછ્યું.

શોપિંગ વધારે નહિ, ફક્ત સોની માટે ગિફ્ટ લેવાનું છે, એનું બર્થડે આવી રહ્યું છે..” પ્રિયાએ ઉત્તેજિત થતાં કહ્યું.

“ઓહ વાઉં !! સારી વાત છે.” રૂદ્રે પણ એટલો જ ઉત્સાહિત થતાં જવાબ આપ્યો.

ત્યાં જ પ્રિયાને પાછળથી કોઈનો ટહુંકો, પોતાનાં નામનો સંભળાયો.

“ પ્રિયા..”

પ્રિયા અને રુદ્ર પાછળ જોય છે.

પ્રિયા પાછળ જોતાની સાથે જ જાણે ઘેલી થઈ ગઈ હોય, એવી રીતે ઝીણી આંખોને મોટી કરી પાતળા સ્વરમાં કહેવાં લાગી, “ સરરરરરરર...તમે ..”

પ્રિયા નીલ સરને જોતાં જ બધું જ ભૂલી જાય છે કે, એણી સાથે રુદ્ર પણ ઊભો છે.

“ હા પ્રિયા કેમ છો..” નીલ સરે ઘણી શાંતિથી પૂછ્યું.

“ સરરરર...હું તો ઓલ્વેઝ મસ્ત રહું છું..” પ્રિયા ફરી ઉત્સાહમાં આવી કહેવાં લાગી.

“ હા એ તો તમારા ડાન્સ પરથી જ ખબર પડી જાય છે કે તમે ઓલ્વેઝ મસ્ત રહેવામાં માનો છો..”

“ એટલે, ઓહ્હ વાહ !! તમે અમારા ગ્રૂપનો મોબ ડાન્સ જોયો ગઈકાલે..?” પ્રિયા ભાર આપતા સ્વરમાં, આશ્ચર્યથી પૂછી રહી હતી.

“ હા પ્રિયા, એ જ વાતની, તમારી અને તમારા ગ્રૂપની તારીફ કરી, તને બધાઈ આપવી હતી. વેરી વેરી ગૂડ, તમે ખૂબ સારું કામ કરી રહ્યાં છો..” નીલ સરે પોતાનો હાથ લંબાવતા કીધું.

પ્રિયાએ પણ તરત જ પોતાનો હાથ લંબાવીને, નીલ સર સાથે વિશ્વાસભર્યો મજબૂતાઈથી હાથ મેળવ્યો.

રુદ્રનાં શરીરમાં, દિલમાં આજે આગ લાગી રહી હતી, જલનની આગ, પહેલી વાર લાગી રહી હતી.

જલન પણ કેવી ? એક તો સામે પોતાનાં કરતાં પણ વધુ હેન્ડસમ અને સ્માર્ટ છોકરો ઊભો તો હતો, પરંતુ પ્રિયા એમાં એવી ભળી ગઈ હતી કે રુદ્રનાં હોવાપણાનું નોંધ માત્ર પણ લઈ નાં રહી હતી.

રુદ્ર જોઈ રહ્યો હતો કે, પ્રિયાની આંખોમાં અજીબ પ્રકારની, નીલ સાથે વાતો દરમિયાન, ચમક દેખાઈ રહી હતી.

રુદ્રને ઘણું એકલું લાગી રહ્યું હતું, તે પ્રિયાને ખોટું બોલીને એક જરૂરી કોલ કરીને આવું છું, એવું કહેવાં છતાં પણ પ્રિયા, રુદ્રનાં કોઈ પણ શબ્દોને ધ્યાનમાં લેતી નથી.

રુદ્ર મોલની બહાર આવીને, દૂરથી ઊભો રહીને પણ પ્રિયાને નિહાળે છે, તે જોઈ રહ્યો હતો કે પ્રિયા આ નીલ નામનાં છોકરા સાથે હજું પણ વાતોમાં કેટલી મશગુલ છે.

પ્રિયા અને નીલ સરની વાત પૂરી થતાં બંને છુટા પડે છે.

પ્રિયાને તરજ જ ત્યારે યાદ આવે છે કે, રુદ્ર મોલની બહાર ઊભો હશે કદાચ!!

રુદ્ર પોતાની કારને ત્યાં ઊભો હતો.

પ્રિયા પણ ત્યાં જઈ ઊભી થઈ જાય છે.

“ રુદ્ર, અમારા કોલેજનાં નીલ સર હતાં..” પ્રિયાએ સહેજ કહ્યું.

રૂદ્રે આ સાંભળી એક પણ શબ્દ પોતાનાં મોઢામાંથી કાઢતો નથી.

થોડીવાર શાંતિ છવાઈ ગઈ.

“ પ્રિયા મને બીજું જરૂરી આજે કામ છે, શું હું તમને ઘરે છોડી શકું?” રુદ્ર એવી રીતે પૂછવા લાગ્યો જાણે રુદ્રના દિલમાં લાગેલી આગ હજું સુધી બુઝાઈ ન હતી.

પ્રિયાની શોપિંગ તો થઈ જ ના હતી, એ પ્રિયા પણ જાણતી હતી, અને રુદ્ર પણ, કે ના રુદ્ર સાથે હજું વાતચીત પણ સારી એવી થઈ ના હતી. પરંતુ પ્રિયા સમજી ગઈ હતી કે, જેવી રીતે મારું મૂડ નથી રહેતું એવું જ કંઈક રુદ્રને પણ આજે થઈ ગયું છે. પ્રિયા પાસે કારમાં બેસવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ ન હતો.

કારમાં બેસતાની સાથે જ રુદ્ર થોડી જ મિનીટમાં કારની સ્પીડ વધાવી દે છે.

કારમાં ચૂપકીદી બની રહે છે.

પ્રિયાને હવે અહેસાસ થઈ રહ્યો હતો કે કાર ખૂબ જ સ્પીડમાં જઈ રહી હતી.

પ્રિયા તરજ જ ચિલ્લાવતાં કહી ઊઠે છે,“ રુદ્ર કાર એટલી સ્પીડમાં કેમ ચલાવી રહ્યાં છો?”

રુદ્ર કારમાં બેસતાની સાથે જ એક વાર પણ પ્રિયા સામે જોયું નાં હતું, તે બસ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો.

પ્રિયા ફરી ચિલ્લાવી ઉઠે છે,“ રુદ્ર, કારને ધીમી ચલાવ.....રુદ્ર....રુદ્ર....સ્ટોપ ઈટ રુદ્રદ્રદ્રદ્રદ્રદ્ર.....”

(ક્રમશ: ..)